Pavitra lagni books and stories free download online pdf in Gujarati

પવિત્ર લાગણી.

કુદરત નો જાદુ અદભુત છે..
કશું જ કંઈ પણ કહેવાય નહીં.
કોઈને કોઈનાથી દૂર કરી શકે છે.. તો કોઈને નજીક લાવી દે છે..
પ્રેમ નુ પણ બસ આવું છે નસીબમાં ..જેને જ્યાં લખાયું હોય છે.. તેને ત્યાં થઇને રહે છે.. જિંદગી પણ એક આશ્ચર્ય જરૂર છે.
પ્રેમની વ્યાખ્યા કરતા કરતા આખી જિંદગી નીકળી જાય છે .
"હું અને તું " "આ અને અહીંં"' અંતર કાયમ રહ્યા કરે છે .
જીંદગી જ્યાં એક પૂર્ણવિરામ મૂકી જાય છે ત્યાં જ જિંદગી આશ્ચર્ય સાથે અચાનક અર્થ પણ બદલી નાખે છે.
જીવન એટલું વેગે દોડી રહ્યું હતું કે જેને રોકાવું કોઈના હાથની વાત નહોતી લોકો ખુદ કહેતા હતા કે અમારી પાસે સમય નથી.
મા-બાપની સેવા કરવા કે નથી સમય બાળકોની લાગણીઓને સમજવા.
આજે કુદરતે એવું સમયનું ચક્ર ફેરવ્યું જેથી માણસ વેગ વગરનો થઈ ગયો ..
આજે તેની પાસે સમય જ સમય છે.
આજે બધા જ તેમના પરિવાર સાથે આનંદ માણી રહ્યા છે .
તેમના પરિવારને સમય નહોતા આપી શકતા તેઓ તેમની જોડે સુંદર પળ માણી રહ્યા છે .
જે સંબંધીઓએ ક્યારેય વાત કરવા માટે સમય ન હતો તેમને સમય મળ્યો છે.
બાજુમાં પડોશી કોણ છે તે જાણતા ન હતા તેઓની જાણકારી મળી છે .
જે મિત્રોનો નાનપણમાં સાથ છૂટી ગયો હતો તે પણ આજે શોધતા-શોધતા નજીક આવી ગયા છે.
ચારે તરફથી લાગણીઓનો ધોધ વહી રહ્યો છે.
એનુ કારણ હતું કોરેના વાઈરસની મહામારી બધાની જિંદગીમાં સુંદરતાની ક્ષણો લઈને આવી હતી.. વાયરસ થી બચવા માટે મહામારી વધુ ફેલાય નહીં તે માટે લોક ડાઉન કરવામાં આવ્યું હતું. બચવા માટે કરેલું લોકડાઉન મારી જિંદગીમાં અનુભવેલી સુંદર પળોને લઈ આવી હતી..
સંબંધ કોઈ સોનેરી પળે શરૂ થાય છે પાંગરે છે, ખીલે છે, વિકસે છે ,પણ આ સંબંધો બાંધ્યા કોરેના લોકડાઉને જ્યારે બધા જ ઘરમાં બેસી રહ્યા હતા..
ચારેકોરથી પરિસ્થિતિ ખરાબ થતી જતી હતી..
મહામારીએ ભરડો લઈ લીધો હતો આ મહામારીએ તો બધાના સંબંધોને નજીક લાવવાનું કામ કર્યું હતું .
બધા જ સંબંધો ફરી નજીક આવ્યા હતા... જીવંત થયા હતા.. જુના નવા ફ્રેન્ડ સગા સંબંધીઓ જેમને ક્યારેય વાત કરવાનો સમય નહોતો તેમને પણ હવે સમય હતો.
ચારે તરફ લાગણીનો પ્રવાહ વરસી રહ્યો હતો ..
જીવન ની ભાગ દોડ વાળી જિંદગીમાં આજે તો સમય જ સમય હતો..

જ્યારે પણ સંધ્યાને પૂછવામાં આવ તું કે તારા માટે વિચાર...
થોડો ટાઈમ રોકાવ..
કેટલું કામ કરતી રહી છે.
ત્યારે તે કહેતી મારી પાસે આવું બધું વિચારવાનો ટાઈમ જ ક્યાં છે પણ કુદરતે બધાની જેમ તેને પણ સમય આપી દીધો હતો ..

આજે સંધ્યાને પોતાના માટે વિચારવાનો ટાઈમ મળી ગયો કોરોના એ સંધ્યાની જિંદગી જ બદલી નાખી ..
તેના માટે આ સમય તેની જિંદગીની ખૂબસૂરત ક્ષણો લઈને આવી હતી કે તેની અત્યાર સુધીની ખૂબસૂરત મનગમતી સુંદર પળો હતી.
જે તેનીએ ક્યારેય અનુભવી નહોતી .

સાગર ને આમ તો હું ફેસબુક પર બે-ત્રણ મહિના પહેલા મળી હતી તેના જોડે હાય, હલો ગુડ મોર્નિંગ અને ગુડ નાઈટ સિવાય કોઈ વાત થતી નેહોતી ..
પણ આ લોક ડાઉને તેમને નજીક લાવવામાં ખુબ મોટો ભાગ ભજવ્યો.

સાગર સાથે વિતાવેલી સુંદર પળો ને યાદ આવતા તુષાર શુકલ ની કવિતા યાદ આવી ગઈ ..

*"દરિયાના મોજા કઈ રેતી ને પૂછે?
તને ભીંજાવું ગમશે કે કેમ ?
એમ પૂછી થાય નહિ પ્રેમ ...
ચાહવાનો ચુમવાનો ઘટનાઓનો ભેદ નથી ,
એકનો પર્યાય થાય ...બીજું??
આંખોનો આવકારો વાંચી લેવાંનુ,
ભલે, હોઠોથી બોલે કૈ, બીજું."**

આ તો બે જણ વચ્ચે સમજ નો અલગ-અલગ વિચારસરણી ધરાવતા બે અલગ અલગ મન નુ એક થવું જરૂરી હતું..
કે બંને વ્યક્તિઓ વચ્ચે સમજણનો સેતુ થી પરસ્પરને જોડી રાખે છે બસ આમ જ થયું હતું ત્રણ મહિના પહેલા અચાનક..
આ તો છે ટેક્નોલોજીનો જમાનો ઇન્ટરનેટનો સોશિયલ મીડિયા પર થયેલ કોન્ટેક્ટ.
લાઈક, હલો, ગુડમોર્નિંગ ,ગુડનાઈટ કરતા કરતા ખબર જ ના પડી કે કેટલા નજીક આવી ગયા હતા.

ધીરે ધીરે એક બીજા ની આદત પડી ગઈ.. વિચારો ગમવા લાગ્યા..
સાગરે એકવાર કહ્યું તારો whatsapp નંબર આપ મે પણ રાહ જોયા વગર તેને નંબર આપી દીધો .
હવે તો whatsapp ઉપર પણ વાતો થવા લાગી.
ધીરે-ધીરે સમય આગળ વધતો ગયો.

‌ક્યારે તમે માથી તુ બની ગયા ખબર જ ના પડી . એટલા નજીક આવી ગયા હતા.
ફેબ્રુઆરી ની શરૂઆત થઈ ચૂકી હતી.. કોરોના વાયરસ નીમહામારીયે તો આખી દુનિયાને સકંજામાં લેવાનું ચાલુ કરી દીધું હતું .
ફેબ્રુઆરી ના ફર્સ્ટ વીક થી વેલેન્ટાઇન ડેની શરુઆત થતાં એક ફોર્માલીટી ના અંશ રુપે ચોકલેટ ડે , પ્રપોઝ ડે, હંગ ડે, વિશ કર્યો હતા.
બંને તરફથી લાગણીઓ વહી રહી હતી પણ જાહેર કરવાની... પહેલ કરવાની... હિચકિચાટ વચ્ચે સાગરે વેલેન્ટાઈનના દિવસે આય લવ યુ કહી જ દીધું.

આખરે બંનેએ એકબીજાના પ્રેમનો સ્વીકાર કરી લીધો.
જેમણે એક બીજાને ક્યારેય જોયા નથી ક્યારેય મળ્યા નથી છતાં તેઓ દિલની ખૂબ જ નજીક હતા.

તેના હોવાના એહસાસ થી દરેક પળ ખૂબસૂરત બની ગઈ હતી.

ચૂપચાપ ચાલ્યા હતા જિંદગીની સફરમાં અમે તો પણ આ ઇચ્છાઓએ મચલવાનું શીખવી દીધું હકીકતે જીવતા શીખવાડી દિધું..

પ્રેમ એક કોમળ અનુભૂતિ આત્માનુ સમર્પણ, સુખનું પહેલું ઝરણું છે .
પ્રેમ વિષે લાખો લોકો પોત પોતાના સમજણ મુજબ અભિવ્યક્તિ કરતા હોય છે.. પ્રેમ હકીકતમાં શું છે?
શરીર છે કે આત્મા. આ પ્રેમ છે કોણ??

કે જેની પાછળ આખી દુનિયા પાગલ છે.
પ્રેમ ઉત્પન્ન થતા કોઈએ જોયું નથી તે કેવો દેખાય છે..
છે ...તો.... એને જ ...ખબર હોય..... જે પ્રેમના દરિયામાં ડૂબે છે ...તરવા વાળાને શું ખબર ..!!

આપણે કહીએ છીએ કે પ્રેમ ઈશ્વરીય તત્વની અનુભૂતિ છે ..

જે દિલને ખુશ રાખતો મોસમ જેવો લાગે છે.
પ્રેમમાં બધું જ સ્વીકાર્ય હોય છે... એટલે તો ઘણા કહે છે પ્રેમ એ ભૂત જેવો હોય છે ..
કોઈએ જોયો નથી પણ એની કલ્પના કરી શકાય અને એવું બન્યું હતું નજર સામે ના હોવા છતાં તેના પ્રત્યેની લાગણી અનુભવાતી હતી.

જેના લીધે તેના પ્રત્યેની લાગણીઓ એ વ્યથાનું સ્વરૂપ લીધું હતું..

એક વાત પૂછુ ? કેમ જ્યારે આપણે સૌથી વધુ કોઈની નજીક હોઈએ છીએ ત્યારે જ પ્રોબ્લેમ આવીને ઉભી રહે છે..

અનાયાસે મોબાઇલ કીપેડ પર ચાલતી આંગળીઓ દ્વારા એક પ્રશ્ન બીજા દિલ સુધી એસ.એમ.એસ ના સ્વરૂપમા પોહચી ગયા..

સામેથી જવાબ આવ્યો..
આઈ કેન અન્ડરસ્ટેન્ડ, વોટ યુ આર ફીલીગ.
તું એકલી નથી..
ફરિ થોડાક શબ્દો એસ.એમ.એસ માં અઢળક લાગણીઓ સાથે આવ્યા.
એક એસ.એમ.એસ ની સાથે આંખો ભીની થઈ ગઈ.‌
ખુશી, પ્રેમ, અકળામણ, હુફ ખબર નહીં કેટ કેટલું ...એક અજ્ઞાત ભય ઊભો હતો... બહાર થી પરફેક્ટ લાગતા સેટઅપ અને સ્માર્ટ ટુલ્સ ની વચ્ચે ભીતરમાં કશુક ખદબદી રહ્યું છે ..
અને તે ભય છે કોરેના નો કારણ કે... બધા જ lockdown માં ઘરે બેઠા છે અને તે બહાર તેની ફરજ બજાવી રહ્યા છે ..

ઈશ્વર પણ કેવા કેવા સંબંધ બનાવી દે છે.. કયારે? ક્યાં? કેવી રીતે ? મળાવી દે છે .

જેને આપણે ક્યારેય મળ્યા પણ ના હોય... ઓળખતા પણ ના હોય... તેને જ આપણા સૌથી વ્હાલા બનાવી દે છે.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED