મિશન ચંદ્રયાન -S S-16 Shanti Khant દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શેયર કરો

મિશન ચંદ્રયાન -S S-16

દુનિયાના બીજા દેશો પોતાના અવકાશી સંશોધન પ્રકલ્પો માટે ઇસરોની પ્રોફેશનલ સેવાઓને લેતા થઈ ગયા છે.

ગ્લોબલ વોર્મિંગની સમસ્યા ને કારણે પૃથ્વી પર જીવન ગમે ત્યારે નષ્ટ થઇ શકે છે.

માનવજાતને બચાવવી જરૂરી છે ..‌જેના માટે અન્ય ગ્રહ પર માનવ વસવાટ કરવો જરૂરી છે.. તેનું સંશોધન કરવા માટે ગવર્મેન્ટ અને એક કંપની દ્વારા space mission નક્કી કર્યું છે જે સિક્રેટ રાખવામાં આવ્યું છે.

ચંદ્રની સાઉથ પૌલ ના અભ્યાસ માં ઈસરોને ખૂબ મોટી સફળતા મળી ચૂકી છે.

હવે તેમનું મિશન છે ચંદ્ર પર માનવીનો વસવાટ કરાવવો ..
એક સ્પેસ મા ૧૦ વ્યક્તિઓને મોકલવામાં આવનાર છે ..‌જેમાં પાંચ વૈજ્ઞાનિક ટીમ ની સાથે પાંચ પૃથ્વી પરની વ્યક્તિનું સિલેક્શન કરી લેવામાં આવ્યું છે.
પાંચ વૈજ્ઞાનિક ટીમોમાં ડો. સુબ્રમણ્યમ તેમના સહયોગી છે ડો.વેકેટેશ અને નિહારિકા. મિકેનિકલ એન્જિનિયર અને કોમ્પ્યુટર એન્જિનિયર શ્રવણ અને વિક્રમ. ની ટીમ સંશોધન માટે જોડાયેલ છે.

પાંચ યાત્રીઓ ને સિલેક્શન કરવામાં આવ્યું છે જેમાં
ચંદ્ર અને રોહીણી હસબન્ડ વાઈફ છે જેમના મેરેજ થયે એક વર્ષ થયું છે.

બે મિત્રો છે તેજસ અને ધ્રુવ એક નિશાબહેન છે જેમને પૂનમ ભરવા ચંદ્ર પર આવવું છે.
આમ દસ યાત્રીઓની ટીમ ચંદ્ર પર વસવાટ કરવા જઈ રહી છે.

2050 મુ વર્ષ ની શરૂઆત થઈ ચુકી છે

એક લેબોરેટરીમાં બધા જ ગોઠવાયેલ છે.

મહેલમાંથી એક જન્નતની હુર જેવી બ્યુટીફુલ અપ્સરા ગુણગુણાતી આવી રહી હતી...😀

ચલો દિલદાર ચલે ચાંદ કે પાસ ચલે....😀

ધ્રુવ અને તેજસ તેને જોઈને તેને અટકાવીને બોલ્યા
હલો મેડમ તમે તો ખૂબસૂરત લાગો છો.
તો તે બોલી સર, હું રીયલ નથી પણ...
રોબોટિક વેઈટર છું😀 નો ટચી ટચી... ઓકે

ધ્રુવ અને તેજસ સુંદર રોબોટિક ગર્લ્સ ને જોઈને આશ્ચર્ય ચકિત થઈ ગયા...‌ રોબોટિકે ફૂલના હાર ગુચ્છાઓથી તેમનું સ્વાગત કર્યું.
રોહીણી અને ચંદ્રેશ બંને હસબન્ડ વાઈફ નું પણ સ્વાગત કરવામાં આવ્યું જોડે નિશા બહેન પણ આવી પહોંચ્યા બધા નું સ્વાગત કરવા માટે દેશના પ્રેસિડન્ટ આવ્યા હતા..

પ્રેસિડેન્ટ એ કહ્યું મારી ભલામણથી તમારું પાંચ જણાનું સિલેક્શન કરવામાં આવ્યું છે.. અને આ સિક્રેટ મિશનની દુનિયા ની માનવજાત બચાવવા માટે ચંદ્ર પર તમને મોકલવામાં આવી રહ્યા છે... તમારી જોડે આપણા પાંચ વૈજ્ઞાનિકો પણ સામેલ થશે..
તમે બધા ચંદ્ર પર રહેનારા પહેલા આદિ માનવ નુ બિરુદ પામશો...

ઇસરો અને તેને મદદ કરતી એજન્સી એ બનાવેલ લુનાર, રોવર અને લેન્ડર એના પ્રોગ્રામ પ્રમાણે એનું કામ કરશે અને તમને જીવન જરૂરિયાતની બધી જ વસ્તુ પહોંચાડવામાં આવશે..

પ્રેસિડન્ટે બધાને મુબારકબાદી આપી ને સ્વાગત કર્યું આગળના ભવિષ્ય માટે માનવજાત બચાવનાર તમે પહેલા માનવીઓ હશો.

પ્રેસિડેન્ટ ની વાત સાંભળી બધા ખૂબ ગદગદ થઈ ગયા.
હવે બધા એ સ્પેસ સેન્ટર માંથી સ્પેસ માં એન્ટ્રી લીધી અને ગોઠવાય ગયા. ઇસરોના બધાએ તેમની ઈટસ એજ્યુકેશનલ dream માટે કોંગ્રેચ્યુલેશન્સ
કહીને સ્પેસ માં વિદાય આપી.
space:- ચંદ્રયાન SS -16 માં બધા ગોઠવાઈ ગયા
ચંદ્રેશ અને રોહિણી બંને જણ બેઠા હતા ત્યાં રોબોટ આવ્યો. બંનેને સીટ બેલ્ટ બાંધ્યા.

ચંદ્રેશ :-રોબોટની પૂછ્યું ચંદ્રનો આકાર કેટલો છે.?
રોબોટ 777:-ચંદ્ર નો વ્યાસ 3476 કીમી છે જ્યારે
પૃથ્વીનો વ્યાસ 12742 કિમી છે.
રોહિણી:- ચંદ્ર અને ધરતી વચ્ચે નું અંતર કેટલું છે.?
રોબોટ 777:- 384400 કીમી એટલે કે 30 ધરતી ચંદ્ર દૂર છે.
ચંદ્રેશ:-ચંદ્ર નું ગુરુત્વાકર્ષણ બળ કેટલુ છે.??
રોબોટ 777:-ચંદ્ર નું ગુરુત્વાકર્ષણ બળ ધરતીની તુલનામાં છઠ્ઠા ભાગનું છે જેથી ધરતી પર આપનું વજન ૬૦ કિલોગ્રામ હોય તો ચંદ્ર પર ૧૦ કિ. હોય

આ સાંભળી દિશાબેન ને ખૂબ હસવું આવી ગયું.
તો પછી મારે તો ચાલવાની તકલીફ નહીં પડે.

રોબોટ ,:-777ચંદ્ર પર ૧૪ કલાકની રાત દિવસ નું શિડ્યુલ હોય છે.. મહિનાના 28 દિવસ હોય છે.

ડો. સુબ્રહ્મણ્યમ: robert 777 પુથ્વીના ટાઇમ પ્રમાણે ઘડિયાળનો ટાઇમ સેટ કરી દે.
રોબોટ 777:-યસ સર આપના ઇન્ફર્મેશન ફોલ્ડરમાં જે લખ્યું છે એ ટાકી રહ્યો છું.
ડો. નિહારિકા:-બધાને ખાવામાં કેપ્સુલ કોન્સ્ટેટ આપી દો.

રોબોટ :-હા હું રોબાટીકા 555 ને બોલાવીને બધી જ ઇન્ફર્મેશન આપી દઉં છું.

વેકેટેશ:- હા પણ મી .777 બધાના મનની વાતો જાનણાર છે.. રોબોટ કોઈને પણ ખબર પડવી જોઈએ નહીં કે... તું મનની વાત જાણી લે છે .. જો તેવું જાની જશે તો એમના મનની વાત તારી સામે જાહેર થવા દેશે નહીં ...જેથી આપણા સિવાય કોઈને પણ ખબર પડવી જોઈએ નહીં તારે બધાના મનો તરંગો નોધવાના છે...

અચાનક જ સ્પેસ સાથે કંઈક અથડાયું હોય તેવું ફિલ થયું. ગ્રેવિટી ડિસ્ટર્બ થવાથી બધી જ વસ્તુઓ સ્પેસ માં આમ તેમ ઉડવા લાગી.

બધા જ ડરી ગયા કે હવે શું થશે.

ડો સુભ્રમણીયમ:-કોઈએ ડરવાની કે ચિંતા કરવાની જરૂર નથી ‌ એન્જિનિયર શ્રવણ અને નિહારિકાને કામ સોંપવામાં આવ્યું કે યાનની બહાર જઈને જે ફોલ્ટ થયો છે તેને સુધારવામાં આવે.

સ્પેસ સૂટ પહેરીને શ્રવણ અને નિહારિકા સ્પેસ-: SS16 નો ફોલ્ટ શોધીને નુકસાન થયું હતું તેની મરમ્મત કરી.

આ બાજુ રોબોટ 777 અને રોબોટિકા એ બધા જ યાત્રીઓને ઊંઘવા માટેનો શુટ પહેરાવી અંદર મોકલી દીધા. ત્યાં સુધીમાં સ્પેસ માથી 16 વખત સૂર્ય ઉગી અને આથમી ચૂક્યો હતો જ્યારે પૃથ્વી પર ૨૪ કલાકમાં એક જ વખત જોવા મળે છે.

ગ્રેવિટી ઓછી હોવાને કારણે માનવીનું આયુષ્ય વધી જાય છે.

સ્પેસ માં દરેક વસ્તુ પાછળ મેગ્નનેટ લગાવવામાં આવે છે જેનાથી વસ્તુ એની સ્થિતિમાં રહે. અને પાણી જેવી લિક્વિડ વસ્તુને ડાયરેક મોઢામાં લેવી પડે છે જેથી સ્પેસ મા ફેલાય નહીં. બધી જ વસ્તુઓનુ રિસાયક્લિંગ કરીને ફરી ઉપયોગ માં લેવામાં આવે છે.

શ્રવણ અને નિહારિકા સ્પેસનું સમારકામ કરીને અંદર આવતા રહ્યા છે..
ડો‌. વેકેટેશ દરેક ગતિ વિધિઓ પર ધ્યાન રાખી રહ્યા છે હવે સ્પેસ ચંદ્ર પર ઉતરવાની તૈયારી માં છે.

યાત્રીઓને લઈને ચંદ્રયાન SS16, ચંદ્રની જમીન ઉપર સફળતાપૂર્વક લેન્ડિંગ કરી ચૂક્યું છે.

બધાએ શુટ પહેરી લીધો છે જે ઓક્સિજન સાથે બધી જ ટેકનોલોજીથી ઉપલબ્ધ છે અને બહાર આવતાની સાથે જ જાણે હલકુ ફીલ થતું હોય તેવું લાગ્યું.

તેજસ અને ધ્રુવ ને તો ઉડવાની ચાલવાની ખૂબ મજા આવી. તેજસ બોલો થેંક યુ ઈડલી અને ઢોસા બનાવવા વાળા ની તેમની મહેનત નો જશ અમે લઈ જવાના ઢોકળા વાળા 😀 ધ્રુવ કહે સાચી વાત હું તો અહીં ઢોકળા ફાફડા, જલેબી નો ધંધો કરવાનું વિચારું છું. જ્યાં ન પહોંચે કવિ ત્યાં પહોંચે ગુજરાતી. 😎

તેજસ:-સાચું કહ્યું મિત્ર આખી દુનિયામાં ગુજરાતી પોહોચી જાય તો ચંદ્ર પર કેમ નહીં.??

નિશા: ચંદ્ર પર તો મારા પગલાંના નિશાન દેખાઈ રહ્યા છે જે જતા પણ નથી ઓહ!!આ કેવુ..
ડો. સુબ્રહ્મણ્યમ:-સાચી વાત છે ચંદ્ર પર હવા પાણી ન હોવાથી મનુષ્યના પગલાં અને નિશાનો એવાને એવા જ રહે છે.
નિશા:-મારું સપનું પૂરું થયું ચંદ્ર પર પૂનમ ભરવાનું. 😃

મિ એન્ડ મિસિસ ચંદ્રેશ અને રોહીણી પણ બોલ્યા.
સાચું કહ્યું.અમારું પણ સપનું પૂરું થયું રોહીણી ની જીદ હતી કે મારે ચંદ્ર પર સેકન્ડ એનિવર્સરી મનાવવા જવું છે હવે અમારું સપનું સાકાર થયું.

મી. વિક્રમ:-બધાની રહેવાની વ્યવસ્થા ગોઠવાઈ ગઈ છે. આખા યુનિટ સાથે બધા અંદર ચલો અહીં દરરોજ બે બે દિવસે વાવાઝોડું આવે છે.
બધા અંદર જતા હતા એવામાં જ તેજસ નીચે લપસી પડ્યો.

બધા જ હસી પડ્યા. રોબોટિકા તેને ઉભો કરતા બોલી કે અહીંની જમીન ની માટી ખૂબ જ પોચી અને લપસણી છે ધ્યાન રાખીને ચાલવું પડશે હવેથી ..

રોબોટ 777 :-હા અને એમાંય માનવીનું વજન ૬૦ કિલોગ્રામ હોય તો ચંદ્ર પર ૧૦ કિલો ગ્રામ હોય. એટલે દરેક વસ્તુનું ઓછી ગ્રેવિટી ના કારણે વજન ઓછું થઈ જાય છે ..

ડો. સુબ્રહ્મણ્યમ અને તેમની ટીમ મળી ને ચંદ્ર ઉપર રહેલા બરફમાંથી પીવાનું પાણી અને ઓક્સિજન મેળવી લીધું છે જેના કારણે ચંદ્ર ઉપર આસાનીથી રહી શકાય.

ચંદ્રની દક્ષિણ ધ્રુવ પર મેગ્નેશિયમ, કેલ્શિયમ અને આર્યન જેવા ખનીજો થી ભરેલું છે જેની જાણકારી પણ તેમની ટીમે મેળવી લીધી છે..

હવે તેમનું મિશન મંગળ ઉપર વસાહત સ્થાપવા નું છે કારણ કે ચંદ્ર પરથી ભવિષ્ય માં ત્યાં જવું સહેલું રહેશે ચંદ્ર લોન્ચ પેડ તરીકે ઉપયોગ કરવાનો તેમનું આગળનું મિશન છે..