" સૌંદર્યા - એક રહસ્ય "( ભાગ-૧૬)
"સૌંદર્યા- એક રહસ્ય " ના ભાગ -૧૫ માં જોયું કે સૌંદર્યા પોતાના માં બાપના ઘરે આવે છે .પોતે સૌરભ જ છે એની નીશાનીઓ પોતાની મમ્મી ને કહે છે.સૌરભની મમ્મી માની લે છે.પાયલને આ વાતની જાણ સૌંદર્યા કરે છે.....પણ પાયલ એને મુકુંદ સાથે લગ્ન કરવાની સલાહ આપે છે.સૌદર્યા ના પાડે છે. પાયલ સૌંદર્યા ને વિજય થી દૂર રહેવા જણાવે છે. શહેર છોડીને જતા રહેવાની સલાહ આપે છે......હવે આગળ....
પાયલ એક્ટિવા પર સૌંદર્યાને એના ઘરે મુકી જાય છે.
સૌંદર્યા પાયલની વાત સાંભળીને નિરાશ થાય છે.વિચારે છે કે પપ્પા આવશે તો શું થશે?
સૌરભના પપ્પા થોડા મોડા આવે છે.સૌરભની મમ્મી સૌંદર્યા ની ઓળખ આપે છે.કહે છે કે આજ આપણો સૌરભ છે.
પણ...પણ.. સૌરભના પપ્પા માનવા તૈયાર થતાં નથી.
બોલે છે:-" જો સૌંદર્યા અમે તને ઓળખતા નથી..પણ તું સૌરભના સમાચાર લાવી છે તો બે દિવસ થી વધારે મારા ઘરમાં રહી શકીશ નહીં."
સૌંદર્યા:-" પપ્પા, જો તમને એવું લાગે તો હું બે દિવસ પછી જતી રહીશ..પણ મારી વાત સાભળો."
સૌંદર્યા રડી પડે છે.બોલી:-" પપ્પા જ્યારે હું નાનો હતો ત્યારે તોફાન કરતો હતો ત્યારે તમે મારો ડાબો કાન પકડીને મને સજા આપતા.એ દિવસે મને જમવા મલતુ નહીં..પણ મમ્મી છાની માની મને જમવા આપતી.. પછી તમે મને ખોળામાં લઇ ને વ્હાલ કરતા.યાદ છે ને પપ્પા.!"
"હા,પણ તું જ સૌરભ છે એ હું ના માનું."
"પપ્પા તમને ખબર છે એક વર્ષ પહેલાં તમને એક મેમો મલ્યો હતો.તમને કોઈ કેસ માં ખોટી રીતે ફસાવવામાં આવ્યા હતા.તમે નિરાશ થઈ ને જોબ છોડવાની વાત કરતા હતા."
"હા, મેં સૌરભને કહ્યું હતું."
"પછી પપ્પા મેં તમને સમજાવ્યા.તમને આપેલા મેમાનો જવાબ લખી આપ્યો હતો..તમારા બોસ ને તમારી પ્રમાણિકતાની ખબર પડી.ને તમને ફસાવનારને તમારા બોસે રંગે હાથ ઝડપી લીધો હાથે..યાદ છે ને.. પપ્પા આ વાત તમે ને હું સૌરભ જ જાણીએ છીએ."
"હા, બેટા તારી વાત સાચી છે..જો તું સૌરભ છે તો મને બધી વાત ફરીથી કહે."
સૌંદર્યા બધી વાત પોતાના પપ્પા ને કહે છે." ચંદ્ર કલા માં " સાથે વાત કરાવે છે. પછી સૌરભના પપ્પા સૌંદર્યાને પોતાનો સૌરભ જ છે એમ માને છે.
બીજા દિવસે સવારે....
સૌરભ ના પપ્પા:-" જો બેટી, આજથી તું મારી દિકરી. હવે મને દિકરા અને દિકરી વચ્ચે ભેદ રાખવો નહીં એ સમજાયું.તારી મમ્મી ની ભાવના હું સમજી શક્યો નહીં..એને મેં દુઃખી કરી હતી."
" પપ્પા તમે મને સ્વિકારી લીધી એ જ બહુ છે..મારી મમ્મીને હું સારી રીતે ઓળખું છું.એમને તમારા પ્રત્યે ઘણી લાગણીઓ છે.. પપ્પા, હું તમને ભારરૂપ નહીં બનું..નાની મોટી જોબ તો મલી જશે.. ત્યાં સુધી ટ્યુશન કરીશ."
"બેટી, તું ચિંતા ના કર.તારો ખર્ચો મને ભાર રૂપ નથી...પણ..બેટા.. આ સમાજ..ને..આ આડોશી પાડોશી ને જ્યારે આ વાત ની ખબર પડશે તો તને અને તારી મમ્મી નું જીવવું મુશ્કેલ બનાવી દેશે...મારી એક વાત માનીશ."
"હા,બોલો પપ્પા.તમે જે કહેશો એ હું માનીશ."
"બેટી, ઈડર વાળી માસીનું ઘર છે.એની ચાવી પણ આપણી પાસે છે..તો તું અને તારી મમ્મી થોડો મહિના ત્યાં રહેવા જાવ. હું તારા મામા ને વાત કરીશ.એ ના પાડશે નહીં.. હું દર શનિવારે રાત્રે ઈડર આવીશ. થોડા મહિના જ માટે.. પછી હું વિકલ્પ વિચારીશ."
"ઓકે.. પપ્પા..તમે કેટલા સારા છો." સૌંદર્યા રડી પડી.પોતાના પપ્પા ને પગે લાગી.
સૌરભના પપ્પા લાગણીશીલ થયા.
સૌદર્યાના માથા પર હાથ રાખીને બોલ્યા-" બેટી તું ચિંતા ના કરીશ.ઈશ્વર તારું ભલું કરશે..જો આજે તારા માટે એક સરપ્રાઈઝ લાવવાનો છું."
સૌરભના પપ્પા જમી ને ઓફિસ જવા રવાના થયા.
હવે માં અને દિકરી એ ઘરમાં રહી ને ઝડપભેર કામ કર્યું.
"દિકરી, તું ઘરકામમાં હોશિયાર છે.કોણે આ શીખવાડ્યું?"
"મમ્મી,આ બધું કામ ' માં ચંદ્ર કલા માં, ગૌરીદીદી, કલ્યાણી દીદી એ શીખવાડ્યું."
વાહ.. ઘણું સરસ મારી દિકરી બધું શીખી રહી છે."
"મમ્મી, શું લાગે છે?"
"શેના માટે કહે છે?"
"મમ્મી, આપણે ઈડર ક્યારે જવાનું છે?. ને પપ્પા શેની સરપ્રાઈઝ આપશે?"
સૌરભની મમ્મી હસી ને બોલી:-"તારા પપ્પા ખુશ હોય તો આવું બોલે છે.એ મારા માટે સાડી લાવશે અને તારા માટે ઝાંઝર લાવશે."
સૌંદર્યા ખુશ થઈ ને બોલી:-" પણ મમ્મી તને કેવી રીતે ખબર?"
સૌરભ ની મમ્મી:-" જો તારા પપ્પા કાયમ મને કહે કે જો સૌરભના લગ્ન થાય તો એની વહુને દિકરી જ માનવી.એના માટે ઝાંઝર તો હું જ લાવીશ.તારા પપ્પા ને તું દિકરી બનીને આવી એટલે ખુશ થયા છે."
સાંજે સૌરભના પપ્પા આવ્યા.
બોલ્યા:-" બેટી ,તારા માટે આ બે ડ્રેસ મટિરીયલ લાવ્યો છું.જો આ દિપટેક્ષની બાંધણીનો ડ્રેસ મટિરીયલ અને આ બીજો મયુર નો ડ્રેસ મટિરીયલ છે.તને ગમશે ને? જો ના ગમે તો કાલે બદલાવી લાવીશ.મારા એક ઓળખીતાની શોપમાં થી લાવ્યો છું.જો આ સૂરતની બે સાડીઓ લાવ્યો છું.એક તારી મમ્મી માટે અને બીજી તારા માટે..સાથે જો આ તારા માટે ઝાંઝર લાવ્યો છું.મારી દિકરી તો ઝાંઝર પહેરશે ને?"
સૌંદર્યા આ જોઈ ને ખુશ થઈ.ખુશીના આંસુ આવી ગયાં.
બોલી:-" પપ્પા,મને તો તમે સ્વિકારી લીધી એજ બહુ છે..આ શ્રાપ પુરો થતા હું સૌરભ બનીશ.તમારી જેટલી સેવા કરૂં એટલી ઓછી..આ લાવ્યા ના હોત તો પણ ચાલતું."
" જો બેટા,વાસ્તવિકતા સ્વિકારી લીધી છે. હવે તારૂં લગ્ન કરાવીને અમે બંને હરદ્વાર થોડો સમય રહેવા જતા રહીશું. હવે તારે અને તારી મમ્મી એ પરમ દિવસે ઈડર જવાનું છે.. મેં તારા મામા સાથે વાત કરી સહમતી લીધી છે. હું તમને મુકવા આવીશ.પછી દર રવિવારે ઈડર આવીશ."
"સારું પપ્પા"
"પણ હા બેટા તમે એકલા રહેવાના છો એટલે સાવચેતી રાખવી."
"હા, પપ્પા તમને ખબર છે કે મેં કરાટેના ક્લાસ કરેલા છે.તેમજ કોલેજ માં NCC પણ. હું મારી સાથે બેગમાં નાનું ચપ્પુ તેમજ ચીલી સ્પ્રે પણ રાખું છું. તમે ચિંતા ના કરતા.અમારી સુરક્ષા કરી શકીશું."
ત્રીજા દિવસે સૌરભના પપ્પા સૌંદર્યા અને એની મમ્મી ને ઈડરના ઘરે મુકી જાય છે.
સૌરભના પપ્પા:-" જો બેટી, આવતા રવિવારે જરૂરી ચીજવસ્તુઓ ,સિલાઇ મશીન અમદાવાદ થી ટેમ્પામાં લાવીશ.. થોડા વખત પછી જોબ છોડી દેવાનો છું તમારી પાસે રહેવા આવી જઈશ."
બે દિવસમાં ઘર રહેવા લાયક બનાવી દે છે..
હવે શ્રાવણ મહિના ની શરૂઆત થઈ હોય છે.
સૌરભની મમ્મી સૌંદર્યા ને 'માં' અંબાજીનો મહિમા, દેવી સુક્તમ,સ્તુતિ અને આનંદનો ગરબો શીખવાડી દે છે.
સૌરભની મમ્મી સૌંદર્યાને સિલાઇ કામ પણ શીખવાડી દે છે..
શ્રાવણ મહિનાની બીજના દિવસે સૌંદર્યા લાલ સાડી પહેરી ને અંબાજી ગબ્બર ના દર્શન કરવા જાય છે.
માતાજીની સ્તુતિ અને આનંદનો ગરબો ભક્તિ ભાવથી કરે છે.
માં અંબાજીના દર્શન કરે છે. આ દિવસે સૌંદર્યા ઉપવાસ પણ રાખતી હોય છે.
એક દિવસ પાયલનો મેસેજ આવે છે." તું અમદાવાદ છોડી ને ઈડર રહેવા ગઈ એ માટે તારો આભાર માનું છું.. કોઈ કામ હોય તો કોલ કરજે."
છ મહિના પછી સૌરભના પપ્પા જોબમાં રાજીનામું મુકીને ઈડર રહેવા આવી જાય છે.
આમ ને આમ અષાઢ મહિનો આવે છે.
સૌરભ ના પપ્પા અને મમ્મી ચાતુર્માસ કરવા હરદ્વાર જવાના હોય છે.
સૌંદર્યા ને સલાહ સુચનો અને જરૂરી રૂપિયા આપીને જાય છે.
સૌરભના પપ્પા:-" દિકરી ,અમે હરદ્વાર જઇએ છીએ. તારૂં ધ્યાન રાખજે.તારા બધા મિત્રોના લગ્ન થઇ ગયા છે.જો તને કોઈ છોકરો ગમતો હોય તો કહે. જબલપુરનો હોય તો પણ કહેજે.આમ તો તારા લગ્ન કરાવીને જ જવું હતું..જો આ સમય દરમિયાન તને કોઈ યુવાન ગમે તો ....લગ્ન કરી દેજે.અમારી રાહ જોઈશ નહીં. ફોન કરતી રહેજે."
આમ બોલીને ગળગળા થઈ ગયા.
ટ્રાવેલ્સ ટુરમાં સૌરભના પપ્પા અને મમ્મી હરદ્વાર જાય છે.
અષાઢ મહિનાની ગુપ્ત નવરાત્રિ શરૂ થાય છે.. સૌંદર્યા બીજના દિવસના બદલે સાતમના દિવસે અંબાજી દર્શન કરવા જતી હોય છે...
એ વખતે પાયલનો મેસેજ આવે છે કે મુકુંદ ઓસ્ટ્રેલિયામાં કોઈ પંજાબી છોકરી સાથે રિલેશન શીપમાં રહે છે.ટુક સમયમાં લગ્ન કરવાના છે....
સૌંદર્યા મનમાં....હાશ સારું થયું...જે થાય છે...એ સારા માટે જ હશે...ઈશ્વરે મારા માટે કંઈ ક બીજું જ વિચાર્યું હશે..." માં " એ કહ્યું હતું કે એક વર્ષ માં...તો..તો..મનનો માણીગર મલી જશે. જોઇએ... માં અંબાજી એ મારા નસીબ માં શું લખ્યું હશે?.. મારૂં દીલ કહે છે કે આજે કંઈ અજુગતું બનવાનું છે.. ઈશ્વર ને ગમે એ ખરૂં...
સૌંદર્યા માતાજીનું નામ લઈને અંબાજી ગબ્બર દર્શન કરવા જાય છે.આજે સૌંદર્યા શણગાર સજીને લાલ સાડી પહેરીને જાય છે.દર વખત ની જેમ ઉપવાસ કર્યો હોય છે.
પહેરી લાલ સાડી,
ને માથે ગજરો શોભે,
કંઈ ક આશાઓ માં,
નારી સુંદર દીશે,
છાબમાં પુષ્પ ચુંદડી,
પ્રસાદ કંકુ ધરે,
શ્રદ્ધા અને ભક્તિ થી,
' માં ' ને શીશ નમે,
આનંદનો ગરબો અને,
દેવી સુક્તમ કરે,
' માં ' ના આશીષ પણ,
સાથે સાથે મલે,
સૌંદર્યા ભક્તિ ભાવથી 'માં અંબાજી ' ની આરાધના કરતી આનંદનો ગરબો અને દેવી સુક્તમના પાઠ કરે છે.
યા દેવી સર્વભૂતેષુ શ્રધ્ધા રૂપેણ સંસ્થિતા,
નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમો નમઃ,
યા દેવી સર્વભૂતેષુ સ્મૃતિ રૂપેણ સંસ્થિતા,
નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમો નમઃ,
યા દેવી સર્વભૂતેષુ દયા રૂપેણ સંસ્થિતા,
નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમો નમઃ,
દર્શન કરીને સૌંદર્યા ધીમે ધીમે ગબ્બર ઉતરતી હોય છે.
સવારની ઠંડક ઓછી થતી હોય છે.
સૂરજની ગરમી વધુ લાગતી હોય છે.
સૌંદર્યા એ ઉપવાસ કર્યો હોય છે.આ ગરમી અને ઉપવાસના કારણે સૌંદર્યા ને થોડી નબળાઈ લાગે છે.
વિચારે છે કે ગબ્બર નીચે ઉતરી ને લીંબુ શરબત પીશ.
ગબ્બર પર પગદંડી પર જવા આવવાની અવર જવર ઓછી હોય છે.
.....અચાનક સૌંદર્યાને ગભરામણ થાય છે.. લાગે છે કે ચક્કર આવશે.. એ ધીમે ધીમે ઉતરતી હોય છે...
એક તો નબળાઈ લાગતી હોય છે..અને ચક્કર જેવું આવતું હોય છે.. સૌંદર્યા ને ચાલતા ઠેસ લાગે છે...એ જ વખતે... એક નવયુવાન સાથે અથડાય છે.....
......
સૌંદર્યા એ યુવાન સાથે અથડાય છે .જેથી એ બેલેન્સ ગુમાવે છે..એ ચક્કર ખાઈ ને પડતી હોય છે એ વખતે એ નવયુવાન સૌંદર્યાનો ડાબો હાથ પકડીને ટેકો આપે છે.
એ યુવાન સૌંદર્યાના ડાબા હાથની નીચે રહેલું ટેટુ" સૌંદર્યા " લખેલું જુએ છે.
સૌંદર્યાના આંખે અંધારા આવતા હોય છે. શરીરમાં નબળાઈ અનુભવે છે.....
એ વખતે...
એ યુવાન બોલે છે:-" હે રૂપસુંદરી સૌંદર્યા,તને શું થાય છે?જો હું તને ટેકો આપું છું. मुझे पहचाना?"
સૌંદર્યા માંડ માંડ આંખના ઈશારે ના પાડે છે.
નવયુવાન:-" देख, मैं तेरा धीमान। पहचाना?"
સૌંદર્યા આશ્ચર્ય સાથે ના પાડે છે...કે ...ઓળખતી નથી.
સૌંદર્યા નું હૈયું વધુ ધબકે છે..એને થાય છે ..કે.. ક્યાં ક...આજ..તો..મારો મનનો માણીગર નથી.ને!..
સૌંદર્યા એ યુવાન ને ધારીને જુએ છે.
એ નવયુવાનને ક્રીમ કલરનો કુર્તો અને ચુડીદાર પાયજામો પહેરેલો હોય છે.
એ યુવાન સુંદર,સોહામણો,નીલી આંખો વાળો, લાંબો અને ખડતલ , વિશાળ બાહુ ધરાવતો હોય છે. જમણા ગાલ પર તલ અને લાંબી પતલી મુછોમાં સોહામણો લાગતો હોય છે.
સૌંદર્યાને જોતા જ ગમી જાય છે.
એના આંખોના પોપચાં બંધ થવા જતા હોય છે.
એ નવયુવાન સૌંદર્યાને પોતાના બે બાહુમાં ઉપાડે છે.
બોલે છે:-देख , मुझे पहचान। मैं तेरा धीमान,तेरे लिए आया हुं। मैं बताता हु।तेरे बाये हाथ में एक तील है।और बाये पैर में एक जगह birthmark है।....याद आया?... जनम जनम का साथ है,हमारा तुम्हारा.... तुम्हारा ... हमारा।
બંધ પોપચાં હોવા છતાં સૌંદર્યા સાંભળતી હોય છે..એને ઘણી નવાઈ લાગે છે.....અરે..કદાચ...ડો.સુભાષના લગ્ન માં..... એજ તો..નથી..ને.. तेरा पीछा ना छोडुगा सोनीये... વાળો..!
એ આગળ કોઈ નિશાની કહે એ પહેલાં સૌંદર્યા બેભાન થાય છે.
ધીમાન સૌંદર્યાને બે હાથમાં ઉપાડીને ગબ્બર ઉતરે છે.
બેભાન સૌંદર્યા ને હવે બેભાન અવસ્થામાં કંઈ ક દેખાય છે.
એક રાજસ્થાની યુવતી રાજસ્થાની ડ્રેસમાં શણગાર સજી ને પોતાના સાજનને મનાવતી હોય છે.અને રાજસ્થાની ભાષામાં ગીત ગાઈને મનાવતી દેખાય છે.
चूनर ओढी ,
सुरमो सार् यो ,
रखड़ी रतन जड़ाई ,
रंग बिरंगी नौ नौ चूड़्यां ,
हाथा माँय सजाई ,
थे म्हारो सिणगार निहारो ,
दूर दूर मत जाओ,
आओ जी,
हरियाला बन्ना मिलणे री रुत आई......
बन्ना ओ नैणा माँय बसाल्यूं
थाने मनड़े
थाने हिवड़े
रो हार बणाल्यूं
बना चांद कंवर सा ,,,,,
.........અરે...અરે...જે યુવતી સાજન ને મનાવતી હોય છે..એ સાજન..તો..આ નવયુવાન..ધીમાન..જેવો દેખાય છે...ને...ને..એ .. શણગાર સજેલી રાજસ્થાની ડ્રેસ પહેરેલી.. યુવતી.....તો...????.......અરે... મને શું થાય છે?..
( ક્રમશઃ ભાગ-૧૭ માં એ નવયુવાન ધીમાન સૌંદર્યા ને ઓળખે છે.?..આ ધીમાન કોણ છે? સૌંદર્યા ને કેવી રીતે ઓળખે છે? ક્યાં ક ડો.સુભાષના લગ્ન માં પીછો કરનાર નવયુવાન તો નથી ને?.. સૌંદર્યા ને ક્યાં લઇ જવાનો છે.? " માં ચંદ્ર કલા માં " ની આજ્ઞા થી સૌંદર્યા ના લગ્ન થાય છે...અને.... પછી....આવતા ભાગમાં.... રાજસ્થાનમાં...
એક વાગડ દેશનો બંકો જુવાનીયો,
રંગ જાણે એનો લાલ ફાગણીયો,
કંઠે ગરજતો જાણે શ્રાવણિયો, સાવજડો વર્તાય,
નજર્યુંમાં આવી એવો નજરાય,
દલડું ધબક ધબક ધબક ધબક ધબક ધબક થાય..
........
પછી શું થાય છે એ જાણવા માટે વાંચો..
ધારાવાહિક વાર્તા "સૌંદર્યા-એક રહસ્ય".... બધા મિત્રો આ કપરા કાળમાં આનંદ થી...પણ સ્વસ્થ રહીને આવનારા તહેવારો નો આનંદ માણો..જય શ્રી કૃષ્ણ🙏🙏). તા.૦૯/૧૦/૨૦૨૦