ચાની પટરી પર પહેલી મુલાકાત Shanti Khant દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શેયર કરો

ચાની પટરી પર પહેલી મુલાકાત

સુખ તો વહેંચવાથી વધે છે અને દુઃખ ઘટે છે એટલા માટે દોસ્તો કોઈ પણ તમને એક કપ ચા માટે આમંત્રણ આપે તો ના નહીં કરતા એનું તાત્પર્ય એ છે..‌‌.. કે વ્યક્તિ જિંદગીની એક પળ તમારી સાથે વહેંચવા માંગતો હોય ... પોતાનું સંભળાવું હોય .
થોડું તમારું સાંભળવા માગતો હોય..

સબંધોનું વિશ્વ વિશાળ છે ...લોહીના જેમ સંબંધો હોય છે... તેમ કેટલાક લાગણીના સંબંધો પણ હોય છે.
બે વિજાતીય પાત્રો નો સૌથી નિકટનો સંબંધ જો કોઈ હોય તો એ છે મૈત્રી અને દાંપત્યનો છે.
આ બે સંબંધો એવા હોય છે જે લોહીના સંબંધો નથી હોતા.
લગ્ન કરવાની ઉંમરથી પણ ઉંમર ઉપર પહોંચી ગઇ છે પણ ખબર જ નહીં કેમ કોઈ પસંદ જ નથી આવતું.
જે પણ મળે છે કોઈને કોઈ બહાનુ નીકાળીને તેની નાપસંદ થતી રહે છે.
હવે તો મેં નક્કી કર્યું છે કે એકલા જ જિંદગી જીવવી છે.

ગમે એટલી તૈયારી કરી લઈએ નથી કહી શકાતું કે પછી શું થવાનું છે ..પરિસ્થિતિ નુ રમકડું બનીને જોયા કરવાનું એ રમ્યા કરવાનું આજે શું થાય છે ..જોઈએ.


"હલો ગુડ મોર્નિંગ"

'હું કાજલ' તમે સંદીપ પટેલ,

"હા સંદીપ પટેલ બોલું છું."

"મારા પપ્પાના ફ્રેન્ડે મેસેજ આપ્યો હતો કે તમે મારા ઘરે મને જોવા આવવાના છો"

"એટલે મેં વિચાર્યું હું ડાયરેક્ટ કોલ કરી લઉં."

"તમારે મેરેઝ તો કરવાના છે ને હલો,"

"હા કરવાના તો છે".

"પણ તમે તો ડાયરેક્ટ પૂછી લીધું ને"
"ઘરે મળતા પહેલા મારે તમારી સાથે મુલાકાત કરવી છે"

"એક કામ કરો આપણે ટી શોપ પર મળીએ."

"અવાજ આટલો સુંદર છે અને એ પણ સુંદર જ હશે,"
અત્યાર સુધી તો મુસીબતો નું આગમન થતું હતું પણ અત્યારે થઈ રહ્યું છે પ્રેમ નું આગમન.

ख्यालों का कोहरा,
यादों की धुंध ,
चाय की चुस्की और
थोड़े थोड़े तुम

બસ એમને બહાનું જોઈતું હતું તમને મળવાનું અને અમે પણ કહી દીધું ખુબ સરસ ચા બનાવું છુ

આવી ગઈ એમને મળવાની સવાર..
"હાય સંદીપ હું કાજલ"
અવાજ તો એનો કર્ણપ્રિય હતો પણ જોડે જોડે
રૂપ એનુ કેફી હતું .આખો ઘેલી હતી .ને મન મહેકતું હતું. ભીના કંવન હતા અને સાથે મુલાકાત પહેલી હતી.

"ખુબ સરસ ઇન્ટિરિયર ડિઝાઇન કરેલું છે નહીં."
"ધ્યાનથી જોતાં દરેક વસ્તુ પોતપોતાની જગ્યાએ ખુબ જ સુંદર રીતે ગોઠવેલી છે."
"હા સાચું કહ્યું પણ તકલીફ તો ધ્યાન બહાર જવા મા છે."
"તે જોયું તો તને સુંદર લાગ્યું"

"હું પણ તમને શરૂઆતમાં જ કહી દઉં કે મને કેવી રીતે વાત કરવાની હોય મને ખબર જ નથી પડતી."

"ઓકે ,ચા કે કોફી મંગાવીયે"
*"હું તો ચા નો આશિક છું.
તમે કોના આશિક ચા કે કોફી."*

"કોફી"
"બધાને કોફી ના ભાવે હો,"
"હા પણ હું તો ચા પણ પી શકુ છુ ચલો આજે તમારી પસંદ જીવી લઈએ."

"આ રીતે ફોન પર લગ્ન ની પ્રપોઝલ લગ્નની વાત કરવા માટે મળ્યા છીએ."

"આ તો સગાઈ અને લગ્ન વચ્ચેનો ગાળો છે.
લાગે છે છોકરી કદાચ રિજેક્ટ નહીં થાય."

सुनो मुझे घर बुलाना और एक प्यारी सी चाय बना लेना।

कुछ बातें करना फिर मेरे बारे में राय बना लेना ।

आज कहीं फिर से तलब हो गई है चाय की अचानक।
या शायद बात तुमसे मुलाकात की हो बस दो कप चाय पिएंगे एहसास वाली।

चाय वाला इश्क तो बेमिसाल रहा।

"એક મુલાકાત બે કપ ચા વાતો ગણી કરવી છે. બોલો મંજૂર છે તમને ફરી મુલાકાતમાં."

આજે તો ટેબલ પર પ્રેમ છવાયો છે.
"ચા " એ તો દિલ લઈ લીધું છે ને કીટલી જોઈ રહી છે.
બધા કહે છે મદિરા કરતાં પણ વધુ નશો ચડે છે
"ચા "નો કદાચ ચામાં પણ તેની યાદો ની હુંફ ભરી હશે!!


બસ આમ શરૂઆત થઈ હતી અમારી પહેલી મુલાકાત ચા ની ટપરી પર અને જિંદગી પણ આ "ચા" જેવી લાગવા લાગી કોઈ પણ મોસમ હોય આજે તો મને બિન મોસમ ગમવા લાગી જિંદગીના એક હસીન પળ જીવીને આવ્યો છુ.