લવ રિવેન્જ - 31 S I D D H A R T H દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ઈર્ષા

      ईर्ष्यी घृणी न संतुष्टः क्रोधनो त्याशङ्कितः।  परभाग्योपजीव...

  • ફરે તે ફરફરે - 61

    ફરે તે ફરફરે - ૬૧   જુના જમાનાના લેખકો સવારનુ વર્ણન કરત...

  • રાય કરણ ઘેલો - ભાગ 10

    ૧૦ મહારાણીની પ્રેરણા   કાંધલે જે કહ્યું તે સાંભળીને કરણ...

  • ઇડરિયો ગઢ

    ઇડરિયો ગઢવર્ષોથી મનમાં તમન્ના હતી અને એક ગૂજરાતી ફિલ્મ પણ વા...

  • આકર્ષણ બન્યુ જીવનસાથી - 1

    મહિનાનો પહેલો દિવસ અને ઍ પણ સોમવાર. અમારી ઓફિસ મા કોઇ જોબ મા...

શ્રેણી
શેયર કરો

લવ રિવેન્જ - 31

લવ રિવેન્જ

પ્રકરણ-31


“તારી આજુબાજુ નેહાતો નઈને....!?” લાવણ્યાએ સિદ્ધાર્થને પૂછ્યું.

સવારમાં વહેલાં લગભગ સાત વાગ્યે તે સિદ્ધાર્થ સાથે વાત કરી રહી હતી.

“ના લવ....! હજીતો હું જસ્ટ બરોડાં પોંચ્યો છું અને ઘરના કમ્પાઉન્ડમાં કાર પાર્ક કરું છું....!”

“કેમ આટલો લેટ...!?” લાવણ્યા ચિંતાતુર સ્વરમાં બોલી “તું તો બે વાગ્યે અહીંથી નીકળી ગ્યો’તો.....! બે-ત્રણ કલ્લાકમાં તો પોં’ચી જવો જોઈતો તો....!?”

“રસ્તામાં કાર બંધ પડી ગઈતી.....! માંડ-માંડ ચાલુ થઈ છે....!” સિદ્ધાર્થ બોલ્યો.

“ઓહો....! તો તો તું થાકી ગ્યો હોઈશ....!”

“ખરેખર....! હોં....! બવ ભયંકર થાકી ગ્યો છું....!” સિદ્ધાર્થ બોલ્યો “હવે ઊંઘીશ …..! એટ્લે સીધો બપોરે ઊઠીશ.....! “

“સારું....સારું....! તું આરામ કરીલે....! અને નેહા હોય ત્યારે ફોન કે મેસેજ ના કરતો.....! હું પણ નઈ કરું.....! તું....તને ઠીક લાગે ત્યારે ફોન-મેસેજ કરજે....! પણ બવ લેટ ના કરતો.....! જલ્દી...જલ્દી....!”

“હાં...હાં....હાં.....!” સિદ્ધાર્થ હસી પડ્યો “હાં સારું....! ઊઠીને તરતજ વાત કરું....! બાય...!”

“બાય જાન.....!ઉમ્મા....!” લાવણ્યાએ મોબાઇલમાંજ કિસ કરતી હોય એમ એક્શન કરી.

“ઉમ્મા.....! બસ....!” સિદ્ધાર્થ પણ બોલ્યો.

“ઓયે હોયે....! મારી તો સવાર સુધરી ગઈ....! કિસી....! ઉમ્મા.....! ઉમ્મા.....! ઉમ્મા.....! ઉમ્મા.....! હી હી હી …!”

“પાગલ છે હોં તું....!” સિદ્ધાર્થ સ્મિત કરતાં-કરતાં બોલ્યો “ચાલ મૂકું હવે.....બાય....!”

“બાય.....!” લાવણ્યાએ સ્મિત કરીને ફોન કટ કર્યો.

સવાર-સવારમાં પોતાનાં ઘરની બાલ્કનીમાં ઊભેલી લાવણ્યા એકલી-એકલી મલકાઈ રહી.

----

“શું વાત છે....!? આજે બવ મલકાઈ રહી છે....!?” લાવણ્યાના ઘરના કમ્પાઉન્ડના ગેટ આગળ એક્ટિવા લઈને ઊભેલી અંકિતા બોલી.

“અરે.....ચાલ...ચાલ કોલેજ....! મોડું થશે....!” લાવણ્યા એક્ટિવાંની પાછલી સીટ ઉપર બેસતાંજ બોલી.

“ના તું કે તો....! અને આજે આ વ્હાઈટ ટી-શર્ટ.....! બ્લૂ જીન્સ.....!? ચેહરા ઉપર આ રોનક...!?” અંકિતા પાછું જોઈને બોલી “સિદ્ધાર્થ સપનામાં આયો તો કે શું....!?”

“હાં...! સિદ્ધાર્થ આયો’તો...!” અંકિતાની કમર ફરતે પોતાનાં હાથ વીંટાળતાં લાવણ્યા બોલી “પણ સપનામાં નઈ....! સાચેમાં.....!”

“એટ્લે....!?” અંકિતાએ મૂંઝાઈને પૂછ્યું અને એક્ટિવાંનો સેલ મારી એક્સલીલેટર આપ્યું.

“એણે મને સરપ્રાઈઝ આપી દીધી....!” લાવણ્યા બોલી “ગઈ કાલે રાત્રે એ અહિયાં આઈ ગ્યો’તો .....!”

“વ્હોટ....!?” અંકિતા ચોંકી ગઈ.

એક્ટિવાં હવે સોસાયટીની બહાર આવી ગયું. કોલેજ જતાં-જતાં લાવણ્યાએ આખી વાત અંકિતાને કહી સંભળાવી.

-----

“તો તું રાતનાં બે વાગ્યાં સુધી સિડ જોડે રિવરફ્રન્ટ હતી’ને તે મને ફોન કરીને કીધું પણ નઈ...!?” અંકિતા નારાજ થવાનું નાટક કરતાં બોલી.

બંને કોલેજનાં બિલ્ડિંગનાં કોરિડોરમાં ચાલી રહ્યાં હતાં.

“મને એમ કે તું વિવાન જોડે બીઝી હોઈશ....! એટ્લે મેં તને હેરાન નાં કરી....!” લાવણ્યા અંકિતાને ચિડાવતાં બોલી.

“ઓયે....! હું કઈં એની જોડે વાત-બાત નઈ કરતી ઓકે....! એ મારી ટાઈપનો નથી....!” અંકિતા ઘમંડથી પોતાનું મ્હોં ઊંચું કરીને બોલી.

“હમ્મ....! તો પછી હું વિવાન ને કઈ દઉને કે તને એનામાં કોઈ ઇન્ટરેસ્ટ નથી…..! એ બીજી ગોતીલે.....!?” લાવણ્યા તેની આઈબ્રો નચાવીને બોલી.

“તે શું મેરેજ બ્યૂરો જેવું કઈં ખોલ્યું છે....! વાત કરેછે....!” અંકિતા પરાણે પોતાનું હસવું દબાવીને બોલી.

“અરે તમે બેય એ બાજુ ક્યાં જાવ છો.....!?” કોરીડોરમાં પાછળથી ત્રિશાએ બંનેને બૂમ મારી.

અંકિતા અને લાવણ્યાએ અટકી પાછાં ફરીને જોયું.

“કેમ...!? કેન્ટીન બાજુ....!” અંકિતા બોલી.

“અરે પણ બધાંતો લેકચરમાં છે....!” ત્રિશા બોલી.

“તો આપડે પણ લેકચર ભરી લઈએ....!?” લાવણ્યાએ અંકિતા સામે જોઈને પૂછ્યું “હું તો કેટલાં દિવસોથી નથી બેઠી લેકચરમાં....!”

“ખરેખર....!? નવરાત્રિનાં દિવસોમાં લેકચરમાં બોર થવાશે.....!” અંકિતા મોઢું બગાડીને બોલી.

“હાં તો....! લંચ સુધી ભરી લઈએ....! પછી નઈ....!” લાવણ્યા બોલી અને અંકિતા સામે જોઈ રહી.

“ફાઇન....!” અંકિતા બોલી અને ચાલવાં લાગી.

જોડે-જોડે ત્રિશા અને લાવણ્યા પણ. બધાં ક્લાસરૂમ તરફ જવાં લાગ્યાં.

-----

“યાર આ સ્ટેટનો લેકચર.....! કેટલોઓ... બોરિંગ છે....!” લાવણ્યાએ બેન્ચ ઉપર તેની જોડે બેઠેલી અંકિતાને ધીરેથી કહ્યું.

“મેં પે’લ્લાંજ કીધુંતું….!” અંકિતા ધીરેથી મ્હોં બનાવીને બોલી “પણ તારે એક દિવસમાં ટોપર થઈ જવું’તું....!”

“આમાં ટોપર થવાની વાત ક્યાં આઈ....!?” લાવણ્યા ચિડાઈ છતાં ધીરેથી બોલી “મેં બવ દિવસોથી લેકચર નોતો ભર્યો...! અને એમ પણ.....! સિડ વિના ટાઈમ કેમનો કાઢવો...!”

“સિડની જોડે કઈં વાત થઈ....!?” આગળની બેન્ચ ઉપર બેઠેલી કામ્યાએ પાછાં ફરીને ધીરેથી લાવણ્યાને પૂછ્યું.

“અરે ભાઈ સા’બ ગઈ રાત્રે .....!”

“એનો ફોન આઈ ગ્યો....!” અંકિતા કઈં બોલે એ પહેલાં લાવણ્યા વચ્ચે બોલી પડી. તેણે એક નજર અંકિતા સામે જોઈને બેન્ચ નીચે તેણીને પગ મારી ઈશારો કર્યો.

“શું કીધું એણે...!? એ....એ...ક્યારે આવશે.....!?” કામ્યાએ ઉચાટભર્યા સ્વરમાં પૂછ્યું.

“નવમાં નોરતે.....!” લાવણ્યાએ ધીરેથી ટૂંકો જવાબ આપ્યો.

“ઓહ...! બવ વાર છે હજીતો....!” કામ્યા નિ:સાસો નાખતાં બોલી.

લાવણ્યાએ હળવું સ્મિત કર્યું અને કામ્યાનાં ચેહરાંને વાંચવાનો પ્રયત્ન કર્યો.

કામ્યા હવે આગળ ફરી ગઈ.

લાવણ્યા હવે શૂન્યમનસ્ક થઈને વિચારે ચઢી ગઈ.

-----

“પ્રોમિસ કર તું તૈયાર પણ થઈશ અને ગરબાંમાં પણ જઈશ.....!” સિદ્ધાર્થ લાવણ્યાને ફોન ઉપર સમજાવતાં બોલ્યો.

બપોર પછી જાગીને સિદ્ધાર્થે લાવણ્યાને ફોન કર્યો હતો.

“ઊંહુ....! તારાં વગર શું તૈયાર થવાનું ‘ને શું ગરબાંમાં જવાનું....!?” લાવણ્યા નાનાં બાળકની જેમ માથું ધૂણાવીને બોલી.

કોલેજના લેડિઝ રેસ્ટરૂમમાં મિરર સામે જોઈને લાવણ્યા સિદ્ધાર્થ સાથે વાત કરી રહી હતી.

“લવ.....! હું કઉ તો પણ નઈ જાય.....!?”

“તું આવીરીતે બ્લેકમેલ ના કરને.....!”

“આમાં બ્લેકમેલ શું....!? તમે પાર્લરમાં તૈયાર થવાનું પેકેજ લીધું છે....! બધાં પૈસાં વેસ્ટ થોડી કરાય....!” સિદ્ધાર્થ ભારપૂર્વક બોલ્યો “બીજાં બધાંની ફીલિંગ્સનો તો વિચાર કર.....!”

“સારું જઈશ....! ઓકે....!”

“હમ્મ....!”

“તું ઊંઘ્યો સરખું…..!?” લાવણ્યાએ પૂછ્યું.

“હાં....! ઊંઘ્યો....! અને હવે થોડું કામ છે એ પતાવું...! પણ તારું પ્રોમિસ યાદ છેને...!? તારે ગરબાંમાં જવાનું છે....! આજે પણ અને બાકીનાં નોરતે પણ.....!”

“હા સારું....! પણ તને પણ તારું પ્રોમિસ યાદ છેને...!?” લાવણ્યા યાદ કરાવાં લાગી “નવમાં નોરતે મારે તું જોઈએ.....!”

“હાં....હા....! યાદ છે…..! આઈ જઈશ...!”

બંને થોડીવાર મૌન થઈ ગયાં.

“મૂકું હવે....!?” છેવટે સિદ્ધાર્થે કહ્યું.

“હાં ....! પણ....! હવે ક્યારે ફોન કરીશ...!?” લાવણ્યાએ આતુર જીવે પૂછ્યું.

“કામમાંથી ફ્રી થઈને તરતજ કરીશ....!”

“મારેતો આખો દિવસ વાત કરવી હોય છે પણ...! નેહા....! અ....! જવાંદે....!” લાવણ્યા ચિંતાતુર સ્વરમાં બોલી “તુંજ ટાઈમ મલે એટ્લે કરજે અને હાં....! ધ્યાન રાખજે એ સાંભળી ના જાય...! નઈ તો પાછી તને ટોર્ચર કરશે...!”

“હાં સારું....! તું બવ ચિંતા ના કર લવ....! હમ્મ....! ચાલ બાય...!”

“કેમ આજે કિસ નઈ આપે....!?” લાવણ્યા યાદ અપાવતી હોય એમ બોલી.

“હી...હી....! ચાલ હવે મૂકું...!” સિદ્ધાર્થ લાવણ્યાને ચિડાવતો હોય એમ બોલ્યો.

“આપને આવું શું કરે છે....!?” લાવણ્યા નાનાં બાળકની જેમ બોલી.

“અરે તું તો જબરી નારાજ થાય છે...!”

“તો તે સવારે તો આપીતી...! હવે અત્યારે આપવામાં શું વાંધો છે...!?”

“ઉમ્મા....! બસ...!ચાલ બાય...!”

“એ હેલ્લો...! સાંભળતો ખરો...! આવું થોડી કરાય...!” લાવણ્યા બોલી રહી છતાં સિદ્ધાર્થે ફોન કટ કરી દીધો.

“પાછો ફોન કરું...!?” લાવણ્યા મનમાં બબડી “ના...ના....! કદાચ કોઈ આઈ ગ્યું હશે...! એટ્લે ફોન કાપી નાંખ્યો એણે....! એણે કીધું છે એજ કરશે....! ફ્રી પડશે ત્યારે...!”

સિદ્ધાર્થ વિષે વિચારતી-વિચારતી લાવણ્યા છેવટે લેડિઝ રેસ્ટરૂમમાંથી બહાર નીકળી અને કેન્ટીન તરફ જવાં લાગી.

----

“અરે તમે લોકો ક્યાં રઈ ગ્યાં’તા....!” કોલેજનાં ગરબાનાં પાર્ટી પ્લૉટનાં ગેટ આગળ ઊભેલી અંકિતા પ્રેમને ખખડાવતી હોય એમ બોલી “આટલું લેટતો અમે છોકરીઓ પણ નઈ કરતી...!”

અંકિતાની જોડે લાવણ્યા, કામ્યા અને ત્રિશા પણ ઊભાં હતાં. ગરબાં માટે તૈયાર થઈને આવેલી ત્રણેય છોકરીઓ ગ્રૂપનાં છોકારાંઓની વેઇટ કરી રહી હતી. પ્રેમ અને રોનક આવતાંજ અંકિતા બન્નેને ખખડાવવાં લાગી.

“અને ઓલો ડોબો નાં આયો...!?” અંકિતા આજુબાજુ ડાફોળીયાં મારતી બોલી.

“આપડાં ગ્રૂપમાં હવે જાનવરો ક્યારથી આવી ગ્યાં....!?” ત્રિશા અંકિતાની ખેંચતાં બોલી.

બધાં હસી પડ્યાં.

“બધાં આઈ તો ગ્યાં.....! હવે ચાલોને અંદર...! લેટ નઈ થતું...!?” પ્રેમ બોલ્યો.

“અરે નાં....! અંકિતાનું “ડોબું” હજી નઈ આયુને...!” લાવણ્યા તેનો ખભો અંકિતાને મારતાં બોલી “ખબર નઈ ક્યાં ચરતું હશે....!”

“કોણ ક્યાં ચરતું હશે...!?” અંકિતા કઈંક બોલવાંજ જતી હતી ત્યાંજ પાછળથી વિવાનનો અવાજ આવ્યો.

બધાં એ તરફ જોયું. પછી બધાં અંકિતાનું મોઢું જોઈને હસી પડ્યાં. લાવણ્યા પણ ખડખડાટ હસી પડી. અંકિતા વિવાન તરફ જોઈ રહીને પરાણે પોતાનું હસવું દબાવી રહી.

વિવાન મૂંઝાયેલો ચેહરો બનાવીને બધાં સામે જોઈ રહ્યો.

“ચરી લીધું....!?” હવે રોનકે વિવાન સામે જોઈને પૂછ્યું.

“એ હેલ્લો....!” અંકિતાએ રોનક સામે હાથ કર્યો “બસ હવે હોં.....! ચાલો અંદર....!”

પહેલાં અંકિતા પછી વારાફરતી બધાં પાર્ટી પ્લૉટમાં અંદર જવાં લાગ્યાં.

“ પણ મને તો કો’ શું વાત ચાલે છે...!? કોની ચાલે છે....!?” વિવાન જઈ રહેલી લાવણ્યા સામે જોઈને બોલ્યો અને ધિમાં પગલે બધાંની પાછળ ચાલ્યો.

“તું ચાલતો ખરો....! અંદર બઉ બધી ઘાંસ છે.....!” લાવણ્યા હજીપણ અંકિતાને ચિડાવી રહી હતી.

અંદર જઈ રહેલાં બધાં ફરી હસી પડ્યાં. અંકિતાએ પાછાં ફરીને ઘુરકીને લાવણ્યા સામે જોયું. લાવણ્યાએ તેનાં બન્ને કાન પકડી લીધાં.

રાતનાં લગભગ એક વાગ્યા સુધી બધાંએ ગરબાં ગાયાં. લાવણ્યાએ પણ બધાંની સાથે ગરબાં એન્જોય કર્યા. ગરબાં પછી રઘુનાથભાઈ પહેલાં લાવણ્યા પછી અંકિતા, ત્રિશા અને કામ્યાને તેમનાં ઘરે વારાફરતી ડ્રોપ કરી આવ્યાં.

ઘરે આવીને લાવણ્યા ફ્રેશ થઈ પોતાનાં બેડ ઉપર હજીતો આડીજ પડી હતી ત્યાંજ તેનાં ફોનની રિંગ વાગી.

“સિડ....!” લાવણ્યાએ તરતજ બેડ ઉપર બેઠાં થઈને ફોન ઉપાડી લીધો. કૉલ સિદ્ધાર્થનો હતો.

“બસ તનેજ યાદ કરતી’તી.....! તારાંજ ફોનની રાહ જોતી’તી.....!” લાવણ્યા ખુશ થઈને ઝડપથી બોલી ગઈ “યુ નો....! આજેતો અમે બધાંએ અંકિતા અને વિવાનની બઉ ખેંચી...!?”

“એમ....! એવું તો શું કર્યું....!?” સામે છેડેથી સિદ્ધાર્થે પૂછ્યું.

“અરે ઓલરેડી બધાં છોકરાંઓ લેટ આવ્યાં...! ને એમાંય વિવાન તો સૌથી છેલ્લે આવ્યો....!” લાવણ્યા ઉત્સાહપૂર્વક બધી વાત કહેવાં લાગી.

----

“તો તમે લોકો અમને છોકરાંઓને ડોબાં કો’છો એમને.....!?” લાવણ્યાએ માંડીને આખી વાત કર્યા પછી સિદ્ધાર્થે નારાજ થતો હોય એમ પૂછ્યું.

“અરે આવું કેમ કે’છે જાન....!” લાવણ્યા મનાવતી હોય એમ બોલી “મેં ક્યાં એવું કીધું....!? તું મારાંથી કેમ નારાજ થાય છે....!?”

“અરે....! હું તો ખાલી તને છેડું છું....!”

“હમ્મ.....! સાચે નારાજ નઈને....!? તું નારાજ થાય એ મને ના ગમે...!”

“નાં બાબા....! આવી નાની વાતમાં થોડું કોઈ નારાજ થાય...!”

“બવ મિસ થાય છે તું.....!” લાવણ્યા ધિમાં સ્વરમાં બોલી અને બેડમાં પડખે આડી પડી “જલ્દી આવને.....!”

“લવ....! અ...!”

“આખો દિવસ તારાં ફોનની રાહ જોઈ....!” લાવણ્યા હવે સાવ ઢીલી થઈ ગઈ “ન....નેહાની બ....બીકે મેં તને ફોન પણ ના કર્યો.....!”

સામે છેડે સિદ્ધાર્થ થોડીવાર મૌન થઈ ગયો.

“તારી જોડે વાત કર્યા વગર નઈ રે’વાતું.....! તારો અવાજ સ.... સાંભળ્યા વગર...! ચ...ચેન નઈ પડતો.....!”

“લવ.....! અ...! સોરી....! અ...!”

“શ....શું થયું.....!? ક કેમ આમ મૂંઝાયેલો હોય એવું લાગે છે...!?”

“હું તારી જોડે નઈ તોય તને ખબર પડી ગઈ....!?” સિદ્ધાર્થે પૂછ્યું.

“તું જ્યારે મ્મ...મૂંઝાયેલો હોય છેને ત્યારે ખચકાતોજ હોય છે....! અને....અને....! બ....બોલી પણ નઈ શકતો હોતો....!”

સિદ્ધાર્થે એક ઊંડો શ્વાસ ભર્યો. લાવણ્યાને ફોનમાં તેનાં શ્વાસ ભરવાનો અવાજ સંભળાયો.

“બોલને જાન....! શું વાત છે...!?” લાવણ્યાએ ભારપૂર્વક પુછ્યું.

“લવ....! કાલે અને પરમ દિવસે .....! કદાચ મારાંથી વાત નઈ થાય....!” સિદ્ધાર્થે ધીરેથી કહ્યું.

“ક....કેમ...!? શું થયું....!? ન...નેહા સાંભળી ગઈને...!” લાવણ્યા ગભરાઈ ગઈ “મ....મેં તને કીધું’તુંને કે....! કે ....એ હોય ત્યારે તું ફોન ના કરતો.....!”

“ના....! ના...એવું કઈં નથી...!”

“તો...તો...!? ઘરનું કોઈ સાંભળી ગ્યું....!? અરે બાપરે....! ત...તને બોલ્યાંને બધાં મારાં લીધે....!?”

“લવ....! મારી વાત તો સાંભળ....!” સિદ્ધાર્થ લાવણ્યાને શાંત કરાવતાં બોલ્યો “મારે થોડાં કામ માટે સિંહલકોટ જવાનું છે....! અમારાં જુનાં ગામ....!”

“ઓહ...! પણ તું તો બરોડાંનો છેને....!?”

“હાં....! સિંહલકોટ બરોડાંનું છેવાડાંનુંજ એક ગામ છે....! રજવાડી ગામ...! પરમ દિવસે આઠમ છેને...! એટ્લે નૈવેધ છે....! અને પછીનાં દિવસે અમારે ત્યાં થોડું કામ છે...! ત્યાં અ...! પપ્પા હશે....! કદાચ મામા પણ...! અને ત્યાં નેટવર્કના કોઈ ઠેકાણાં નથી....! તો કદાચ....! વાત નઈ થાય....!”

“ક....કોઈ વાંધો નઈ....! ત.....તારાં મામાં જ....જોડે હશેને....! તો....તો...! તું ફોન ના કરતો...!” લાવણ્યા કમને બોલી “ચ...ચાલશે....! હમ્મ....!”

સિદ્ધાર્થ ફરીવાર મૌન થઈ ગયો. તેનાં મૌન થવાથી લાવણ્યાએ તેણીનો ફોન તેનાં કાનમાં વધુ દબાવ્યો જાણે તે સિદ્ધાર્થનાં મૌનને કળવાં મથી રહી હોય. સિદ્ધાર્થ જાણે હજીપણ કઇંક કહેવાં મથતો હોય એવું લાવણ્યાને અનુભવાયું. તેનાં શ્વાસ લેવાનો અવાજ લાવણ્યાને ફોનમાં સંભળાઈ રહ્યો હતો.

“સિડ.....! બ....બેબી.....! કોઈ પ્રોબ્લેમ હોય તો કે’ને .....!”

“દશેરાંનાં દિવસે સાંજે યૂથ ફેસ્ટિવલ શરું થાય છે....!” સિદ્ધાર્થ બોલ્યો.

“હમ્મ....! ખબર છે....! તું પણ આઈશને....! તારે સોંગ ગાવાનું છે યાદ છેને..!?

“હાં....! અ....! યાદ છે....!અમ્મ...!”

સિદ્ધાર્થ ફરીવાર બોલતાં-બોલતાં અટકી ગયો.

“ બેયબી...! શું કેવું છે તારે....!? હમ્મ...! બોલને....!”

“નેહા હજી અહિયાંજ છે....! બ....બરોડાંમાં.....!” સિદ્ધાર્થ ધીરેથી બોલ્યો.

“હાં....! ખબર છે....! હજી એ કોલેજ નથી આઈ....! એટ્લે મને લાગ્યુંજ....!” લાવણ્યા ચિંતાતુર સ્વરમાં બોલી “એ તને ટ...ટોર્ચર કરે છેને...!? હેં ને...!?”

“લવ....! અ...! તું તો જાણે છે કે એ યૂથ ફેસ્ટિવલની કોઓર્ડિનેટર છે....!”

“હમ્મ.....! ખબર છે...!”

“યૂથ ફેસ્ટિવલ માટે એણે એને જોઈતી વસ્તુઓનું લિસ્ટ બનાવ્યું છે....! અને આવતી કાલે મારે એને શોપિંગ માટે લઈ જવાની છે....!”

“શ....શોપિંગ....!?” લાવણ્યાનો જીવ જાણે અદ્ધર થઈ ગયો “ત.....ત....તો...! તું....આખ....આખો દિવસ એની જોડેજ રઈશ....! નઈ....!?”

“હમ્મ....!” સિદ્ધાર્થે પરાણે હુંકારો ભર્યો.

“તો....તો...એ આખો દિવસ....! મ્મ....! તને ટોર્ચરજ કર્યા કરશે...!”

“લવ....! નેહા લગભગ આખો દિવસ જોડે હશે એટ્લે.....! એટ્લે.....! અ.....!” સિદ્ધાર્થ ફરી થોડું અટકાયો પછી બોલ્યો “કાલે પણ વાત નઈ થાય....!”

લાવણ્યાની આંખમાંથી આંસુની ધાર વહીને નીચે બેડ ઉપર પડી. પોતાનાં હાથની આંગળીનાં નખથી લાવણ્યા બેડ ખોતરવાં લાગી. ફોન કાને માંડી રાખી બેડરૂમમાં આમ-તેમ આડું જોઈને લાવણ્યા સિદ્ધાર્થે કહેલી વાત પચાવાંનો પ્રયત્ન કરી રહી.

“લ.....! લવ....! તું સાંભળે છેને...!”

“હાં....હાં.....! હું...હું...અહિયાંજ છું...! ત....તારાં માટે....!” લાવણ્યા પરાણે બોલી.

“કાલે નેહા જોડે હોઈશ.....! અને પરમ દિવસે....! આઠમ છે...! એટ્લે ગામડે....!” સિદ્ધાર્થ બોલ્યો

“ક....કોઈ વાંધો નઈ...! બ...બેજ દિવસનીતો વાત છેને...! પછી...પછીતો તું આઈજ જઈશને અહીંયા...! નઈ...!?”

સિદ્ધાર્થ કઈંક બોલવાં જતો હતો ત્યાંજ અટકી ગયો.

“અ....આઈશને...!?” સિદ્ધાર્થે કઈં જવાબ ના આપતાં લાવણ્યા તેનો ફોન કાનમાં સહેજ વધુ દબાવીને બોલી “ત....તે પ્રોમિસ કરી’તી.....! હું....હું....ફોર્સ નઈ કરતી તને....!”

“ કદાચ સવારે નઈ અવાય....! નવમાં નોરતે સવારે હું ગામડેજ હોઈશ...!”

“પ....પણ...! તે પ્રોમિસ કરી’તી.....! કે તું...! નવમાં નોરતે આઈશ...!” લાવણ્યા વિહવળ થઈ ગઈ “છ....છેલ્લું નોરતું તો આય....! મ્મ.....મારી જોડે....!”

“લવ....! હું આઈશજ ....! પાકું આઈશ...! મારે નવમાં નોરતે બપોરે કામ પતી જશે....! પછી બધાંને બરોડાં ઉતારીને હું સીધો અમદાવાદ નીકળી જઈશ....! બે-ત્રણ કલ્લાકમાં તો હું આઈ જઈશ....!”

લાવણ્યા થોડીવાર મૌન થઈ ગઈ.

“તું જોજે....!” લાવણ્યા થોડીવાર સુધી કઈં નાં બોલતાં સિદ્ધાર્થ બોલ્યો “સાંજે આઠ વાગે..... તમે લોકો પાર્લરમાં તૈયાર થઈને પાર્ટી પ્લૉટ પહોંચશો ત્યાં હું હાજરજ હોઈશ....! હમ્મ.....!”

“પ.....પાક્કુંને...!?” લાવણ્યા હવે માંડ પોતાનું રડવાનું રોકી રહી હતી.

“હાં....હાં... પાક્કું લવ.....! પ્રોમિસ.....!”

લાવણ્યા મૌનજ રહી. હવે તે સહેજ જોરથી ઊંડા શ્વાસ ભરી પોતાનું રડવાનું કંટ્રોલ કરી રહી.

“લવ....! હું પાકું આઈ જઈશ....! ડોન્ટ વરી....! આ વખતે પ્રોમિસ નઈ તોડું....! હમ્મ....!”

“તો...તો....સારું...! તું ધ્યાન રાખજે હોને....!” લાવણ્યા ખુશ થઈ હોય એમ બોલી “અને...અને...! તું...! તું …. રિસ્ક ના લેતો ફ...ફોન કરવાનું....! હમ્મ....! ન....નેહા....! ત....તને ટોર્ચર કરે....! એ...એ....મ....મને નઈ ગમે....!”

“હાં....! સારું...!” સિદ્ધાર્થ પ્રેમથી બોલ્યો “ચાલ....! મૂકું હવે....!?

લાવણ્યાએ ફોન ઉપર પોતાની પકડ વધુ સખત કરી જાણે તે સિદ્ધાર્થને હાથ પકડીને રોકી રહી હોય.

“મૂકું લવ....!? હમ્મ.....!?”

“આજુબાજુ કોઈના હોય....તો...તો...થોડી હ.....હજુ વ....વાત કરીલેને....!” લાવણ્યા નાનાં બાળકની જેમ ડરતાં-ડરતાં બોલી “પછી....! બ....બે-ત્રણ દિવસતો વાતજ ન...નઈ થાય.....!”

“તો બે દિવસનો ક્વોટાં તારે અત્યારેજ પૂરો કરી લેવો છે નઈ....!?” સિદ્ધાર્થ હવે મજાકીયાં સ્વરમાં બોલ્યો.

“તું....તું..થ..થાકી ગ્યો હોઈશ.... નઈ....! તો...તો...ચાલશે....! વ... વાંધો નઈ....! પ...પછી વાત કરીએ....!”

“ના....! હવે નઈ મૂકું ફોન....!” સિદ્ધાર્થ ફરી એજરીતે બોલ્યો “હવે તો હું તને આખી રાત જગાડું જો....!”

લાવણ્યા હસી પડી અને ખુશ થઈને પોતાની આંખો લૂંછવાં લાગી.
----

સાતમું નોરતું.....!

“લાવણ્યા....!?” લંચ પછી કોલેજનાં કોરિડોરમાં લેડિઝ વૉશરૂમ તરફ જઈ રહેલી લાવણ્યાનાં ઉતરી ગયેલાં ચેહરાને જોઈને પ્રેમે પૂછ્યું “તું....એકલી...!? અંકિતા ને બીજી ગર્લ્સ ક્યાં છે....!?”

“લેકચરમાં.....!” લાવણ્યાએ ટૂંકો જવાબ આપ્યો.

“તું કેમ નાં બેઠી....!?”

“તું મોડો કેમ આયો....!?”લાવણ્યાએ જવાબ આપવાનું ટાળવાં વાત બદલતાં કહ્યું “અને રોનક ક્યાં છે....!? વિવાન પણ નઈ દેખાતો....!?”

“એ બેય આજે ગરબાંમાં પે’રવાં માટે નવાં કુર્તાઓ લેવાં ગ્યાં છે....!” પ્રેમ બોલ્યો.

“કેમ તમે લોકોએ નવરાત્રિની શોપિંગ વખતે નો’તાં લીધાં....!?” લાવણ્યા હવે કોરિડોરમાં ધિમાં પગલે ચાલવાં લાગી.

“બે-બેજ લીધાં’તાં....! પણ એકનાં એક રિપીટ કરીને પે’રતાં’તાં એટ્લે વિવાને બીજાં કુર્તા લેવાનું કીધું....! તો એ બેય ગ્યાં છે...!”

“હમ્મ....!”

“મને ખબર છે....!” પ્રેમ હવે લાવણ્યા સામે જોઈને ઊભો રહ્યો “તું જવાબ નાં આપવો પડે એટ્લે આડી-અવળી વાત કરે છે....! નઈ...!?”

“એવું કઈં નઈ પ્રેમ....!” લાવણ્યા પણ ઊભી રહીને ધિમાં સ્વરમાં બોલી.

“કોઈ વાંધો નઈ....! કેટલીક વાર આપડે બધુ બધાં જોડે શેયરનાં કરી શકીએ....!” પ્રેમ બોલ્યો.

લાવણ્યાએ હળવું સ્મિત કર્યું અને આડું જોઈ રહી.

“ચાલ.....! હું પણ લેકચર ભરી લવ....! તું વૉશરૂમ બાજું જતી’તીને...! તો જા...!” પ્રેમે કહ્યું અને ક્લાસરૂમ તરફ જવાં લાગ્યો.

“તું આજે ગરબાંમાં તો આવની છેને....!?” જતાં-જતાં પ્રેમે પાછાં ફરીને પૂછ્યું.

લાવણ્યાએ હકારમાં માથું ધૂણાવ્યું અને સ્મિત કરી પાછી ફરીને વૉશરૂમ તરફ જવાં લાગી.

આજે સિદ્ધાર્થ નેહાને શોપિંગ માટે લઈ જવાનો હોવાથી લાવણ્યાનું મન સવારથીજ રઘવાયું થઈ ગયું હતું. સિદ્ધાર્થ નેહા જોડે આખો દિવસ સ્પેન્ડ કરશે એ વાતથી લાવણ્યાનો જીવ કચવાઈ રહ્યો હતો. દિવસ ઝડપથી પૂરો થાય એવીજ ઈચ્છા મનમાં લઈને લાવણ્યા આખો દિવસ મૂંઝાયેલી ફરતી રહી.

----

“આજે વિવાન કેમ નઈ આયો....!?” રોનકે સામે ઊભેલી અંકિતાને પૂછ્યું.

જોડે લાવણ્યા, ત્રિશા, અને કામ્યા પણ ઊભાં હતાં. વિવાન સિવાય બધાં રાત્રે બધાં પાર્ટી પ્લૉટમાં કોલેજનાં ગરબાંમાં આવ્યાં હતાં. લગભગ કલ્લાકેક જેવું ગરબાં ગાઈને બધાં પાર્ટી પ્લૉટમાં ફૂડ સ્ટૉલ પાસે નાસ્તો કરવાં આયાં હતાં.

“એ ગામડે ગયો છે...!” અંકિતા બોલી.

“ચરવા માટે છેક ત્યાં...!?” ત્રિશા અંકિતાની ખેંચતાં બોલી.

પોતાનો ફોન મંતરી રહેલી લાવણ્યા સિવાય બાકીનાં બધાંજ હસી પડ્યાં.

“પ્રેમે બહુ ટાઈમ લગાડ્યો નાસ્તો લાવમાં....!” અંકિતા વાત બદલતી હોય એમ ફૂડ સ્ટૉલ બાજુ ડફોળીયાં મારતાં બોલી.

“હું જતો આવું છું....! એની હેલ્પ માટે....!” રોનક બોલ્યો અને સ્ટૉલ બાજુ ગયો.

“શું વાત છે...! કયારની ફોન જો જો કરે છે...!?” જોડે ઊભેલી લાવણ્યાને અંકિતાએ પૂછ્યું “આજે પણ આખો દિવસ તું ફોનજ જો...જો...કરતી’તી...!”

“કાલે તો તું ખુશ હતી....!?” ત્રિશાએ લાવણ્યાનું ઉતરી ગયેલું મોઢું જોઈને કહ્યું “આજે શું થયું...!?”

“સિદ્ધાર્થે કઈં કીધું.....!?” કામ્યાએ પૂછ્યું “આઈ મીન....! કોઈ પ્રોબ્લેમ થઈ.....!? કે એણે ફોન નઈ કર્યો એટ્લે...!?”

“નઈ....નઈ...! એવું કઈં નથી....!” લાવણ્યા મન મનાવતી હોય એમ બોલી “એતો...! એનાં કામ માટે ગામડે ગયો છે....! અને ત્યાં નેટવર્ક નઈ આવતું....! એટ્લે એનો....! ફ...ફોન નઈ લાગતો...! એટ્લે હું ...થોડી અપસેટ હતી....! બસ....!”

લાવણ્યાએ જાણી જોઈને સિદ્ધાર્થ નેહાને શોપિંગ લઈ જવાનો છે એ વાત બધાંને કહેવાની ટાળી.

“આર યૂ શ્યોર કે સિડનાં ગામડે નેટવર્ક નઈ આવતું....!?” સામે ઉભેલી ત્રિશા પોતાનો ફોન મંતરતાં બોલી.

“હાં....! કેમ.....!?” લાવણ્યા મૂંઝાઈને ત્રિશા સામે જોઈ રહી.

“કેમકે.....! લગભગ દસેક મિનિટ પે’લ્લાંજ....! નેહાએ એનાં ફેસબૂક ઉપર કેટલાંક ફોટોઝ પોસ્ટ કર્યા છે....!” ત્રિશાએ પહેલાં બીજાં બધાં બાજુ જોયું અને પછી છેવટે લાવણ્યા સામે જોઈ તેણી તરફ પોતાનો ફોન ધર્યો “જેનું કેપ્શન કઈંક આવું છે....! જો....!”

લાવણ્યાએ પરેશાન ચેહરે ત્રિશાનાં હાથમાંથી તેણીનો ફોન લીધો અને ફોટો જોવાં લાગી. જોડે ઉભેલી અંકિતા પણ લાવણ્યાનાં હાથમાં ત્રિશાનાં ફોનમાં જોવાં લાગી.

“વિથ માય વૂડ બી...!” લાવણ્યા આઘાતથી મોટી આંખે ફોટાં જોતાં-જોતાં ધીમેથી બબડી.

“ઓહ ગોડ.....!” નેહાએ તેણીનાં ફેસબૂક ઉપર અપલોડ ફોટાં જોઈને અંકિતાનાં મોઢેથી પણ નીકળી ગયું.

નેહાએ પોસ્ટ કરેલાં એક ફોટોમાં ચેયરમાં સિદ્ધાર્થ બેઠેલો હતો. સિદ્ધાર્થની જોડેજ બીજી ચેયરમાં નેહા પણ બેઠી હતી. અને તેણીએ સિદ્ધાર્થનાં ખભે માથું ઢાળેલું હતું. તે પ્રેમથી કેમેરાં સામે જોઈને સ્માઇલ કરી રહી હતી. સિદ્ધાર્થનાં મોઢાં ઉપર જોકે કોઈપણ જાતનાં હાવભાવ નો’તાં. માત્ર એક ઔપચારિક સ્માઇલ હતી. ફોટો કોઈ ત્રીજી વ્યક્તિએ ખેંચ્યો હતો. તેઓ કોઈ કોફી શોપમાં હોય એવું લાગી રહ્યું હતું. એક બીજાં ફોટોમાં ટી-શર્ટ અને જીન્સ પહેરેલાં સિદ્ધાર્થનાં હાથમાં ઘણી-બધી શોપિંગ બેગ્સ હતી. અને નેહા સિદ્ધાર્થની જોડે તેનું બાવડું પકડીને ઊભી હતી. એ ફોટો પણ કોઈ ત્રીજી વ્યક્તિએ ખેંચ્યો હતો.

“પ....પણ....! સિડ...! સિડતો સ્માઇલ પણ નઈ કરતો....! જો...જો....!” પરાણે બોલી રહેલી લાવણ્યા અંકિતાને અને પછી ત્રિશાને સમજાવતી હોય એમ તેનો ફોન તેને બતાવીને બોલી “ન....નેહાએ જ....જોરજોરાઈથી ....! કોઈને કીધું હશે....! એટ્લે....! બ...બધાંની વચ્ચે સિડે ફોટો પ...પડાયો હશે....!”

બધાં દયામણું મોઢું કરીને લાવણ્યા સામે જોઈ રહ્યાં. લાવણ્યા જાણે બધાંને સમજાવાનાં બહાને પોતાનાં મનને સમજાવી રહી હતી.

“મારો કે’વાનો મતલબ એમ હતો કે.... ! એણે તને નેટવર્કનાં લીધે ફોન નાં કર્યો....! કે પછી એ નેહા જોડે ક્યાંક ફરવાં ગયો છે એટ્લે નાં કર્યો....! આઈ મીન...! હું ડાઉટ નઈ કરતી...! પ...પણ...!” ત્રિશા કચવાતી હોય એમ બોલી.

“એવું કઈં નઈ ....મેં કીધુંને....!” લાવણ્યા સહેજ ચિડાઈ હોય એમ પહેલાં ત્રિશા સામે પછી બીજાં બધાં સામે જોતી-જોતી બોલી “એતો....એતો....ક....કઈં કામ મ્મ...માટે બા’ર ગ્યો છે....! અને....અને...એણે મ...મ્મ....મને કીધુંજ’તું....! ક...કે....એ ન...નેહાને શોપિંગ માટે લઈ જવાનો છે....!...એ....જ...જુઠ્ઠું નઈ બોલતો કોઈ દિવસ...! ઓકે...! એ કામ માટે ગ્યો છે...! બસ....!”

“ખાલી શોપિંગ માટેજ લઈ જવાનો હતો.....! કે પછી બીજું પણ કઈં પ્લાનિંગ હતું....!?” ત્રિશાએ ફરીવાર પોતાનાં ફોનમાં જોઈને લાવણ્યા સામે જોયું.

બધાં હવે લાવણ્યા સામે જોઈ રહ્યાં.

“શોપિંગ માટેજ....! ન....નેહા....! ત્યાં બધાંની વચ્ચે જિદ્દ કરેતો એ....! એ...બિચારો શું કરે...!” લાવણ્યા હજીપણ બધાંની સામે જોઈ રહીને સિદ્ધાર્થનો બચાવ કરી રહી.

“આ ફોટાંમાં તો એવું લાગે છે....!” ત્રિશાએ તેનો ફોન ફરીવાર લાવણ્યા સામે ધર્યો “કે શોપિંગ સિવાય એ લોકોએ ઘણું બધું પ્લાનિંગ કર્યું હતું...! જોડે રે’વાનું...!”

ત્રિશાએ બતાવેલો એ ફોટો જોઈને તો લાવણ્યાનાં ધબકારાં વધી ગયાં. તેનાં માથે પરસેવો વળવાં લાગ્યો. નેહાએ ખેંચેલાં એ સેલ્ફી ફોટોમાં સિદ્ધાર્થ અને નેહા કોઈ મૂવી જોવાં મલ્ટીપ્લેક્સમાં બેઠાં હતાં. સેલ્ફીમાં નેહા સીટમાં બેઠેલાં સિદ્ધાર્થનાં ખોળાંમાં બેઠી હતી અને જાણે એનાં ગાલ ઉપર કિસ કરતી હોય એમ હોંઠ બનાવીને ફોટો ખેંચ્યો હતો.

“એણે.....એણે જોરજોરાઈથી ફોટાં ખેંચ્યાં છે….! મ....મને પાક્કી ખ....ખબર છે....!” ધ્રૂજતાં હાથે ફોન ત્રિશાને પાછો આપતાં લાવણ્યા બોલી “એ....એવીજ છે.....! સિડ.....સિડ...એવો નઈ...!”

“લાવણ્યા....!” અંકિતા ધિમાં સ્વરમાં તેણી સામે જોઈને બોલી “તું પે’લ્લાં તારાં મનને સમજાવીલે....! પછી અમને સમજાવજે....!”

લાવણ્યાનાં ધબકારાં હવે વધુ વધવાં લાગતાં તે હવે જોરજોરથી શ્વાસ લેવાં લાગી.

“મેં....! કીધુંને....! એ...એ....એવો નઈ....! તું...તું...! ક...કેમ આવું બોલેછે એનાં માટે...!? નેહા કેવી છે તને ખ....ખબરતો છે....! તો...તો..પછી....!”

“લાવણ્યા...!” અંકિતા સહેજ ચિડાઈને વચ્ચે બોલી “વાત એ નથી....! વાત એ છે...! કે એ નેહા જોડે ક્યાંક ફરવાં ગયો છે...! અને તું એને ડિસ્ટર્બનાં કરું એટ્લે એણે તને ગામડું.....! નેટવર્ક વગેરે જેવાં બા’નાં કાઢ્યાં....!”

“તું...તું...આવી બધી વાત કેમ કરે છે....!?” લાવણ્યા હવે અકળાઈને બોલવાં લાગી “એ મને ક....કઈંને ગયો છે...! કે...નેહા....! એની જોડે ...એ...શોપિંગમાં ....!”

“અરે લાવણ્યા...!” હવે કામ્યાએ લાવણ્યાની પીઠ ઉપર હાથ ફેરવીને કહ્યું “શાંત થઈજા....!”

ધીમે-ધીમે ગ્રૂપની બધી ગર્લ્સ લાવણ્યાની નજીક આવી ટોળુંવળી ઊભી રહી.

“સ....સિડ એવો નઈ.....! મ્મ....મને ટ....ટ્રસ્ટ છે એની ઉપર....!” ભાવુક થઈ ગયેલી લાવણ્યા માંડ-માંડ બોલી રહી હતી.

“હું એમ નઈ કે’તી.....! હું...!”

“તું કઈં ના કઈશ....! મારે કઈં નઈ સાંભળવું....!” અંકિતાને ટોકી લાવણ્યા વચ્ચે બોલી અને પાછી ફરી ત્યાંથી ચાલવાં લાગી.

“અરે લાવણ્યા....! ઊભીરે...!” કામ્યા અને ત્રિશા લગભગ સાથેજ બોલ્યાં.

“અંકિતા શું તું પણ...!” ત્રિશા માથું ધૂણાવીને બોલી.

“અરે મેં શું કર્યું...!?” અંકિતા તેનાં હાથ ઊંચા કરીને બોલી “ફોટાંતો તે બતાયાંને...!?”

“અરે મેં તો નેહાની એફબી પોસ્ટમાં જોયાં એટ્લે કીધું યાર....!” ત્રિશા બોલી.

“અરે બસ હવે ....!” કામ્યા કંટાળીને બોલી “બધાં મંડી પડ્યાં છોતે.....! બંધ કરોને...!”

“હવે લાવણ્યાને તો કોઈ મનાવો....!” ત્રિશાએ જઈ રહેલી લાવણ્યાની પીઠ તરફ જોઈને કહ્યું.

“ના....! એને એકલી રે’વાંદો....!” કામ્યા બોલી “થોડીવાર એકલી રે’શે....! અને રોઈ લેશે...! તો મન હળવું થઈ જશે....!”

“કાશ વિવાન આજે આયો હોત....!” અંકિતા માથું ધૂણાવીને બોલી “એને પણ આવાં ટાઈમેજ ગામડે જવાનું હતું....! હુંહ....!”

-----

“સિડ....! સિડ....!” લાવણ્યા ગરબાં ચોકને વટાવીને પાર્ટી પ્લૉટમાં બનેલાં લેડિઝ વૉશરૂમના એક ટોઇલેટ બ્લોકમાં ભરાઈ ગઈ અને પોતાનાં મોબાઇલમાં સિદ્ધાર્થનો નંબર કાઢવાં લાગી.

“મ્મ....મને ખબર છે....! તું...તું એવો નઈ....! પ...પણ બધાં તારા વિષે આવું બોલે છે...!” લાવણ્યા સ્ક્રીન ઉપર નંબર જોઈ રહીને એકલી-એકલી બબડી “ખ...ખાલી એકવાર ત....તારી જોડે વાત કરી લવ....! પ...પછી....! હું બધાંને કઈ દઇશ...! અંકિતાને પણ કઈ દઇશ....!”

છેવટે લાવણ્યાએ સ્ક્રીન ઉપર ટચ કરી સિદ્ધાર્થનો નંબર ડાયલ કર્યો.

“પ.....પણ....! ન...નેહા...! એ જોડેજ હશે....! ફોટાંમાંતો જ....જોડેજ છે....! નઈ...નઈ....!” હજીતો રિંગ ગઈ નો’તી ત્યાંજ લાવણ્યાએ ફોન કટ કરી દીધો.

“શું કરું...!? ક...કેવી રીતે વાત કરું ત....તારી જોડે જાન.....!?” લાવણ્યા હવે તેનાં ફોનના સ્ક્રીનસેવરમાં સિદ્ધાર્થનો ફોટો જોઈને બબડવાં લાગી.

“તારો ફ...ફોન પણ નઈ આવતો.....! પ્લીઝ ફ...ફોન કર….!”

“મેસેજ કરું...!?” લાવણ્યા હજીપણ એજરીતે સિદ્ધાર્થનો ફોટો જોઈને બબડી રહી હતી “મેસેજ કરું..તો....તો....ડિસ્ટર્બ નઈ થાયને...!?”

“વાત કરવી છે....!” છેવટે લાવણ્યા whatsappમાં સિદ્ધાર્થને મેસેજ ટાઈપ કરવાં લાગી “પ્લીઝ ફોન કરને જાન.....!”

“નઈ...નઈ....! “જાન” નઈ લખવું...!” લાવણ્યાએ મેસેજમાં “જાન” ટાઈપ કરેલું ડિલીટ કરી નાંખ્યું “જાન લખીશ અને ન...નેહા જોશે..તો પ્રોબ્લેમ થશે....!”

“પ્લીઝ જલ્દી કૉલ કરજે....!” લાવણ્યાએ મેસેજ લખીને સેન્ડ કરી દીધો.

મોબાઈલ હાથમાં પકડીને લાવણ્યા હવે બ્લ્યુ ટીક આવાની રાહ જોવાં લાગી.

----

“લાવણ્યા સોરી યાર....! આવું શું કરે છે...! ચાલને ગરબાંમાં....!” અંકિતાએ જિદ્દ કરીને લાવણ્યાને કહ્યું.

ગ્રૂપની બધી ગર્લ્સ પાર્ટી પ્લૉટનાં લેડિઝ વોશરૂમમાં લાવણ્યાને મનાવાં ભેગી થઈ હતી. સિદ્ધાર્થ અને નેહાનાં ફોટોઝની વાતને લઈને લાવણ્યાનું મૂડ હજીપણ ઑફ હતું.

“મારું મૂડ નથી....! મારે ઘરે જવું છે...!” લાવણ્યા ઢીલાં મોઢે બોલી.

“મેં સોરી તો કીધું યાર....!” અંકિતા ફરી મનાવતાં બોલી.

“લાવણ્યા....!” હવે કામ્યાએ લાવણ્યાનાં હાથ પકડીને કહ્યું “સિડને નઈ ગમે કે તું આરીતે અપસેટ થઈને ઘરે જતીરે’….! હમ્મ...! એનાં માટે....!”

“પ્રોમિસ કર ....! તું બાકીનાં બધાં દિવસે ગરબાં ગાવાં જઈશ....!” લાવણ્યાને હવે સિદ્ધાર્થને આપેલું પ્રોમિસ યાદ આવી ગયું.

“સારું....!” છેવટે લાવણ્યાએ ધીરેથી કહ્યું “ચાલો...!”

મૂડ ઑફ હોવાં છતાં સિદ્ધાર્થને આપેલું પ્રોમિસ નિભાવાં લાવણ્યાએ બધાં જોડે ગરબાં ગાયાં. જોકે બાર વાગતાં સુધીમાં તે ઘરે પાછી આવી ગઈ અને પોતાનાં રૂમમાં ભરાઈ ગઈ. ચણિયાચોલી પહરેલી રાખીનેજ લાવણ્યાએ બેડમાં પડતું મૂક્યું અને મોબાઇલમાં સિદ્ધાર્થને મોકલેલાં મેસેજમાં બ્લ્યુ ટીક આવી કે નઈ તે જોવાં લાગી. મોડી રાત સુધી લાવણ્યાએ બ્લ્યુ ટીક આવવાની રાહ જોઈ હતી. અને વારેઘડીએ પોતાનો ફોન ચેક કરે રાખ્યો હતો. અગાઉની જેમજ લાવણ્યાને આજે ફરીવાર એજરીતે રાહ જોઈ રહી હતી.

મોબાઇલમાં મોકલેલાં મેસેજ સામે જોતાં-જોતાં તેણીની આંખ છેવટે ઘેરાવાં લાગી.

----

આઠમું નોરતું.....!

“સિડ જોડે કોઈ વાત થઈ...!?” અંકિતાએ કોલેજ કેન્ટીનમાં બેઠેલી લાવણ્યાની જોડેની સીટ ઉપર બેસતાં આવતાંવેંતજ પૂછ્યું “ફોટાં વિષે શું કીધું એણે....!?”

હજી લાવણ્યા સિવાય ગ્રૂપનું બીજું કોઈ આવ્યું નહોતું. અંકિતાએ તેણીની બેગ ટેબલ નીચે મૂકી લાવણ્યા જવાબની રાહ જોતી તેણી સામે જોઈ રહી.

“મેસેજ પોં’ચ્યોજ નઈ હજી.....!” લાવણ્યા ઢીલું મોઢું કરીને બોલી.

“અરે યાર....!” અંકિતાએ પણ ઢીલાં સ્વરમાં કહ્યું “તું....તું....ચિંતાના કર....! બધું સારું થઈ જશે હમ્મ...! એને ટાઈમ મલશે....! કે તરતજ એ ફોન કરશે....!”

લાવણ્યા મોઢું ઢીલું કરીને જોઈ રહી.

અંકિતા લાવણ્યાના ગાલ ખેંચીને પ્રેમથી બોલી “હવે કઈંક ખાવું છે...! કે પછી લેકચરમાં જવું છે...!?”

“કઈંક ખાઈએ....! પછી લેકચર....!” મૂડ ઑફ હોવાં છતાં લાવણ્યા બોલી.

“અમ્મ.......!” અંકિતા કેન્ટીનમાં આજુબાજુ જોવાં લાગી પછી લાવણ્યા સામે જોઈને બોલી “એક કામ કરું....! પ્રેમને કૉલ કરીને કઉ...! બા’રથી કઈંક લેતો આવે...!”

“હાં....! એમપણ રોજ રોજ મસ્કાબન ખઈ-ખઈને વજન વધી ગયું છે....!” લાવણ્યાએ હવે અંકિતાના ગાલ ખેંચ્યાં “જાડી થઈ ગઈ છે તું...!”

“એ હું કઈં જાડી-વાડી નથી હોં....!” અંકિતાએ તેનાં મોબાઇલમાં પ્રેમનો નંબર ડાયલ કરતાં-કરતાં કહ્યું.

“હાં ....! હેલ્લો....!” ફોન કાને માંડીને અંકિતા બોલી “કેટલે પોં’ચ્યો...!?”

“કોમર્સ છ રસ્તા આઈ ગ્યો છું....!” સામેથી પ્રેમ બોલ્યો “શું હતું બોલ....!?”

“કઈંક નાસ્તો લેતો આવજેને....!?”

“કઈંક એટ્લે....!?મેગી લેતો આવું….!?”

“તું ખાં મેગીવાળો.....!” અંકિતા ઝાટકીને બોલી.

“હાં.....હાં.....!” લાવણ્યાથી હસાઈ ગયું.

“અમારે મેગી ખાવી હોત તો અમે ઝાડ નીચે જઈને ના ખઈ લઈએ....!” અંકિતા પ્રેમને ધમકાવતી હોય એમ બોલી.

“તો શું લાવું બીજું કે’…..!”

“અમ્મ....! ચીઝ ફ્રેંન્કી લેતો આય....! બધાં માટે...!” અંકિતાએ લાવણ્યા સામે જોઈને ઈશારાંમાં પૂછ્યું.

લાવણ્યાએ હકારમાં ડોકી ધૂણાવી.

“બધાં એટ્લે....!?”

“હું અને લાવણ્યા.....! તારે ખાવી હોય તો તને ગણી લેજે....!”

“કેમ તમે બેજ...!? બીજાં બધાં....!?”

“હજી અમે બેજ આયાં છે....!”

“સારું....! હવે મૂકું...!?”

“હાં....! બાય...!”

“બાય....!” ફોન કટ કરીને અંકિતાએ ટેબલ ઉપર મૂક્યો.

------

એચ એલ કોલેજની સામેજ ઊભાં રહેતાં અનેક ઠેલાંવાળાઓમાંથી ફ્રેંન્કી બનાવાંવાળાં એક ઠેલાંવાળાં પાસેથી ત્રણ પાર્સલ પેક કરાવીને પ્રેમ કોલેજ કેન્ટીનમાં આવ્યો. ટેબલ પાસે આવતાંજ પ્રેમ મૂંઝાઈને ઊભો રહ્યો.

“અરે તે તો કીધું’તું કે ખાલી તું અને લાવણ્યાજ છો...!?” પ્રેમે ટેબલ ઉપર બેઠેલાં કામ્યા, ત્રિશા, રોનક અને ગ્રૂપનાં બાકીનાં ફ્રેન્ડ્સ તરફ જોઈને અંકિતાને કહ્યું “હું તો ત્રણજ પાર્સલ લાયો....!”

“હાં....! તો....! તું ના ખાતો....!” ત્રિશાએ પાર્સલની થેલી પ્રેમનાં હાથમાંથી ખેંચતાં કહ્યું.

“અરે....! એમાં શું...!?” અંકિતા બોલી “પ્રેમ....! તું જા...! બીજાં બધાં માટે પણ લઈ આય...!”

“હવે તું તારાં વિવાનડાને ફોન કર....!” પ્રેમ ખુરશી ખેંચીને લાવણ્યાની જોડે બેસતાં બોલ્યો “હું નઈ જવાનો....!”

“વિવાનડો એટ્લે...!?” અંકિતા તાડૂકી “પ્રેમડા....! સરખું બોલવાનું હોં....!”

“આમતો જો....! હજીતો બેય સરખી વાત પણ નઈ કરતાં....!” રોનક હવે અંકિતાની ખેંચતાં બોલ્યો “અને એનાં માટે કેટલું બળી જાય છે....!”

“હાં તો...! બળી જવાય છે...!” અંકિતા અકળાઈને બોલી “તું...!”

“અરે તું પછી શરૂ થઈ ગઈ...!?” કામ્યા વચ્ચે હાથ કરીને બોલી “નેહાનો વારસો તે સંભાળી લીધો લાગે છે....! રોજે કો’કની જોડે તો બબાલ કરેજ છે....!”

“તો શું યાર....!” રોનક બોલ્યો.

“તું શેની મલકાઈ રહી છે....!?” કામ્યાનું સાંભળીને ગિન્નાયેલી અંકિતાએ ચૂપચાપ બધાંનું સાંભળી મલકાઈ રહેલી લાવણ્યાને જોઈને કહ્યું “ફ્રેંન્કી તો તારે પણ ખાવાની હતીને.....! તો એકલી હું શું કામ બધાંનું સાંભળું....!?”

“અમ્મ.....! ફ્રેંન્કી મસ્ત છે હોં.....!” ત્રિશાએ ફ્રેંન્કીનો કોળિયો ચાવતાં- ચાવતાં કહ્યું.

“તું બબાલ કરતી રે....! અને વાંદરો રોટલો ખાઈ ગ્યો....!” રોનક પરાણે પોતાનું હસવું રોકી રાખીને બોલ્યો.

બધાં હવે હસી પડ્યાં.

“હું તો મારાં ભાગનો રોટલો ખાઈશ....!” અંકિતા થેલીમાંથી ફ્રેંન્કીનું પાર્સલ કાઢતાં બોલી “પ્રેમ અને લાવણ્યાએ નક્કી કરવાનું કે કોણ ખાશે....!”

“પ્રેમ.....!” લાવણ્યાએ સ્મિત કરતાં-કરતાં પ્રેમ સામે જોઈને કહ્યું “તું....!”

“નાં....નાં....લાવણ્યા...!” પ્રેમ માથું ધૂણાવતો વચ્ચે બોલ્યો “તું ખાઈલે....! હું બીજું...!”

“અરે હું પણ એજ કવ છું....!” હવે લાવણ્યા વચ્ચે બોલી અને થેલીમાંથી પાર્સલ લેવાં લાગી “કે હું ફ્રેંન્કીજ ખાઈશ.....! તું કેન્ટીનનો મસ્કાબન ખાઈલે આજે....!”

કામ્યા સહિત બધાં ખડખડાટ હસી પડ્યાં.

“અમ્મ...! લાવણ્યા આજે ગરબાંનું શું પ્લાન છે...!?” ત્રિશાએ ફ્રેંન્કી ખાતાં-ખાતાં પૂછ્યું.

“જઈશું....! મેં સિડને પ્રોમિસ કરીછે....! કે આવે ત્યાંસુધી હું બધાં નોરતે ગરબાંમાં જઈશ....!”

“ઓહો....!” અંકિતા આંખો નચાવીને બોલી “વચનો નિભાવાંનું ચાલે છે એમ....!”

“તું તારી વાત કરને....!” ત્રિશા બોલી “વિવાન આજે અવાનો કે નઈ...!?”

“હું કઈં એની સેક્રેટરી નથી....!” અંકિતા હાથ કરીને બોલી.

“આવનો છે....!” કામ્યાએ હળવાં સ્મિત સાથે કહ્યું “જો....! એણે આપડાં ગ્રૂપમાં મેસેજ પણ કર્યો છે...!?”

“એને આપડાં ગ્રૂપમાં કોણે એડ કર્યો...!?” અંકિતાએ ફ્રેંન્કી ખાતાં-ખાતાં કહ્યું.

“અરે એ બીજે ચરી ખાય....! એનાં કરતાં તો આપડાં ગ્રૂપમાં સારોને...!” ત્રિશાએ ફરીવાર અંકિતાની ખેંચી.

બધાં હવે કોઈને કોઈ વાતને લઈ ક્યારેક લાવણ્યાની તો ક્યારેક અંકિતાની ઉડાંવા લાગ્યાં.

----

સાંજે બધાં સાથે લાવણ્યા ગરબાંમાં ગઈ. આગલાં દિવસની જેમજ લાવણ્યા આખો દિવસ સિદ્ધાર્થનો મેસેજ કે કૉલમાં રિપ્લાય આવાની રાહ જોતી રહી. જોકે સિદ્ધાર્થનો ફોન પણ નાં આવ્યો કે મેસેજ પણ નાં આવ્યો.

“અરે વાહ....!” ગરબાં પત્યાં પછી બધાં ઘરે જવાં પાર્ટી પ્લૉટની બહાર જઈ રહ્યાં હતાં ત્યાં લાવણ્યા પોતાનાં ફોનમાં જોતાં બોલી “અંકિતા....! બ્લ્યુ ટીક આઈ ગઈ...! સિડને મેસેજ પોંચી ગ્યો અને એણે જોઈ પણ લીધો....!”

“હમ્મ....! સરસ લે....! તો તો આજે આખી રાત જાગવાની તું નઈ....!?” અંકિતાએ આંખો નચાવીને કીધું.

“ના....નાં...! એ બિચારો થાક્યો હશે કામમાં....!” લાવણ્યા તેનાં ફોનમાં જોયાં પછી અંકિતા સામે જોઈને બોલી “હું તો ખાલી થોડી વાત કરીને મૂકી દઇશ....!”

બધાં હવે ગેટ આગળ ટોળુંવળીને ઊભાં રહ્યાં.

“છોકરીઓની થોડી વાત એટ્લે ઓછાંમાં ઓછાં ત્રણેક કલ્લાક....!” અંકિતાની જોડે ઉભેલો વિવાન બોલ્યો.

“ઓયે...! મેં ક્યાં કોઈ દિવસ તારી જોડે ત્રણ કલ્લાક વાત કરી...!?” અંકિતાએ વિવાનને જોરથી કોણી મારીને કીધું.

“મેં તો છોકરીઓની વાત કરી....!” વિવાન અંકિતાની ખેંચતાં બોલ્યો “તું છોકરી થોડી છે...!”

“ઓ હેલ્લો...! તું....!”

“ફરી ચાલું કર્યું તે નઈ...!?”કામ્યા કંટાળી હોય એમ મોઢું બગાડીને અંકિતા સામે જોઈને બોલી.

“હમ્મ….! એનામાં નેહાની આત્મા ઘૂસી ગઈ છે....!” ત્રિશા બોલી અને બધાં હસી પડ્યાં.

લાવણ્યા બધાંની વાત અવગણીને મોબાઇલ સામેજ જોઈ રહી હતી.

“હજી ફોન ના આયો....!” લાવણ્યા ઢીલું મોઢું કરી બધાં સામે જોઈને બોલી

“અરે....! એ બીઝી હશે યાર....!” અંકિતાએ લાવણ્યાનાં ખભે હાથ મૂકીને કહ્યું.

લાવણ્યા તો પણ ઉતરેલું મોઢું કરીને ફોન સામે જોઈ રહી. આતુરતાંપૂર્વક સિદ્ધાર્થનાં ફોનની રાહ જોતી લાવણ્યાનું મન હવે વધુ ઉદાસ થઈ ગયું.

“ચાલો હવે રઘુનાથ અંકલને ફોન કરો...!” ત્રિશા બોલી.

“હું કરી દવ છું....!” પ્રેમ બોલ્યો અને પોતાનો મોબાઇલ કાઢવાં લાગ્યો.

----

સિદ્ધાર્થનો ફોન ગમે ત્યારે આવશે એ રાહે ઘરે આવ્યાં પછી લાવણ્યા બેડરૂમમાં તેનાં બેડ ઉપર પડી રહી. ઘરે આવીને પણ તે ફ્રેશ પણ ના થઈ કે કપડાં પણ નાં બદલ્યાં.

“પ્લીઝ ફોન કરને જાન....!” લાવણ્યા સિદ્ધાર્થને કરેલાં મેસેજ સામે જોઈ રહીને બબડી.

રાતનાં લગભગ ત્રણ વાગ્યા સુધી ઝોકાં ખાતી-ખાતી લાવણ્યા સિદ્ધાર્થનાં ફોનની રાહ જોઈ રહી. આમ છતાં સિદ્ધાર્થનો ફોન કે મેસેજ કશું ના આવ્યું. ઝોકાં ખાતી લાવણ્યાની આંખ ક્યારે ઘેરાઈ અને ક્યારે તે ઊંઘમાં સરી પડી, એ તેને પોતાનેજ નાં ખબર પડી.

-----

“ટ્રીન...ટ્રીન....ટ્રીન....!” લાવણ્યાના ફોનની રિંગ વાગી.

લાવણ્યા સફાળી બેડમાં બેઠી થઈ ગઈ. અને બેડ ઉપર ઉંધા પડેલાં પોતાનાં ફોનની સ્ક્રીનમાં નંબર જોવાં લાગી. કૉલ સિદ્ધાર્થનો હતો. લાવણ્યએ તરતજ સ્ક્રીન ઉપર ટચ કરીને ફોન ઉપાડી લીધો.

“સિડ...! મેં કેટલી રાહ જોઈ તારાં ફોનની....!” ફોન ઉપાડતાંજ લાવણ્યા બોલી.

“સોરી લવ....! મેં કીધું’તુંને કે મારાં ગામડે નેટવર્કની પ્રોબ્લેમ છે....!” સિદ્ધાર્થ બોલ્યો.

“સિડ....! તું.....! તું સાચું કે’છે....!?” લાવણ્યાએ ડરતાં-ડરતાં પૂછ્યું “આઈ મીન....! મેં તારાં નેહા જોડે ફોટાં જોયાં’તાં....! એનાં એફબી ઉપર....!”

“એટ્લે...!? તું મારી ઉપર શક કરે છે....!?” સિદ્ધાર્થ સહેજ ચિડાઈને બોલ્યો.

“અ.....એવું....! નઈ કે....!”

“તને ટ્રસ્ટ નથી મારાં ઉપર...!?” સિદ્ધાર્થ એવાંજ અકળાયેલાં સ્વરમાં બોલ્યો “નથીને ટ્રસ્ટ...!?”

“સિડ...! હું...હું...એવું નઈ કે’તી....!” લાવણ્યા રડી પડી “આવો....આવો...નારાજ ના થઈશને....!”

“નારાજ ના થવ તો શું કરું....!?” સિદ્ધાર્થ હજીપણ એવીજરીતે બોલી રહ્યો હતો “તને મારી ઉપર સહેજપણ વિશ્વાસ નથી....!?

“એવું કઈં નથી સિડ...! મારી વાત તો...!”

“તને ટ્રસ્ટજ નથી ......! તો કોઈ મતલબ નથી આપડાં રિલેશનનો લાવણ્યા....!” સિદ્ધાર્થે કહ્યું “કોઈ મતલબ નથી....!”

“હાય હાય જાન.....! આવું....આવું....કેમ બોલે છે...! ના.....ના.....હોં....એવું ના ક....! હેલ્લો....હેલ્લો....!? સિડ....!”

લાવણ્યા બોલતી હતી ત્યાંજ સિદ્ધાર્થે ફોન કટ કરી નાંખ્યો.

“બીપ....બીપ....બીપ....!”

“સિડ....! બેબી.....! હેલ્લો....!” લાવણ્યા ધ્રુસકે-ધ્રુસકે રડી પડી.

********


નોંધ: “લવ રિવેન્જ” એક “True Story” છે. બધાંજ પત્રો વાસ્તવિક છે. લેખક પોતે પણ વાર્તાનું એક પાત્ર છે. વાર્તા લખવાં કેટલીક સાહિત્યિક છૂટછાટ લેવામાં આવી છે.



-J I G N E S H