Brand Image Ashish દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ચતુર

    आकारसदृशप्रज्ञः प्रज्ञयासदृशागमः | आगमैः सदृशारम्भ आरम्भसदृश...

  • ભારતીય સિનેમાનાં અમૂલ્ય રત્ન - 5

    આશા પારેખઃ બોલિવૂડની જ્યુબિલી ગર્લ તો નૂતન અભિનયની મહારાણી૧૯...

  • રાણીની હવેલી - 6

    તે દિવસે મારી જિંદગીમાં પ્રથમ વાર મેં કંઈક આવું વિચિત્ર અને...

  • ચોરોનો ખજાનો - 71

                   જીવડું અને જંગ           રિચાર્ડ અને તેની સાથ...

  • ખજાનો - 88

    "આ બધી સમસ્યાઓનો ઉકેલ તો અંગ્રેજોએ આપણા જહાજ સાથે જ બાળી નાં...

શ્રેણી
શેયર કરો

Brand Image

ગુડ મોર્નિંગ,

આપ સૌ એ ક્યારેકને ક્યારેક કોઈક ડોક્યુમેન્ટની ઝેરોક્ષ કઢાવી હશે. આ ઝેરોક્ષ એ ચોક્કસપણે ઓરીજીનલ કરતા ઉતરતી કક્ષાની જ હશે.

એ ઝેરોક્ષની પણ ઝેરોક્ષ કાઢો ત્યારે પહેલી ઉતરતી કક્ષા કરતા પણ નીચેની કક્ષાની કોપી આવે, એની ઝેરોક્ષ એનાથી નીચેની કક્ષાની આવે એમ કરતા કરતા એક સમય એવો આવે કે એ ઝેરોક્ષની 20મી પેઢીની ઝેરોક્ષ તદ્દન નકામી અને રદ્દી સાબિત થાય.

આવું જ કઈંક આપણા બિઝનેસ મેસેજનું છે. એક નો એક મેસેજ સતત કૉપી પેસ્ટ કરીને રોજ રોજ પોસ્ટ કરો ત્યારે એ પોસ્ટ થયાને બદલે ગ્રુપના અન્ય સભ્યના માથા પર ફટકારાયો હોય એવું એ બધાને લાગે!!

એ મેસેજ ધીમે ધીમે રિજેક્શન લિસ્ટમાં આવે અને મનનું પ્રોગ્રામિંગ એવું થાય કે આપના મેસેજની પહેલી લાઇન વાંચતાજ આખો મેસેજ સ્કીપ કરી આગળ વધી જાય.

આનો અતિરેક થાય અને બીબાઢાળ મેસેજનો મારો થાય ત્યારે તમારા મેસેજ પ્રત્યે, તમારી બ્રાન્ડ પ્રત્યે અને તમારી પોતાની પ્રત્યે અન્ય લોકોને અણગમો ઉત્પન્ન થાય અને પીઠ પાછળ તમારી બ્રાન્ડની અને તમારી મશ્કરી ચાલુ થાય અને સુગ સાથે આપનું નામ ચર્ચામાં લેવાય.

જો આ ના થવા દેવું હોય અને આપણી બ્રાન્ડ પ્રત્યે લોકોની જિજ્ઞાસા (curiosity) બનાવી રાખવી હોય તો મેસેજનું ફોર્મેટ રોજ બદલો. એના શબ્દો રોજ બદલો, એને રસપ્રચુર બનાવો, *ખાસ કરીને એની પહેલી લાઇન રોજ બદલી નાખો.*

આમ કરવાથી લોકોના મનમાં ધીમે ધીમે તમારી બ્રાન્ડ પ્રત્યે અહોભાવ વધશે. અહીં અમૂલની જાહેરાત યાદ કરો. એમની વર્ષોથી પોલીસી રહી છે કે કોઈ ફિક્સ જાહેરાત નથી, જે કરન્ટ ઘટના બને એની પર એક એડ મૂકી દેવી. આ સ્ટ્રેટેજીના આધારે અમુલ માખણમાં અને લોકપ્રિયતામાં બંનેમાં નમ્બર 1 પર વર્ષોથી બલ્કે પેઢીઓથી રહ્યું છે. આથી આપ પણ આ સ્ટ્રેટેજી અપનાવી આપની બ્રાન્ડને લોકોના દિલમાં કાયમ કરશો એવી શુભેચ્છાઓ.

એક વાર્તા થી સમજીયે

એકવાર બે લોકો વચ્ચે મોટો ઝઘડો થયો. બંને વચ્ચેનો ઝઘડો સાંભળનાર એકમાત્ર સાક્ષી એક વ્યક્તિ હતો, *પરંતુ આ વ્યક્તિ જે ભાષામાં ઝઘડતા હતા તે એ જાણતો ન હતો.*


ઝઘડો એટલો વધી ગયો કે તેમને ન્યાયાધીશ પાસે લઈ જવામાં આવ્યા.

ન્યાયાધીશે પૂછ્યું, "તમારા ઝઘડા નો કોઈ સાક્ષી છે જેણે તમે જે બોલ્યા એ સાંભળ્યું હોય ?" *બંને જણાએ તે વ્યક્તિનો ઉલ્લેખ કર્યો જે ઝઘડો સાંભળી રહ્યો હતો.*

તે વ્યક્તિને બોલાવવામાં આવ્યો અને તેણે જવાબ આપ્યો - *"હું લડાઈમાં કંઈપણ સમજી શકયો નથી કારણ કે હું ભાષા જાણતો નથી, પરંતુ હું કહી શકું છું કે કોણે શું બોલ્યું? કારણ કે મારી યાદશક્તિ જોરદાર છે.*

વ્યક્તિએ બંને દ્વારા બોલાયેલા ફક્ત શબ્દો ઉચ્ચાર્યા અને ન્યાયાધીશે તે મુજબ ન્યાય આપ્યો.

વિજ્ઞાન કહે છે કે દરેક મનુષ્યની યાદ શક્તિ સમાન હોય છે. *જો કે, આપણે શું યાદ રાખીયે છીએ એ મહત્વનું છે.
સાચું કેહજો આપણને અલગ અલગ કંપની ઓ ના logo કેટલા બધાં યાદ છે, logo પરથી પ્રોડક્ટ ખબર પાડી પણ જાય અને ના પણ ખબર પડે પણ યાદ રાખવું સહેલું થયી
જાય છે. આપણે આપણી જાત ને પુછિયે કે logo કેટલા યાદ છે તો આપણે કહીશું કે 200, અને તે કંપની ની product, તો આપણે કહીશું 100, આવું ના થાય તે માટે આપણે આપણી કંપની માઁ દરરોજ નવું કરવું પડે, Creativitu લાવવી પડે.

*તમારા જીવનમાં બનેલી સારી ઘટનાઓ યાદ રાખો અને Make Your MARK.

આપની બ્રાન્ડ માટે કે બિઝનેસને આગળ વધારવા માટે કોઈ પ્રોફેશનલ હેલ્પ જોઈતી હોય તો નીચે નમ્બર આપેલ છે.

Wish you great business ahead
આશિષ શાહ
Prism Knowledge Inc.
9825219458
concept.shah@gmail.com