જંતર મંતર - 19 Ankit Chaudhary શિવ દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

જંતર મંતર - 19

પ્રકરણ :19

જેમ્સ જુલિયટ ની વાત સાંભળીને થોડો વ્યતીત થઈ જાય છે કેમકે જે જુલિયટ કહી રહી હતી એ શક્ય હતું જ નઈ. જેમ્સ ને લાગે છે કે જુલિયટ જે રોજ રાત્રે ઉજાગરો કરે છે તેનું પરિણામ છે આ સ્વપ્ન. જુલિયટ ના મનને પૂરતો આરામ મળતો જ નથી. જેના લીધે જુલિયટ નું શાંત મન એ વાત ને પણ સત્ય માની લે છે જે વાત હકીકતમાં સંભવ જ નથી. જેમ્સ ને લાગે છે કે હવે જુલિયટ ને સમજાવવી જરુરી છે નહિ તો તેનો આજનો શો પણ ફ્લોપ પણ થઈ જશે.

“ જુલી આ બધો તારા મનનો ભ્રમ છે. જુલી ઘણી વાર એવું બને છે કે આપડે એ વસ્તુ નું અનુમાન લગાવીએ છીએ જે હકીકત માં હોતી જ નથી. જુલી તારે આરામની જરૂર છે. તું કહે તો આજનો શો કેન્સલ કરી દઉં! “ જેમ્સ

“ જેમ્સ મને આરામ મળે કે ના મળે! પણ મારો શો ક્યારેય કેન્સલ તો નહિ જ થાય. જેમ્સ તને ખબર છે કે જુલી થી જુલિયટ સુધી નો સફર કેટલો મુશ્કેલ રહ્યો છે મારી માટે. જો મે એ સમયે હાર માની લીધી હોત તો આજે આ દુનિયાને જુલિયટ આપી ન શકી હોત. આજે પણ એ માસૂમ જુલી જ હોત જે મહેસાણા આજુબાજુ ના કોઈ ગામડામાં લગ્ન કરી ને પશુપાલન કરતી હોત.” જુલિયટ

“ જુલી જ્યારથી હું તને મળ્યો છું ત્યારથી લઈને આજ સુધી તને જુલિયટ ના રૂપમાં જ જોઈ છે. આજ સુધી ક્યારેય જુલી વિશે ના કંઇ સાંભળ્યુ છે કે તારામાં ક્યારેય જુલી ની ઝલક પણ જોઈ નથી. જુલી આજે તો તુ કહે કે જુલી માંથી જુલિયટ કઈ રીતે બની તું ? શું કારણ હતું જુલિયટ બનવાનું ?” જેમ્સ

“ જેમ્સ જુલી ની જિંદગી ખૂબજ કષ્ટદાયક હતી. એમ સમજી લે કે જુલી એક ચાલતી ફરતી મજાક હતી. જેને ભગવાને પણ ખૂબજ મજાક થી બનાવી હતી. સ્કૂલ , કૉલેજ બસ બધી જગ્યા એ મજાક જ બની હતી જુલી. મારા જીવનનો અંધકાર છે જુલી જેને હું યાદ કરું તો પણ મારી આત્મા કંપી જાય છે. “ જુલિયટ

“ આજે હું એ જુલી ને મળવા માગું છું એને જાણવા માગું છું. પ્લીઝ મને જુલી ની મુલાકાત કરાવ જુલિયટ. હું જુલી ને પણ જુલિયટ જેટલો પ્રેમ આપવા માગું છું. જુલી ને પણ એ બધી ખુશીયો આપવા માગું છું જે આજ સુધી જુલિયટ ને આપી છે. કુદરત ને ખોટી પુરવાર કરવા માગું છું કે કુદરતે જુલી ને પણ ફુરસદ થી બનાવી છે.જુલી ને પણ એટલું જ માન સન્માન આપવા માગું છું જેટલું મે આજ સુધી જુલિયટ ને આપ્યું છે. જુલિયટ ના જેમ્સ ની જેમજ જુલી નો જગો બનવા માગું છું.” જેમ્સ

જેમ્સ ની વાત સાંભળીને જુલિયટ કશુજ બોલ્યા વગર ઉભી થઈને અલમારી પાસે પોહચી જાય છે. અલમારી માંથી કપડાં નીકાળીને તે બાથરૂમ માં જાય છે. ત્યાં જુલિયટ જુલી બનીને બહાર આવે છે. બે લાંબા મોટા ચોટલા ને લાલ પીળા રંગનું ફ્રોક પહેરીને બહાર આવે છે. જેમ્સ તેને જોતો જ રહી જાય છે. જેમ્સ ને ખરેખર જુલી ઉપર દયા આવી જાય છે કેમકે આ જુલી જુલિયટ થી લાખો કોષ સુધી પણ મળતી ન હતી.

“ જુલી તારું આ રૂપ મે પહેલી વખત જોયું પણ હું જાણવા માગું છું કે જુલી સાથે એવું તો શું થયું કે તેને પોતાની ઓળખાણ બદલીને જુલિયટ બનવું પડ્યું ! જુલી સાથે એવું તો શું થયું હતું?” જેમ્સ

( “ જેમ્સ તારી જુલી એટલે એક અભાગી નારી જેના જન્મ પછી તેના માતા પિતા ને કોઈ અન્ય સંતાન થયું જ નઈ. મારા માતા પિતા ને પુત્ર ની આશા હતી પણ તેમના ઘરે જન્મ મારો થયો. મારો જન્મ મારા પરિવાર માટે કાળો દિવસ બની ગયો. મારા જન્મ થતાં જ ધરતીકંપ આવ્યો ને અમારું ખોરડું ભાગી પડ્યું. મારી મા મને લઈને ભાગી ને તેના પેટ ઉપર મોટા પથ્થર પડ્યા અને તેનું ગર્ભાશય તૂટી ગયું. ડૉક્ટર એ કહી દીધું કે હવે કોઈ સંતાન નહિ થાય. બસ એ દિવસ થી લઈને આજ સુધી મારા પિતા એ મારો ચહેરો પણ જોયો નથી.

મારા ઘર માં મારી માટે કોઈપણ ન આવે. કપડાં પણ હું લોકો ના માગી ને લાવતી. કોઈ કપડું સારું ન હોતું એટલે હું તેને સોયદોરા વડે ટાંકા લેતી અને તેને પછી પહેરતી. જેમ્સ સ્કૂલ થી લઈને કૉલેજ સુધી હું મજાક જ બની છું. મે અભ્યાસ તો સાત ચોપડી સુધી કર્યો છે પણ કૉલેજ માં હું કચરા પોતું કરવા હતી. જેમ્સ જુલી ની સામે ન કોઈ સરખી રીતે જોતું કે ન કોઈ સરખા મોઢે વાત કરતું .

એક દિવસ હું ખૂબ દુઃખી થઈ કેમકે ચારેબાજુ બસ બધા લોકો મારી મજાક જ બનાવી રહ્યા હતા. કોઈ મારા ચોટલા ખેંચાતું તો કોઈક મને ધક્કા દેતું ને પછી બધા મારી ઉપર મજાક બનાવીને જોરદાર હસતાં. એક છોકરાએ મને કચરામાં ધક્કું મારી દીધું. મને ઘણું વાગ્યું ને લોહી પણ આવ્યું. હું કાગળ ઉઠાવીને મારું લોહી સાફ કરતી હતી એજ વખતે એક કાગળ મને મળ્યો જેમાં લખ્યું હતું કે જાદુ શીખી ને તમારી જિંદગી ને રંગીન બનાવો. બસ પછી તો હું ત્યાં પોહચી ગઈ.

મારી ફાટેલી તૂટેલી હાલત જોઈને પહેલા તો મને અંદર પણ ન જવા દીધી પણ મે ઘણી બધી વિનંતી કરી ત્યારે એ લોકો એ મને અંદર જવા દીધી. ત્યાં ખૂબ અમીર અને સારા કપડાં વાળા જાદુ શીખી રહ્યા હતા. મને લાગ્યું કે અહી આ લોકો મને જાદુ શીખવશે જ નઈ એટલે હું તેમની નોકરાણી બની ગઈ. જ્યારે પણ જાદુ ના ક્લાસ ચાલતા ત્યારે હું તેને ધ્યાન થી જોતી અને પછી મારી ઝૂંપડી માં જઇને એ જાદુ કરતી. હું ત્યાં બે વર્ષ રહી અને બધા જાદુ શીખી ગઈ.

પછી એક દિવસ મે ગામ વચ્ચે ચોરા ઉપર જોરદાર ઢોલ વગાડ્યો જેના અવાજ થી આખું ગામ ત્યાં ભેગુ થઈ ગયું. મે બધાને મારા જાદુ ના ખેલ વિશે કહ્યું ત્યારે બધા મારી ઉપર હસવા લાગ્યા. પણ જેમ્સ મે હિંમત નોહતી હારી. પછી એક પછી એક જાદુ કરવા લાગી અને ગામના લોકો ને મારા જાદુ ખૂબ જ ગમવા લાગ્યા. પછી મે થોડા દિવસ પછી બીજી વાર ગામમાં જાદુ નો ખેલ કર્યો ત્યારે આખા ગામે મને પૈસા અને કપડાં આપ્યા. હવે મારી પાસે પૈસા પણ હતા ને કપડાં પણ. ધીરે ધીરે હું મહેસાણા ના આજુબાજુ ના ગામડા માં મારા જાદુ નો ખેલ કરવા લાગી ને ધીરે ધીરે મારી ગરીબી દૂર થવા લાગી.

એક દિવસ મને સંદેશો મળ્યો કે અમદાવાદ માં એક ભવ્ય મેળા નું આયોજન થયું છે ને તેમાં મારા શો માટે મને આમંત્રણ મળ્યું હતું. મારી પાસે એટલા જ પૈસા હતા જેમાંથી હું મેળા માં જગ્યા અને જાદુ માટેનો જરૂરી સામાન ખરીદી શકું. પછી હું તે મેળા માં પોહચી ગઈ અને મને ખબર પડી કે અહી મેળો દશ દિવસ ચાલવાનો છે અને મારે દશ દિવસ સુધી અહી હોટેલ માં રોકાવાનું છે અને રોજ રાત્રે જાદુનો ખેલ કરવાનો છે. મને લાગ્યું કે હવે જિંદગી સેટ થવા લાગી છે. હકીકત માં એવુજ બન્યું અને દશ દિવસ ના મને એ સમયે દશ હજાર રૂપિયા મળ્યા. પછી મે આખા દેશમાં જાદુ ના ખેલ કરવાનું શરૂ કરી દીધું ને ધીરે ધીરે મે મારા અંદર રહેલી જુલી ને મારી ને જુલિયટ બની ગઈ. પછી તો મને વિદેશમાં પણ શો કરવા માટે આમંત્રણ આવવા લાગ્યા. “) આ છે જુલી ની આપવીતી જેમ્સ. “ જુલિયટ


જુલિયટ ની સાથે સાથે જેમ્સ ની આંખો પણ નમ થઈ ચૂકી હતી. જેમ્સ એ સીધી જ જુલિયટ ને પોતાના ગળે લગાવી દીધી ને તેના રેશમી બાલ માં નાના છોકરા ની જેમજ હાથ ફેરવવા લાગ્યો.

“ જુલી આજે તારા ચાહકો ને જુલિયટ થી નહિ પણ જુલી સાથે મુલાકાત કરાવી દઈએ.” જેમ્સ

“ જેમ્સ હું જુલિયટ જ બરાબર છું. પ્લીઝ મને મારી હાલની હકીકત સાથે જીવવા દે. જુલી ને હું પહેલાજ મારી ચૂકી છું. ફરીવાર મારા અંદર હિંમત નથી જુલી બનીને જીવવાની.” જુલિયટ

આટલું કહીને તો જુલિયટ જોરથી રડવા લાગે છે. જુલિયટ નો રડવાનો અવાજ જેમ્સ ના રૂમમાં રોકાયેલા શીલ સુધી પણ જતો હતો. જેમ્સ હવે જુલિયટ ને ફોર્સ કરવા માગતો ન હતો એટલે તેને હવે જુલી ની વાત ભૂલવી જરૂરી સમજી. પછી જુલિયટ ને ફરી એકવાર જુલી માંથી જુલિયટ બનાવી દીધી. બીજી તરફ શીલ જુલિયટ ના પૂતળા સાથે કંઇક કરી રહ્યો હતો. શીલ પોતાના હાથ માં ખીલી લઈને જુલિયટ ના પૂતળા ઉપર ધીરે થી લગાવી રહ્યો હતો જેના લીધે જુલિયટ ને કોઈક ચુબી રહ્યું હોય તેવો અનુભવ થઈ રહ્યો હતો. પણ જુલિયટ તેને નજર અંદાજ કરીને આજના શો ની તૈયારી કરવામાં લાગી ગઈ હતી.

“ જુલિયટ આજે તારી સાથે એ થશે જે આજથી પહેલા કોઈ સાથે થયું નથી. તને તારા જીવ કરતાં પણ જેમ્સ વધુ વહાલો છે ને તો આજે તું તારા હાથે જ તારા પ્રેમ જેમ્સની જાન લઇશ. તને જેમ્સ ની યાદ માં તડપતી અને જેમ્સ ની હત્યા માટે પોતાની જાતને કોસતી જોઈ ને મારા મન ને ખૂબજ સુકુંન મળશે. પછી હું તારો સહારો બનીને તારો પ્રેમ હાજર કરી દઈશ. તારી સાથે લગ્ન કરીને તારા જાદુ સાથે મારા કાળા જાદુ ને ઘોળી દઈશ અને પછી આખી દુનિયા ઉપર રાજ કરીશ ને મારી ગુલામ બનાવી દઈશ. ( પછી જોરજોરથી હશે છે.) “ શીલ


ક્રમશ………





આ સ્ટોરી ને લગતા કોઈ પણ પ્રશ્ન કે અન્ય પ્રશ્ન માટે મને વોટ્સએપ 9624265491 કરી શકો છો ! અને ઈન્સ્ટાગ્રામ ઉપર પણ ફોલો કરો @Author_ankit_Chaudhary