એક દિવસ યુવક પોતાની નવી-નવેલી દુલ્હન ની સાથે કારમાં બેસીને ક્યાંક જઈ રહ્યો હતો.
રસ્તામાં અચાનક કારના પૈડામા મરઘી આવી ગઈ
યુવકે નીચે ઉતરીને કહ્યું મરઘીના માલિકને લે આ રૂપિયા રાખી લે આ મરઘી ની કિંમત છે ...
મરઘી નો માલિક બોલ્યો હજી બીજા સો રૂપિયા આપી દો ..🙄
યુવક હેરાન થઈ ને પૂછ્યું બીજા સો રૂપિયા કેમ??
મરઘી નો માલિક બોલ્યો મરઘાને જ્યારે ખબર પડશે કે... તેની નવી નવેલી દુલ્હન મરી ગઈ છે.. તો એ પણ આત્મહત્યા કરી લેશે સાહેબ ..😂
યુવક અને યુવતી પૈસા આપીને રવાના થયા
અને એક આંબા ના ઝાડ નીચે જઈને બેઠા...
ત્યાં અચાનક એક સાપ લટકતો દેખાયો..
યુવક બોલ્યો ..આવી. . રીતે... લટકવા થી ..કશું નહીં થાય... મમ્મીને કહે કોમ્પ્લાન પીવડાવે..😀
યુવક અને તેની દુલ્હન જોડે વાતો થઈ રહી હતી તે વખતે અચાનક કેરી તેમની ઉપર આવીને પડી..
દુલ્હન બોલી આ કેરી ઉપરથી કેવી રીતે પડી..
કેરી બોલી 😀 હું પાકી ગઈ તમારી વાતો સાંભળી સાંભળીને. 🤣🤣
એટલામાં અચાનક વરસાદ આવ્યો તે જોઈ યુવક બોલ્યો આકાશ માં કાણું પડી ગયું લાગે છે.😀
થોડીક વાર માં વીજળી થઈ દુલ્હન બોલી વેલ્ડીંગ કરવા વાળા આવી ગયા લાગે છે જો😀
અચાનક રસ્તાની બાજુ પર થી એક દારૂડિયો પસાર થઈ રહ્યો હતો તે ચાલતા ચાલતા અચાનક કીચડમા લપસી પડ્યો.
એ સમયે વીજળી પણ ચમકી દારૂડિયો બોલ્યો હે.!!.... ભગવાન પહેલા તો કીચડમાં પાડ્યો અને હવે ફોટા પાડી રહ્યો છે..😁
બસ હવે વધારે નથી હસાવતી કેમ કે.. અચાનક હસતા હસતા તમે પડી જાઓ તો??
તમને ઊભા કરવા કોણ આવશે..🤣🤣
અને જતા જતા એક સલાહ પણ આપી દઉં કે.. તમારી મોબાઈલ ની ગેલેરી હંમેશા ડીલીટ કરીને રાખવાની આદત પાડજો .
ક્યાંક હસતા હસતા અચાનક એટેક આવી ગયો તો ?!!🤓
અને ઉપર પહોંચી ગયા તો?!🤓
તમારા ગયા પછી તમારો મોબાઈલ બીજાના હાથમાં આવે તો .🤓
કોઈ એમ ન કહી જાય કે... આ કેટલો સીધો સાદો
દેખાતો હતો અને કેવો નીકળ્યો.😇🤓🙄😁😂😀🤣🤣
હવે તો જાહેરાતો પણ કેવી કેવી છપાય.
સાચી ઘટના
અમદાવાદમાં એક બચ્ચું જન્મ્યું😀
બચ્ચા નું વજન ૨૦ કિલોગ્રામ છે.😁
પાંચ મિનિટમાં તે ઊભું થઈ ગયું😂
બે જ દિવસમાં દોડવા લાગ્યું.😅
દસ દિવસ પછી તેનું વજન 30 કિલો થઇ ગયું.🙄
આ સાચી ઘટના છે.😳😂
કારણ કે.... તે ગાયનું બચ્ચું હતું.🤣🤣
🌷🌷🌷🌷🌷😂😂😂🌷🌷🌷🌷🌷🌷
બીજી જાહેરાત જુઓ આજે જ પ્રતિલિપિ પર
છપાઇ છે મિલનભાઈ તરફથી...😂
શું તમારે પ્રતિલિપિ પર સારા લેખક બનવું છે😃
તો મહત્વના ડોક્યુમેન્ટ આ પ્રમાણે કઢાવેલ હોવા
જોઈએ😂
આધાર કાર્ડ
પાન કાર્ડ
ચૂંટણી કાર્ડ
રેશન કાર્ડ
એ઼ .ટી.એમ કાર્ડ
લાયસન્સ
પી .યુ઼ .સી
ગાડી નો વીમા પહોચ
જીવન વીમા પહોંચ
ઘર વીમા પહોંચ
મેડિકલ વીમા પહોચ
વાડી ખેતર નો વીમો
પાક વીમો
આયુષ્યમાન કાર્ડ
મનરેગા સર્ટીફીકેટ.
જન્મ તારીખ નો દાખલો.
લિવિંગ સર્ટીફીકેટ.
હયાતીનો દાખલો .
અભ્યાસ નું પ્રમાણપત્ર છેલ્લું ધોરણ જે ભણ્યા હોય
એની માર્કશીટ.
બેંક ખાતાની વિગત.
જાતિનો દાખલો.
શારીરિક સક્ષમ હોવાનો દાખલો .
માનસિક સક્ષમ હોવાનું પ્રમાણપત્ર.
2/ નંબર નો પત્ર .
6/નંબર નો પત્ર.
7/12 ની નકલ.
નમૂના નંબર :- 2.
આઈ ટી ફાઈનલ રિટર્ન.
પ્રોવીડંટ નંબર.
G.S.T સર્ટીફીકેટ.
પાર્ટનરશીપ ની રસીદ.
ગુમાસ્તાધારા સર્ટીફીકેટ.
T.D.S સર્ટીફીકેટ.
જમીનદાર નું પ્રમાણપત્ર.
પ્રોપર્ટી ટાઇટલ ક્લિયર.
રહેણાંક મંજૂર કરાવેલ નકશો.
રાજા ચિઠ્ઠી.
ફાયર એન.ઓ.સી.
વેરા પહોચ.
પંચાયતનુ ડયુ.
મહાનગર પાલિકાનો ડયુ.
સ્થાનિક બેંક ગુનાહિત નો દાખલો.
સરકારી કર્મચારી હોવાનું આઈડી પ્રુફ ..
પ્રાઇવેટ કર્મચારી નું આઇડી પ્રુફ.
રાષ્ટ્રીય પાર્ટી સદસ્યતા નું પ્રુફ.
મેરેજ સર્ટીફીકેટ.
છેલ્લે ભરેલુ લાઈટ બિલ.
મકાન ના હોય તો ભાડા કરાર.
પરમેનેટ મોબાઇલ નંબર.
gmail આઇડી
હવે હું આ જાહેરાત સાંભળી ડોક્યુમેન્ટ જમા કરવા ગઈ 😂ત્યારે એમણે 😂 જણાવ્યું મેં તો ડોક્યુમેન્ટ કઢાવી રાખવા કહ્યું હતું 🤣જમા કરવા ક્યાં કહ્યું જ છે🤣🤣🤣
🤣એટલે જાહેરાત થી સાવધાન🤣🤣