Jindgi ni aanti ghunti - 5 books and stories free download online pdf in Gujarati

જિંદગી ની આંટી ઘૂંટી - ભાગ-૫

( આપણે આગળના ભાગમાં જોયું કે, મહેશભાઈ એક કાકાએ આશરો આપ્યો, અને હવે એક પાર્સલ આપવા કહે છે ,અને મહેશભાઈ મૂંઝવણમાં મુકાયા છે.. )
૧૭ વર્ષનુ મગજ જાજુ વિચારી શકતું નથી, કાકાએ કહ્યું છોકરા આ પાર્સલ પહોંચાડી દે, આ કામના હું તને સો રૂપિયા આપીસ, સો રૂપિયા સાંભળીને તમ્મર જેવું આવી ગયુ, કેમ માડમાડ કોઈ દિવસ જોયેલા અને આ એક કામ ના સો રૂપિયા! પૈસાની તો જરૂર હતી, પૈસા માટે ભલભલા લોકો ફસાઈ જાય છે,
અને જેની હાલ મારે તો જરૂર જ હતી, શું તો આ કાગળની નોટો પણ તેના વગર જીવન શક્ય છે,
" પૈસો તો બધા માટે પરમેશ્વર છે "
તે પાસે હોય તો આપણો ભાવ પૂછાય છે, મે ઘણી મનોમંથન પછી પાર્સલ હાથ માં પકડ્યુ કારણકે ખાવાઅનખ જીવવા માટે તો પૈસાની જરૂર છે.
પૈસા પાછળ તો ભલભલા આંધળા બની જાય છે, અને હું પણ સો રૂપિયા સામે પીગળી ગયો, અને જવા તૈયાર થઇ ગયો,મને તે કાકા એ એડ્રેસ આપી દીધું,
સ્ટેશનથી થોડું આગળ હતું, મને લાગ્યું શું હશે આ પાર્સલ માં? એની મને ખબર નથી? કે હું શું કામ કરવા જાઉં છું ?એ પણ ખબર નથી બસ સો રૂપિયા દેખાય છે ,અને પૈસા ખાતર હું કામ કરી રહ્યો છું ,
આ વિચારોમાં ને વિચારોમાં હું ચાલતો હતો,
બધે જ કાળી રાતે કાળા કામ થાય છે, અને અહીં ધોળા દિવસે કાળા કામ થાય છે એવું વિચારતો સ્ટેશનથી થોડો આગળ નીકળ્યો, ડાબી તરફ વળ્યો , એક ગલી દેખાઈ કોઈની અવર જવર નહોતી આ ગલી ભેકાર મારતી હતી,
કોઈ દેખાતું નહોતું હું ગભરાયો પાણી પાણી થઈ ગયો, કે કોઈ નહિ આવે તો શું થશે? કે મને કોઈ જોઈ જશે તો શું થશે?

એટલામાં એક કાળા કલરની વાન આવી ઉભી રહી, એક ઉંચો પડછંદ માણસ તેમાંથી નીચે ઊતર્યો, તેની કાળો શર્ટ અને સફેદ ટોપી પહેરી હતી.
*****
કદાચ આ કામમાં લોકો આવા કપડાં પહેરતા હશે "સફેદી નીચે કાળા કામ છુપાઇ જાય.
હું એચકે બોલ્યો, તો તે પણ સામો એચ કે બોલ્યો,
અને મારા હાથમાંથી પાર્સલ લઈ લીધું.
અને તરતજ ગાડી પાછી વળી ગઈ
હું પાછો ચાલતો ચાલતો હોટેલ પર આવ્યો, કાકા એ પૂછ્યું કામ થઈ ગયું મેં કહ્યું હા થઇ ગયું, હવે લે આરહ્યા સો રૂપિયા કોઈને કહેતો નહીં,
પણ તમે તો મને કહો તેમાં શું હતું એક વાર કહ્યું ને તું ભૂલી જા, તે વખત તો હું ના બોલ્યો પણ મારા મનમાં, અનેક વિચારો ઉઠ્યા, સો રૂપિયાની ખુશી હતી,
પણ કંઈ ખોટું કામ કર્યું એનું દુઃખ હતું ,

શું કરું? જો હું આમને આમ આવા કામ કરીશ,
તો કોઈ ખોટા કામમાં ફસાઈ જઈશ, તેમાં જીવના જોખમે પૈસા તો મરી જશે! પણ મારા સ્વાભિમાન નું શું થશે..
ના મારે આવા કામ નથી કરવા, નથી જોઇતી મારે આવી જિંદગી.
આવા વિચારોમાં રાત પડવા આવી ખાધા પછી દુકાનની બહાર ઓટલા પર આવી ઊઘવાની કોશિશ કરી પણ ઊંઘ ના આવી, પાર્સલમાં શું હશે? હું અહીં રહીશ તો ફરીથી પણ મને આ કામ કરાવશે?અને હું પણ પૈસાની લાલચમાં ના નહી પાડી શકુ,
તો શું કરુ હું અહીં થી જતો રહુ, એવો વિચાર આવતાની સાથે મને ખબર ના પડી અને હું ચાલવા લાગ્યો, મારી પાસે હાલ તો સો રૂપિયા હતા, તેથી થોડા અલગ અલગ વિસ્તારમાં ફરવાનો વિચાર આવ્યો,
આ પૈસા કેટલા દિવસ ચાલશે, એડમિશનનું શું થશે? અને હું ચાલતો થયો પાછો વિચાર આવ્યો,
**** અરે જિંદગી તારી આ શું આટીઘૂટી છે, આમ વિટુ તો તેમ ફરે અને તેમ વિટુ તો આમ ફરે ****
કોઈ ઠેકાણું કે જગ્યા નથી મારા માટે ફરીથી પાછી અંધારી રાત તેમાં અંધકાર ઓગળતો જતો હતો, અને હું ચાલતો જતો હતો,
હું થાક્યો થાક વર્તાવા લાગ્યો રાતના 1:00 વાગેપણ શહેરમાં અવરજવર ચાલુ હતી, સ્ટ્રીટ લાઇટના થાંભલા થી થોડે દૂર જઈને બેઠો, હવે આગળ નથી જવું ઘણું બધું ચાલુ કાઢ્યુ હશે, ત્યાં બેસી પડ્યો. થાકના અને ઠંડા પવન ને લીધે ઝોકું આવી ગયું, કાલ સવારની ભૂખની ચિંતા ન હતી, ખિસ્સામાં રૂપિયા પડ્યા હતા,નિશ્ચિંત થઇ ત્યાંજ ઊંઘી ગયો.
મારી બેગ ને મારી પાસે દબાવી હતી જેમાં મારું સપનું હતું, મને ઊંઘ આવી ગઈ સવાર પડી સૂરજનું કિરણ ગાલ પર આવી સ્પર્શી ગયું, આહાહા કેવું આહલાદક લાગ્યું ઘણા દિવસ પછી મનને સારું લાગ્યું આળસ મરડી બેઠો થયો ,.
હવે ક્યાં જવું? થોડું ચાલ્યો ને સાર્વજનિક નળ આવ્યો ત્યાં પાણી આવતું હતું મેં મોઢું અને હાથપગ ધોયા . . સવારમાં જ ચાર પાંચ નાના છોકરાઓ ત્યાં રમતા હતા, તેમને જોયા કેવું નિર્દોષ બાળપણ બાળપણ માં કોઈની ચિંતા જ નહીં કે બસ આપણે મરજી પ્રમાણે જીવવાનું ...
અને હા અત્યારે હું પણ શું કરી રહ્યો છું મરજી પ્રમાણે જિવવા તો નીકળી પડ્યો છું,
પહેલાં તો સારી કોલેજ શોધવાનો વિચાર આવ્યો, પણ અજાણ્યા શહેરમાં કોણ બતાવે કોલેજ, આગળ ચાલતો રહ્યો થોડે દૂર એક નાની હોટલ દેખાય ત્યાં ચા પીવા રોકાયો ત્યાં જ મારા જેવા છોકરાઓ ચા પીતા હતા અને કોલેજની જ વાતો કરતા હતા,
અને તેમને પુછવાનું મન થઈ આવ્યુ ઉભો થઇ તેમની પાસે ગયો, અને પૂછ્યું કે તમે જે કોલેજ ની વાત કરો છો તે કોલેજ કઈ છે, તે મને જોઈ હસવા લાગ્યા કારણ કે મારો દેખાવ જ લગર વગર થઈ ગયો હતો,
તેમને એમ કે આ છોકરો કોલેજ નું શું કામ હશે, મેં ફરીથી વિનંતી ના સ્વરમાં પૂછ્યું કારણકે મને લાગ્યું કે મને થોડીક માહિતી મળી રહે, તો હું એડમિશન માટે ટ્રાય કરી શકું,

મારે આગળ ભણવું છે તો નક્કી જ હતું મારું મન મક્કમ હતુ ભણવા માટે ફરીથી પૂછવાથી તેમણે મને કહ્યું કે બોરીવલીમાં દયાનંદ સરસ્વતી કોલેજ આવેલી છે, તેનું મારે પાકું એડ્રેસ જોઈતું હતું પણ તેઓ ત્યાંથી ઊભા થઈને ચાલ્યા ગયા, કઈ નહિ એક નામ તો મળ્યું પણ,
વિચાર્યું હવે કંઈ કામ મળે તો સારું કોલેજમાં ભણવા જવા પણ પૈસા જોઇશે અને મને ખબર નહીં અંદર થી જ સ્ફુરણા થઇ કે લાવ ને ચા વાળાને તો પૂછી જોઉ કે કોઈ કામ મળી જાય,
અને તેને પૂછ્યું કે અહીં કંઈ કામ મળશે તે સાદો ભોળો માણસ હતો તેને કહ્યું મારી પાસે તો કોઈ કામ નથી , પણ આગળ જાવએટલે ડાબી બાજુ એક હોટલ છે ત્યાં કદાચ કામ મળી રહે અને મેં તેમનો આભાર માન્યો અને સાથે સાથે ભગવાનનો પણ અને હું પાછો ત્યાંથી ચાલતો થયો ,

અને ચાલતો ચાલતો બધુ જોતાં-જોતાં હોટલ આગળ આવી ઊભો રહ્યો , અને ગભરાતો ગભરાતો હોટલની અંદર ગયો, ત્યાં કાઉન્ટર પર એક ભાઇબેઠેલા દેખાવે તો મજબુત બાંધાના હતા.
અને બીતાબીતા પૂછ્યું કે હું કામ સુધી રહ્યો છું મને અહીં કામ મળશે? તેમને ઊંચું જોયું..અને પૂછ્યું
ક્યાંથી આવ્યો છે?
ગુજરાત થી
કેમ આવ્યો છે?
ભણવા
તો તારે શા માટે કામ કરવું પડે છે?
કંઈ સમસ્યા છે?
હું તો આમના એકધારા સવાલોથી ગભરાઈ ગયો, મને થયુ,
શું મને હોટલમાં નોકરી મળશે કે પછી અહીંથી જાકારો......
( શું થશે મહેશભાઈ ની નોકરીનું
મળશે કે પછી ...... આગળ બીજે નોકરીની શોધમાં જવું પડશે .. . જુઓ આગળના ભાગમાં)

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED