દોસ્તાર - 28 Anand Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

દોસ્તાર - 28

ભાવેશ વીસ પચ્ચીસ હજાર...
હા સાહેબ. શું તમને વિશ્વાસ નથી આવતો અમે કેમિકલ વાળા ભાઈ ને મળી આવ્યા છીએ અને તેમણે અમને કહ્યું હતું કે આરામ થી 35 થી 40 ટકા જેટલો નફો છે.
કંઈ વાંધો નહિ હું તમારી સાથે તૈયાર છું અને જો તમારે પેસા ની જરૂર હોય તો આજે આપી દઉં.
ના..ના..સાહેબ એવું નથી.પણ જગ્યા કયા રાખશું.
ચાલો મારી સાથે આપણે વિજાપુર માં એક જગ્યા છે તે જોવા માટે જઈએ.
(મહેશ ભાઈ,ભાવેશ અને વિશાલ વિજાપુર માં આવેલી એક જગ્યા જોવા મટે જાય છે.)
આ મિતેશભાઈ એ મને કહ્યું હતું કે કોઈ તમારા મિત્રને ગોડાઉન ભાડે જોઈતું હોય તો કહેજો એટલે આપણે મિતેષ ભાઈ ને મળવા માટે આવ્યા છીએ.
મિતેશભાઇ અમારે ધંધા માટે એક ગોડાઉન ભાડે જોઈએ છે જો તમે મને વાત કરી હતી એટલે અમે આવ્યા છીએ.
હા...હા...મહેશ ભાઈ બેસો.આપણે ગોડાઉન ભાડે આપવાનું જ છે કોને લેવું છે પાર્ટી છે કોઈ ધ્યાને ...
મારે જ લેવું છે.
જો વાપરો તમારે લેવું હોય તો આપ્યું.
પણ ભાડું કેટલું છે એ તો કહો મિતેષ ભાઈ...
મહેશભાઈ તમે જે આપો એ લઈ લઈશું.
ના મિતેષ ભાઈ તમારી બધી વાત સાચી પણ આમાં ચોખ્ટ સારી.
તમને તો હું શું કહું મહેશભાઈ
જે બજાર માં ચાલતું હોય તે ભાડું બોલો.
આમ તો મહેશભાઈ બજાજ ઓટો વાળો માણસ લેવા આવ્યો હતો પણ માટે તેને આપવા ની ઈચ્છા નથી મારે તો તમને આપવી છે ભાડે...
પણ ભાડું કહો તો વિચારીએ..
બજાજ વાળો ભાઈ મને 14 હજાર રૂપિયા માં એક મહિનો અને 25 હજાર રૂપિયા ડિપોઝિટ આવી વાત થઈ હતી પણ મારી ઈચ્છા તો તમને આપવા ની છે,જો 12 હજાર રૂપિયા આપી દેજો ફાઈનલ અને 25 ની જગ્યાએ 20 હજાર ડિપોઝિટ પેટે આપજો ઘરના ના છો એટલે...
સારું તો પછી અમે વિચારી ને તમને ફોન કરીશું.
હા કોઈ વધો નહિ જેવી તમારી મરજી...
(ત્રણે જણા મીતેશભાઈ ના ત્યાંથી મહેશ ભાઈ ના ઘરે જાય છે અને ભાડા વિશે ચર્ચા કરે છે.)
વિશાલને ક્યારનુંય બોલવું હતું તેને રહેવાયું નહિ એટલે તરત બોલી ઉઠ્યો મહેશ ભાઈ આ ભાડું ખૂબ વધારે છે આ મિતેષ ભાઈ આપણ ને ડફોળ બનાવે છે એટલે તમે તેમની વાતો માં આવ્યા વગર બીજી કોઈ જગ્યા શોધવા નું ચાલુ રાખો...
તારી વાત એકદમ સાચી છે એટલું ભાડું આપીએ તો શું કમાઈએ... આખી જિંદગી ભાડા ભર્યા માં જાય મારું માનવું છે.
અમે સાહેબ કોઈ સારી જગ્યા હોય તો શોધશું અને તમે પણ તમારો પ્રયત્ન ચાલુ રાખ જો... અમે ઘરે જઈએ...
(ભાવેશ અને વિશાલ બાઈક ઉપર ઘરે જાય છે અને રસ્તામાં એક વિચાર આવે છે કે સાલું સરદારપુરા ગામ માં ફેક્ટરી કરીએ તો શું વાંધો.)
પણ જગ્યા ક્યો છે મારા ભાઈ.
અલ્યા ભાવેશ તારા માસી ના છોકરા ને ફોન કર ને ક્યોક જગ્યા હોય તો આપણ ને કંઇક સેટિંગ કરી આપે.
આટલું કેહતાજ ભાવેશ તેના માસી ના છોકરા ને ફોન કરે છે...
લાલા હું ભાવેશ બોલું છું.
બોલ ને ભાવેશ કંઈ કામ હતું કે શું.
હા ભાઈ એક કામ હતું,સરદારપુરા માં એક ફેક્ટરી નાખવા માટે જગ્યા જોઈએ છે.
પેલા તું કયા છે એ કે.
હું લાડોલ પોહાચ્યો છું બોલ તારે કંઈ કામ છે.
મારી વાત ધ્યાન થી સાંભળ,તું પેહલા સરદારપુરા આવી જા એટલે આપણે બંને બેસી ને કંઇક વાત કરીએ.
સારું.
(આટલું કહીને ભાવેશ ફોન મૂકી દે છે.)
શું કીધું ભાવેશ લલા એ.
કંઈ નહિ તું સરદારપુરા આવ એટલે વાત કરીએ.
હા તો બાઈક ક્યાં જવા દેવું છે ભાઈ..
એમાં શું પૂછવાનું હોય જવા દે ને સરદારપુરા...
વધુ આવતા અંકે...