manvine bachava jenetik rasini shodh books and stories free download online pdf in Gujarati

માનવીને બચાવા જેનેટિક રસીની શોધ.

નીલ અને કાજલ જૈનેટિક સાયન્સ ના બે વૈજ્ઞાનિક પતિ પત્ની છે. તેઓ કેન્ડીફારમ નામની દવા બનાવતી કંપની મા કામ કરી રહ્યા છે.

આ કંપની માટે બેય વેજ્ઞાનિકો ડી .એન .એ.ને મિક્સ કરીને એક નવું જાનવર બનાવી રહ્યા છે જે આગળ જઈને તેનું પ્રોટીન અલગ અલગ બીમારી માટે દવા બનાવી શકાય અને હવે એમને બ્રીડ બનાવી છે જે બિલકુલ અલગ છે.

આ બ્રીડ મેલ અને ફીમેલ છે જે એક બીજાને પસંદ કરે છે અને તે ખૂબ જ જરૂરી છે કેમકે આગળ જઈને જે જીવ પેદા થશે તેમના મિલનથી જ નવી નસ્લ પેદા થશે જે ખૂબ જ નિરોગી હશે. કોઈ પણ પરિસ્થિતિ સામે સામનો કરી શકશે.

કાજલ અને નિલનું મિશન કામયાબ થઈ ગયું છે.
તેથી તેઓ કંપનીના બોસ પાસે જવાનું નક્કી કરીયુ.
જેવી રીતે આ જાનવરથી કેટલાય પ્રકારની બીમારી ની દવા બનાવી શકાય તેમ છે.
આ આઈડિયા આગળ જતા માનવીના ડી એ.ને પર ટેસ્ટ કરીને નવું સર્જન કરી બિમારીથી બચાવ માટે નવી દવા બનાવી શકાશે.
તેમને કંપનીના બૉસ ની બધી જ વાત જણાવી તેમના બોસે તેમને અભિનંદન આપ્યા..
પણ જે તુ માનવ બનાવવાના છે તે માટે હજુ આગળ કંપની તૈયાર નથી તેથી અત્યારે ખાલી જાનવરના પ્રોટીન ની દવા બનાવીએ..
એમ કહીને આગળ નું રીસર્ચ ના કરવાનું કહ્યું.
કેમકે એના માટે હજુ કંપની તૈયાર નથી.

કંપની રિસર્ચનું કામ બંધ કરીને દવા બનાવવાનું કામ ચાલુ કર્યું..
થોડા ઘણા ટાઇમ પછી આગળના પ્રોજેક્ટ પર કામ કરીશુ આમ કહીને તેને ના પાડી દીધી.
જેના કારણે વૈજ્ઞાનિક પતિ પત્ની ખૂબ નિરાશ થયા.
કાઝલ અને નીલે નક્કી કર્યું કે આપણે જિનેટિકલ રિસર્ચ ચાલુ રાખી એ.

આપણે છુપા રહીને આ પ્રોજેક્ટ પર કામ કરીશું અંદરખાને તેઓએ કામ ચાલુ રાખ્યું કાજલે એક ડી.એ.ને નીલને લઇ આપ્યો.
નીલે તેના પર પ્રયોગ શરુ કર્યા પણ કામયાબી નથી મળતી .
કાજલ અને નિલે અલગ અલગ જાનવર અને માનવીના ડી.એન.એ.ના પ્રયોગ કરતા રહ્યા એક દિવસ અનોખો ડિ .એને. એ. બનાવવાની સફળતા મળી.

આ ઇન્સાન અને જાનવર ના ડિ .એને થી બનેલ રિસર્ચ આગળ નથી વધારવુ એવું નીલે કહ્યું કારણ કે આ ગેરકાનૂની છે.
કાજલે કહ્યું કે હવે તો ડી. એ .ને બનીને તૈયાર થઇ ગયો છે. તારે હવે આવું ના વિચારવું જોઈએ.
કાજલ ડિ .એન .એ લઈને એક રૂમમાં ચાલી જાય છે
જે મા એક મશીનમા ડી.એન એ ની પ્રોસેસ ચાલુ કરી દે છે .જેના કારણે માનવ ડી.એન.એ ની પ્રોસેસ શરૂ થઈ જાય છે.
આ એવા પ્રકારની પ્રોસેસ છે જેમા આ પતિ-પત્ની જાનવરોના ડી એન એ પ્રયોગ કરે છે .
આ મશીન એક માં ની કોખ ની જેમ કામ કરે છે. જેનાથી ડિ. એન. એ .થી માનવ નો જન્મ થાય છે. કાજલ કહે છે કે આ સારી વાત નથી કે પહેલા બનાવવું અને પછી મારી નાખવું તેથી નિલ ને
આવું કરવાની ના પાડે છે ..
જો આ રિસર્ચ સફળ થશે તો ઘણા લોકોની જાન બચાવી શકાશે .એટલા માટે તેને મારવુ નથી પણ નીલ ને પસંદ નથી આતો મશીનની વચ્ચે એક દિવસ આ બચ્ચું મોટું થઈ જાય છે.
માત્ર એક જ દિવસમાં જન્મ લેવા માટે તૈયાર છે. પણ આ તો અજીબ જાનવર છે .
નીલે નક્કી કર્યું કે આ ને મારી નાખવુ પડશે કેમકે મશીનનું દરવાજો ખોલી ને બહાર નીકળી ગયું હતું.

કાજલ તેને પોતાની જોડે બોલાવે છે તે ડરતું નથી પણ તેની જોડે આવી જાય છે..

આ માનવ ભ્રૂણ થી બનેલ ડી. એન .એ ખુબ જ એન્ગ્રી છે અને તેને નીલ બિલકુલ પસંદ નથી.

નીલે કહ્યું કે કાજલ આને લઈ જઈને બેહોશ કરી નાખીએ કેમકે તેને મારી જ નાખવુ પડશે.

તે ખૂબ જ રિસ્કી સાબિત થશે પણ કાજલ તેની સલાહ માનવા તૈયાર નથી કાજલ કહે છે પણ તેને કેવી રીતે મારવું.
તે કહે છે કે આને ઓબજરવેશન માં રાખીએ જેથી કરીને તેનામાં શું ખામી છે તે ખબર પડશે.

તે બચુ એટલું એક્ટિવ હોય છે કે બધું જ શીખી લે છે. પણ તેને બહારની દુનિયામાં જવું છે .

એક દિવસ જંગલ તરફ એકલું એકલું જતું રહે છે ત્યારે તેને એક સસલાને મારીને ખાતા કાજલ જોઈ જાય છે.
તેને નવાઈ લાગી કે આ ડી. એન એ માં કઈ ખામી રહી ગઈ છે
પછી તેને ફેસલો કરયો કે. ઝેરી ગેસ ના ચેમ્બરમાં તેને મૂકી દઈએ જેથી તે મરી જાય..

નીલે કહ્યુ પ્રોટીન કાર્યમાં ખામી લાગે છે પણ તેની જાતે જ મરી જશે કેમ કે આવા પ્રાણી ઓ નુ આયુષ્ય ટુકુ હોય છે.

આ બાજુ માનવીના ડિ. એને માં થી બનાવેલ જાનવર ખૂબ જ સક્રિય થઈ જાય છે ..

અને નીલ પર હુમલો કરી દે છે અને નિલને મારી નાખે છે
કાજલ ડરી જાય છે અને તે ફટાફટ દરવાજો બંધ કરીને ઝેરી ગેસ ચાલુ કરી દે છે જેથી માનવ અને જાનવર થી બનેલ ડી.એન .એ. ખતમ થઇ જાય છે.

કાજલે નીલ ના મૃત્યુના લીધે તેને ખૂબ જ અફસોસ થઇ રહ્યો છે કે હું તેના કહ્યા પ્રમાણે કર્યું નહીં પણ તેને હજુ પણ આશા છે અને તે આગળ નું રીસર્ચ કરી રહી છે.

સાલ 2050

એ દિવસ હવે આવી ચૂક્યો છે કાજલે માનવ રોગોની બીમારીઓ સામે રક્ષણ મેળવતુ પ્રોટીન બનાવી લીધું છે જેનાથી દરેક મનુષ્ય તેની બીમારી સામે રક્ષણ મેળવી શકશે અને તે જાતે જ બીમારીને પ્રતિકાર કરશે તેને કોઈ પણ રોગ લાગુ નહીં પડે. કોઈપણ બીમારી સામે નિરોગી રહી શકે છે હવે કોઈ પણ માનવીનું બીમારીથી મોત નહીં થાય ...
.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED