દોસ્તાર - 25 Anand Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

દોસ્તાર - 25

અલ્યા ઓય બેસે બેસે કોય ખર્ચા ની ખબર થોડી પડી જવાની છે. એના માટે આપણે અમદાવાદ જવું પડશે.
કેમ અમદાવાદ ....
અલ્યા હમણાં તો વાત કરી કે મને એક કોન્ટેક નંબર મળ્યો છે તેને વાત કરીશું અને તે આપણ ને ધંધો સેટ કરી આપશે.
તું વાત કરી.
ના.
તો શું સકોરું મળવા જશું,પેલા વાત તો કર મારા ભાઈ.
આ હમણાજ ફોન લગાવ્યો.
હેલ્લો હું વિશાલ બોલું છું.
બોલો બોલો વિશાલ શું કામ છે.
આ તો તમારો નંબર મળ્યો હતો સાબુ પાવડર માટે.
હા હું સાબુ પાવડર માટેનું રો મટીરીયલ રાખું છું તમારે જોઈ તું હોય તો મારો સંપર્ક કરી શકો છો.
સાહેબ એવું છે કે અમે નવો બિઝનેસ કરવા માગીએ છીએ.
કોઈ ચિંતા કરવા ની જરૂર નથી તમતમારે એક વખત મારી મુલાકાત લ્યો...
સાહેબ ક્યારે મળવા માટે આવી એ.
જ્યારે આવો ત્યારે હું મારી ઓફિસ માં હજાર હોઉં છું.
કાલે આવવા નો વિચાર છે પણ રવિવાર છે એટલે તમારે ત્યાં રજા તો નહિ હોય ને...
ના...ના... રજા બજા જેવું અમારે કંઈ હોતું નથી કોઈ ચિંતા કર્યા વગર તમે આવી જાવ.
હા સાહેબ કાલે અમે ચોક્કસ થી આવીશું પણ તમારું એડ્રેસ મને વોટ્સ એપ કરજો.
(આટલી વાત પૂરી કરીને ફોન કટ કરે છે.)
ભાવેશ કાલે અમદાવાદ જવાનું નક્કી હો..
હા વિશાલ ફાઈનલ જઈશું,તું કે અને આપણે ના જયાં હોય એવું કોઈ દી બન્યું છે.
ના એવું નથી કેવું પણ પેલા અમદાવાદ વાળા ભાઈ આપણી વાટ જોઈ રહ્યા હોય અને પેહાલી વખત થીજ વિશ્વાસ ઉઠી જાય એવું ના કરાય ને...
હા ફાઈનલ જઈશું કીધું ને... જે હોય તે મને સાંજે ફોન કરી ને કે જે હો
(આ તળી વાત કરીને બંન્ને જણા હોટલ થી છૂટા પડે છે.)
સાંજે વિશાલ ભાવેશ ને ફોન કરે છે અને બંને જણા સવારે બસ માં અમદાવાદ જવાનું નક્કી કરી લે છે.
રાત્રે બંને મિત્રો ને ઊંઘ આવતી નથી અને બિઝનેસ ના વિચારો માં ખોવાઈ જાય છે એટલી વારમાં સવાર પડી જાય છે.
ભાવેશ અને વિશાલ ઝટપટ તૈયાર થઈ ને બસ સ્ટેશને આવી જાય છે
ટેચાવા અમદાવાદ જતી બસમાં બંને ના ધંધા ની મુસાફરી ચાલુ થાય છે.
વાતો કરતા કરતા અમદાવાદ ભરત ભાઈ કેમિકલ વાળા ને ત્યાં પોહચી ગયા.
ભરત ભાઈ કેમિકલ નો ધંધો પોતાના ઘરમાં કરતા હતા એટલે ત્યાં કોઈ ઓફિસ જેવું ન હતું.
આવો ભાઈઓ,કંઈ ઓળખાણ ના પડી...
આપડે કાલે વાત થઈ હતી ને વિજાપુર થી એ અમે વિશાલ ભાઈ....
હા..હા... બેસો પાણી બોની લેશો કે...
તુષાર પાણી લાય.
હા લાવું ભારત ભાઈ.
ત્યાજ તુષાર ભાવેશ અને વિશાલ માટે પાણી લઈને આવે છે.(તુષાર ભરત ભાઈ નો નોકર હતો)
શું કઈ તમારે નવુજ ચાલુ કરવા નું છે કે શું
હા,અમારે નવું જ ચાલુ કરવું છે સાબુ પાવડર નું..
મારી વાત માનો તો અત્યારે હાલ તમે ફક્ત પાવડર નું ચલાઉ કરો તો સારું કારણ કે સાબુ માં તમારે મશીન ની જરૂર પડશે અને પાવડર બનાવવા માટે મશીન ની જરૂર પડતી નથી,પાવડર બનાવવા માં એક બીજો ફાયદો છે કે તમે ઓછા મૂડી રોકાણ મા સિધ્ધપુર ની જાત્રા થઈ જશે.
(આમ તો નવો બિઝનેસ કરવા વાળા ના ગળા કાપવા મા ભરત ભાઈ એકદમ પાકો કાઠિયાવાડી માણસ હતો.)
ભાઈ એકદમ પાકો કાઠિયાવાડી માણસ હતો.)
આ બંને ને તો ધંધો કરવાનું hut હતું એટલે ભારત ભાઈ ની વાતો માં આવીને મનોમન ધંધો કરવાનું વિચારી નાખ્યું.
ભરત ભાઈ ની દરેક વાતો મા હા માં હા મિલાવતા. ત્યાં ભાવેશે પૂછ્યું કેટલા રૂપિયા માં અમારો બિઝનેસ ચાલુ થઈ જશે. ભરત ભાઇ ની દરેક વાત સાચી લાગી..
વધુ આવતા અંકે....