Shakti Poojan books and stories free download online pdf in Gujarati

શક્તિપૂજન


આવ્યા નવલા નોરતા માડીના

ભારતમાં કદાચ સહુથી લાંબો અને નિયમિત ઉજવાતો અને આબાલવૃદ્ધ સહુને પ્રિય તેવો આ તહેવારની વિશિષ્ટતા એ છે કે નવ રાત્રીઓનો સમૂહ છે.બ્રહ્મા,વિષ્ણુ અને અનુક્રમે આ સૃષ્ટિનું સર્જન,પાલન અને વિસર્જન કરે છે...પણ આ ત્રીદેવને ઉત્પન્ન કરનાર ખુદ આદ્યશક્તિ છે એવા માતૃશાક્તિને વંદન કરવાનો તહેવાર એક રીતે તો જોઈએ તો નારીશાક્તિ ને ભક્તિની મહતા સમજાવતો અને સ્ત્રીસન્માનની ભાવના સમજાવતો તહેવાર કહીએ તો જરાય અતિશયોક્તિ નથી.

બ્રહ્માંડમાં નવ ગ્રહ,શરીરમાં નવ દ્વાર તેમ દરેક ગ્રહ અને દરેક દ્વારની અધિષ્ઠાત્રી તે નવ દુર્ગા છે.યોગસાધના મુજબ જીવનની નવ કક્ષા છે અને ક્રમશઃ સ્થૂળમાંથી સુક્ષ્મ તરફની ગતિ એમાં દર્શાવવામાં આવેલી છે.યોગીઓના મતે,પ્રથમ નોરતાનો રાગ કાળો,ચોથનો લાલ,નવમાંનો ધવલ છે.મહાકાલીથી લઈને શ્વેત વસ્ત્ર ધારણ કરનાર સરસ્વતી તરફની આ યાત્રા છે..એટલે કે તામસીક્તાથી સાત્વિકતા તરફની ગતિ છે.આવો આજે આ નવદુર્ગાના ભક્તિ,કાળા,અને યોગ માટે મહાન સ્વરૂપોની વિગત જાણીએ.

પ્રથમ નોરતાના દુર્ગાનું નામ શૈલપુત્રી શિવા છે.શિવા એટલે એક મહાન ઔષધિ હરડે છે.જે બધા જ રોગોથી નિર્ભય બનાવનાર છે તેથી તેને અભયાપણ કહેવાય છે.આમ પ્રથમ નોરતું માનવીને અભય બનવાનો સંદેશ આપે છે. ‘માર્કંડેય પુરાણમુજબ બીજું નોરતુંબ્રહ્મચારીણીનું છે.બ્રહ્મ-પાણીને આધારે રહેલ બ્રાહ્મીઔષધી સંધિવા અને વા પર અકસીર અને ઉત્પાતને શાંત કરનારી ઔષધ છે.જે પોતાના ક્રોધ પર કાબુ મેળવી શકે એ જ પરમ શાંતિ પામી શકે એવો સંદેશ બીજું નોરતું આપે છે.પ્રથમ નોરતે ઇચ્છાઓને વશ કાર્ય પછી બીજે પગથીયે ક્રોધકે જેનો રંગ લાલ છે એટલે કાળા વાનના માતાજીએ લાલ વસ્ત્રો પહેર્યા છે.’આવેગને સમજવા માટેનું બીજું નોરતું છે. ત્રીજી દુર્ગા ચંદ્રઘટા છે.જેનો અર્થ ધાત્રી એટલે આમળા જે દાહ,ખંજવાળ,પાંડુરોગ મટાડનારી ઔષધી છે.અદેખાઈ અને ઈર્ષ્યા દાહ પેદા કરે છે.ઈર્ષા એટલે ખંજવાળ,જે કાઠીયાવાડી શબ્દ છે.જે માનસિક રોગ છે.આ રોગોનો ઉપચાર એટલે ધાત્રી...લોભ,ઈર્ષા,વગેરે દુર્ગુણોનો નાશ કરવાનું કામ ચંદ્ર્ઘટા કરે છે.ચોથું નોરતું રાજસી વર્ગનું છે.કુશ્માંન્ડીકા કે જેનું સુક્ષ્મ સ્વરૂપ મોહને નાશ કરનારું છે.આ દુર્ગાનો રંગ લાલ છે.કુશ્માંડ એટલે કોળું.જે પિત શામક ઔષધી અને આકનો કમળો મટાડનાર છે.કમળાનું એક લક્ષણ છે કે જ્યાં પીળું નથી ત્યાં દેખાડે છે.આ મોહ કે ભ્રમ છે.જેને કુશ્માંન્ડીકા દુર કરે છે.આમ,ચોથું નોરતું માનવીની આંખનો કમળો ઉતારનાર અને મોહનો પર્દાફાશ કરનારું છે.

પાંચમું નોરતું મહાલક્ષ્મી રજરજનું મિશ્રણ અને છઠું નોરતું શ્રીનું જે રજસ તત્વ છે.દ્વેષ અને ઈર્ષાના સ્વરૂપને સમજી તેના પર વિજય મેળવવાનો સંદેશ આપે છે.છઠું નોરતું કાત્યાયની એટલે ઔષધી સ્વરૂપ કરિયાતું છે.જે પેટના કૃમિનો નાશ કરે છે.અને વાત-પિત-કફ નામના ૩ દૈત્યનો સંહાર કરે છે.સુક્ષમ રીતે અહી દ્વેષ અને ઈર્ષા પરના વિજયની કથા છે.તામસભાવ અને રાજસભાવ છોડી દુર્ગા હવે સાત્વિક ભાવમાં આવી ગઈ છે.સાતમું નોરતું ગૌરીનું છે.ગૌરી અને કાલરાત્રી એટલે હળદર,જે મહાન એન્ટીસેપ્ટિક છે.રક્ત અને કફના દરેક વિકારો સામે હળદર દુર્ગારૂપ છે.સુક્ષ્મ રીતે માતાજી મદ ઉતારે છે કોઈને મુક્ત નથી એટલે કાલરાત્રી તરીકે ઓળખાય છે.

આઠમું નોરતું રિક્તછે.જેનો સાદો અર્થ માં,ડોળ,દંભવગરના મનથી એટલે કે એ રીતે ખાલી થઇ ગરબા રમવા.મહાગૌરી નું આ નોરતાનો ઔષધીય અર્થનારાયણીએટલે શતાવરી,જેના સેવનથી આકર્ષણ વધે છે સદા અર્થમાં જેનું મુખ્ય કામ બે વ્યક્તિ વચે પ્રેમ વધારવો.શ્વેતરક્ત આ નોરતું સાત્વિકતા,તંદુરસ્તી,સંવાદિતા અને આનંદનો સંકેત છે.અહંકાર વધ નો હેતુ એટલે મહીષાસુરના વધ કરતા સિદ્ધિદાત્રી નાવમાં દુર્ગા છે.અશુભ થી શુભ તરફ જવાનો ઉતમ સંકેત આપતું નવમું નોરતું સ્વભાવ સુધારી,જીવન વધુ સરળ બનાવવાનો હેતુ સ્પષ્ટ કરે છે.સિદ્ધિદાત્રી હર્ષદા એટલે વિજય જેનો ઔષધીય અર્થ છે ભાંગ.જે દુઃખદર્દ ભુલાવે છે.વિજયાદશમી અહંકાર પર વિજયનો ઉત્સવ છે.જીવનમાંથી અહંકારને જડમૂળમાંથી ફેકી,મોકળા મને નાચીએ કુદીએ અને પરસ્પર પ્રીતિ વધારી,જીવ્યું મીઠું કરીએ.એવો સંદેશ આપે છે.

આમ,અતિ રંગરાગથી ઉજવાતો માતૃભક્તિનો આ તહેવાર સમજપૂર્વકની યોજના છે.અને અધ્યાત્મસાધનાનું ઊંડાણ છે. આ વખતે ગરબે ઘુમવા જતી વખતે નવી દ્રષ્ટિથી તેના સંસ્કૃતિક,ધાર્મિક,આધ્યાત્મિક,ષધીય,વૈજ્ઞાનિક મહત્વ સમજી નવરાત્રી મનાવીએ તો જરૂર તેની પાછળનું હાર્દ સાકાર થાય.

હાલે વર્તમાનમાં ચાલી રહેલ કોવીડ 19નીમહામારીએ સહુને ફરજિયાત જૂની અસલ પરંપરા મુજબ બેઠા ગરબા કરવા મજબૂર કર્યા ચ્હે.પીએન કદાચ મારા મત મુજબ, માતાજી પણ એ જ યાદ કરાવવામાગે છે,કે આપણે સહુ અસલ ને મૂળ હેતુથી થોડા દૂર જતાં રહ્યા હતા,તો ચાલો નવરાત્રિનો મૂળ હેતુ સાર્થક થાય એમ શક્તિ પૂજન કરીએ.

NAVRATRI


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED