જંતર મંતર - 20 Ankit Chaudhary શિવ દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

જંતર મંતર - 20

પ્રકરણ – 20

શીલ ના સૈતાની મનમાં શું ચાલતું હતું તેનો અંદાજ લગાવવો પણ શક્ય ન હતો. શીલ ના કાળા કાવતરાઓ થી બે ખબર જેમ્સ અને જુલિયટ પોતાની ધૂનમાં જ મસ્ત હતા. જુલિયટ અને જેમ્સ બંને જુલિયટ ના આજના શો ને સુપરહીટ બનાવવા માટે અથાગ પ્રયત્નો કરી રહ્યા હતા. શીલ ના કાવતરા પણ ખતમ થવાનું નામ ન લઈ રહ્યા હતા. પછી શીલ જુલિયટ નું પૂતળું હાથમાં લઈને…

“ જુલિયટ યાદ છે તને એ દિવસ જે દિવસે મે અને શીલ બંને એ તને પ્રપોઝ કર્યો હતો, પણ તે મારો પ્રેમ સ્વીકારવાની જગ્યા એ જેમ્સ નો પ્રેમ સ્વીકારી લીધો. શું કમી હતી મારામાં ? તે મને કેમ રિજેક્ટ કર્યો? પણ કોઈ વાત નઈ હવે જુલિયટ તુજ મારો સ્વીકાર કરીશ. “ શીલ

શીલ જુલિયટ માટે પ્રેમ અને બદલાની આગમાં પાગલ થઈ ચૂક્યો હતો. પ્રેમ ની જંગ હવે બદલાની જંગ બની ગઈ હતી. શીલ ના મનમાં બદલાની આગ એટલી પ્રબળ હતી કે તે હવે શું કરી રહ્યો હતો તેનું ભાન તેને ખુદને પણ ન હતું. શીલ એ બે વર્ષ ના અથાગ પરિશ્રમ બાદ કાળી વિદ્યા માં સિધ્ધી મેળવી હતી. શીલ પાસે કાળી વિદ્યા ની સૌથી મોટી શક્તિ હતી જેને શીલ હવે જુલિયટ પાછળ લગાવવાનો હતો.

( નોંધ :- કાળા જાદુનો ઉપયોગ ખાલી વાર્તા ને રસપ્રદ અને સાચો મોડ આપવા માટે કરેલો છે. કાળા જાદુ નો ઉપયોગ ક્યારેય પણ ના કરવો અને આ વાત ને હું જરાય પણ સમર્થન કરતો નથી. જેની ખાસ નોંધ લેવી. )

શીલ એ રૂમ ને અંદર થી બંધ કરી દીધો. કાળા ચોખા વડે એક મોટું ગોળ કુંડાળું દોરવામાં આવ્યું. રાઉન્ડ ની અંદર સાત નાના મોટા કુંડાળા લાલ ચોખા વડે દોરવામાં આવ્યા. તે દરેક કુંડાળા ની અંદર સાત જુદી જુદી વસ્તુઓ મૂકવામાં આવી. સૌથી મોટા કુંડાળા ની અંદર કાળી મિર્ચ અને લીંબુ , પછી કાળા તલ , લાલ તલ , ગુલાલ, હરદળ , કાળુ નમક , કાળા અને લાલ રંગનું કપડું. આમ સાત કુંડાળા માં આ સાત સામાન ભરી દેવામાં આવ્યા. આ સાત એ કુંડાળા માં ટાંકણી ઓ મૂકવામાં આવી. પહેલા માં 1 , બીજામાં 2 , ત્રીજામાં 5 , ચોથામાં 10 , પાંચમામાં 21 , છઠ્ઠામાં 41 અને છેલ્લા સૌથી મોટા કુંડાળામાં જુલિયટ નું પૂતળું અને 101 ટાંકણી મૂકવામાં આવી.


શીલ આટલી વિદ્યા કર્યા પછી પોતે પહેરેલા કપડાનો આગળ ની વિદ્યા માટે ત્યાગ કરી દે છે. શીલ પોતાના કપડા પણ પેલા મોટા કાળા કુંડાળા ની અંદર મૂકી દે છે. શીલ હવે પોતાના આખા શરીર ઉપર દરેક જગ્યા એ કાળા કોલસાની કરેલી ભુક્કો ચોળી દે છે. શીલ નો ગોરો ચિત્તો બાંધો હવે કાળો મેષ થઈ ચૂક્યો હતો. શીલ પોતાના બે હાથ ઊંચા કરીને આહવાન કરવા લાગી જાય છે.

“ હે કાળો ના કાળ તમારો શિષ્ય તમારું આહવાન કરે છે. મારી મદદ કરો મારા નાથ. મને મારો પ્રેમ મળી જાય ને મારા પ્રેમ ના દુશ્મન તમારી આગમાં ભસ્મ થઈ જાય. શીલ એ બનાવેલ મોટા કુંડાળા ની ફરતે તે આગ લગાવી દે છે.પછી આગની સાથે સાથે કુંડાળા માં રહેલા બધા સામાન ને પણ આગ લગાવી દે છે. પછી તે પોતાના ડાભા હાથની વચ્ચેની આંગળી ઉપર કાળુ તેલ લગાવી તેના ઉપર ઘા કરી દે છે. કાળા તેલ ના લીધે શીલ ના શરીર માંથી વહેતું લાલ લોહી પણ કાળુ થઈને ટપકે છે. પછી આગ નો એક મોટો ભડાકો થાય છે ને સૈતાન ના રાજા શીલ ની સામે આવે છે.

“ આજ મે બડા પ્રસન્ન હુઆ હું વત્સ. મે તુઝે આજ એક ઐસી કાલી શકતી દુંગા જો તેરી મદદ કરેગા તેરે પ્યાર કો પાને મે પર ઉસ્કે બાદ તું અપના સોદા મત ભૂલના વરના મે સબ બરબાદ કર દુંગા. “ સૈતાન

( નોંધ :- આ વિદ્યા નો કોઈ જ ઉપયોગ નથી. દુનિયામાં સૈતાન નું કોઈ અસ્તિત્વ જ નથી. કેમકે બધી ભ્રમણા છે જેનો કોઈ મતલબ નથી. આ વિદ્યા ટ્રાય કરીને પણ સૈતાન નહિ મળે તો ખોટો સમય બગડી ને પોતાને હાની પોહચાડવી નહિ. આ ખાલી વાર્તા ના નિરૂપણ માટે છે.)

સૈતાનની વાત સાંભળીને શીલ ના ચહેરા ઉપર ખુશી આવી જાય છે. શીલ ને થોડા સમય પછી એક છાયો હાસિલ થાય છે જેને તે જુલિયટ ના પૂતળા ઉપર ફેકી દે છે. જેવો જ પેલો છાયો જુલિયટ ના પૂતળા સાથે અથડાય છે કે તરત જ જુલિયટ ને જોરથી જાટકો વાગે છે ને તે ચીખ પાડી દે છે. જુલિયટ ની ચીખ શીલ સુધી આવી ગઈ હતી ને તે સમજી ગયો કે પેલો છાયો જુલિયટ ના શરીર માં પોહચી ગયો. જુલિયટ ના શરીર માં બે ખતરનાક કાળા છાયા હતા. જે જુલિયટ ની આગળની જિંદગી ગણી મુશ્કેલ કરવાના હતા. જુલિયટ ની ચીખ થી જેમ્સ ગભરાઈ જાય છે.

“ જુલી શું થયું ? કેમ તે ચીખ પાડી ? બધું ઠીક તો છે ને! તારી તબિયત ઠીક છે ને?” જેમ્સ

“ જેમ્સ મને એવું ફીલ થયું કે કોઈક એ મારી ઉપર જોરથી વાર કર્યો. જેમ્સ મારી સાથે કંઇક અજુગતું થઈ રહ્યું છે. હવે મને ખૂબ ડર લાગે છે. “ જુલિયટ

“ જુલિયટ આ તારા મનનો ભ્રમ છે. કંઇ નથી થઈ રહ્યું તારી સાથે. તું એક દમ ઠીક છે. હવે તારે આરામની જરૂર છે. તું આરામ કર…” જેમ્સ

જેમ્સ ગમે તેમ કરીને જુલિયટ ને સુવડાવી દે છે. પણ જેમ્સ ને પોતાની જુલિયટ ઉપર વિશ્વાસ તો હતો જ. જેમ્સ ને પણ લાગતું હતું કે જુલિયટ સાથે કોઈક ગલત થઈ રહ્યું છે. પણ શું ? તેનો અનુમાન જેમ્સ લગાવી શકતો ન હતો. જુલિયટ ની લાઈફ ઉલ્જાવા લાગી હતી. પણ જેમ્સ પણ શું કરી શકે આમાં જ્યારે તેને ખબર જ નોહતી કે જુલિયટ સાથે શું થઈ રહ્યું છે. જુલિયટ ને શાંતિથી સૂતી જોઇને જેમ્સ ને પણ થોડો આરામ મળે છે.

( જુલિયટ એક અંધારા ખૂણા માં આંખો બંધ કરીને બેઠી હતી. જુલિયટ ધીરે ધીરે પોતાની આંખો ઉગાડી કરે છે. જેવીજ જુલિયટ પોતાની આંખો ખુલ્લી કરીને તરત જ બંધ કરી દે છે. જુલિયટ ના માથા ઉપરથી પરસેવાના રેલા ઉતારવા લાગ્યા હતા. તેને ખૂબજ ડર લાગી રહ્યો હતો. જુલિયટ ની આસપાસ ખૂબજ ભયાનક ચહેરાઓ ફરી રહ્યા હતા. કોઈક ના મોઢામાંથી ખૂન પડતું તો કોઈક ના શરીરમાંથી માંસ નીચે પડતું. કોઈક જુલિયટ ઉપર હુમલો કરતા તો કોઈક જુલિયટ ના બાલ ખેંચતાણ કરતા. જુલિયટ ની સામે ગીતો ગાતા તો ક્યારેક નાચી લેતા. ક્યારેક જોરદાર રડતાં તો ક્યારેક જોરદાર હસતાં.

જુલિયટ ને ખૂબ જ ડર લાગી રહ્યો હતો એ જ વખતે જેની જુલિયટ ના પાસે પોહચી જાય છે. જુલિયટ જેની ને જોઈને થોડી ખુશ થઈ જાય છે. જુલિયટ ને ઉમ્મીદ હતી કે તેને જેની બચાવી લેશે. પણ જેની તો ખુદ જુલિયટ સાથે આ કાળી દુનિયામાં કેદ થઈ ચૂકી હતી. જેની જુલિયટ ને જાણતી હતી પણ જુલિયટ જેની ને ન જાણતી હતી. એટલે પછી જુલિયટ ને જેની થી પણ ખૂબ ડર લાગતો હતો.

“ જુલિયટ મારાથી ડરવાની તારે કોઈ જરૂર નથી. હું 150 વર્ષ પછીની દુનિયા માંથી આવી છું. હું તને ખૂબ સારી રીતે જાણું છું. તને ક્યારેય પણ હું હાની પોહચાડી શકું નહિ. તારે મારાથી ડરવાની જરૂર નથી. “ જેની

જેની ની વાત સાંભળીને જુલિયટ ને જેની ઉપર વિશ્વાસ આવી જાય છે. જુલિયટ જેની ને પછી બાથ ભરાવી દે છે. બંને હવે એકબીજા સાથે હતા. જુલિયટ કે જેની બંને માંથી કોઈપણ સમજી શકતું ન હતું કે એકબીજા સાથે શું થઈ રહ્યું છે. જેની અને જુલિયટ ની લાઈફ એકબીજા સાથે મજબૂત રીતે ઉલજી ગઈ હતી.

જુલિયટ અને જેની એકબીજાનો સહારો બનીને એકબીજા ને બાથ ભરાવીને બેઠા હતા. બંને સાથે ડરી રહ્યા હતા. પછી પેલા છાયાઓ પાછળ થી એક ભયાનક અવાજ આવે છે. જે જુલિયટ અને જેની ની ચીખ નીકળી દે છે. જુલિયટ અને જેની ના મનમાં ખૂબ જ ડર પેદા થઈ ચૂક્યો હતો એટલે બંને એકબીજા ને દબાવીને બાથ ભરાવી દે છે. ધીરે ધીરે પેલો અવાજ જુલિયટ અને જેની તરફ આગળ વધી રહ્યો હતો. જુલિયટ અને જેની તેનાથી ખૂબ જ ડરી રહ્યા હતા. જુલિયટ અને જેની એક બીજાને ઊભા થવા માટે સહારો આપે છે પણ ઊભા થઈ શકતા નથી. જુલિયટ અને જેની બંને ના હાથ પગ મજબૂર દોરી થી બંધાઈ ચૂક્યા હતા.

જુલિયટ અને જેની એ એકબીજા ના હાથ અને પગ ખોલવાની કોશિશ કરી અને થોડા સમય પછી બંને ના હાથ અને પગ ખુલી ગયા. જુલિયટ અને જેની એકબીજાને સહારો આપીને ઊભા થયા. પેલો ભયંકર અવાજ એકદમ નજીક આવી ચૂક્યો હતો. જેની અને જુલિયટ ત્યાંથી ભાગવાની કોશિશ કરી રહ્યા હતા પણ તેમની ચારે તરફ અંધકાર સિવાય કોઈપણ હતું નઈ. જુલિયટ અને જેની કઈ બાજુ ભાગે તે પણ તેમને સમજાતુ ન હતું. બંને એ નક્કી કર્યું કે એકબીજા નો હાથ પકડીને ભાગશે. બંને ખૂબ ભાગ્ય ને અચાનક જઈને ક્યાંક અથડાઈ ગયા. બંને એક સાથે જ નીચે પડ્યા નેં નીચે જતાં જ ગયા. જેમ જેમ બંને નીચે જાય છે તેમ તેમ તેમના મનનો ડર પણ વધતો જાય છે.

જુલિયટ અને જેની એક એવી જગ્યા એ જઈને પડે છે જ્યાં રોશની તો હોય છે પણ ખાલી નામની. એ રોશની થી જુલિયટ અને જેની એકબીજાના ચહેરા જુએ છે તો બંને એક જેવા જ લગતા હતા. જુલિયટ ને એવું લાગતું હતું કે તે પોતાને કોઈ આયના માં જોઈ રહી છે પણ એ સત્ય ન હતું. કેમકે જુલિયટ અને જેની એકબીજા ની કાર્બન કોપી હતા. જુલિયટ જેની પોતાના જેવી જ દેખાય છે તે જોઇને જેની ને બાથ ભરાવી દે છે. જુલિયટ ના ચહેરા ઉપર ખુશી છવાઈ ગઈ હતી કેમકે પહેલી વાર જુલિયટ એ એક સકલ ધરાવતા માણસ જોયા હતા. જુલિયટ જેની ને બાથ ભરાવીને તેનો આભાર માની રહી હતી. જુલિયટ અને જેની ને લાગવા લાગ્યું હતું કે તે બંને બચી ગયા છે પણ આ તેમના મનનો વહેમ હતો. હજુ સુધી જુલિયટ કે જેની નો પીછો પેલા ભયાનક છાયા થી છૂટ્યો ન હતો. પેલો ભયાનક અવાજ એક ભયાનક છાયા નો હતો જે જુલિયટ અને જેની તરફ આવીને તેમના ઉપર વાર કરી દે છે.

જુલિયટ ચીખ પાડીને જાગી જાય છે.)


ક્રમશ……..

આ સ્ટોરી ને લગતા કોઈ પણ પ્રશ્ન કે અન્ય પ્રશ્ન માટે મને વોટ્સએપ 9624265491 કરી શકો છો ! અને ઈન્સ્ટાગ્રામ ઉપર પણ ફોલો કરો @Author_ankit_Chaudhary