Satyam - the ancient is the ancient books and stories free download online pdf in Gujarati

સત્યમ - પ્રાચીન એ તો પ્રાચીન જ

હજુ મને યાદ છે સાહેબ એ અશક્તિ , એ નબળાઈ , એ અંધારું – અંધારું , એ ચકકર – ચકકર ! બધુ ફરતું હતું ! તમે ,તમારું ક્લીનિક ,તમારા દર્દીઓ બધુ જ બધુ ! મને ખરેખર હજુ યાદ છે ! ડો .સત્યમ સાત્વિક બધુ જ બધુ ! પરંતુ એકમાત્ર ડો.સાહેબ તમે એક જ જાણે કે સ્થિર ન હોય ? તેવું મને લાગતું હતું ! એક શાંત, સ્થિર અને ધીરજશીલ વ્યક્તિ મારી સામે બેઠેલ હોય તેવું મને અંદર થી લાગતું હતું ! બાકી બધુ જ ફર-ફર , ફર -ફર ફરતું હોય તેવું તે દિવસે લાગતું હતું ! તમે મને પુછેલું ભાઈ શું થાય છે ? મે કહેલું સાહેબ બધુ ફર-ફર , ફર-ફર થાય છે !

તમે મારી સાઇકોલોજિકલ તપાસ કરેલી ઉંડાણમાં ! તમે તપાસ ને અંતે મને કહેલું હજું મને યાદ છે કે - ભાઈ તમે જે અર્વાચીન દાંડિયા રાસ માં રાત્રે ચાર-ચાર વાગ્યા સુધી મિત્રોની પંગત માં જાવ છો અને પેલા જ રાસ માં થાકી જાવ છો તેમ છતાં બધાની સાથે રહેવા, માનમોભો દેખાડવા જે જંક ફૂડ અને ‘શક્તિની બાટલી’ લો છો તે તદન ખોટું છે ! હું તો કહું છું ભાઈ તમારે દવાની બિલકુલ જરૂર જ નથી! તમે મારી સાથે બે દિવસ ચાલો અને પછી જુઓ તમારામાં શું પરિવર્તન આવે છે !આ પછી હું ડો.સાહેબ તમારી સાથે તમારા કહેવાથી બે દિવસ માટે પ્રાચીન ગરબા જોવા આવેલો ! બે દિવસ પ્રાચીન ગરબામાં માતાજીનાં અલૌકિક ગરબા જોયા અને સાંભળ્યા પછી તેમજ શુદ્ધ સાત્વિક ખોરાક લીધા પછી મારામાં જે અલૌકિક શક્તિ આવી તેનું હું શબ્દોમાં વર્ણન કરી શકું તેમ નથી ડો .સત્યમ સાત્વિક ખરેખર !
એ બે દિવસની પ્રાચીન ગરબાની રમજટ, એ દિવ્ય વાતાવરણ , એ સાત્વિક ખોરાક (દુધ અને કેળાં !) આ બધુ જ અનુભવવા થી મને જે દિવ્ય અનુભુતિ થઈ હતી તેમજ મારા માં જે દિવ્ય શક્તિનો સંચાર થયો હતો તેને હું મારી જિંદગીમાં કોઈ દિવસ ભુલી શકીશ નહીં ડો.સાહેબ ! આ બધુ જ , બધુ જ તમારી પ્રેરણા ,દોરવણી તેમજ દવા થી શક્ય બન્યું હતું ડો . સાહેબ ! ત્યારે ખરેખર મે અનુભવ્યુ હતું કે ક્યાં પેલા અર્વાચીન ગરબાની શક્તિ અને ક્યાં આ પ્રાચીન ગરબા ની શક્તિ ! ખરેખર શક્તિ –શક્તિ માં ફેર હોય છે ડો . સાહેબ , ખરેખર શક્તિ –શક્તિ માં ફેર હોય છે !
અત્યારે લોકો પ્રાચીન ગરબા માથી અર્વાચીન ગરબા તરફ મોટા પ્રમાણમા વળી રહ્યા છે ત્યારે એક દેવદૂત જેવા સંપૂર્ણ સાત્વિક એવા ડો .સત્યમ સાત્વિક આપની સારવાર કહો , પ્રેરણા કહો કે પછી દોરવણી કહો જે કહો તે પરંતુ આપની આ બે દિવસ ની અલગ સાઇકોલોજિકલ સારવાર ,પ્રેરણા થી હું આજે અર્વાચીન ગરબાની અશક્તિ માથી સંપૂર્ણ પણે બહાર આવીને પ્રાચીન ગરબાની એક અદભુત અનુભૂતિ ,શક્તિ પ્રાપ્ત કરી શક્યો છું તેનો સંપૂર્ણ યશ આપને જાય છે ડો .સત્યમ સાત્વિક સાહેબ ખરેખર !
આપના જેવા અલગ દ્રષ્ટિકોણ ,અલગ સારવાર પદ્ધતિના પ્રણેતા તેમજ આપણી પ્રાચીન અધ્યાત્મિકતાને વરેલા ડોકટરો ની , મને થયેલા આવા અદભૂત અનુભવ પછી ખુબજ મોટા પાયે આપણાં સમાજ ને જરૂરિયાત હોય એવું મને લાગે છે , ખરેખર ! ડો .સત્યમ સાત્વિક ખરેખર !
મારા જીવન માં આપના દ્વારા બનેલી આ વસ્તુ એક મહાન ચમત્કાર જ છે તેમ હું માનું છું સાક્ષાત શક્તિનો , સાક્ષાત માતાજીનો !, ડો .સત્યમ સાત્વિક ખરેખર !!!

લિ. બિપિન આઇ ભોજાણી (કટાક્ષ તથા હાસ્ય વ્યંગ ના લેખક.)

સહયોગ- સંકલન : મૌલિક બિપિનભાઈ ભોજાણી (મિકેનિકલ એંજીનિયર)

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED