શબ્દોની આપલે ના હતી. પણ દિલની વાતો દિલ એકલું કરી રહી હતું. નજરથી નજર મળી ને આસપાસનું બધું જ ભુલાઈ ગયું. અહેસાસ, લાગણી આ બધું તો પહેલેથી જ ખીલેલ હતું. આજે દિલ પ્રેમના અહેસાસમા ખોવાઈ રહયું હતું. શુંભમ આવતા જ સીધો સ્નેહાની રૂમમાં આવ્યો. હજું ફોટા સુટિગ બાકી હતું. સ્નેહા અને નિરાલી બંને એકલી જ હતી. સ્નેહાએ નિરાલીની ઓળખાણ કરાવી. શુંભમની સાથે શુંભમના કાકાનો છોકરો હતો. હજું સંગાઈના મૃહર્તમા થોડો સમય બાકી હતો ત્યાં સુધીમાં બંનેનું ફોટા સુટિંગ શરૂ થઈ ગયું.
કેમેરાની સામે નજર મળતી ને એમજ કંઈ કહયા વગરના પોઝ થઈ જતા. આજે બંને અંજાણ નહોતો આજે જાણે વર્ષોથી એકબીજા સાથે રહેતા હોય તેવું લાગી રહયું હતું. શુંભમના સ્પર્શથી સ્નેહાને અજીબ નહોતું લાગી રહયું. દિલ ધબકતું જરૂર હતું પણ તેની બાહોમા ખોવાઈ રહયું હતું. ફોટા માટે આપવામાં આવી રહેલા પોઝ બંનેને વધું નજીક લાવી રહયા હતા. આખોમાં આખ પરોવાઈ જતી ને વગર કંઈ કહે લાગણી સમજાય જતી હતી. આ સ્નેહ કેરા બંધનની પ્રિત એમ જ અહેસાસ બની ખીલી જતી હતી.
કયારેક શુંભમની બાહોમા, તો કયારેક તેના હાથમાં હાથ તો કયારેક તેની આખોમાં આંખ. એક નજર મળતી ને બીજી નજર કેમેરા સામે કેદ થઈ જતી. ફોટો સુટિગ પુરું થયું ને બંને એકબીજાથી અલગ થયા. બધાની સામે એકબીજાની તારીફ ના થઈ શકે એટલે જ ઈશારાથી તારીફ થઈ રહી હતી.
સંગાઈનું મૃહર્ત શરૂ થતા જ બંનેને એકસાથે નીચે બોલાવવામાં આવ્યાને બંને બે અલગ અલગ બાજોઠ ઉપર બેઠા. અહીના રિવાજ મુંજબ સંગાઈની પહેલી ચૂંદડી બેજોડ પર બેસીને ઉઠાડવામા આવતી. હાથમાં કંકુનો ચાંદલો કરી તેના પર મગ મુકી બંનેના હાથમાં શ્રીફળ મુકવામાં આવ્યું. રીત રિવાજોમાં જે રસમ જરૂરી હતી તે રસમની શરૂઆત થઈ ગઈ. સ્નેહાના માથે સંગાઈની ચુંદડી ઉઠાડી તેના સાસુએ બીજા બધા ઘરેણા પહેરવા. છોકરીના માથે જયારે આ સંગાઈની ચુંદડી ઉઠાડાઈ જાય છે એટલે તે કોઈના ઘરની વહું બની ગઈ કહેવાય.
સ્નેહાનો સંબધ આજે એક બીજા પરિવાર સાથે જોડાઈ રહયો છે ને શુંભમનો સંબધ સ્નેહાના પરિવાર સાથે. બધી જ રસમો પુરી થઈ ને છેલ્લે સંગાસંબધીના દુઃખણા વિધી પુરા થયા. શુંભમ અને સ્નેહા બાજોઠ પરથી ઊભા થયા ને બંનેએ એકબીજાના હાથમાં સંગાઈની વિટી પહેરાવી. હાથમાં હાથ અને જીવનભરનો સાથ આ વીટીની સાથે જ જોડાઈ ગયો. સ્નેહાના ચહેરા પર ખુશી પથરાઈ રહી હતી. રસમો પુરી થઈ ને બધા પોતપોતાના કામમાં ગોઠવાઈ ગયા.
જમવામાં હજું સમય હતો ને બધા એમ જ ફ્રી થઈ બેઠા હતા. સ્નેહા અને શુંભમ તે બધાથી દુર એક અલગ રૂમમાં જ્ઇ બેઠા હતા. હવે તેને કોઈ રોકવા વાળું નહોતું. હવે તેની પાસે સગાઈ નામનું લાઈસન્સ હતું. બંને એકલા જ એકબીજાની બાહોમા બેસી ઉપર રૂમમાં વાતો કરી રહયા હતા.
"કેટલું અજીબ છે ને આ બધું શુંભમ. એક સમયે આપણે ફોન પર વાતો કરવા પણ વિચાર કરવો પડતો ને આજે આમ બધાની સામે આપણે એકલા બેસી વાતો કરી શકયે છીએ." સ્નેહાએ તેમનો દિલના અહેસાસને શબ્દોમાં ભરતા કહયું.
"આ સંબધ ફેમિલી સાથે જોડાયેલો છે એટલે. જો કદાચ આ સંબધ તારા અને મારા વચ્ચે જ હોત તો શાયદ આ બધું શકય ના બનત. થેન્કયું સ્નેહા. " શુંભમે સ્નેહા સામે નજર કરતા કહયું.
"કેમ થેન્કયું...?"" સ્નેહાએ પુછ્યું.
"મને આ ખુબસુરત પળનો અહેસાસ કરાવા. શાયદ હું કોઈ બીજા સાથે હોત તો આ પળ નો મને કયારે પણ અહેસાસ ના થાત. જયા પ્રેમ તો હોત પણ પરિવારનો સાથ ના હોત. "
"તમારું ને મારું મળવું એક ખાલી સંજોગ છે. આમા મે કંઈ નથી કર્યું. જો કિસ્મત આપણને મળાવત જ નહીં તો આ પ્રેમ સફરની દુનિયા કંઈક અલગ જ હોત. ના હું તમને ઓળખતી હોત ના તમે મને. એક અનજાન સફર પર આપણે બંને એકબીજાથી હંમેશા અંજાન જ બની રહેતા હોત. "
"ખરેખર પણ આ કિસ્મતનો ખેલ પણ કેટલો અજીબ છે. જેની પાછળ આપણે ભાંગીયે છીએ તે આપણને નથી મળતું ને જયારે તેને છોડી આગળ વધવાની કોશિશ કરીએ છીએ ત્યારે તે ફરી જિંદગી બનવા આવી જાય છે."
"આ બધી જ વાતો વિશ્વાસની હોય છે. જો પોતાના પર વિશ્વાસ હોય તો બધું જ બરાબર જ ચાલે છે. આપણો પ્રેમ સાચો હતો એટલે કિસ્મત આપણને અલગ ના કરી શકી. "
"તું કિસ્મતમા વધારે માને કે તારા વિશ્વાસને...???" શુંભમે એમ જ વાતોમાં સ્નેહાને સવાલ કરી દીધો.
"મારા દિલના વિશ્વાસને. જો તે છે તો કિસ્મત મારી સાથે જ છે . ને તમે...??"
"તારા વિશ્વાસને..."
"મતલબ તમે મારા વિશ્વાસ પર જ બધો આધાર રાખો છો..??તે કયારેક ડગમગી ગયો તો..!!"
"મને પણ વિશ્વાસ છે ને તે કયારે પણ ના ડગમગી શકે. " વાતોનો ડોર બંને વચ્ચે એમ જ ચાલી રહયો હતો ને જમવાનો સમય થવા આવ્યો હતો.
અજીબ ગજબ વાતો જે હવે કયાં ખુટવાની હતી. સમય કરતા વાતો વધારે થઈ રહી હતી. શુંભમના ફોનમાં રીંગ વાગી ને તે બંને રૂમમાંથી બહાર આવ્યાં. જમવાનો પ્રોગ્રામ બહાર પાસેની એક હોટલમાં રાખવામાં આવ્યો હતો. જેમાં શુંભમનો પરિવાર અને સ્નેહાનો પરિવાર એમ કરી સો થી વધારે લોકો થઈ ગયા હતા. ઘણા ખરા ત્યા પહોંચી ગયા હતા ને ઘણા ખરા હજું ઘરે જ હતા. સ્નેહા અને શુંભમ બંને એકસાથે જ એકગાડીમાં બેસી હોટલ પહોચ્યા.
જમવાની વ્યવસ્થા બહું જ સરસ રીતે કરેલ હતી. એક ટેબલમા વેવાઈ વેવાઈ હતા. બીજી ટેબલ પર બીજા બધા રીલેટીવ. ને એક અલગ ટેબલ પર સ્નેહા, શુંભમ અને તેના બધા ફેન્ડ ને સાથે સપના અને સ્નેહાના જીજું પણ બેઠા હતા. બધા જ પોતપોતાની રીતે વાતોએ લાગ્યા હતા.
વેવાઈ-વેવાઈ એકબીજાની ઓળખાણો બનાવી રહયા હતા. તો બીજી ટેબલ બેઠેલ રીલેટીવ સ્નેહા અને શુંભમની જોડી કેવી છે તે વિશે ચર્ચા કરી રહયા હતા. જો કોઈને ખ્યાલમાં હોય કે આ બંનેના પ્રેમ સંગાઈ છે તો તે વાત એકબીજાને બતાવી રહયા હતા. સ્નેહા અને શુંભમની સાથે મસ્તીમાં જોડાયેલા તેના ફેન્ડ એક અલગ જ ટેબલ પર બેસી આજના દિવસને વધું ખુશીનો બનાવવાની કોશીશ કરી રહયા હતા. જેમાં કોઈ સેલ્ફી લઇ રહયું હતું તો કોઈ એકબીજાના ફોટો લઇ રહયું હતું.
આ બધાની મસ્તીમાં સૌથી વધારે ખુશ દેખાતા શુંભમ અને સ્નેહા કયારેક એકબીજા સામે નજર મેળવી દિલથી વાતો કરી રહયા હતા. જમવાનું પિરચાઈ ગયું હતું ને બધાએ જ જમવાનું શરૂ કરી દીધું. એકકલાકથી વધારે સમય ખાલી જમવામાં જ પુરો થયો ને બધા ત્યાંથી એકબીજાને મળી પોતપોતાના ઘરે ગયા. સ્નેહા તેમના બહેન જીજૂં સાથે ઘરે ગઈ ને શુંભમ અહીં જ સુરતમાં જ્યાં તેમને ઉતારો લીધો હતો ત્યાં જ ગયો. શુંભમ આજના દિવસ માટે અહીં જ રેહવાનો હતો એટલે બપોર પછી બંને વચ્ચે ફરવાનો પ્લાન પણ બની ગયો.
આ બધું કેટલું અજીબ છે. જે સમાજ છોકરા કે છોકરીને સાથે ચાલવાથી પણ વાતો કરે છે તે જ સમાજ સંગાઈ નામના બંધનમા જોડાઈ ગયા પછી દિવસ રાત સાથે ફરવાની પરમિશન આપી દેઇ છે. પહેલા જયારે જોવા આવે ત્યારે એકબીજાને વાતો કરવા પણ નથી દેતા ને જયારે સંગાઈ થઈ જાઈ પછી રોજના ત્રણ કલાક વાતો કરે તો પણ કંઈ જ કહેતા નથી. ખરેખર આ જ સમાજને સમય સાથે બદલેલો ગણવો કે પહેલાંના કુરિવાજ સાથે જોડાયેલો તે જ કયારેક સમજવું મુશકેલ થઈ જાય છે.
♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥
સ્નેહા અને શુંભમની સંગાઈ થઈ ગઈ ને બંને હવે જેમ રહેવું હોય તેમ રહી શકશે ત્યારે શું સ્નેહા અને શુંભમ અલગ અલગ શહેરમાં હોવાથી તે રોજ મળી શકશે..???સંગાઈ તો થઈ ગઈ હવે લગ્ન કયારે થશે..??શું તેમની સંગાઈની જેમ જ લગ્ન પણ આમ જ ખુશીથી પુરા થશે..?? સ્નેહા અને શુંભમની આ પ્રેમ સંગાઈ પછીની જિંદગી શું મોડ લાવી રહી છે તે જાણવા વાંચતા રહો"લાગણી ભીનો પ્રેમનો અહેસાસ"