બેસ્ટી Hitesh Parmar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

બેસ્ટી




"જા તું તારી પૂર્વી સાથે જ કર વાત... મારી સાથે ના કર ઓકે!" મેઘા બહુ જ ગુસ્સા માં હતી.

"અરે બાબા... લિસન એ તો જસ્ટ મારી બેસ્ટી છે... તને તો ખબર જ છે ને અમે કેટલા ક્લોઝ છીએ એમ!" રાજ એણે સમજાવવા માંગતો હતો.

"જો યાર... ઈનફ ઇઝ ઇનફ! એવું થોડી હોય કે તમે વાતો જ કર્યા કરો! હું તારી જી એફ છું કે શું છું?! તારે એણે જ પ્રપોઝ કરવી હતી ને?!" મેઘા એ કહી જ દીધું.

"જો આપને ઘણા સમય બાદ મળીએ છીએ... સો પ્લીઝ!" રાજ કઈ સમજાવવા ચાહતો હતો.

એમની વાતચીતમાં જ વેઇટર એ પૂછ્યું, "સર, ઓર્ડર?!" ત્યારે જ બંને ને ભણ થયું કે પોતે તો રેસ્ટોરન્ટ માં છે!

"સેવ ઉસળ... સેવ ઉસળ તો મારી પૂર્વી ને બહુ જ ભાવે... એવું ખાય ને કે..." રાજ ફ્લો માં ને ફલો માં જ બોલી ગયો પણ બહાર નીકળી ગયેલ મેઘા ની આંખો જોઈ ચૂપ થઈ ગયો!

"ના... ના... મટર પનીર... મારી મેઘુ નું ફેવરિટ!" રાજ બંને એટલા લાડમાં બોલ્યો.

"નોટ ફની!" મેઘા એ મોં ચઢાવ્યું.

"લિસન... એ તો જસ્ટ બેસ્ટી છે!" રાજે એના હાથ પર પોતાનો હાથ મૂકી દીધો!

"સારું તો ચાલ એક ચેલેન્જ કરીએ... જો આગળ ની દસ મિનિટ માં તારા મોઢેથી પૂર્વી નું નામ આવ્યું તો તારે પૂર્વી ને પ્રપોઝ કરવાની, ઓકે!" મેઘા એ ગંભીરતાથી કહ્યું.

"અને ના આવે તો...?!" રાજે વળતો સવાલ કર્યો.

"તો હું જ તારી જીએફ..." એ બોલી એટલા માં તો મનમાં ને મનમાં જ જાણે કે ખુદ ને જ સમજાવતો હોય એમ જ રાજ - "પૂર્વી નહિ મેઘું... પૂર્વી નહિ મેઘૂ!" કહી રહ્યો હતો!

પોતાના સ્માર્ટ ફોનમાં દસ મિનિટ નું ટાઈમર સેટ કરી, એણે ટેબલ પર ફોન મૂક્યો.

"રાજ... મારે તો યાર એક ડ્રેસ લેવો છે?! કેવો લઉં?!" સાવ જુદી જ વાત મેઘા કરી રહી હતી.

"અરે મારી પૂર્વી તો ગ્રીન ડ્રેસમાં એવી લાગે ને કે જે પણ જોવે એ પાગલ જ થઈ જાય!" રાજ બોલી ગયો ત્યારે ટાઈમર માં જસ્ટ માંડ એક મિનિટ અને છપ્પન સેકંડ જ થઈ થયા હતા!

આગળ રાજ ને કઈ સમજાવ્યા વિના જ મેઘા એ એના પોકિટ માંથી રાજનો ફોન કાઢ્યો અને સીધો જ બેસ્ટી નામથી સેવ પૂર્વી પર કૉલ કર્યો.

"બોલ... પાગલ! એક સેકંડ પણ જંપ નથી?!" સ્પીકર પર મૂકેલા ફોનમાં પૂર્વી બોલી રહી હતી.

"પૂર્વી આઇ લવ યુ!" આંખો બંધ કરી અને બહુ જ હિંમત કરતા આખીર રાજ બોલી જ શક્યો.

"અરે રડાવિશ કે શું, પાગલ?! ભૂલી ગયો તુંયે મને પ્રોમિસ કરેલું કે ક્યારેય ફ્રેન્ડ થી આગળ નહિ વધીએ?! " પૂર્વી બોલી તો આંસુ ખાલી રાજની જ આંખમાંથી જ નહિ પણ મેઘા ની આંખમાંથી પણ નીકળી રહ્યા હતા.

"પૂર્વી... નથી કરતી ને લવ મને તું?! સારું તો દૂર જ રહેજે હવે મારાથી ઓક્કક્ક્કે!" ઓકે ના ભાર થી જાણે કે પૂર્વી નું દિલ કચડાઈ રહ્યું હતું!

"અરે યાર... દૂર નથી રહેવાતું એટલે જ તો દોસ્તીના આડમાં તારી પાસે રહું છું! જો હું દૂર જઈશ તો મરી જઈશ યાર!" પૂર્વી રડતા રડતા જ કહી રહી હતી.

"અરે પણ... પણ કારણ શું છે?! તમે એક બીજાને લવ કરો તો છો તો પણ કેમ આવું કરો છો?!" મેઘાથી ના જ રહેવાતું તો એ બોલી જ ગઈ!

"અરે મારી ફેમિલી બહુ જ ગરીબ છે! મારા જેવી ફેમિલી સાથે બિઝનેસ મેન ની ફેમિલી ના કોઈ જ રિલેશન ના હોઈ શકે, પણ દોસ્તી જ તો એક રિસ્તો છે જ્યાં આ ભેદ મટી જાય છે!

"તું જરાય ચિંતા ના કર... હું અંકલ સાથે વાત કરીશ! મારા અને રાજના પપ્પા ખૂબ સારા મિત્રો છે!" મેઘા એ કહ્યું.

"અરે પૂર્વી તારી હોમ લોન પાસ થઈ કે નહિ?!" રાજે પૂછ્યું.

"એ હા... થઈ ગઈ! ઘર પણ મળી જશે! પછી આપને ઘર જોવા તારી ફેમિલી ને બોલાવી શકીશું!" અચાનક જ ખુશ થતા પૂર્વી બોલી.

પૂર્વી અને રાજ બંને એક વાત થી અનજાણ હતા કે એ લોન તો ખરેખર મેઘાના જ ફાધર ની હેલ્પ થી લેવાઈ હતી! કેમ કે લોન ભલે પૂર્વી ની હતી પણ ફિકર વધારે તો રાજ કરી રહ્યો હતો! તદઉપરાંત મેઘા ને લાગતું પણ હતું જ કે બંને વચ્ચે કંઇક તો છે! આથી પૂર્વી ની ખુશી માટે એણે હેલ્પ કરાવી હતી.

પૂર્વી એ તો માની પણ લીધું હતું કે રાજ તો હવે એણે ભૂલી ને મેઘા ને ચાહવા લાગ્યો છે... પણ આજ ની ચેલેન્જ એ ત્રણેય ની લાઇફ ને હંમેશા હંમેશા માટે ચેન્જ કરી દીધી હતી!