Tu humesha khush raheje books and stories free download online pdf in Gujarati

તું હંમેશા ખુશ રહેજે.

એક દંપતી દિવાળીની ખરીદી કરવા જઇ રહ્યું હતું પતિએ કહ્યું જલ્દી કર મારી પાસે ટાઈમ નથી એટલું કહીને બેડરૂમમાંથી બહાર નીકળી ગયો ત્યારે બહાર બેઠેલી તેની મા ઉપર તેની નજર ગઈ ...!

કઈ વિચાર કરીને પાછો રૂમમાં આવ્યો અને તેની પત્ની ને કીધું કે શાલિની તે માંને પૂછ્યું. તેમને કઈ દિવાળી ઉપર લેવું હોય તો ...!

સાલીની કહે નથી પૂછ્યું, અને આ ઉંમરમાં એમને લેવાનું પણ શું હોય બે ટાઈમ ખાવાનું અને બે જોડી કપડાં મળે એટલે બહુ થઈ ગયું...!

એ વાત નથી સાલુ માં પહેલી વાર દિવાળી ઉપર
આપના ઘરે આવી છે...!
નહીં તો દરેક વખતે ગામમાં જ નાનાભાઈ પાસે હોય છે.
અરે એટલો બધો પ્રેમ "માં "ઉપર ઉભરાય છે
તો ખુદ જઈને પૂછી લો ને આટલું કહીને શાલિની
ખભૈ બેગ લગાવીને બહાર નીકળી ગઈ ....!

સુરજ" માં" ની પાસે જઈને કહ્યું કે ..માં અમે દિવાળીની ખરીદી કરવા જઈએ છીએ તારે કઈ મંગાવું છે માં કહે મારે કંઈ નથી. જોઈતું બેટા ..!

વિચારી લે "માં " અગર કઈ લેવું હોય તો કહી દેજે..

સુરજ એ બહુ જોર દઈને કીધું એટલે માં કહે ઉભો રહે.. બેટા હું લખીને આપું છું.!
તમે ખરીદી માં ભૂલી ન જાવ એટલે
એટલું કહીને માં અંદર ગઈ થોડી વાર પછી આવી .. લીસ્ટ સુરજ ને આપી દીધું...!

સુરજ ગાડીમાં બેસતો કહ્યું જોયું ..શાલુ ...!
માંને પણ કઈક લેવું હતું ..! પણ કહેતી નહોતી..!
મે જોર દીધું પછી લિસ્ટ બનાવીને આપ્યું ...!
માણસ ને રોટી-કપડા-મકાન સિવાય બીજી કોઈ ચીજ ની પણ જરૂર હોય છે ..!

ઠીક છે શાલિની કહે પહેલા હું મારી દરેક વસ્તુ ખરીદી લઉ પછી તમારી માં નુ લીસ્ટ જોઈ રાખજો..!
બધી ખરીદી કરી લીધા પછી સાલીની કહે એ.સી ચાલુ કરીને ગાડીમાં બેઠી છું.!

તમે તમારી માં ની લિસ્ટ અને ખરીદી કરીને આવજો ..!!
શાલિની ને ઘડીક રહે પણ ઉતાવળ છે માં ના લિસ્ટ ની ખરીદી કરીને સાથે જ જઈએ...!

સુરજ ખીચા માં થી ચીઠી કાઢી જોઈને જ શાલિની કહે બાપ રે.. આટલું લાંબુ લિસ્ટ..
શાલિની કહે ખેરેખર નહિ ..!

શું શું મંગાવ્યું હશે..! ઓ...!
જરૂર એમના ગામમાં રહેતા નાના દિકરાના પરિવાર માટે ઘણો બધો સામાન મંગાવ્યો હશે!..
શાલિની ગુસ્સામાં ને ગુસ્સામાં સૂરજ સામે જોયું...!

પણ આં શુ સૂરજની આંખમાં આંસું હતા ..!
આખા શરીરે ધ્રુજી રહ્યો હતો..!
શાલિની બહુ જ ગભરાઈ ગઈ શું મંગાવ્યું છે..!
તમારી માં એ
કહીને ચિઠ્ઠી હાથમાંથી ઝૂંટવી લીધી..
હેરાન હતી શાલિની કે.. આટલી મોટી ચિઠ્ઠીમાં થોડા જ શબ્દો લખ્યા હતા...!
ચિઠ્ઠીમાં લખ્યું હતું ..બેટા ..!
મને દિવાળી પર તો શું પણ કોઈપણ અવસર પર કઈ નથી જોઈતું..!

પરંતુ તું જીદ કરે છે એટલે તારા શહેરની કોઈ દુકાનથી અગર થોડો ટાઈમ મારા માટે મળતો હોય તો લેતો આવજે ..!
હું તો હવે એક આથમતી સાંજ છું બેટા...!
ક્યારેક મને એકલા એકલા અંધકારમય જીવન થી ડર લાગે છે ..!
પલ પલ હું મોત ની નજીક જતી જાઉં છું..!
હું જાણું છું બેટા મોતને બદલી નથી શકાતું કે પાછું ઠેલાવી નથી શકાતું ..!
.મોત એ એક પરમ સત્ય છે..!
મને ગભરામણ થાય છે થોડા સમય મારી પાસે બેસ બેટા ..!
થોડા સમય માટે પણ મારા માટેનુ એકલપણુ દૂર થઈ જશે..!
કેટલા વરસ થયા બેટા તને સ્પર્શ પણ નથી કર્યો..! એકવાર આવ બેટા મારી ગોદમાં માથું રાખીને સૂઈ જા હું તારા માથામાં મમતા ભર્યો હાથ ફેરવું શું ખબર બેટા..! હું આવતી દિવાળી સુધી રહું કે ના રહું ..!
ચિઠ્ઠી ની છેલ્લી લીટી વાંચતા શાલિની પણ રડવા લાગી...!
"માં "આવી હોય છે.....!!

માં એમ નથી કહેતી કે ..!
તું મને ખુશ રાખજે..!
તે હંમેશા એમજ કહે છે..કે ..!
તું હંમેશાં ખુશ રહેજે...!

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED