જાણે-અજાણે (74) Bhoomi Shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ભાગવત રહસ્ય - 149

    ભાગવત રહસ્ય-૧૪૯   કર્મની નિંદા ભાગવતમાં નથી. પણ સકામ કર્મની...

  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

શ્રેણી
શેયર કરો

જાણે-અજાણે (74)

બસની બારીમાંથી આવતો પવન રેવાનાં બધાં સપનાં , તેનો વિશ્વાસ અને તેનો કૌશલ પ્રતિ પ્રેમ બધું ઉડાવી ગયો બસ બાકી રાખ્યું તો તેનાં આંખોનાં આંસું અને આટલાં લોકોની જવાબદારીનો બોજ. જે બન્યો તેનો લોહીનાં સંબંધ કરતાં પણ વધારે ગાઢ પરિવાર.

જાણે - અજાણે ,ભટકતાં રસ્તે, વગર કોઈ પૂર્વ તૈયારી સાથે આખરે રાજકોટ તેમનું સ્વાગત કરવાં તૈયાર હતું. ઘણી મુશ્કેલી , પૈસા તથા અન્નની તકલીફ અને અનેક સંઘર્ષ પછી આખરે નિયતિએ પોતાનો પરિવાર વસાવી લીધો. એ સંઘર્ષમાં તેની સાથે કૌશલ નહતો પણ તેની યાદોનો સહારો પણ નિયતિ માટે ઘણો હતો. તદ્દન નવાં રસ્તે ચાલતી નિયતિને એ રસ્તે ઘણાં નવાં ચહેરાં મળ્યા. કેટલાક તેનાં માથું દૂખવાનું કારણ બન્યા તો કેટલાક દવા બન્યા. થોડાં ઝઘડાં થયાં તો થોડી મસ્તી. થોડાં દુશ્મન બન્યા અને થોડાં ઘણાં જ સારાં એવાં મિત્ર પણ બન્યા. જયંતિભાઈની હાલત જો કે શહેર બદલાતાં થોડી વધારે જ બગડતી જતી હતી પણ તેમની બગડતી તબિયત પણ નિયતિ માટે આશીર્વાદ બની ગઈ અને જૉય જેવો સારો ડોક્ટરની સાથે ઘણો સારો મિત્ર પણ મળી ગયો. જેણે ઘણી ખરી હદ્દે નિયતિનાં જીવનનો ખાલીપો ભરી દીધો. તેની દિકરી શબ્દનાં જીવનની પણ એક અતૂટ કડી બની ગઈ અને બસ જેમતેમ કરી જિંદગી સુધરતી ગઈ. પણ સારાં અને નરસાં અનુભવો એક સિક્કની બે બાજૂઓ જ હતી અને જ્યાં એક તરફ નિયતિ બધી જવાબદરીઓમાં ફસાતી ગઈ અને વંદિતા પોતાની નજરોમાં જ ઘણી નીચે પડતી ગઈ. સાથે સાથે નિયતિ પરનો વિશ્વાસ પણ ડગમગવાં લાગ્યો. જે સમયે વંદિતાને એક સહારાં, એક હાથની જરૂર હતી કે જે તેને પોતાની વિચારસરણીમાંથી બહાર કાઢી લાવે એ સમયે નિયતિનો હાથ કે સાથ તેને મળ્યો જ નહીં. અને નિયતિ માટે વધતી નારાજગી વંદિતાનાં મનમાં મોટી થઈ નફરતમાં ફેલાય ગઈ. કોઈએ તેની વાતનો ભરોસો નહતો કર્યો આ વાતથી નારાજ બનેલી વંદિતાનો સ્વભાવ ક્ષણે ક્ષણે બદલાતો ગયો અને જોત જોતામાં તે આખી જ બદલાય ગઈ અને કોઈ કશું ના કરી શક્યું. બેફામ, બેધડક જીવતી આ નવી વંદિતાનાં મનનાં ઘાવ હજું રૂઝાયા નહતાં અને તેનો અસર તેની વાણીમાં દેખાય આવતો. બીજી તરફ અમીનાં મનમાં નિયતિ માટે ઈજ્જત એટલી વધી ગઈ કે તેણે ધીમે ધીમે પોતાને નિયતિનાં પડછાયામાં ફેરવી નાખી અને આખરે તે નિયતિમાં એક બહેન કરતાં વધારે એક માં ને જોવાં લાગી. નિયતિની હિંમત, તેનાં સંઘર્ષ અને તેનાં નિર્ણય બધું અમી શીખી ગઈ. અને જાણે અજાણે નવાં રસ્તા શોધાય ગયાં.

બીજી તરફ કૌશલ પોતાનાં ગામમાં એકલો રહી ગયો હતો. નિયતિએ મોકલાવેલો પત્ર તેને મળ્યો નહતો અને તે જાણી જ નહતો શક્યો કે રેવા કશું આવું પગલું પણ ભરવાની છે. અને તે સમયસર ત્યાં પહોંચી નહતો શક્યો. તે રેવાને ખોટી સમજવાં લાગ્યો. તે સમજવાં લાગ્યો કે રેવાએ કૌશલ પર ભરોસો ના કર્યો અને એટલો લાયક પણ ના સમજ્યો કે પોતાની કોઈ વાત તેને જણાવે. રેવાએ પ્રેમ કરતાં ઉપર ઉઠી ઝઘડાને મહત્વ આપ્યું અને તે ચાલી ગઈ. કૌશલ સદમામાં હતો અને તદ્દન એકલો. કહેવાં માટે તો અનંત અને પ્રકૃતિ હતાં તેની સાથે પણ તે એટલી હદ્દ સુધી વિખેરાય ગયો હતો કે અનંતની મિત્રતાનો અવાજ તેનાં કાન સુધી પહોંચી જ નહતો રહ્યો. વિનય અને રચનાને પણ મોકો મળતાં તે શહેર કે ગામ તો છોડો આ દેશ છોડીને જ ચાલ્યા ગયાં. ગામની હસી-ખુશી અને કિલકારીઓ બધું જ એક ઝટકામાં છૂટી ગયું. દેખાવે તો બધું જ સામાન્ય હતું પણ જેણે એ ગામમાં વર્ષો વિતાવ્યા હતાં , જે સાક્ષી હતાં બધી વાતનાં તેમનાં માટે એ ગામ એક વેરાન જમીન સીવાય કશું જ નહતું. એ ગામમાં ના હવે કોઈ ઉંચાં અવાજે પડતાં સાદ હતાં , ના વંદિતાની જોરજોરથી સંભળાતી હસી હતી , ના રચનાનાં મોટાં હોવાનાં ફાયદો ઉઠાવતી શીખવાડાલા પાઠ હતાં , ના પ્રકૃતિની સૌમ્યતા હતી કે ના રેવા અને કૌશલનાં મીઠાં મીઠાં ઝઘડાઓનો અવાજ હતો. ના મંદિરમાં વાગતી આરતીમાં એ લાગણીઓ બચી હતી કે ના વહેતી નદીનાં ખડખડવાનાં અવાજમાં એ તિક્ષ્ણતા. બસ વધ્યું હતું તો એકાંત અને સન્નાટો. જ્યાં લોકો રહી તો રહ્યા હતાં પણ એવું ભાસી આવતું કે મન વગરનું શરીર જીવતું હોય. રેવાનાં જવાં પછી કૌશલે પણ ઘણાં સંઘર્ષ કર્યા . થોડાં જીવન સાથે તો થોડાં પોતાની જાત સાથે. અને ધીમે ધીમે મન કામમાં પરોવી લીધું. કૌશલનું મન ક્ષણે - ક્ષણે પથ્થર બનતું ગયું અને આખરે એટલું બેજાન બની ગયું કે તેનાં ચહેરે કોઈ ભાવ જ નહતો બદલાતો. હસી - ખુશી કે દુઃખ બધી વાતમાં તે પોતાને એક સ્થિતિમાં પરોવી રાખતો. રેવાની યાદો અને સમયની વાતો તેને જીવવાની હિંમત આપી દેતાં અને તે જીવી લેતો. પણ તેનું મન તો તેની છાતી માંથી ક્યારનું ખેંચાય ગયું હતું. તે તો રેવાનાં જવાં સાથે જ ચાલ્યું ગયું હતું. સમય વિતતાં પરિવર્તન એટલાં આવ્યા કે ધીમે ધીમે અનંત, કૌશલ , રચનાની એકબીજાં સાથે થોડીઘણી થતી વાતો પણ બંધ થઈ ગઈ અને નિયતિની મળવાની આશ પણ ઓછી થઈ ગઈ.

વર્ષો વિત્યા, વાત- વિવાદ વધ્યા અને પોતપોતાની જિંદગીમાં ઘૂચવાતાં અટવાતાં આખરે આજ દિન સુધી તેઓ પહોંચી જ ગયાં. જાણે - અજાણે ધૈર્યની પરીક્ષા પણ અપાય ગઈ. પણ એ પરીક્ષા આખરે પુરી થઈ અને એ પળ પણ આવી ગયું જ્યારે નિયતિ અને કૌશલ એકબીજાની સામસામેં હતાં. મુલાકાત થઈ અને ઘણાં વિવાદો પણ થયાં. થોડી મનની અસમંજસ અને થોડાં મનનાં વહેમો બધું ભેગું થઈ આખરે રેવા અને કૌશલનાં જીવન ફરીથી એ વળાંક પર આવીને ઉભાં રહ્યા જ્યાંથી કાં તો તે છૂટાં પડી શકે અથવા તો પરીક્ષાઓનાં ચક્રવૃહ્ માંથી બહાર નિકળી એક થઈ શકે.

આજનાં સમયમાં પાછું........


જોરજોરથી વહેતાં તોફાની પવનથી કૌશલ અને નિયતિ બંનેની બારી દિવાલમાં પછડાય અને જોરથી આવેલાં અવાજે તેમની જૂનાં સમયની યાદો તૂટી તે ફરીથી આજનાં સમયમાં આવી ગયાં. કૌશલ અને રેવા બંને પોતાને જ સાચાં સમજી રહ્યા હતાં અને એકબીજાને ખોટાં. તેમણે કોઈ દિવસ એ વિચારવાનું કે જાણવાનો પ્રયત્ન જ ના કર્યો કે સામેંવાળા એ કેમ તેની વાત ના માની , કેમ તેનો ભરોસો ના કર્યો . ક્યાંક ને ક્યાંક તે બંને એ પોતાનાં પ્રેમ પર જ ભરોસો નહતો કર્યો જેની સજા આજસુધી તેઓ ભોગવી રહ્યા હતાં. પણ આજનાં સમયે તે બંનેનાં વિચારો અને મુશ્કેલીઓ એ વાતથી ઘણી દૂરની હતી. થોડી અલગ હતી. આજે તે પોતનું એક થવાં વિશે નહીં પણ શબ્દ વિશે વિચારી રહ્યાં હતાં. નિયતિનાં ઘણાં નાકામ પ્રયત્નો પછી પણ તે શબ્દ વિશે કહી નહતી શકી. તેને ધીમે ધીમે એ વાતનું દુઃખ થવાં લાગ્યું કે કૌશલ તેનાં વિશે એટલું ખોટું વિચારે છે કે શબ્દ કોઈ બીજાનો દિકરો છે. અને રાત વિતતાં સુધી એ દુઃખ અને પસ્તાવો એટલો વધ્યો કે તેણે કૌશલને કશું ના જણાવવાનો નિર્ણય કરી લીધો. " તે પહેલાં પણ શબ્દ વગર રહ્યો જ છે ને..તો આગળ પણ રહી જ લેશે. તેને મારી કોઈ વાત સાંભળવી જ નથી તો હું પણ તેને શું કામ કહું. હવે જે પણ થશે હું કૌશલને નથી જણાવવાની કે શબ્દ તેનો જ દિકરો છે. " નિયતિએ પોતાની સાથે જ વાત કરી લીધી. બીજી તરફ કૌશલને શબ્દની વાતો ખટકતી હતી. " શબ્દ એ એવું કેમ કહ્યું કે રેવા ક્યાં છે!.. તેને રેવા વિશે કેવી રીતે ખબર? મારે તેને પુછવું જ પડશે..... હાં...કાલે જ તેને મળવું પડશે. " અને કૌશલે પાછાં જતાં પહેલાં શબ્દને મળવાનો નિર્ણય કરી લીધો.

એક તરફ નિયતિ કૌશલને પોતાનાંથી અને શબ્દથી દૂર કરી રહી હતી ત્યાં કૌશલ શબ્દને જ મળવાની વાતો વિચારતો હતો. શબ્દ સાથે એ મુલાકાત કેટલી વાતો ખોલી લાવશે એ કોઈને નહતી ખબર.

બીજી તરફ અમી ધિરજ સાથે તેનાં ઘેર તો પહોંચી ગઈ પણ તેનું મન હજું નહતું તેની સાથે રહેવાનું. ઘર એકદમ ખાલી જોયું એટલે તે ધિરજનાં માં-બાપને શોધવાં લાગી. અમીની ફરતી નજર જોઈ ધિરજે કહ્યું કે કોઈ ઘેર નથી. અમીએ તેની વાતનો કોઈ જવાબ ના આપ્યો અને રૂમમાં ચાલી ગઈ. થોડીવાર પછી ધિરજ જમવાનું લઈ તે રૂમમાં પહોંચ્યો અને અમીને જમી લેવાં કહ્યું. પણ અમીને ધિરજનાં હાથે મળેલું પાણી પીવામાં પણ નકારો હતો ત્યાં તેણે જમવાને હાથ પણ ના અડાડ્યો. ધિરજ આ વાતથી નિરાશ થયો પણ તેણે હાર ના માની અને તેણે અમીને કહ્યું " તું રૂમમાં ઉંઘી શકે છે. હું તને હેંરાન નહીં કરું. બહાર સોફા પર ઉંઘી જઈશ. તને કોઈ વાતની જરૂર હોય તો તું કહી શકે છે. " પણ ફરીથી અમીએ કોઈ જવાબ ના આપ્યો અને મૌન સેવ્યું. ધિરજે ફરીથી પ્રયત્ન કર્યો અને પુછ્યું " લાઈટ બંધ કરું?.. તને બીક તો નથી લાગતી ને અંધારાથી?.." પણ અમી ફરીથી બોલ્યા વગર રૂમની લાઈટ બંધ કરી ફટાફટ જઈને સૂવાં લાગી. ધિરજનાં બધાં પ્રયત્નોનો જવાબ મૌન જ મળી રહ્યો હતો. આ વાતથી અકળાયેલાં ધિરજે રૂમની બધી લાઈટો ફરીથી ચાલું કરી દીધી. આ જોઈ અમી ઉભી થઈ ગઈ. અમીનો ગુસ્સો ટોચ પર હતો અને તેને ધિરજ સાથે કોઈ વાત નહતી કરવી પણ ધિરજ ઘડી ઘડી તેની સાથે વાત કરવાનો પ્રયત્ન કરતો જ જતો હતો. આ જોઈ અમી રૂમ છોડી બહાર જવાં માંડી. આ વાતથી અકળાયેલો ધિરજે તેનો હાથ પકડી તેને પોતાની તરફ ખેંચતાં કહ્યું " શું નાટકો છે?.. મારે વાત કરવી છે તારી સાથે!... મારી વાતનો જવાબ તો આપ!.. કેમ આમ અજાણ્યાની માફક દૂર દૂર જાય છે?... કયી વાતનો ગુસ્સો છે આટલો?.. " અમી પોતાનો હાથ જેટલો છોડાવવાની કોશિશ કરતી આટલો જ જોરથી ધિરજ તેને પોતાની તરફ ખેંચતો જતો. ધિરજે ફરી કહ્યું " માનું છું કે ઘણી ભૂલો કરી છે પણ હવે માફી માંગવાની તો તક આપ! " અમીએ આ સાંભળી તેની આંખોમાં આંખ પરોવી કહ્યું " તક?... તને ઘણી તક મળી હતી ધિરજ!... પણ તેં બધી વેડફી નાખી.... તેં વંદિતા સાથે રમત રમી. તેં નિયતિ દીદીનું માન ના રાખ્યું. મારાં આખા પરિવારને ઉથલાવી દીધું અને હું... મારું તો જીવન જ અંધકારમય કરી દીધું. !... હું અને શબ્દ તો ફ્રેન્ડ હતાં ને તારાં!... છતાં અમારાં વિશે પણ એકવાર પણ ના વિચાર્યું. ?!... હું તને કહેતી રહી, સમજાવતી રહી , તારી ભૂલો બતાવતી રહી. તારો સાથ આપવાં , તને સહારો આપવાં પણ તૈયાર હતી પણ તેં બધું નકારી દીધું. છતાં તું લગ્ન મંડપમાં જઈ બેઠો વંદિતાનું જીવન બગાડવાં.
તું કેહતો હતો ને કે તારું દુઃખ કોઈ સમજતું નથી!... પણ તેં જાણવાની કોશિશ કરી કે જે વ્યકિતને નુકસાન પહોંચાડે છે તેણે પોતાનાં જીવનમાં કેટલાં સંઘર્ષ કર્યા છે, કેટલું દુઃખ અને પીડા સહન કરી છે!... પણ ના..... તને તો તારી જાત સિવાય કશું દેખાતું જ નથી ને!... અને હું!.... મારાં વિશે પણ ના વિચાર્યુ!... હા સમજું છું કે મજબુરીમાં પત્ની બનાવી હતી મને... પણ પત્ની તો હતી ને!... એ નામનો સંબંધ પણ તેં ના સાચવ્યો. મેં કહ્યું કે મારે જવું છે તો અડધે રસ્તે મને મુકીને ચાલ્યો ગયો!... ત્યારે ક્યાં હતી તારી આ તાકાત જે અત્યારે સાબિત કરે છે?.. " અમીએ ધીમે ધીમે પોતાનું મન ધિરજ સામેં ખોલવાં લાગ્યું. " પણ મેં તને રોકી હતી. તું જ નહતી રોકાય તો શું કરતો હું?.. " ધિરજે પોતાનાં પક્ષમાં કહ્યું. " અચ્છા!... માની નહતી!.. રોકાય નહતી?.. તો ફરી પ્રયત્ન કરવો હતો!.. ફરી માફી માંગવી હતી ને!... હું તને વારે વારે સમજાવતી રહી હતી ત્યારે તો મેં નહતું જોયું કે કેટલીવાર પ્રયત્ન કરું છું!... અને તેં એકવારમાં જ છોડી દીધું!... અને પછી કહે છે કે માફી માંગવાની તક ના આપી?... માફી માંગવી હોત ને તો એક નહીં ને અનેક વાર પ્રયત્ન કરતો... અને ખરેખર પછતાવો હોત ને તો તારો જીવ જ ના ચાલતો મને અડધે રસ્તે છોડીને જવાનો!.. તને તો ભાન પણ નથી કે કેટલું સહન કર્યું અને કેવો સમય જોયો. પણ ક્યાંથી ખબર હોય!.. તું તો આ રૂમમાં આરામથી પડ્યો હતો ને!.. તેં એ દિવસે ખાલી મારો હાથ અને સાથ નહતો છોડ્યો પણ આપણી મિત્રતા પણ છોડી દીધી હતી અને એ ક્ષણે વધ્યો ઘટ્યો વિશ્વાસ પણ ઉઠી ગયો હતો મારો!.... " અમી પોતાની વાત કહેતાં કહેતાં જ જોર જોરથી રડવાં લાગી. તેનાં અવાજમાં વેદના ધિરજને બરાબર રીતે સંભળાય રહી હતી. પણ ધિરજની પકડનાં લીધે અમી ક્યાંય છટકી નહતી શકતી અને તે ઉભાં ઉભાં જ રડી પડી. પોતાનું બધું જોર અને શક્તિ પણ અમીથી છૂટવાં લાગી અને તે એટલી કમજોર બની ગઈ કે પોતાનાં પગ પર ઉભી પણ નહતી રહી શકતી. ધિરજને આ બધું દેખાય રહ્યું હતું અને તે પહેલાની માફક ફરી અમીને કોઈ વાતમાં છોડવાં નહતો માંગતો. ધિરજે તેને પોતાનો સહારો આપ્યો, તેને પોતાનાં હાથમાં સંભાળી બસ મૌન ઉભો રહ્યો. જ્યાં સુધી અમીને રડવું હતું તેણે ત્યાં સુધી તેને સહારો આપવાની તૈયારી બતાવી. પોતાનાં ખભાને તેણે અમીનાં આંસુઓ ઝીલવા તૈયાર રાખ્યો અને પોતે તેનાં ચહેરાં પર આવતાં વાળ દૂર કરતાં બસ તેની વેદનામાં ભાગીદાર બન્યો. અમીની કમજોરી વધતી ગઈ અને તે અર્ધબેભાન અવસ્થામાં પહોંચી ગઈ. આજે તેનાં મનનો ભાર બહાર નિકળ્યો હતો એટલે એ થવું સ્વાભાવિક હતું. ધિરજે તેને ઉચકી ઘણી જ સહજતાથી તેને બેડ પર સૂવડાવી અને પોતે તેની પથારી પાસે જમીન પર જ સૂઈ ગયો. જોત જોતામાં અમી અને ધિરજને એક સહારો મળી ગયો હતો. પણ એ વાતથી બંને અજાણ .

આખરે સવારનાં કિરણો સાથે નવાં દિવસની શરૂઆત થઈ સાથે સાથે કૌશલનાં જોવાતી રાહનો અંત પણ. તે શબ્દને મળવાં પોતાનાં ઘેરથી તો નિકળ્યો પણ કાલનાં તેનાં વ્યવહારને કારણે તે કેવી રીતે નિયતિનાં ઘેર જાય તે સમજાતું નહતું. કૌશલ નિયતિને કહીને આવ્યો હતો કે તે આજે પાછો જતો રહેશે. અને જો તે ફરીથી નિયતિનાં ઘેર જાય તો શું કહે તે બધાને.. પણ શબ્દ પાસેથી ઘણી વાતો જાણવાની બાકી હતી. અને તે બાકી બધાં વિચારો રસ્તામાં છોડી નિયતિનાં ઘેર પહોંચી ગયો. પણ ત્યાં જઈ ને ખબર પડી નિયતિ શબ્દને લઈ ને કૅફે ગઈ છે . અને કૌશલ નિયતિનાં કૅફે તરફ નિકળી પડ્યો. પણ પહેલીવેર તે નિયતિની તદ્દન નવી દૂનિયામાં જવાનો હતો એ વાતનો થોડો જોશ તેનામાં હતો. પણ શરૂઆત કંઈક સારી ના થઈ .

જેવો જ કૌશલ તેનાં દરવાજે પહોંચ્યો કે તેને જોર જોરથી હસવાનાં અવાજો આવવાં લાગ્યા. તેણે બહાર ઉભાં અંદર ડોકાચિયું કર્યું તો નિયતિ અને શબ્દ એક છોકરાં જોડે મસ્તી કરી રહ્યાં હતાં. સવારનો સમય હતો અને કૅફે ત્યારે જ ખોલ્યું હતું એટલે તે ત્રણેવ જણ બધું સરખી જગ્યાએ ગોઠવી રહ્યાં હતાં અને સાથે સાથે ગપ્પા મારતાં મજાક-મસ્તી પણ કરી રહ્યા હતાં. તે છોકરો જૉય હતો . પણ તે કૌશલ માટે તદ્દન અજાણ્યો હતો. અને નિયતિને એટલી આરામથી તેની સાથે સમય વિતાવતાં જોઈ તેનું મન તપી ઉઠ્યું. કૌશલને જે થોડો ગુસ્સો હતો તે હવે વધીને જ્વાળામુખી બનવાં લાગ્યો હતો. તેણે પોતાની આંખોએ જોયેલાં ધ્રશ્યોને જોઈ માની લીધું કે તે છોકરો એટલે કે જૉય જ શબ્દનાં પિતા અને નિયતિનો પતિ છે. હવે કોઈ પ્રશ્ન એટલો મોટો ના લાગ્યો કે તે દરવાજો ખોલી અંદર જાય. અને કૌશલ ત્યાંથી પાછળ ફરી નિરાશ બની ચાલવાં લાગ્યો. પણ પાછળથી નાના હાથની થપકીએ તેને ફરીથી રોકી લીધો. શબ્દનાં સ્પર્શમાં એટલી તાકાત હતી કે તે કૌશલને રોકી શકતો હતો. પાછળ ઉભેલાં શબ્દને જોઈ તે એક-બે ક્ષણ તેની સાથે વાત કરવાં રોકાય ગયો. શબ્દએ કહ્યું " અરે કૌશલ અંકલ.... ક્યાં જતાં હતાં?.. ચાલો ને અંદર...." " ના બેટાં... હવે આવવાનો કોઈ મતલબ નથી... પણ તું બહાર શું કરે છે?.. રોડ પર ના આવીશ કોઈ ગાડી ઠોકીને જતી રહેશે ખબર પણ નહીં પડે. !.. " કૌશલે ઘણાં પ્યારથી કહ્યું. શબ્દએ કહ્યું " અરે એ તો તમને જોયાં એટલે હું બહાર આવ્યો. " " હાં.. જોયાં તો મેં પણ હતાં તમને... મસ્તી કરતાં..... તારાં પપ્પા છે ને એ?.. " કૌશલે ધીમેથી કહ્યું . શબ્દ આ સાંભળી જોર જોરથી હસવાં લાગ્યો. આ જોઈ થોડું આશ્ચર્ય કૌશલને થયું અને પુછવાં પર શબ્દ એ કહ્યું " ના...ના.... એ મારાં પપ્પા નથી.... એ તો જૉય અંકલ છે.. મમ્માંનાં ફ્રેન્ડ અને મારી ફ્રેન્ડનાં પપ્પા... " કૌશલને આ સાંભળી મનમાં ને મનમાં એટલી ખુશી થઈ કે તેનું મન નાચવાં લાગ્યું. પણ તેણે સામાન્ય વ્યવહાર કરતાં પુછ્યું " ઓહ... તો તારાં પપ્પા ક્યાં છે?.. " શબ્દએ બહું જ કોમળ મને કહ્યું " પપ્પા તો નથી... એ તો હું જન્મ્યો એ પહેલાં જ મમ્માંને છોડીને જતાં રહ્યા હતાં. અને મેં તો કોઈ દિવસ તેમને જોયાં જ નથી. અને એ પણ નથી ખબર કે તેમનું નામ શું છે!.. હું તો પહેલે થી જ મમ્માં , વંદુ, અમી માસી , દાદુ , દાદીમાં અને જયંતિદાદુ જોડે જ રહું છું. " નાનો અમથો છોકરો વગર કોઈ પછતાવે અને કોઈ દુઃખ , દર્દ વગર બસ સરળ રીતે તેનાં જીવનની એટલી મોટી સચ્ચાય કહી ગયો જે કોઈને સાંભળતાં પણ રૂવાંટા ઉભા થઈ જાય. એ જ હાલ કૌશલનો પણ થયો. એક ક્ષણ માટે તો તે શ્વાસ લેવાનું પણ ભૂલી ગયો હોય એમ સુન્ન બની ઉભો રહ્યો. નિયતિનો ચહારો જ્યારે કૌશલે પહેલીવાર રાજકોટ આવી જોયો હતો ત્યારે તેનાં ચહેરે ના કોઈ દુઃખ કે તકલીફની કરચલી હતી કે ના તેનાં કરેલાં સંઘર્ષની કોઈ મોટાઈ હતી. પહેલાની માફક નિડર, બેફામ, અને આત્મવિશ્વાસથી ભરેલો ચહેરો જ દેખાયો હતો. તેની આંખોમાં માત્ર પરિવાર માટે પ્રેમ જ દેખાયો હતો. તેનાં હોઠ જવાબદરીઓ થી પણ ખુશ થતાં હોય તેમ હંમેશાં હસતાં દેખાયા. તેનાં ખભે રહેલો બોજ કૌશલ જોઈ જ નહતો શક્યો. તેણે તો માની લીધું હતું કે નિયતિએ પોતાની જવાબદારી બીજાં કોઈનાં માથે છોડી હશે પણ તે એ ના સમજી શક્યો કે જે કામ નિયતિ કરતી હતી તે બધાની જવાબદારી પોતાના માથે ઉઠાવી ફરતી હતી. અને આજે શબ્દની વાતોએ નિયતિને કૌશલની આંખોમાં ઘણી ઉંચી ઉઠાવી દીધી હતી. આજે દાદીમાંનાં શબ્દો તેને સારી રીતે સમજાય રહ્યા હતાં. પણ કૌશલને હજું એ નહતી ખબર કે તે કોણ વ્યકિત હતો જે તેને છોડીને જતો રહ્યો. શબ્દની વાત પરથી કૌશલ એ નહતો સમજી શક્યો કે તે પોતે જ બધી વાતની પાછળ હતો. કૌશલ તો સમજવાં લાગ્યો કે રાજકોટ આવ્યા પછી નિયતિને કોઈએ છોડી દીધી. કૌશલે જાણવાની કોશિશ કરતાં શબ્દને પુછ્યું " બરાબર... અને કોઈ દિવસ તેં જાણવાની કોશિશ ના કરી?.. " " હા.. કરી હતી ને.. પણ મમ્માં એ કશું ના કહ્યું. ઉપરથી એકવાર તો મને એમ કહી દીધું કે તે ફરી ક્યારેય તેમની પાસે જવાં નથી માંગતી અને જો મારે જવું હોય તો મારે મમ્માંને છોડવી પડશે. એટલે મેં મમ્માંને જ પસંદ કરી કેમકે હું મમ્માંને કેવી રીતે છોડી દઉં!.. એ તો એટલી સ્વીટ છે. કોઈ પણ તેને ના છોડી શકે... " શબ્દએ કહ્યું. કૌશલ એ વાતથી સહમત હતો અને તેણે કહ્યું " હા... કોઈ પણ તેને ના છોડી શકે. પણ એક વાત તો કહે... તને કૌશલ અને રેવાની સ્ટોરી કેવી રીતે ખબર?... " શબ્દએ તરત કહ્યું " હાં... મમ્માં એ મને કહી હતી. તેમની રેડ ડાયરીમાં લખેલી હતી. પણ એ તો અડધી જ કહી હતી. તેણે એ તો કહ્યું જ નહીં કે રેવા કૌશલને છોડી જતી રહી તો પછી તે મળ્યા કે નહીં!.. પણ તમેં કેમ પુછો છો?.. તમને પણ એ સ્ટોરી આવડે છે?.. " કૌશલે થોડું હસતાં કહ્યું " હાં.. આવડે છે... અને કૌશલ અને રેવા એકબીજાં માટે જ બન્યા છે તો મળીને તો રહેવાનાં જ ને!.. " શબ્દ ખુશ થઈ ગયો કે તેની મમ્મી સિવાય પણ આ સ્ટોરી કોઈકને ખબર છે. તે આગળ શું થયું તે જાણવાં ઉતાવળો થવાં લાગ્યો અને કૌશલે કહ્યું " હું તને બધું કહીશ. પણ સમય આવશે ત્યારે... હવે તો હું અહીંયા જ છું.. ક્યાંય નથી જવાનો. એટલે વાત અને થોડાં વિવાદ પણ થઈ ને જ રહેશે ને.. "

અને કૌશલનું મન તેનાં જ દિકરાંએ બદલી નાખ્યું. પોતાનાથી દૂર જતાં કૌશલને રોકી લીધો. જાણે - અજાણે તેણે બાપનો છાયડો પોતાનાં માથે મુકી લીધો. કૌશલ શબ્દને ખોળે ઉચકી કૅફેની અંદર ચાલવાં લાગ્યો. પણ એ સમયે કૌશલનું મન ઉદાસ નહતું પણ એક ઉંમ્મીદથી ભરેલું હતું. હવે તેને નિયતિથી કોઈ ફરિયાદ નહતી બસ એક વિચાર હતો કે નિયતિની વિખરાયેલાં જીવનમાં થોડી ખુશીઓ લાવવી. બીજી તરફ નિયતિ કૌશલને જોઈ કંઈ ખાસ ખુશ નહતી. તેને કૌશલનો બદલાયેલો સ્વભાવ અને તેનાં બોલ જ યાદ આવતાં હતાં. કૌશલનો તેની પર કરેલો શક જ યાદ આવતો હતો. જેનાં લીધે તે ગુસ્સામાં હતી. કૌશલ એ વાત સારી રીતે જાણતો હતો કે નિયતિ તેની મદદ જરાક પણ નહીં લે... એટલે તેણે થોડો ઉંધો રસ્તો અપનાવ્યો અને થોડી અકળાયેલી નિયતિને વધારે અકળાવાં લાગ્યો. કૌશલને તેની મદદ તો કરવાની હતી પણ તે વિચારવાં લાગ્યો " હવે મળ્યા જ છે તો થોડી મજા તો લેવી પડે ને... દેખાય છે મને મોઢું ફુલાઈને બેઠી છે ... થોડું વધારે ફુલાવશે બીજું શું!.. " અને તે જાતે જ મનમાં ને મનમાં હસવાં લાગ્યો. કૌશલનો સમય સારો હતો અને જૉયને કંઈક કામ આવતાં તે ચાલ્યો ગયો. હવે તો નિયતિ, કૌશલ , શબ્દ અને કૅફે ... કંઈક તો મસ્તી થવી જ રહી.

નિયતિએ થોડું ગંભીરતાથી પુછ્યું " તું અહીંયા?.. તું તો જતો રહેવાનો હતો ને!... " કૌશલે ખુરશી ખસેડી બેઠો અને આરામથી બોલ્યો " હવે મન નથી જવાનું!.. હવે આવ્યો છું તો થોડાં દિવસ અહીંયા જ મસ્ત રહેવાનો છું. " નિયતિએ થોડું અકળાતા ધીમેથી કૌશલને ના સંભળાય એ રીતે કહ્યું " હાં... મારાં બાપનું જ ઘર છે.. આરામથી રહો બધાં... " કૌશલે એ સાંભળી લીધું અને કહ્યું " હેં.. કશું કહ્યું ?.. " " ના..ના.. મારાથી ક્યાં કશું કહેવાય!.. તારી લાઈફ છે તારે જે કરવું હોય એ... મારે શું!... " કૌશલને નિયતિ પર તરસ આવતો હતો અને હસવું પણ આવતું હતું. કૌશલે નિયતિની મજા લેવાનું શરૂં કરી દીધું હતું. " હાં.... એમ પણ કોણ રોકવાનું!... પણ એ તો કહે કે તને ખુશી થઈ કે નહીં'...." કૌશલે કહ્યું... નિયતિએ ગુસ્સામાં જવાબ આપ્યો " મને તે વળી કયી વાતની ખુશી?!.. " " તો દુઃખ થયું?!!.." કૌશલે તરત પુછ્યું . " મેં એવું ક્યારે કહ્યું?... " " તો શું થયું?.. " કૌશલ નિયતિને પોતાની વાતોમાં લપેટવાં લાગ્યો. અને જાણે-અજાણે તે મસ્તી કરતાં , થોડાં નાનપણવાળા કૌશલ અને રેવા બહાર આવવાં લાગ્યા.........!

બંનેનો વધતો સંબંધ શું બધી ખોટી સમજ દૂર કરી શકશે?!...



ક્રમશ: