Taras premni - 67 books and stories free download online pdf in Gujarati

તરસ પ્રેમની - ૬૭



રજત તરત જ મેહાને ફોન કરી પોતાની કેબિનમાં બોલાવે છે. મેહા રજતની કેબિનમાં આવે છે. કેબિનમાં કોઈ આવે નહીં એટલે રજત કેબિનના દરવાજાની સ્ટોપર મારી દે છે. મેહા પણ મનોમન વિચારવા લાગી કે રજતે દરવાજાની સ્ટોપર કેમ મારી દીધી.

રજત મેહાની નજીક ગયો. મેહા પાછળ હટતી જતી હતી અને રજત મેહાની નજીક જવા કદમ આગળ વધારી રહ્યો હતો.

મેહા:- "સર શું વાત છે? મને કેમ બોલાવી?"

મેહા દિવાલનો‌ ટેકો લઈને ઉભી રહી જાય છે.

મેહા:- "શું થયું સર?"

રજત:- "તને ખબર નથી કે દુપટ્ટો કેવી રીતના પહેરાય તે?"

મેહાએ નજરો ઝૂકાવી દીધી.

મેહા:- "પણ થયું શું છે તે તો કહો?"

રજત:- "મેહા તું એટલી નાદાન પણ નથી કે બધી વાત મારે સમજાવવાની હોય."

મેહા:- "પણ સર હું તો આવી રીતે જ દુપટ્ટો નાખું છું."

રજત:- "દુપટ્ટો નીચેથી કર. તને ખબર નથી કે લોકોની નજર ક્યાં ક્યાં જાય છે. અને બની શકે તો દુપટ્ટાથી બધું ઢાંકી દે. સમજી?"

મેહા:- "ઑકે...હવે હું જાઉં?"

મેહા જતી હોય છે કે રજત કહે છે "ઉભી રહે...દુપટ્ટો તો સરખો કર."

મેહા:- "હું બહાર જઈને કરી લઈશ."

રજત મેહાની નજીક જઈ દુપટ્ટાને વ્યવસ્થિત કરતા કહે છે "જા હવે...અને હવે આવી રીતના જ દુપટ્ટો નાંખીને આવજે. સમજી?"

મેહા બહાર નીકળી જાય છે. મેહાને ગમ્યું કે રજત મારું આટલું ધ્યાન રાખે છે.

ફરીવાર કોઈ અજાણ્યું વ્યક્તિ ખાસ થઈ રહ્યું છે,
લાગે છે ફરી એકવાર આ દિલને પ્રેમ થઈ રહ્યો છે.

મેહા ઘરે જાય છે. મેહા રજત વિશે જ વિચારે છે. થોડીવાર પછી રજતનો મેસેજ આવે છે.

રજત:- "Hi શું કરે છે?"

મેહા:- "કંઈ નહીં...બસ સૂવાની તૈયારી...તમે શું કરો છો?"

રજત:- "કંઈ ખાસ નહીં..."

રજત અને મેહા ખાસ્સીવાર સુધી વાત કરે છે. સવારે મેહા ઉઠે છે. થોડીવાર સુધી તો મેહા રજત વિશે વિચારતી રહી. રજત વિશે વિચારતાં વિચારતાં મેહાના ચહેરા પર સ્માઈલ આવી જાય છે. મેહાને મોબાઈલમાં મેસેજની ટોન સંભળાય છે. મેહાએ મેસેજ જોયો તો રજતે Good morning નો મેસેજ કર્યો હતો. મેહાએ પણ મેસેજથી Good morning કહ્યું.

મેહા ઑફિસ પહોંચે છે. રજત આવે છે એટલે મેહા રજતની કેબિનમાં ચા લઈને જાય છે. રજત પોતાના કામમાં બિઝી હતો એટલે મેહા ચા મૂકીને જતી હોય છે કે રજત મેહાને રોકતા કહે છે "મેહા ક્યાં જાય છે? મારી હેલ્પ કર."

મેહા:- "ઑકે સર."

હવે તો રજત અને મેહા દરરોજ મેસેજથી વાત કરતાં. રજત સવારે મેહાને મેસેજ કરવાનું ભૂલતો નહોતો. મેહાની દરેક સવાર રજતને લીધે ખુશનુમા બની જતી. ઑફિસમાં પણ મેહા રજત સાથે જ વધારે કમ્ફર્ટેબલ ફીલ કરતી.

મેહા વિચારતી કે રજતના મનમાં મારા પ્રત્યે લાગણી છે કે નહીં એ કેવી રીતે જાણું. રજત તો કેટલીય યુવતીઓ સાથે વાત કરતો હશે. હું રજત માટે સ્પેશિયલ છું કે નહીં એ કેવી રીતના ખબર પડશે.

મેહા થોડા દિવસ તો એમજ વિચારતી રહી કે રજતના મનની વાત કેવી રીતના જાણું? એક સાંજે મેહા કોઈ સારો પ્રોગ્રામ આવે છે કે નહીં તે જોઈ રહી હતી. મેહાને ઈન્ટરેસ્ટ ન પડ્યો એટલે મેહા song ની ચેનલ જ જોવા લાગી. એક Song ચાલું થયું. શાહીદ કપૂર અને વિદ્યા બાલનની મુવી કિસ્મત કનેક્શનનું song હતું.

बाखुदा तुम्ही हो, हर जगह तुम्ही हो

हाँ, मैं देखूँ जहा जब,

उस जगह तुम्ही हो

ये जहां तुम्ही हो, वो जहां तुम्ही हो

इस ज़मीं से फ़लक के

दरमियाँ तुम्ही हो

મેહાએ આ song જોયું. બીજું song પણ ચાલું થઈ ગયું. મેહાના મગજમાં કંઈક વિચાર આવ્યો. કિસ્મત કનેક્શન માં હીરોઈનને ખબર પડે છે કે હીરો જોઈ રહ્યો છે. હીરોઈન તરત હીરો તરફ જોય છે. પણ હીરો આમતેમ જોવા લાગે છે. હીરોઈન ચૂપચાપ પર્સમાંથી અરીસો કાઢી હીરોને ચોરીછૂપીથી જોય છે.

મેહાએ વિચાર્યું કે હું પણ આવી રીતે રજતના મનની વાત જાણી શકીશ. મેહા બીજા દિવસે ઑફિસ પહોંચે છે.

મેહા પોતાના પર્સ માં અરીસો લઈ લે છે. થોડી જ વારમાં રજત આવે છે. મેહા ચા મૂકી આવે છે. થોડીવાર પછી રજત‌ કેબિનની બહાર આવે છે.
રજત મેહાની પાછળ જ ઉભો હોય છે. રજત મેહાને ખ્યાલ ન આવે એ રીતે મેહાને જોય છે. મેહાએ પર્સમાંથી અરીસો‌ કાઢ્યો. મેહા અરીસામાંથી રજતને જોઈ રહી. મેહા વિચારે છે કે "રજત મને કેવી રીતના જોઈ રહ્યો હતો. I think રજતના મનમાં મારા પ્રત્યે લાગણી છે. પણ રજત જ્યાં સુધી મને કહેશે નહીં ત્યાં સુધી મારું મન તો બેચેન રહેશે." સાંજે મેહા ચા મૂકી આવે છે.

સાંજે ઑફિસમાંથી બધા નીકળી જાય છે. મેહા પણ જતી જ હોય છે કે રજત મેહાને ફોન કરી પોતાની કેબિનમાં બોલાવે છે. મેહા રજતની કેબિનમાં જાય છે. રજત મેહાની નજીક જઈ મેહાના બંન્ને હાથ હળવેથી પકડે છે.

રજત:- "શું જાણવું છે તારે?"

મેહા:- "કંઈ નથી જાણવું મારે."

રજત:- "રિયલી?"

મેહા:- "હા સાચ્ચે જ...મારે કંઈ નથી જાણવું."

રજત:- "ઑકે તો તું મને સામેથી પણ જોઈ શકે છે ને? અરીસામાંથી મને શું કરવા જોય છે?"

મેહા તરત જ નજરોને ઝૂકાવી લે છે.

રજત:- "ઑહ હા તું એ જોતી હશે ને કે હું તને કેવી રીતના જોઉં છું. મારા મનમાં તારા માટે કંઈક ફીલીગ્સ છે કે નહીં? એ જાણવાની જ કોશિશ કરતી હતી ને? લિસન તારે આ બધું કરવાની જરૂર નથી ઑકે? તારે મારા મનની વાત જાણવી છે ને...તો સાંભળ...હું તને ખૂબ ચાહું છું મેહા...I really love you..."

આ સાંભળીને મેહાને તો વિશ્વાસ જ ન આવ્યો. થોડીવાર તો મેહાને કંઈ સમજમાં જ ન આવ્યું. થોડીવાર સ્વસ્થ થઈ પછી મેહાએ કહ્યું "ઑકે સર તો હું હવે નીકળું છું."

રજત:- "તું ચાહે છે મને?"

મેહા નજરો ઝૂકાવી હા કહ્યું અને ત્યાંથી જતી રહી.
મેહા ઘરે પહોંચે છે. મેહા શાવર લઈ પોતાના રૂમમાં આવે છે. મેહા બાલ્કનીમાં બેઠી હોય છે. એટલામાં જ રજતનો ફોન આવે છે. મેહા ફોન રિસીવ કરે છે.

મેહા:- "હેલો..."

રજત:- 'મેહા આજે સાથે ડીનર કરીએ."

મેહા:- "ઑકે પણ હું ઘરે શું કહીશ?"

રજત:- "મારી સાથે ડીનર પર જાય છે એમ."

મેહા:- "નહીં સર ફરી કોઈકવાર."

રજત:- "અચ્છા ચલ હું અંકલ આંટીને મળી લઉં છું.
અને આ કોઈ ઑફિસ નથી કે મને સર કહે છે. રજત કહેવાનું ઑકે?"

મેહા:- "ઑકે પણ..."

"પણબણ કંઈ નહીં. હું આવું છું." એમ કહી રજત ફોન ડીસકનેક્ટ કરે છે. થોડીવારમાં રજત મેહાના ઘરે પહોંચી જાય છે. રજતના આવતાં જ મેહા નીચે ઉતરે છે.

રજત મમતાબહેન-પરેશભાઈ અને નિખિલ-ક્રીનાને મળે છે. યશ અને નેહલ પણ રજતને મામા મામા કહેતા દોડી આવે છે. રજત યશ અને નેહલ માટે ચોકલેટ-બિસ્કીટ લઈ આવ્યો હતો તે બંને બાળકોને આપે છે. મેહાને પણ થોડી નવાઈ લાગી કે યશ અને નેહલ કેવી રીતે રજતને ઓળખે છે.

મેહાએ ક્રીનાને કહ્યું "યશ અને નેહલ રજતને મામા કહે છે?"

ક્રીના:- "હા કારણ કે રજત મારો નાનો ભાઈ છે."

મેહા તો ત્યારે કંઈ ન બોલી.

રજત:- 'અંકલ આંટી શું હું મેહાને ડીનર પર લઈ જાઉં?"

પરેશભાઈ:- "હા હા જરૂરથી જાઓ."

મેહા અને રજત કારમાં બેસે છે. રજત કાર સ્ટાર્ટ કરે છે.

મેહા:- "રજત તે મને કહ્યું નહીં કે ક્રીનાભાભી તારી બહેન છે."

રજત:- "તારી મેમરી લોસ થઈ ગઈ હતી એટલે પછી તને કહેવાનું ટાળ્યું."

રજત અને મેહા ખુલ્લાં બાગમાં ડીનર કરવા બેઠાં. મેહા થોડી ક્ષણો તો શણગારેલા ટેબલને જોતી રહી.

મેહા:- "Wow! રજત આ બધું કેટલું સુંદર છે."

ડીનર કરી રજત મેહાને ઘરે મૂકી આવે છે.

દરરોજ રજત મેહા સાથે મેસેજથી અઢળક વાતો કરતો. જ્યાં સુધી રજત સાથે વાત ન થાય ત્યાં સુધી મેહા બેચેન રહેતી.

એક સાંજે મેહા શાવર લઈ ચેન્જ કરી રૂમમાં આવી. મેહાનો પગ લપસી ગયો. મેહા નીચે પડી ગઈ. મેહાને માથામાં પાછળના ભાગે વાગ્યું. થોડીવાર તો મેહા પથારીમાં જ સૂઈ રહી. થોડીવાર પછી મેહા સ્વસ્થ થઈ.

મેહા જમીને રજત વિશે વિચારતી હોય છે. મેહાની નજર રજતની બુક "અધૂરી વાર્તાનો છેડો" પર જાય છે. મેહાને એ બુક ફરી વાંચવાનું મન થાય છે. મેઘા પોતે લુક્સ ચેન્જ કરીને આવી હતી તે પ્રકરણ વાંચ્યું. મેહા વાંચતા વાંચતા વિચારવા લાગી કે આ મેઘા તો બિલકુલ મારા જેવી જ છે. મે પણ તો લુક્સ ચેન્જ કરી ડાન્સ કર્યો હતો. બેબી બિન્દાસ બની ગઈ હતી. ખાસ્સીવાર સુધી મેહા પોતાના અને રજત વિશે વિચારતી રહી. મેહા ને પછી ખ્યાલ આવ્યો કે પોતાને બાર ધોરણ સુધીનું યાદ આવી ગયું છે. મેહાએ ઊંઘવાની કોશિશ કરી પણ મેહાને ઊંઘ ન આવી. મેહા બહું ઊંડા વિચારોમાં ખોવાઈ ગઈ હતી. રજતે મારું નામ બદલીને મેઘા કરી દીધું છે.
કારણ કે બાર ધોરણ સુધી જેવું મેઘા સાથે થયું હતું તેવું જ મારા સાથે થયું હતું.

મેહા વિચારતાં વિચારતાં જ સૂઈ જાય છે. સવારે મેહા ઉઠે છે. થોડીવાર પછી મેહાના મોબાઈલ પર મેસેજની ટોન સંભળાય છે. મેહાએ જોયું તો રજતનો મેસેજ હતો. મેહાએ પણ રિપ્લાય આપ્યો. મેહાને પછી વિચાર આવ્યો કે રજતને રિપ્લાય આપવાની જરૂર નહોતી. રજત અને મારી વચ્ચે ગેરસમજ ઉભી થઈ ગઈ હતી. પણ હું રજતને સમજી ન શકી અને રજત મને ન સમજી શક્યો.
નહીં રજતને રિપ્લાય આપ્યો તે સારું જ કર્યું.
રજતના લગ્ન મારી સાથે થયા છે. રજતને જરા પણ શંકા જતે કે મને યાદ આવી ગયું છે તો રજત મને અહીંથી લઈ જતે. હું જે રીતે રજત સાથે વાત કરું છું એ જ રીતે રજત સાથે વાત કરતી રહીશ.

મેહા ઑફિસ જવા માટે નીકળે છે. મેહા એ જ વિચારોમાં અટવાયેલી હતી કે લગ્ન પછી એવું શું થયું અમારી વચ્ચે કે હું અને રજત અલગ થઈ ગયા. વિચારતાં વિચારતાં જ મેહા ઑફિસ પહોંચે છે. મેહા કામમાં બિઝી થઈ જાય છે. રજતના આવતાં જ મેહા ચા લઈને જાય છે.

મેહા:- "રજત મારે તારી સાથે વાત કરવી છે."

રજત:- "મેહા અત્યારે નહીં...પછી સાંજે."

મેહા જતી રહે છે. સાંજે મેહા ચા લઈને આવે છે.

મેહા:- "રજત મારે તારી સાથે વાત કરવી છે."

રજત:- "પહેલાં તું શાંતિથી તો બેસ."

મેહા:- "રજત મારે તારા વિશે જાણવું છે."

રજત:- "અચ્છા ચલ તો બોલ. શું જાણવું છે મારા વિશે."

મેહા:- "રજત તારી વાઈફ ક્યાં છે?"

રજત:- "તારે જાણીને શું કરવું છે મેહા. જો તું જાણીશ તો તને હર્ટ થશે. તું હર્ટ થાય તે મને નહીં ગમે."

મેહા:- "રજત મને હર્ટ નહીં થાય. પ્લીઝ મને કહે ને."

રજત:- "પ્લીઝ મેહા... તું આ બધી ઝંઝટમાં શું કરવા પડે છે. આપણે બે આજે એકસાથે છે એ જ આપણાં માટે બેસ્ટ છે."

રજતના સમજાવવાથી મેહા સમજી ગઈ.

રજત:- "મેહા આવતી કાલે રવિવાર છે. ફાર્મ હાઉસ જઈએ?"

મેહા:- "ઑકે."

બીજા દિવસે સાંજે રજત અને મેહા ફાર્મ હાઉસ જાય છે. મેહા ફાર્મહાઉસના ગાર્ડનમાં ફરે છે. મેહા ખાસ્સીવાર સુધી ફરી. રજત બસ મેહાને જોઈ રહ્યો.

મેહા અને રજત રૂમમાં આવે છે.

રજત રૂમમાં જઈને જ પથારી પર ઓશીકાનો ટેકો લઈને બેસી જાય છે. મેહા પણ રજતની પાસે બેસે છે. રજત મેહાને જોઈ રહ્યો.

મેહા:- "રજત પ્લીઝ મને આવી રીતના ન જો."

મેહા થોડી શરમાય છે. બહારથી ધીમો ધીમો અને ઠંડો ઠંડો પવન આવે છે. મેહા વારંવાર પોતાના ચહેરા પરથી ઝુલ્ફો હટાવે છે. રજત મેહાના ચહેરા પરથી ઝુલ્ફો હટાવે છે.
મેહા ઉભી થઈ બારી પાસે જાય છે. મેહા બહારના સૌંદર્ય ને જોઈ રહી. રજત પણ મેહાની પાછળ ઉભો રહી જાય છે. રજતના હાથ મેહાની કમર ફરતે વીંટળાય છે. અચાનક રજતના હાથનો સ્પર્શ થવાથી મેહા થોડી શોક્ડ થઈ જાય છે.

મેહા રજતના હાથ હટાવતા કહે છે "રજત શું કરે છે? મને આ બિલકુલ પસંદ નથી. તું છે એટલે નહીં તો તારી જગ્યાએ બીજું કોઈ હોત તો તને થપ્પડ મારી દેત. તારા ગાલ પર થપ્પડ એટલે નથી પડી કે હું તને ચાહું છું. બીજી વખત આવી કોઈ હરકત કરીશ ને તો..."

રજત:- "ઑકે સૉરી. હવે બીજી વખત આવું કંઈ નહીં થાય..."

મેહાએ જે રીતે કહ્યું અને મેહાએ જે રીતે વર્તન કર્યું તેનાથી રજતનો ચહેરો ઉતરી ગયો. જો કે રજતે મેહાને ખ્યાલ ન આવવા દીધો.

મેહાને ઊંડે ઊંડે લાગ્યું કે પોતે રજતને હર્ટ કરે છે.
મેહા વિચારે છે કે "મારે જ સમજવું જોઈએ. એ તારો બોયફ્રેન્ડ... નહીં બોયફ્રેન્ડ નથી પણ તારો હસબન્ડ છે. તો તારે આ રીતે વર્તન નહોતું કરવું જોઈતું."

મેહા:- "રજત મારે ઘરે જવું છે."

રજત મેહાને ઘરે મૂકી આવે છે.

મેહા:- "રજત તને મારી વાતો અને વર્તનથી હર્ટ થયું હોય તો સૉરી..."

રજત:- "It's ok મેહા."

એક રવિવારે મેહાએ રજત સાથે મેસેજથી વાત કરી. મેહા વિચારવા લાગી કે હું જ રજતની વાઈફ છું તો એવું અમારી વચ્ચે શું થયું કે હું અને રજત છૂટા પડી ગયા. મેહા મનોમન કહે છે હું કંઈક વધારે જ વિચારું છું. મારી મેમરી લૉસ થઈ ગઈ છે એટલે રજત મારાથી અલગ થઈ ગયો હશે.
મેહાએ વિચારવાની કોશિશ કરી કે કોલેજમાં રજત અને મારી વચ્ચે શું થયું હતું? મેહા ખાસ્સીવાર સુધી વિચારતી રહી. મેહા નીચે જમવા માટે જાય છે. મેહા ટેબલ પર બેઠી. થોડી જ વારમાં મેહા બેભાન થઈ ગઈ. નિખિલે મેહાને સોફા પર સૂવડાવી દીધી.

નિખિલ મેહાના ચહેરા પર પાણી નાખીને મેહાને ભાનમાં લાવવાનો પ્રયત્ન કરવા લાગ્યો. નિખિલ ડોક્ટરને ફોન કરવાનો હોય છે કે એટલામાં જ મેહા ભાનમાં આવે છે. મમતાબહેન અને ક્રીના ચિંતિત થઈ ગયા હતા. મેહા ભાનમાં આવી ત્યારે બધાં જમવા બેઠા. મેહા બપોરે થોડીવાર સૂઈ ગઈ.

ક્રમશઃ

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED