Jindgi ni aanti ghunti - 8 books and stories free download online pdf in Gujarati

જિંદગી ની આંટી ઘૂંટી - ભાગ-8

(આપણે આગળના ભાગમાં જોયું કે મહેશભાઈ ને કોલેજ પહોંચે છે પણ કોલેજ બંધ થઈ ગયેલી હોય છે હવે તે બીજે દિવસે કોલેજ સાયકલ લઈને જવાનું વિચારે છે હવે આગળ)
એ જ વિચારોમાં રાતે ઊંઘ નહોતી આવી રહી, આજે વધારે ચાલેલો તેથી આખું શરીર પણ દુખતું હતું, જાણે અંદરથી તાવ ભરાયો હોય તેવું લાગતું હતું,
પણ અહીંયા તો કોને કહું મને યાદ આવ્યું કે ગામડે એક વાર દોડ હરીફાઈ હતી અને તેમાં હું આવું જ દોડેલો અને થાકી ગયેલો, ત્યારે મારી માએ મને ગરમ પાણીમાં મીઠું નાખીને નવડાવેલો અને જ્યારે સવારે ઊઠ્યો ત્યારે હું હળવો ફૂલ જેવો બની ગયેલો,
પણ અહીં ક્યાંથી લાવું મીઠું ?રસોઈ ઘર ને તો તાળુ મારેલું હતું ,
અને મીઠું હોય તો પણ ગરમ પાણી ક્યાંથી લાવું ?આજે માની યાદ બહુ આવતી હતી,
' આંખો બંધ કરીને મા મારા મસ્તક પર હાથ ફેરવતી હોય તેવો અનુભવ થયો' અને થોડીવારમાં ઊંઘી ગયો, અડધી ઉપર રાત વીતી હશે અને શરીરમાં બહુ કરતર ઉપડી,
શું કરું ?અહીં તો કોને કહું ?આમ તેમ પડખાં ઘસતો રહ્યો અને વહેલી સવારના પંખીઓનોમધુર કલરવ સંભળાવા લાગ્યો, મંદિરમાં ઝાલર વાગતા હતા તેનો મીઠો અવાજ કાને સંભળાયો તો સારું લાગ્યું,

અને ઉઠવા માટે સમય થવા આવ્યો હતો પણ મારાથી ઊભું નહોતું થઈ શકાતું, પાછો વિચાર આવ્યો કે આવી હાલતમાં
હું કઈ રીતે કોલેજ જઈ શકીશ, અને એમને એમ ખાટલામાં પડી રહ્યો ને થોડીવાર માટે આંખ મીચાઈ ગઈ ત્યાં તો સાઈકલ ની ઘંટડી નો અવાજ સંભળાયો
હું સફાળો જાગી ગયો, ત્યાં રઘુ સાયકલ લઈને ઉભો હતો, રઘુ બોલ્યો ચાલ, યાર, તૈયાર થઈ જા, તારે માટે તારું સપનું આવી ગયું છે, પણ મારાથી કંઈ બોલી શકાયુ નહીં, તે સાયકલ પરથી ઉતરીને મારી પાસે આવ્યો,
અને મને અડતા બોલ્યો કે તારું શરીર તો તાવથી ધખ ધખે છે, ચાલ તને દવાખાને લઈ જવું, મારે દવાખાને નથી જવું અને દવાખાન જેટલા પૈસા એ ક્યાં છે ,
મારે તો આજે કોલેજ જવું છે,
રઘુ એ કહ્યું જો દોસ્ત," જાન હે તો જહાં હે" નહી તો, આ બધું શું કરવાનું , જો તારી તબિયત સારી નહીં હોય તો તારા બધા પ્રયત્નો નિષ્ફળ જશે, એટલે પહેલાં શરીર-સુખ જોઈએ, ચાલ મારી પાસે આ દસ રૂપિયા છે અને આ સાઇકલના ભાડામાં થી પાંચ રૂપિયા બચેલા તે છે, તને દવાખાને લઈ જવું,
ના એમ તો મારી પાસે પણ પૈસા તો છે જ ને ,હમણાં શેઠ પણઆવી જશે, ચાલને હું જવાબ દઈશ અને શેઠ તારું શરીર નહીં જુએ ,અને રઘુ મને સાઈકલ પાછળ બેસાડીને દવાખાને લઈ ગયો, દવાખાનુ તો ના કહેવાય એક નાનું ઘર જેવું હતું, તેમાં જ એક ડોક્ટર દવા આપતા હતા, તે રઘુ ને ઓળખતો હતો,
તે અને તેમના ઘરેથી કોઇ પણ બીમાર થાય તો અહીં દવા લેવા આવતા હતા,
ડૉક્ટર બોલ્યા શું થયું છે?
મેં કહ્યું તાવ છે ને આખુંય શરીર કળે છે, તેમને મને તપાસીને દવા આપી ,અને કહ્યું આ દવા લેવાથી બે દિવસમાં સારું થઈ જશે,
તમારે બે દિવસ આરામ કરવો પડશે, આરામ, હવે ક્યાં નસીબમાં છે !
હોટલમાંથી રજા લઉં તો પગારમાંથી પૈસા કપાય, અને મારી કોલેજ નું શું?
રઘુ અને હું દવા લઈને પાછા ફર્યા રઘુ હોટલ પર આવી, અને મને ચા બિસ્કીટ ખવડાવ્યા અને દવા આપી, અને કહ્યું કે તું આજનો દિવસ આરામ કર
જો તું આવી હાલતમાં સાઇકલ ચલાવીને જઈશ, અને તને કંઇ થઇ ગયું તો એટલે આજે ક્યાંય પણ જવાનું નથી, અને હા કામ પણ કરવાનું નથી,
હું શેઠ ને સમજાવી દઈશ અને તેને મને ચોકડીની બાજુ વાળી જગ્યા પર દવા આપી ને સુવડાવી દીધો, અને તે હોટલ નું કામકાજ કરવા લાગ્યો,
હું પડ્યો પડ્યો વિચાર કરવા લાગ્યો કે શું "પૂર્વજન્મ જેવું હશે અને જો હશે તો પૂર્વજન્મમાં રઘુ સાથે એવું તો કયું ઋણ બાંધ્યુ હશે કે મને આ જન્મમાં સગા ભાઈથી વધુ સાચવે છે"
' હું કદીએ રઘુ નું ઋણ ચૂકવી શકીશ' અને મારી આંખ ભીની થઈ ગઈ એટલામાં શેઠ આવી ગયા, અને પૂછ્યું રઘુ મહેશ ક્યાં ગયો? ક્યાંય બહાર ગયો છે કે શું ?નાશેઠજી એતો અહીં સૂતો છે સુતો છે,
કેમ સુતો છે? તેને ખૂબ જ તાવ ચડ્યો છે, શેઠ હું સુતો હતો ત્યાં જોવા આવ્યા, મારે માથે હાથ અડાડ્યો, હા સાચે જ તાવછે,
એને દવાખાને લઈ જા , હું સૂતા સૂતા વાક્ય સાંભળી રહ્યો હતો, આ સાભળી ને તો એવું લાગ્યું કે શેઠ આટલા દયાળુ હશે,
શેઠ દવાખાને તો હું અહીં આવતા ની સાથે જ લઈ ગયો હતો, અને અત્યારે દવા આપી છે, સારું, સારું , બોલીને
પાછા તેમના કામમાં લાગી ગયા, થોડીક વાર થઈને બહારની બાજુએ જોયું, તો એક સાઇકલ પડેલી દેખાઇ,
તેમની સાઈકલ તો દરરોજ ની જગ્યાએ પાર્ક કરેલી હતી, પણ આ સાઈકલ કોની!
રઘુ ઉતાવળમાં સાયકલ ઠેકાણે મુકવાની ભૂલી ગયેલો, શેઠે રઘુ ને પૂછ્યું રઘુ આ કોની સાઈકલ છે, કોઈ ગ્રાહક અહીં ભૂલી ગયેલું છે, ના શેઠ સાઇકલ તો હું લાવેલો છું ,
તે સાયકલ લીધી એમ,
ના રોજ માટે નથી લીધી એક દિવસ માટે લાવ્યો છું ,ભાડા પેટે, કેમ ભાડા પેટે? કોની માટે, રઘુ બોલ્યો લો શેઠ અમારા જેવા જીવને કોઈ દિવસ સાઇકલ ફેરવવાનો શોખ થાય કે ન થાય, બહુ મન હતું ,તેથી હું સાયકલ લેતો આવ્યો,
સારું સારું ચાલ હવે, તેને વચ્ચેથી ઠેકાણે મૂક
હું સૂતો સૂતો બંને વચ્ચેનો વાર્તાલાપ સાંભળતો હતો, પણ કંઈ બોલ્યા વગર પડ્યો રહ્યો ,આજનો દિવસ પણ એમને એમ ફોગટ જશે, મારું કોલેજ જવાનું રહી જશે, અને સાયકલ નું ભાડું જેમ તેમ કરી પૈસા બચાવેલા અને તેમાંથી પાંચ રૂપિયા સાઇકલ નું ભાડું દસ રૂપિયા દવા ના થયા પંદર રૂપિયા તો થઈ ગયા,
હવે 35 રૂપિયા પડ્યા છે કાલે કદાચ કોલેજમાં જઇશઅને ફોર્મ ફી કેટલી હશે? અને હું કેવી રીતે કરી શકીશ, પણ એક કોલેજ તો જોઈ આવું ,
પણ આજે મારી પાસે સાયકલ છે,
' તો સમય નથી' એટલે "સમય અને સંજોગ આપણા હાથમાં નથી"
શું વિચારું છું? ને શું થાય છે? એમના એમ વિચારોમાં હું ઊંઘી ગયો, બપોરે દોઢ વાગવા આવ્યો હશે, અને મને રઘુએ ઉઠાડ્યો,
મહેશ કેવું લાગે છે તને,
સારું છે હા ઘણું બધું સારું થઇ ગયું છે ,
તેથી હું ઉભો થયો, રઘુ ને કહ્યું લાવ તને હું વાસણની સાફ-સફાઇ કરવામાં મદદ કરું, પણ રઘુ એ ના પાડી, અને તે મારે માટે જમવાનું લઈ આવ્યો ,
લે આ જમીને દવા લેવાની છે તે લઈ લે,
રઘુ સાઇકલ નું શું થશે કાલે ફરી લાવવી પડશે ને, તું અત્યારે બધી ચિંતા છોડ અને જમીને દવા લઈને આરામ કર,
અને લે આ સાઇકલનું પાંચ રૂપિયા ભાડું પાછું ,કેવી રીતે રઘુ ,તું મારી આટલી મદદ કરે છે તે બહુ જ છે, સાઈકલ તો મે જ મંગાવી હતી,
હા, તેજ મંગાવી હતી પણ તું દવા લઈને સુતો હતો ત્યારે, હું સાયકલ પાછી મૂકી આવ્યો ને તે ભાઈ ને બધી વાત કરી તો તે માની ગયા, અને કાલે સવારે ફરી પાછી સાયકલ આપશે, હું ખૂબ જ ખુશ થઈ ગયો,

રઘુ ને ભેટી પડ્યો યાર તું તો મારું કેટલું બધું ધ્યાન રાખે છે..હું ગળગળો થઇ ગયો, રઘુ બોલ્યો યાર, ભાઈબંધ માટે તો જીવ હાજર હોય,
ચાલ હવે જમીને દવા લઈ સુઈ જા. સવારે સારું થઈ જાય તો કોલેજ જવા થશે, અને મેં જમી દવા લઈ લીધી, સાંજના સાડા ચાર વાગે શેઠ આવ્યા, અને તેમને રઘુ ને પૂછ્યું કે, રઘુ મહેશ ને કેવું છે, રઘુ બોલ્યો સારું છે તેને,
અને હું પણ બેઠો થયો, હવે તો લગભગ સારું થઇ જ ગયું હતું એટલે હું ઊઠીને બહાર આવ્યો,
શેઠે મને મારી તબિયત પૂછી, અને પછી હું પણ રઘુ સાથે કામ કરવા લાગ્યો


"માણસ માં જો માનવતા કે દયા ભાવ રહેલો છે, તો તે માણસ ગરીબ હોવા છતાંય અમીર છે"
તેની માણસાઈ તેને અમીર બનાવે છે,


અને રઘુ એ ના પાડી છતાં, હું કામ કરવા ઊભો થયો,સારું થઈ ગયા પછી તો મને બેસી રહેવું ના જ ગમે, રઘુ હું કામ કરીશ તો મને વધુ સારું થઈ જશે, અને અમે બન્ને એ સાથે કામ કર્યું,
અને રાતે છેલ્લે પેલા કાકા જમવા આવ્યા, તેમણે મને પૂછ્યું તારું આજે જે કામ હતું તે પુરુ કર્યું, મેં ના કહી, પછી તે કંઈ બોલ્યા નહી ..અને જમીને ચાલ્યા,
અમે બધું કામ પૂરું કરી અને અમે બંને થોડી વાર બેઠા, અને રઘુ ને સવારે પાછી સાયકલ લઇને આવવા કહ્યું, અને રઘુ ઘરે જવા નીકળી ગયો, અને હું પણ દવા લઈને ઊંઘી ગયો, દવાના ઘેન થી ઊંઘ તો સારી આવી ગઈ,
સવારે પક્ષીઓના મધુર અવાજ સંભળાતા જાગી ગયો, આજે તો મન વધુ પ્રફુલ્લિત હતું, અને હું પણ જલદીથી ઉભો થયો, અને સવાર નો નિત્યક્રમ પતાવી ને રઘુ ની રાહ જોવા લાગ્યો, થોડીક વાર થઇ અને રઘુ આવીને ઉભો, પણ આ શું તેની પાસે સાયકલ નહોતી,
રઘુ સાયકલ ના લાવ્યો, ના યાર આજે તો તેની પાસે સાયકલ જ નહોતી, મને થયું કે કાલે રઘુ લઈને પછી પાછી સાઇકલ આપી આવેલો તેથી આજે તેને સાયકલ નહીં આપી હોય!
હવે શું કરવું ?કઈ રીતે જવું? રિક્ષા ભાડા જેટલા પૈસા તો મારી પાસે ન હતા, હવે, રઘુ પાસે માગુ, ના બિચારો એ એનું મોડ પૂરુ કરતો હોય,
અને મેં કોલેજ જવાનો વિચાર માંડી વાળ્યો, બે દિવસ પછી શેઠ પગાર કરશે, એટલે જઈ આવીશ, અને અચાનક એવું બન્યું કે હું ખુશીથી ઝૂમી ઊઠ્યો ...

(એવું તો શું બન્યું હશે? જોઈએ આગળના ભાગમાં )

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED