જિંદગી ની આંટી ઘૂંટી - ભાગ-15 Pinky Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

જિંદગી ની આંટી ઘૂંટી - ભાગ-15

(આગળના ભાગમાં જોયું મહેશ ભાઇ નોકરી શોધતા શોધતા એક બિલ્ડિંગ કન્સ્ટ્રકશન નું કામ ચાલે છે નોકરી એ રહે છે, અને વિચારતો બેઠા છે, હવે આગળ)

મજુરને જોઈને વિચાર આવ્યો કે આખો દિવસ કેટલું કામ અને આ કામમાં તો થાકી પણ જવાશે,
પણ મારે આ કામ કરવું જ પડશે ,અને એ દિવસે હું ત્યાં રોકાયો,
કેટલાય સમય સુધી બેસી રહ્યો,
પછી એક ભાઈ એ મને પૂછ્યું કંઈ કામ કરવા આવ્યો છે,
મેં કહ્યું હા
અને રહેવાનું પણ અહીં

'હા'
તારે જે જગ્યાએ રહેવું હોય તે સાફ કરી દે, બિલ્ડીંગ માં બે માળ ભરાઈ ગયેલા હતા, એટલે પહેલાં માળ ની નીચે ભોયતળિયુ સાફ કર્યુ
મારી પાસે તો બીજું કશું હતું નહીં ફકત મારા કપડા હતા
તે ભાઈ મારી પાસે આવ્યા,
પછી મેં તેમનું નામ પૂછ્યું,
તો કહે રામજીભાઈ
હું તમને રામજીકાકા કહીશ તો ચાલશે ને,
હા, ચાલશે ,
મારે મારા કપડાં ધોવા છે તો હું ક્યાં જવું,

તેમને મને એક નળ બતાવ્યો ત્યાં કપડાં ધોવાનુ નહાવાનું વાસણ ધોવા ના અને પીવાનું પાણી પણ એ જ નળ થી ભરવાનુ હતું
રામજીકાકા: તુ જમવાનું શું કરીશ
મહેશ: બહાર જમી લઇશ ,
રામજી કાકા: અને ઊંઘવા માટે કઈ છે
ના
રામજીકાકા તેમની ઝુંપડીમાં ગયા અને ફાટેલી તૂટેલી ગોદળી આપી, અને મેં તેમનો આભાર માન્યો,
સાત વાગ્યે બધા મજુર કામ પરથી ઉતરી ગયા સ્ત્રીઓ સૌ પોતપોતાના ઝૂંપડાંમાં રસોઈની તૈયારી કરવા લાગી, અને પુરુષો નાહવા ધોવા નળ આગળ લાઈનમાં બેઠા,
સરસ મજાના રોટલા ઘડવા નો અવાજ આવવા લાગ્યો,
અને મસ્ત મસ્ત દાળ શાક ની સોડમ આવતી હતી,
ભૂખ લાગી હતી, તેથી હવે જમવા જવું પડશે, બહાર જમવા જવાનું વિચાર્યું અને હું બહાર જવા માટે નીકળ્યો, અને
રામજીકાકા એ બૂમ પાડી એ છોકરા ક્યાં જાય છે,
મેં કહ્યું જમવા માટે
અહીં આવ તે ઝૂંપડીમાં તેમની પત્ની સાથે કંઈ વાત કરી
અને પાછું બોલ્યા કે અહીંજમી લે,
મેં ના પાડી, ના એ રીતે કોઈનું કંઈ ખવાય

રામજીકાકા એ કહ્યું હવે તો તારે અમારી સાથે જ રહેવાનું છે
ને તો આપણે "નાતભાઈઓ નહીં પણ જાત ભાઈઓ તો થયા" એ સંબંધે જમી લે અને
હું ત્યાં જમવા બેઠો ઘણા મહિનાઓ પછી મારી મા ના હાથનું જમવાનું મળી હોય તેવો અહેસાસ થયો,
આ માણસોનું ક્યા ઋણ પૂરું કરવાનું રહી ગયું હશે, ને મેં અને રામજીભાઈએ જમી લીધું,
અને પછી રેતીના ઢગલા પર જઈને બેઠા
બે ત્રણ બાળકો રેતીના ઢગલામાં રમતા હતા, સ્ત્રીઓ હસીને તેમની ભાષામાં વાતો કરતી હતી ,
કેટલી સખત મજૂરી કરે છે, છતાય આ લોકો કેટલા ખુશ છે ,
"ખુશી મેળવવા પૈસાની જરૂર નથી પ્રેમની જરૂર છે હૂંફની જરૂર છે "
એવા વિચારો આવવા લાગ્યા,
પણ ખુશી એ પૈસા વગર ક્યાં મળે છે એ તો મારો તો અનુભવ થઈ ગયો હતો,
અને રાતે એ ગોદડી પાથરી અને ઊંઘવાની કોશિશ કરવા લાગ્યો, જ્યા આંખ મીચી ત્યારઘુ મને દેખાવા લાગ્યો,,
સખારામ કાકા જાણે મને બોલાવતાં હોય એવો ભાસ થયો હતો,અને પાછા જૂના વિચારો માં ખોવાઈ ગયો, અને ઊંઘ આવી ગઈ
સવાર પડતાં કોલાહલથી જાગી જવાયું, ઉઠીને નાહી ધોઈને તૈયાર થઈને કોલેજ જવાની તૈયારી કરી,
ત્યા રામજીકાકા એ પૂછ્યું કામ પર નથી ચડવાનું ,
ના કાકા મારે તો બપોર પછી કામ કરવાનું છે ,
અત્યારે તો કોલેજ જવાનું છે બધા મજૂરો મારી સામું જોવા લાગ્યા,
એમને એવું કે આ છોકરો મજાક તો નહીં કરતો હોય,
અને હું કોલેજ જવા રવાના થયો,
ત્યાંથી કોલેજ નો રસ્તો બે કિલોમીટર હતો આજે તો હું કૉલેજ પહોંચ્યો મને થોડી શાંતિ હતી, જઈને કોલેજમાં બેઠો ત્યાં તો આકાશ આવ્યો,
અને તેની સાથે બીજો ભાઈબંધ હતો, તેનું નામ રોમી હતું તેનો પરિચય કરાવ્યો મારી સાથે અને પૂછ્યું
મહેશ કાલે કેમ કોલેજ નહોતો આવ્યો, તને તો નોકરી મળી ગઈ ને ,
હામને નોકરી મળી ગઇ હતી, પણ તે નોકરી તો મે છોડી દીધી, એવી નોકરી મરાથી ના થઇ
કેમ પગાર ઓછો પડ્યો,
ના પગાર તો સારો જ આપવાનું કહેતા હતા, પણ મારે ત્યાં નોકરી નહોતી કરવી...
પણ મેં બીજી જગ્યાએ રહેવાનું અને નોકરી બંને શોધી લીધા છે ,
મને કાલની લખાવેલી નોટસઆપજે
અરે યાર મેં તો કાલે નોટ લખી જ નહોતી,
તો હવે કોની પાસે થી લઈશ,
પણ પદમા એ નોટ લખી છે, તેની પાસેથી લઈ લેજે,
એવું બોલી આકાશ બેસી ગયો ,અને તેનો ભાઈ બંધ સાથે અંદર અંદર હસવા લાગ્યો,
...મને કંઈ ખબર ના પડી.....

પણ મને તો કોણ પદમા એ જ ખબર નથી તેથી હું કંઈ બોલ્યા જ નહી, અને ક્લાસ નો સમય થયો, અમે ક્લાસમાં જઇ બેઠા
લેક્ચર પૂરું થતા,
અમે બહાર ગાર્ડનમાં ગયા અને આકાશપૂછ્યું કે નોટસ લીધી,
ના આકાશ આ પદમા કોણ તે તો મને બતાવીજ નહીં ,
અને તેનૂ દૂરથી એક છોકરી ને બતાવી,

સુંદર મજાનો પિંક ડ્રેસ પહેર્યો હતો, થોડી હિલ વાળા સેન્ડલ પહેર્યા હતા સુંદર સજાવેલા વાળ હતા, આગળની લટો હવામાં ફર ફરતી હતી,

અને થોડોક જ ચહેરો અછડાતો દેખાતો હતો,
જ્યારે નવરાશના પળોમાં ઈશ્વરે તેનુ સર્જન ના કર્યું હોય ,તેવું લાવણ્ય રૂપ જોઈ ભલભલા ની મતિ ભ્રષ્ટ થઈ જાય,
પણ એ હતી તેજ મરચા જેવી કોઈની મજાલ છે કે તેને કોઈ કઈ બોલી શકે,
અને બોલે તો તેના આંગળા ની છાપ
ગાલ પર લઈને જ આવે ,
મહેશે કહ્યું કોઈ છોકરા એ નથી લખી યાર
નારે, અહીં લખવા કોણ આવે છે,
જો તારે જોઈતી હોય તો તેની પાસેથી નોટસ લઈ લે,
અને હું તો લાવણ્ય મય સુંદરી પાસે પહોંચ્યો, સાંભળો છો, તે પાછી ફરી ને જોયું

મારી નજર તેના પર પડી અને આ તો એજ પરી અરે આજ પદમા છે,
મેં તેને વિનંતી ના ભાવથી કહ્યું કે મારે તમારી નોટ્સ જોઈએ છે, આપશો...
તે તો મારો અવાજ સાંભળીને થંભી જ ગઇ એકીટશે મારી સામું જોઇ રહી
ગૌવર્ણ ઊંચો પાતળો બાંધો હેન્ડસમ ગામડિયો યુવાન, તેના મો પર તેજ છલકાતું છે, ખુમારી દેખાય છે, તેના અવાજમાં ગજબ નો રણકો છે, અરેઆ તો તે જ છોકરો છે, તેની બહેનપણી બોલી શું થયું પદમા ,કંઈ નહી
અને તે ગુસ્સામાં બોલી હું શું કામ તને નોટ્સ આપુ ,
તેવું બોલી ને ત્યાંથી ચાલી ગઇ..
હવે શું કરીશ નોટસ કોની પાસેથી લઈશ અને રિશેષ નોસમય પૂરો થઈ ગયો,
લેક્ચર શરુ થયું આજનીનોટ્સ તો મેં બરાબર લખી ,પણ સરે એવું કીધું કે બીજા દિવસની નોટ્સ ઉતારીને તૈયાર કરી લેવી
હવે ક્લાસમાં તો બીજા દિવસે મેં જ નોટ્સ લખેલી તેના સિવાય તો કોઈએ લખીજ નહોતી
એટલે આકાશ મારી નોટસ માગી લીધી,
મેં તેને કહ્યું હતું કે બેસીને જ કાલે તો રાતે મારે લખવા માટે જોઈશે અને આકાશે લખવા માટે મારી નોટસ લીધી મારું લખાણ જોઇને ચમક્યો આટલું સુંદર લખાણ ,અરે યાર શું અક્ષર છે ?
આખા ક્લાસમાં સંભળાયું પદમા મિન્સ પરી ઊંચું જોયું ,
અને બોલી આકાશ નોટસ લખી હોય તો, મને આપજે ,
પદમા મેં નથી લખી, મારા મિત્ર એ લખી છે,
અને તેને મારા સામું જોયું,
તે લખી છે !
તુ શું લખવાનો? કહી પગ પછાડીને ચાલી, મને તો એ જ ખબર નથી પડતી કે મેં એનું શું બગાડ્યુ છે ,
અને કોલેજ પૂરી થતા હું પાછો મારા કામના સ્થળે આવ્યો ,
આવતારસ્તા માં નાસ્તો કરતો આવ્યો હતો,
હવે ત્રણ વાગ્યાથી કામે ચઢવાનું હતું,
આવીને થોડોક આરામ કર્યો અને કામનો સમય થઈ ગયો, રામજીકાકા બધાનું કામ સંભાળતા તેમને મને બોલાવ્યો,
તારું કામ મહેશ આ તૈયાર થયેલો માલ તારે તગારા મા ભરી ઉપરના માળે પહોંચાડવાનો છે અને હું મારું કામ કરવા તૈયાર થઈ ગયો , મારે તો બનેલા માલ ના તગારા જ ભરવાના હતા,
ને ચહેરા પર ખુશી હતી, કે હાશ સારું મહેનતનું કામ મળ્યું ,
પણ જેમ જેમ કામ કરતો ગયો તેમ શરીર દુખવા લાગ્યું કોઈ દિવસ આવું કામ કરેલું નહી,
સાત વાગ્યે મારે કામ પૂરું થયું,
ત્યારે તો શરીર પણ કામ આપતું ન હતું
રોજ રોજ તો કોણ ખવડાવે પણ રામજીકાકા દયાળુ હતા,
તેમને આજે પણ મને ખવડાવ્યુ અને કહ્યું કે હું રસોઇ નો સામાન ન ખરીદુ ત્યા સુધી અહીં જમી લેજે
મે નક્કી કર્યું કે જેટલા દિવસ ખાઇશ એટલા દિવસ ના પૈસા આપી દઇશ,
અને પછી રસોઈ ના સાધન વસાવી લઇશ...

મને આજે તો પાથરવાનું મન નહોતું થતુ અને ઊંઘવા આડો પડ્યો,
મારી મા યાદ આવવા લાગી, કદાચ ગામમાં રહ્યો હોત તો આ બધું કામ ના કરવું પડત,
પણ હવે શું? મારું સપનું મને અહી સુધી લાવ્યુ છે!
અને ક્યારે ઊંઘી ગયો તે મને પણ ખબર ના પડી ,અને સવાર પડી ગઈ ,
સવારે ઊઠીને બેઠો હતો, અને રામજી કાકા મારી પાસે આવીને બેઠા,
અને બોલ્યા તને એક વાત પૂછું,
પૂછો ને કાકા
તુ કોલેજની સાથે કામ પણ કરે છે, શું તારે મા બાપ નથી!
મને તો એમની વાત સાંભળીને આંચકો લાગ્યો,
કેમ કાકા એવું પૂછ્યું?
મેં તો કોઈ કોલેજ કરતા છોકરાને કામ કરતો જોયો નથી, અને કોઈ મા બાપને મદદ કરવા કામ કરતો હોય તો તે કામના સ્થળે તો રોકાય નહીં..
હું આ દુનિયામાં એકલો છુ!
એવો સવાલ મારી સામે વારંવાર આવશે!
હું શું કહું રામજીકાકા ને કે હું ઘરેથી ભાગીને આવ્યો છું,
કે હું જાતે કરીને અનાથ બન્યો છું,
મેં જવાબ આપવાનું ટાળ્યુ પણ હું ક્યાં સુધી જવાબ નહી આપુ?
એક દિવસ તો જવાબ આપવો જ પડશે ને
હું શું કરું?
""કિસ્મત કયો વળાંક ક્યારે લે છે, તેનીયે ક્યાં ખબર છે"
( શું મહેશભાઈ રામજીકાકા સાચી હકીકત જણાવશે કે પછી વાત ને ટાળી દેશે
આગળ ના ભાગમાં)