જિંદગી ની આંટી ઘૂંટી - ભાગ-16  Pinky Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • વરદાન કે અભિશાપ - ભાગ 40

    વરદાન કે અભિશાપ (ભાગ-૪૦)                 (રાતના અઢી વાગ્યે પ...

  • ઈર્ષા

      ईर्ष्यी घृणी न संतुष्टः क्रोधनो त्याशङ्कितः।  परभाग्योपजीव...

  • ફરે તે ફરફરે - 61

    ફરે તે ફરફરે - ૬૧   જુના જમાનાના લેખકો સવારનુ વર્ણન કરત...

  • રાય કરણ ઘેલો - ભાગ 10

    ૧૦ મહારાણીની પ્રેરણા   કાંધલે જે કહ્યું તે સાંભળીને કરણ...

  • ઇડરિયો ગઢ

    ઇડરિયો ગઢવર્ષોથી મનમાં તમન્ના હતી અને એક ગૂજરાતી ફિલ્મ પણ વા...

શ્રેણી
શેયર કરો

જિંદગી ની આંટી ઘૂંટી - ભાગ-16 


(આપણે આગળના ભાગમાં જોયું કે મહેશભાઈ કામના સ્થળે જ રહે છે અને રામજીકાકા તેમને પ્રશ્ન કર્યો તેનો જવાબ આપવો કે નહીં તેની અવઢવ માં પડે છે, હવે આગળ)
શું કરું?
રામજીકાકા ને સાચેસાચું બધું કહી દઉં નાના અત્યારે નહી ,
અત્યારે તો કોલેજ જવાનું મોડું થાય છે, અને હું ત્યાંથી ઊભોથયો,
રામજીકાકા કોઈક વાર વાત કરીશ,
શું વાત છે?
મેં કઈ ખોટું પૂછી લીધું, ના ના એવું કંઈ નથી.
કહીને હું કોલેજ જવા નીકળી ગયો,
કદાચ રામજીકાકા મારા વિશે વિચારતા હશે,
અને હું ચાલતો જ કૉલેજ પહોંચ્યો મારે હું નહોતો ગયો, તે દિવસ ની નોટસ તો લખવાની હતી,
અરે, મારી નોટસ તો આકાશ પાસે જ હતી તે આગળ ની નોટસ પણ લખી લાવ્યો હશે!
હું જઈને ગાર્ડનમાં બેઠો આમતેમ નજર ફેરવતો હતો, ત્યાં મે પરી ને જોઇ આજે તો એ બ્લુ ડ્રેસમાં હતી અને મસ્ત લાગતી હતી,
"મન" વારે વારે તેની પાસે જતું હતું ,
અને એવું વિચારતો હતો કે મને એ
શા માટે આવું કરતી હશે?
હું ગામડાનો છું
તેથી અને એટલામાં આકાશ આવ્યો,
હાય મહેશ , હાય આકાશ
આકાશ તેનોટ લખી દીધી,
હા લે તારી કોપી અને તેને મને મારી કોપી પાછી આપી, અને પદમા એ આ બાજુ જોતી રહી,
અને આકાશને પૂછ્યું કે તું પદમા ને ક્યાંથી ઓળખે છે,
અમે બે વર્ષ સાથે ભણેલાં છીએ ,
પણ ખાસ પરિચય નથી, તેની સામે કોઈ
બોલવાની હિંમત કરતું નથી,
એને કંઈ કામ પડે તો મારી સાથે બોલે છે,
અને એટલામાં તેની એક ફ્રેન્ડ આકાશ પાસે આવી,
તેનું નામ મધુ હતું ,
આવીને બોલી આકાશ તારી નોટસ લાવ્યો હોય તો આપને
અને આકાશે કહ્યું રીસેસમાં આપુ
અનેઅમે ક્લાસમાં ગોઠવાયા લેક્ચર શરૂ થયું,

"" એકાઉન્ટ પણ જિંદગીના સરવાળા જેવું જ છે, કેટલીયે રાશિઓ મૂકો અને બંને બાજુ સરખું બેલેન્સ થાય તો બરાબર અને ન થાય તો બધી ગણતરી નકામી""

આજે ખબર નહી વારેવારે મન પરી પાસે જઈને આવતું હતું ,
અને લેક્ચર પૂરો થયો રીશેષ મા આકાશે મારી નોટસ તેને આપી દીધી,
મને તો ખબર પણ નહીં અને તેનેતો નોટસ જોઇને એમ કે નોટસ આકાશ નીજ છે,
અને તેને લખી દીધું અને બોલી આકાશ તારું લખાણ સારું છે,
પણ આકાશને ફક્ત આભાર એવું કહ્યું, મારે પણ નોટસ તો જોઈતી હતી,
મેં આકાશને કીધું મને તેની નોટસ લઇ આપ,
અને આકાશે તેની નોટસ માગી
તેનેઆકાશને આપી,
તેની નોટ્સ મારા હાથમાં આવી, નોટસની અંદરનું લખાણ મારા લખાણ કરતાં ઘણું સારું હતું ,
પદ્ધતિસરનુ અને વ્યવસ્થિત મે તેમાંથી લખી લીધું ,
ક્યાય સુધી નોટસ ને જોતો બેસી રહ્યો, આકાશ બોલો શું થયું યાર,
કંઈ નહીં તો ,
નોટસ સાથેપ્રેમ થઈ ગયો કે શું ?
મનમાં થયું નોટસ ને તો પ્રેમ થઈ જાય તેવી છે ,
અને તે લખવા વાળી દિલ થડકાર ચૂકી ગયું...
મને આ શું થઈ રહ્યું છે ,
અને રીસેસ પૂરી થઈ બીજું લેક્ચર શરૂ થયું મારું ધ્યાન તો વારેવારે પરી પાસે ની નોટસ માં જતું હતું ,
મારું લખાણ સારું છે પણ એનાથી ય હજુ વધુ સુંદર બનાવીશ
અને કોલેજનો સમય પૂરો થયો
આજ તો આકાશે કહ્મુ ચાલ મહેશ મારી
બાઈક પાછળ બેસી જા આપણે ફરવા જઇએ,
પછી હું તને મૂકી જઇશ
ના યાર મારે નથી આવવું, મારે ઘરે જવાનું મોડું થશે,
તારા ઘરે કોણ રાહ જુએ છે ?
મેં કહ્યું મારું કામ..
સારું તો ચાલો થોડેક આગળ સુધી તને છોડી દઉ
અને હું આકાશને બાઈક પાછળ બેસી ગયો,
પહેલીવાર બેઠેલો એટલે આનંદ આવતો હતો, મનમાં થયું આવી બાઈક મારે પણ હોવી જોઈએ,
પણ ક્યાંથી લઉ અહીં તો માંડ બે ટંક નારોટલાને ફી નીકળશે ,
સાઇકલ નું સપનું જોયું નથી અને સીધું બાઇક નું સપનું ..
આકાશે મને તેના વળવાના રસ્તે ઉતારી દીધો,
ત્યાંથી હું ચાલ્યો, હું વિચારતો હતો કે
આકાશ ને તો પૂછ્યું નથી કે તેના પિતા શું કરે છે ?તે ક્યાંથી આવે છે? ચાલ કાલે પૂછી લઈશ,
અને હું મારા કામને સ્થળે પાછોઆવ્યો, રામજીકાકા ને બીજા બે-ત્રણ મજુર ભાઈઓ બેઠા હતા, અને જે બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન નું કામ સંભાળતા હતા,
તે રાકેશભાઈ પણ તેમની જોડે હતા,

રાકેશ ભાઈ એ મને બૂમ પાડી અહીંયા આવ છોકરા હું તેમની પાસે ગયો,
તારો પગાર તો નક્કી કર્યો નથી,
તુ રોજનું ની મજૂરી લઈશ કે પછી ભેગી તમે જે રીતે આપો તે રીતે રોજ ની 30 રૂપિયા મજુરી છે, તારી રોજની 15 રૂપિયા થશે,
જે દિવસે કામ નહી કરે તે દિવસ મજુરી નહી મળે
હજુ થોડા પૈસા પડ્યા હતા, એટલે થયું કે મહિને લઈશ તો થોડા ભેગા થશે, અને મે મહિના ની મજૂરી રાખી અને વચ્ચે ક્યારેય જોઈએ તો ઉપાડ પેટે આપશે તેવું નક્કી કર્યું,
અને હાથ-પગ ધોઈને ફ્રેશ થઈ ગયો,
હજુ કામ પર ચડવાની વાર હતી ,
તેથી હું મારું લખવા બેઠો ચાર-પાંચ દિવસ ની લખેલી નોટસ હું તૈયાર કરી લઉ અને થીયરી વાંચવા લાગ્યો, થિયરી વાંચતો હતો પણ પરી જ દેખાતી હતી,
એની પ્રત્યે આકર્ષણ થતું હતું..
મને એ નહોતું સમજાતું કે કેમ આવું થાય છે,
આ એ જ ઉંમર છે જેમાં દરેક છોકરા છોકરી પ્રેમજાળમાં લપસેછે ,
મારે સાવચેત થઈ જવું પડશે,
નહીં તો હું ભણીશકેવી રીતે,
મારે તો ભણવું છે મારું સપનું પૂરું કરવું છે..
અને હું પાછો એના વિચારમાં ખોવાયો, એટલામાં રામજીકાકા એ બૂમ પાડી ને હું કામ કરવા ઉભો થયો, આજે તો ઇટો ઉપર ચડવાનું કામ હતું,
અને હું એ કામમાં જોતરાઈ ગયો ,કામ કરતાં કરતાં સાત ક્યારે વાગી ગયા એ પણ ખબર ના પડી કામ પૂરું થયું..
આજે થાક તો લાગેલો ,પણ હવે તો આ રોજનું કામ થયું, હાથ-પગ ધોઇ રેતીના ઢગલા પર બેઠો..
અને બિલ્ડીંગ સામે તાકી રહ્યો અને મનમાં ભાવ થયો કે એક દિવસ હું પણ આવી બિલ્ડીંગ બનાવીશ!
તો અંદરથી અવાજ આવ્યો કે સપના ના જો મહેશ તું અને બિલ્ડીંગ!
કઈ રીતે બનાવી શકીશ?
અહીં તો નોકરી ના માંડ ઠેકાણા પડ્યા છે...
અને રામજીકાકા જમવા માટે બૂમ પાડી,
અને હું જમવા ગયો અને જમીને બંને બેઠા હતા,
હું વિચારતો હતો કે રામજીકાકા ને બાળક હશે કે નહિ ,લાવ આજ તો પૂછી લઉ..

રામજીકાકા પૂછ્યું કાકા તમારે કોઈ બાળક નથી, અને તેવું સાંભળતા જ તેમની આંખો ભરાઈ આવી, બેટા મારે બાળક હતુ,
આજે દસ વર્ષનું થયો હોત, પણ એક
ગોઝારી ઘટના એ અમારું બાળક છીનવી લીધું,
શું થયું હતું કાકા?
અમે એક જગ્યા પર કામ કરતા હતા ને ત્યાં જ રહેતા હતા, મારા વીનુ નો બે વર્ષ થયો હતાં,
અને રમતો હતો જયા કામ ચાલતું હતું ,
તે શેઠિયાઓ એ માલ બરાબર વાપર્યા નહિ હોય, અને જે દિવાલ ની બાજુમાં વિનુ રમતો હતો તે દિવાલ તાજી બનાવેલી હતી લ અને અમે બંને કામ કરતા હતા,
... અને દિવાલ પડી દિવાલની નીચે વિનુ અને બીજા બે છોકરા દેખાયા,
અમારો વિનુ અમારાં થી છીનવાઈ ગયો, અને અમે કશુંય ના કરી શક્યો..
મોટા લોકોનું કામ અમે શું કરી લેવાના અને મે છોકરો ગુમાવ્યો,
અમે પછી ત્યાંથી કામ છોડી દીધું,
પણ પેટ નો ખાડો પુરવા બીજું કામ તો કરવું જ પડે, કામ શોધતા બીજા એ કામ કર્યા પણ પાછા આ જ કામમાં આવી ગયા,

એ પછી અમારે કોઈ સંતાન ન થયું અમે મન વાળી લીધું, જેવી પ્રભુની મરજી,
અને તમે જ્યારથી તને જોયોછે તો અમને એવું લાગે છે કે મારો દીકરો પાછો મળ્યો હોય,
તેવો અહેસાસ થયો અને રામજીકાકા એ આસું લુછ્યા ..
મને પણ મારી સાચી હકીકત જણાવી દેવાની ઈચ્છા થઈ પણ નહીં તે ઇચ્છામનમા જ દાબીદીધી ,
જલ્દી કોઈ નાપર ભરોસો ના કરી લેવાય,
.. અને ઊંઘવા ગયો આજે ઊંઘ આવતી નહોતી ,
ઘર દેખાતું હતું , ઘરેથી આવે ચારેકમહિના થઇ ગયા હતા, હજી તો શું બનશે જિંદગીમાં !!
રવિવારે આવતોહતો ,રઘુ ને મળવા જાઉ સખારામકાકા ને પણ મળવું છે ,
શું કરું રવિવારે હું એ હોટલ પર પાછો જઈ આવું ,
રઘુ ને કહું અહીં મજૂરી વધુ છે તો તેને અહીં કામ કરવા આવવું હોય તો પણ ચાલે,
પાછો વિચાર આવ્યો તેને તો અહીં ઘર છે તેને બહુ દૂર પડી જાય ,એવા વિચારોમાં ઊંઘ આવી ગઈ ..
સવારે ઊઠીને કોલેજ જવા નીકળ્યો,
આજે પણતો પરી ના વિચારો આવતા હતા તેના વિશે થોડુંક જાણવું છે..

કોલેજ ખુલે તો માંડ અઠવાડિયું થયું છે અને આ રીતે કોઈ ના વિષે જાણવું સારું નહી.
આકાશ ના પરિવાર વિશે તોપૂછી જોઈશ
એવું વિચારતો કોલેજમાં પહોંચી ગયો,
જોયું તો આજે આકાશ વહેલો આવીને બેઠો હતો, હું સીધો ગાર્ડન માં જઈને તેની પાસે બેઠો અને આકાશને પૂછ્યું ,
આકાશ મારે એક વાત પુછવી છે તને પૂછું...
પૂછને મહેશ તારે શુંપૂછવું છે?
તારા પરિવાર વિશે મારે જાણવું છે આકાશ વિચારમાં પડી ગયો,
થોડોચહેરા પર ગભરાટ દેખાયો
કેમ આવું થયું હશે? શું આકાશ તેના વિશે જણાવશે તેનો પરિવાર હશે ,
કે તે પણ મારી જેમ ભાગીને મુંબઈ આવ્યો હશે, તેવા અનેક વિચારો મારા મનમાં ઉમટી પડ્યા....

( શું આકાશ તેના પરિવાર વિશે જણાવશે અને જણાશે તો સાચું કહે છે કે ખોટું આગળના ભાગમાં)