ડિજિટલ પ્રેમ પત્ર. Shanti Khant દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શેયર કરો

ડિજિટલ પ્રેમ પત્ર.

અગર કિસી કો પ્યાર કરો....
તો ઇઝહાર કરો...
કહી ન કોઈ દેર ના હો જાયે....

સોંગ વાગી રહ્યું હતું તેના શબ્દો કિષ્ણા ના મનમાં સરી પડ્યા. તેને નક્કી કર્યું કે આજે તો કોઈપણ રીતે પ્રેમનો ઈઝહાર કરી જ દેવો છે.

પણ કરું કેવી રીતે??
પહેલા તો બધા પ્રેમ પત્ર દ્વારા ઇજહાર કરતા હતા આજે તો આવી રીતે ઈઝહાર કરે છે .કોણ?

હવે એ જમાનો તો રહ્યો નથી કે કાગળ -પેન લઈને લખવા બેસીએ.

રાધા જોડે મુલાકાત પણ ડિજિટલ જ હતી તો વિચારુ છું ડિજિટલ પત્ર જ લખી નાખું.

હવે તો મોબાઈલ લેપટોપ ની દુનિયા અને આ ડિજીટલ દુનિયા મા આ facebook, whatsapp પર આપની મુલાકાત થઇ હોય પણ લાગણીઓ આ એહસાસ ડિજિટલ નહોતા.
કેમકે ...'કાગળ ના ફુલ પણ મહેક આપે છે જો કોઈ પ્રેમથી આપે છે.'

સોશિયલ સાઈટ પણ ગજબ છે. એક બીજા ને જોડી દે છે. એકબીજાને નજીક લાવી દે છે. પછી ભલેને તે વ્યક્તિ ગમે તેટલી દૂર હોય પણ હૃદયથી નજીક હોય છે.

હવે તો લાગતું નથી કે ફ્રેન્ડ બનીને રહી શકાય.
હવે તો આ લાગણીઓને ઈઝહાર કરી દેવો છે.
આજે તો પત્ર લખીશ તને ડિજિટલ પત્ર .

તેને યાદ કરીને મારી સવાર નો આરંભ થાય છે.
તેનું મારી જિંદગીમાં આવવું એક સુંદર પળ એક સુંદર ઘટના જિંદગીને વધુ સુંદર બનાવી દીધી.
તેણી યાદ આવતા બસ આ બધું જ ઉભરાઈ ગયું છે.
હવે તો કહી દેવું પણ જરૂરી હતું.

તેથી આજે તો નક્કી જ કરી લીધું છે.
પ્રથમ પત્ર લખીશ અને દિલ- દિમાગ વચ્ચે ચાલતી કશ્મકશ નો આજે તો અંત લાવી દેવો છે, બધું જ કહી દેવું છે.

આજે તો પ્રથમ પ્રેમપત્ર લખીશ પણ લખવુ શું?
સો ટકા હિંમતમાં એક ટકો ઓછો પડી જાય છે.

હવે તો બસ ખાલી તારા મોઢામાંથી શબ્દો છલકાઇને બહાર આવે એની રાહ જોવું છું . કુદરત એવો કોઈ જાદુ કરી દે ને મારી હા માં તારી હા મળી જાય.

લેપટોપ હાથમાં લઇને ડિજિટલ પત્ર લખવાની શરૂઆત તો કરી.
શબ્દો ને હું મારી આંગળીઓથી લખુ છું પણ લાગણીઓ આપમેળે છપાઈ જાય છે ..

કોણ કહે છે કે હૃદય માત્ર છાતીમાં જ હોય છે. તને આ પત્ર લખું છું તો મારી આંગળીઓ પણ ધબકી ઊઠે છે.

હૈ પ્રિયે.
I love you .
subject:- My love is my life.

હું લખું પ્રેમ પત્ર તારા નામે..
કે દિલ ની તડપ લખું.
કે આંખોની તરસ લખું.
મારો પ્રેમ તો તારી 'ના' પછી પણ કાયમ રહેશે.! ચાહું છું.. હું તને, ચાહતો રહીશ કાયમ .
આશ છે કે' હા 'નિ તમારી પાસેથી.
'ના 'કહેશો તો વાંધો નહીં.
અંતે સાચું કહું ,હું ખુદ પણ હેરાન છું.
જ્યારે પ્રેમ શબ્દ આવે છે.
મને તું જ યાદ આવે છે.
પ્રેમથી નીતરતો એક પત્ર લખુ તો તારો જવાબ શુ હશે?
એ તો ખબર નથી પણ પ્રથમ પ્રેમ છે ,આ મારો.
એટલે નથી ઈચ્છતો હું ઇનકાર તમારો, પણ ગમ્યો છે સાથ તમારો.
તો પ્રેમનો ઇજહાર કરી દેવો સારો.
આ આખો તો રોજ હસીને ચેહરો જોવે છે.
પણ દિલમાં વસ્યો છે બસ ચહેરો તમારો.
તમે 'હા 'કહેશો તો એક ચમત્કાર હશે .!!

हजारों लोगों में एक तुम ही दिल को भा गई वरना।
न चाहत की कमी थी।
ना चाहने वालों की।

અંતે સાચું કહું તો નથી ઈચ્છતો હું દુનિયાની બીજી કોઈ ખુશી.
હું તો ઈચ્છું સાથ તારો.
જિંદગી આખી પૂરી થઈ જશે આનંદથી મારી. જો સાથ મળશે તમારો .
શું મળશે સાથ તમારો.??

લી... તારો દીવાનો.