તરસ પ્રેમની - ૬૬ Chaudhari sandhya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

તરસ પ્રેમની - ૬૬



મેહા મનોમન વિચારે છે "હું જે હરકત કરતી હતી તે રજતે જોઈ હશે. ખબર નહીં રજત મારા વિશે શું વિચારતો હશે. શું વિચારવાનો? એમ જ વિચારતો હશે કે આ અલ્લડ છોકરીને આ કંપનીમાં કેવી રીતે જોબ મળી ગઈ. મેહા હવે તારા બિહેવ પર કંટ્રોલ રાખજે."

મેહા જેવી બહાર‌ ગઈ કે રજત મેહાને જોવા લાગ્યો. રજત ખાસ્સી વાર સુધી મેહાને જોઈ રહ્યો. ખબર નહીં મેહાને શું અહેસાસ‌ થયો કે એના શ્વાસના આવનજાવનની પ્રક્રિયા વધી ગઈ. મેહાથી અનાયાસે જ રજતની કેબિન તરફ જોવાઈ જાય છે. રજત તરત જ નજર ફેરવી લે છે.

રજત વિચારે છે કે મેહાને કેવી રીતના ખ્યાલ આવ્યો કે હું એને જોઈ રહ્યો છું. રજત થોડો સ્વસ્થ થાય છે. મેહા થોડીવાર પછી પોતાના કામમાં લાગી જાય છે. રજતનું આજે કોઈ કામમાં મન નહોતું લાગતું.

રજતને એટલી તીવ્ર ઈચ્છા થઈ કે જઈને મેહાને વળગી જ પડે. મેહા કોઈક વાર રજતની કેબિન તરફ નજર કરી લેતી. "મેહા શું કરે છે? તારા બિહેવ પર કંટ્રોલ રાખ. આવી રીતના રજતની કેબિન તરફ જોતી રહી તો રજત શું વિચારશે? હું પણ શું વિચારું છું. રજત તો પોતાના કામમાં બિઝી હશે ને? રજત પાસે ફાલતું ટાઈમ થોડો છે તે તને જોયા કરશે? તું છે ને રજતના ચક્કરમાં પાગલ થઈ ગઈ છે."

મેહા નું ધ્યાન એક યુવતી પર જાય છે. મેહાને ખ્યાલ આવી ગયો કે આ તો એ જ યુવતી છે જેને ઈન્ટરવ્યુના દિવસે બધા સવાલના જવાબ સાચા આપ્યા હતા. ઑહ તો હું અને એ યુવતી અમે બે જ જણ ઑફિસમાં નવા છે.

સાંજે મેહા એક કપ ચા લઈને ગઈ. મેહા ચા મૂકીને જતી રહી. એક પછી એક કર્મચારી ઘરે જવા લાગ્યાં. મેહા પણ ઘરે જવાની તૈયારી કરતી હતી કે રજતે લેન્ડ લાઈન પર ફોન કરી મેહાને રોકાવાનું કહ્યું અને પોતાના કેબિનમાં બોલાવી.

મેહા અને રજત થોડીવાર સુધી કામ કરતા રહ્યા.
થોડીવાર પછી રજતે મેહાને જવા કહ્યું.
મેહા પર્સ લઈને જવા નીકળી. મોબાઈલમાં જોયું તો સાત વાગી ગયા હતા. અંધારું થઈ ગયું હતું. અને ધીમો ધીમો વરસાદ આવતો હતો.

રજત તરત જ નીચે ગયો. રજતે ફ્યુઝ ઉડાવી દીધો. પાર્કિગ એરિયામાં અંધારું થઈ ગયું. નીચે એક રેસ્ટોરન્ટ અને રેસ્ટોરન્ટની ઉપર રજતની ઑફિસ. રજત મેહાને ઓળખી ગયો. જેવી લાઈટ ગઈ કે મેહા ઉભી જ રહી ગઈ. મેહાએ દિવાલનો ટેકો લીધો. અચાનક કોઈએ મેહાનો હાથ પકડ્યો. અને મેહા કંઈ સમજે એ પહેલાં તો મેહાના હોંઠ પર કિસ થઈ જાય છે. આટલાં વર્ષો રજતે મેહા વગર વિતાવ્યા હતા. રજત પાગલ થઈ રહ્યો હતો.
રજતને એમ લાગ્યું કે જો પોતે મેહાને કિસ નહીં કરે તો પાગલ બની જશે. રજત મેહાના હોઠો નું રસપાન કરતો રહ્યો. મેહાને રજતની દાઢી ખૂંચી રહી હતી. અચાનક કોઈ મેહાને કિસ કરવા લાગ્યું એટલે પહેલાં તો મેહાને કંઈ સમજ ન પડી. મેહાને ખ્યાલ જ ન હતો કે પોતાને કોણ કિસ કરી રહ્યું છે. મેહા એ યુવકને દૂર કરવાની કોશિશ કરે છે. પણ મેહાના હોંઠ પર ખારા પાણીનો સ્વાદ આવે છે. વચ્ચે વચ્ચે રજત મેહાને શ્વાસ લેવા દેતો. મેહાને અહેસાસ થાય છે કે આ યુવકની આંખોમાંથી આંસુ મારા હોંઠ પર પડ્યા. લાગે છે કે આ યુવક ભૂલથી મને પોતાની પ્રેમિકા સમજી બેઠો છે. રજતે મનભરીને મેહાને તસતસતું ચુંબન આપ્યું. ખાસ્સીવાર સુધી રજત મેહાને કિસ કરતો રહ્યો.

આટલા વર્ષોની જુદાઈ પછી રજત મેહાને મળ્યો હતો. એટલે મનભરીને મેહાનો અહેસાસ માણવા માંગતો હતો. રજત થોડીવાર પછી મેહાને છોડી દે છે. પાંચ મીનીટ પછી લાઈટ આવી જાય છે.

મેહાએ આસપાસ જોયું તો કોઈ નહોતું. મેહાએ પોતાનો ચહેરો વ્યવસ્થિત કર્યો. પોતાના હોંઠ સાફ કર્યાં. રજત પોતાની કેબિનમાં જઈ હોંઠ સાફ કરે છે. રજત પાર્કિંગ એરિયામાં આવે છે અને એની કારમાં જતો રહે છે. મેહા પણ પોતાની વ્હીકલ લઈને જતી રહે છે. રજત મેહાની પાછળ પાછળ જાય છે. મેહા આખા રસ્તે એ જ વિચારતી રહી કે "કોણ હશે એ યુવક? કેટલો બેચેન હતો એ યુવક. જાણે કે વર્ષો પછી પોતાની પ્રેમિકાને મળ્યો હોય અને એને મળીને રડી પડ્યો હોય. એ યુવક કેટલો પ્રેમ કરતો હશે. મેહાને ખ્યાલ પણ ન આવે એ રીતે રજત મેહાના ઘર તરફથી નીકળી ગયો.

ઘરે જઈને મેહા જમી લે છે. પોતાના રૂમમાં પથારી પર સૂતા સૂતા વિચારે છે. "યુવક એની પ્રેમિકાને ઓળખે નહીં એવું ન બની શકે. શું ખબર કે એ મને પ્રેમ કરતો હોય. હું પણ ત્રણ વર્ષ પછી આવી છું ને. I am sure કે એ યુવકે મને ભૂલથી કિસ તો નથી જ કરી. રજત સિવાય કોણ આવ્યું હશે મારી લાઈફમાં... એ યુવક કેટલું તડપ્યો હશે એની પ્રેમિકાની જુદાઈને લીધે. કેટલું Amezing છે કે એક યુવક એની પ્રેમિકાના વિયોગમાં રડે છે. એ યુવકના દર્દને મેં મહેસુસ કર્યું છે." મેહાને એમજ વિચારતાં વિચારતાં ઊંઘ આવી જાય છે.

બીજા દિવસની સવારે મેહા ઉઠે છે. ઉઠતાં જ મેહાને રજતના વિચાર આવે છે. મેહા ચા નાસ્તો કરી‌ લે છે. ઑફિસનો ટાઈમ થતાં જ મેહા ઑફિસ જવા નીકળતી હોય છે.

મમતાબહેન:- "મેહા દરરોજ દરરોજ વ્હીકલ લઈને જાય છે. આજે કાર લઈને જા."

મેહા:- "ના મમ્મી ટ્રાફિક છે. અને આમ પણ હું વ્હીકલ પર જ કમ્ફર્ટેબલ છું."

મમતાબહેન:- "અમદાવાદમાં તો કાર ચલાવતા શીખી જ છે ને? તો પછી કારમાં કેમ કમ્ફર્ટેબલ નથી?"

મેહા:- "મમ્મી મારે મોડું થાય છે. Bye..."

મેહા વ્હીકલ લઈને નીકળી જાય છે. થોડી જ વારમાં મેહા ઑફિસ પહોંચી જાય છે. જઈને જ રજતની કેબિન તરફ નજર કરે છે.

મેહા:- "મેઘના રજત સર આવ્યા?"

મેઘના:- "નથી આવ્યા."

થોડીવારમાં જ રજત આવે છે. મેહા રજત માટે ચા લઈને જાય છે. રજત એટલો બિઝી હતો કે રજતે મેહા તરફ નજર સુધ્ધાં ન કરી.

મેહા:- "સર ચા."

રજત:- "અહીં ટેબલ પર મૂકી દે."

મેહા ચા મૂકીને જતી રહે છે. મેહાના બહાર જતાં જ રજત મનભરીને મેહાને જોવા લાગ્યો. આમને આમ મહીનો થઈ ગયો. જો કે મેહાને દિવસ દરમ્યાન એ યુવકનો વિચાર આવી જતો જે યુવકે મેહાને કિસ કરી હતી. ક્યાં હશે એ યુવક? શું કરતો હશે? હું એ યુવકને કેવી રીતના ઓળખીશ?

મેહા દરેક દિવસની સવારે વિચારતી કે કાશ રજત પણ મને ચાહે. પણ સાંજ થતાં જ મેહાની બધી આશાઓ પર પાણી ફરી વળતું. મેહાને સમજમાં નહોતું આવતું કે રજતને પોતાના મનની વાત કેવી રીતે કહે.

हम चाह कर भी साबित नहीं
कर पायेंगे कि कितनी
मोहब्बत है तुमसे,
क्योंकि सच्चा प्यार साबित नहीं होता
महसूस किया जाता हैं।

મેહા નું દિલ રડી પડતું. મેહા વિચારે છે કે "મારું દિલ સતત રજતનુ નામ લે છે. પણ રજતને તો એનો અહેસાસ પણ નથી. રજત તો મારી તરફ એક નજર પણ નથી કરતો." મેહા હવે રજતની રાહ જોઈને થાકી ગઈ હતી. સાંજે બધાં જતા રહ્યા ત્યારે મેહા રજત વિશે વિચારતી હતી. મેહાની આંખોમાંથી આંસુ વહી પડ્યા. મેહા તરત જ આંસુ સાફ કરે છે. રજત પોતાની કેબિનમાંથી મેહાને જ જોઈ રહ્યો હતો.

મેહા ઑફિસમાંથી વ્હીકલ પર નીકળી જ જાય છે. મેહા વ્હીકલ પર આસપાસની ભીડને જોતી જોતી જાય છે. મેહાને એમ લાગ્યું કે પોતે આ ભીડમાં ખોવાઈ જાય.

खो गई हूं इस भीड़ में
खुद को भूलाती जा रही हूं
पहले बात बात पर
बहस किया करती थी,
अब खामोश हुई जा रही हूं...

રજત પણ મેહાની પાછળ પાછળ જાય છે. રજતે પોતાની કારમાં song ચાલું કર્યું.

कोई फरियाद तेरे दिल में दबी हो जैसे,
कोई फरियाद तेरे दिल में दबी हो जैसे,
तूने आंखोसे कोई बात कही हो जैसे,
जागते जागते एक उम्र कटी हो जैसे ,
जागते जागते एक उम्र कटी हो जैसे,

जान बाकि है मगर साँस रुकी हो जैसे।

जनता हूँ आपको सहारे की जरूरत नहीं,

में सिर्फ साथ देने आया हूँ..

ओह हो हो...

हर मुलाक़ात पे महसूस यही होता है...

हर मुलाक़ात पे महसूस यही होता है...

मुझसे कुछ तेरी नजर पूछ रही हो जैसे।


राहे चलते हुए अक्सर ये गुमाँ होता है...

राहे चलते हुए अक्सर ये गुमाँ होता है...

वो नजर छुप के मुझे देख रही हो जैसे।


एक लम्हे में सिम्त आया है सदियो का सफर..

एक लम्हे में सिम्त आया है सदियो का सफर..

ज़िन्दगी तेज बहुत तेज चल रही हो जैसे

ज़िन्दगी तेज बहुत तेज चल रही हो जैसे

इस तरह पहरों तुज़े सोचता रहता हूँ में..

इस तरह पहरों तुज़े सोचता रहता हूँ में..

मेरी हर साँस तेरे नाम लिखी हो जैसे

मेरी हर साँस तेरे नाम लिखी हो जैसे


कोई फरियाद तेरे दिल में दबी हो जैसे,

तूने आंखोसे कोई बात कही हो जैसे,
जागते जागते एक उम्र कटी हो जैसे,

जान बाकि है मगर साँस रुकी हो जैसे।

મેહા ઘરે પહોંચી જાય છે. રજત ઘરે પહોંચીને શાવર લે છે. રજતની નજર સામે મેહાનો ચહેરો વારંવાર આવે છે. રજત જમીને સૂઈ જાય છે.

રજત સૂતા સૂતા વિચાર કરે છે કે "મેહા તો બધું ભૂલી ચૂકી છે તો એને મારી નજીક કેમ કેમ લાવું? રજત તારે કંઈક તો કરવું પડશે. નહીં તો મેહાની હાલત ખરાબ થઈ જશે. એક મહીનો તો થઈ ગયો છે. પણ મેહાને હું મારી નજીક લાવું કંઈ રીતે? અચાનક તો મેહાને હું પ્રપોઝ ન કરી શકું ને? નહીં તો મેહા શોક્ડ થઈ જશે. આવતીકાલથી મારે મેહાને પ્રેમમાં પાડવી પડશે. ધીરે ધીરે મેહા સાથે વાત કરવી પડશે."

બીજા દિવસે મેહા ઑફિસ આવે છે. મેહા રજતની કેબિન તરફ જોતાં વિચારે છે "રજતના મનમાં તો મારા પ્રત્યે કંઈ જ ફીલીગ્સ નથી." મેહાને રજત પર ગુસ્સો પણ આવતો હતો.

ख्वाहिश ये नहीं है कि आप मुझे
बेपनाह प्यार करो
चाहत इतनी है कि बस आप मुझे
महसूस तो करो।

રજત આવ્યો એટલે મેહા ચા લઈને ગઈ.

મેહા:- "સર ચા."

રજત:- "ઑકે અહીં મૂકી દે."

મેહા જતી હોય છે‌ કે રજત કહે છે "મેહા‌ તારે મારી સાથે આવવું પડશે. એક મીટીંગ છે."

મેહા:- "ઑકે સર."

રજત અને મેહા મીટીંગ માટે રેસ્ટોરન્ટમાં જાય છે.

રજત અને મેહા રેસ્ટોરન્ટમાં બેઠા હતા.

રજત:- ''તું અહીં બેસ. હું બસ હમણાં જ આવ્યો.''

થોડી જ મીનીટોમાં રજત આવે છે.

રજત:- "આપણે લંચ કરી લઈએ. મિ.ત્રિવેદીને મીટીંગ માટે મોડું થશે."

મેહા:- "ઑકે."

રજત:- "શું ખાઈશ તું?"

મેહા:- "પિત્ઝા..."

રજત ઑર્ડર આપી દે છે.

વેઈટર પિત્ઝા લઈ ને આવે છે. રજત અને મેહા પિત્ઝાની મજા માણે છે.

રજત:- "ઘરે બધાં સારા છે ને?"

મેહા:- "હા... બધાં સારા છે."

રજત:- "તો શું ચાલે છે લાઈફમાં?"

મેહા:- "કંઈ ખાસ નહીં. તમે કહો સર?"

રજત:- "મારી લાઈફ તો જોરદાર ચાલે છે. દરરોજ પાર્ટી... તું બોલ તારા લગ્ન થયા કે બાકી?"

મેહા:- "ખબર નહીં."

રજત:- "What? તારા લગ્ન થયા કે નહીં તે તને જ નથી ખબર..?"

મેહા:- "સર મને કંઈ યાદ નથી. એક એક્સીડન્ટ માં મારી‌ મેમરી‌ લૉસ થઈ ગઈ છે."

રજત:- "ઑહ સૉરી...મને આના વિશે ખબર નહોતી."

મેહા:- "સર પ્લીઝ તમે સૉરી ન કહો."

રજત:- "મને તો ઓળખે છે ને?"

મેહા:- "હા હું તમને કેવી રીતે ભૂલી શકું?"

રજત:- "મતલબ?"

મેહા:- "મતલબ કે સૉરી...આપણે સ્કૂલમાં હતા ત્યારે મેં તમને બહું જજ કર્યાં."

રજત:- "it's ok...આવું તો થયા કરે... ક્યાં સુધીનું યાદ છે તને?"

મેહા:- "નવમાં ધોરણ સુધીનું યાદ છે. પછી કંઈ યાદ નથી."

પિત્ઝા ખાતાં ખાતાં મેહાના હોંઠ પર કંઈક લાગી જાય છે. રજત મેહાને પિત્ઝા ખાતા જોઈ રહ્યો.

મેહા:- "સર મેં તમારી સ્ટોરી 'અધૂરી વાર્તાનો છેડો' વાંચી...ખૂબ જ સરસ છે."

રજત:-"Thank you meha..."

બંનેએ પિત્ઝા ખાઈ લીધા.

રજત:- "મેહા તારા હોંઠ પર કંઈક લાગ્યું છે."

મેહા:- "ક્યાં?"

"wait હું મારા રૂમાલથી સાફ કરી આપું છું." એમ કહી રજત મેહાના હોંઠ સાફ કરે છે. મેહાને તો ગમ્યું કે રજતે આમ કર્યું.

મેહા:- "આપણી મીટીંગ થવાની છે કે નથી? હજી સુધી મિ.ત્રિવેદી આવ્યા નથી."

રજત:- "હું ફોન કરીને પૂછી લઉં."

રજત થોડે દૂર જઈ ફોન કરે છે. થોડી મીનીટ પછી
મેહા પાસે આવીને રજત કહે છે "મેહા મિ.ત્રિવેદી નથી આવવાના."

મેહા:- "ચલો તો આપણે નીકળી જઈને સર."

રજત:- "મેહા આટલી જલ્દી શું કામ છે? જઈશું શાંતિથી...અને આમ પણ મારો મૂડ નથી કામ કરવાનો."

મેહા:- "ઑકે સર...તમે રિલેક્સ કરો...કશે ફરી આવો...ફ્રેશ થઈ જાઓ... હું ઑફિસ જાઉં છું..."

રજત:- "એકલાં એકલાં મજા નહીં આવે. તું આવીશ મારી સાથે ફરવા?"

મેહા:- "ઑકે સર."

મેહા તો મનોમન ખુશ થઈ ગઈ. મેહાને લાગ્યું કે શું ખબર રજતના મનમાં મારા પ્રત્યે લાગણી હોય.

રજત અને મેહા કારમાં બેસી જાય છે.

રજત:- "જ્યારે પણ મારો મૂડ ઑફ હોય ત્યારે કોઈ ને કોઈ યુવતીને હું ફરવા લઈ જાઉં છું."

રજતની વાત સાંભળી મેહાનો ચહેરો ઉતરી ગયો.

રજત:- "Come on મેહા એમાં ઉદાસ થવાની શું જરૂર છે? અત્યારે તો આટલી ખુશ હતી. મેં બીજી યુવતીઓની વાત કરી એટલે?"

મેહા થોડી શોક્ડ થઈ ગઈ કે રજત મારા મનની વાત કેમ કેમ જાણી ગયો? મેહાએ સ્વસ્થ થવાનો પ્રયત્ન કરતા કહ્યું "નહીં સર...કેમ તમને એવું લાગ્યું કે હું ઉદાસ છું..."

રજત:- "તને ખબર છે ને કે હું સ્કૂલમાંથી જ girls ના મનની વાત સમજી જતો હતો. રિલેક્ષ ઑકે... મેં તો ફક્ત ધારણાં કરી."

મેહા મનોમન હાશ કહે છે.

રજત:- "ક્યાં ફરવા જઈશું?"

મેહા:- "તમે જ્યાં લઈ જાઓ ત્યાં..."

મેહા મનોમન કહે છે "હું તો તમારી સાથે આવવા તૈયાર જ છું."

રજત:- "તાપી રિવરફ્રન્ટ..."

મેહા:- "ઑકે..."

રજત કાર ચલાવતો હતો. મેહા બહારના દશ્યોને જોઈ રહી. રજત કાર ચલાવતાં ચલાવતાં મેહા તરફ નજર કરી લેતો.

થોડીવાર પછી મેહા રજત તરફ જોઈને કહે છે "સર તમને એક વાત પૂછી શકું? પર્સનલ છે."

રજત:- "હા બોલ."

મેહા:- "સર તમારી વાઈફ ક્યાં છે?"

રજત:- "મારી સાથે જ છે...મારો મતલબ કે એ હંમેશા મારી સાથે જ રહે છે."

મેહા:- "સર મેં તમારી બુક 'અધૂરી વાર્તાનો છેડો' વાંચી છે... તમે સુખદ અંત આપ્યો છે. તમારા બંનેના લગ્ન થઈ ગયા... તમારા લગ્ન સુધીની જ સ્ટોરી છે...
પછી શું થયું તમારી લાઈફમાં?"

રજત:- "મેહા લાઈફમાં ઘણાં બધાં દર્દ એવા હોય છે કે જે ખાલી સહન જ કરવાં પડે છે. પણ કોઈને કહી શકતા નથી."

મેહા:- "મતલબ તમારી કહાની પણ અધૂરી છે."

રજત:- "હા અને એમ પણ કહાની તો દરેકની હોય છે ને...કોઈકની પૂરી...તો કોઈકની અધૂરી..."

બંન્ને રિવરફ્રન્ટ પર પહોંચે છે. બંન્ને થોડીવાર ફરે છે. પછી ઑફિસ પહોંચે છે. સાંજે મેહા ઘરે પહોંચે છે.
જમીને મેહા સૂઈ જવાની હતી કે એટલામાં જ મેહાના મોબાઈલ પર કોઈનો ફોન આવે છે. અજાણ્યો નંબર જોતાં મેહા ફોન રિસીવ કરે છે અને વિચારે છે કે કોણ હશે?

મેહા:- "હેલો..."

રજત:- "હેલો મેહા હું રજત..."

મેહા:- "હા સર બોલો. કંઈ કામ હતું કે?"

રજત:- "ના... શું કરે છે તું?"

મેહા:- "કંઈ નહીં સૂવાની તૈયારી."

રજત:- "ઑકે તું સૂઈ જા...good night..."

મેહા:- "સર તમે ઠીક છો ને?"

રજત:- "હા...બિલકુલ...મને શું થવાનું છે?"

મેહા:- "ઑકે good night..."

મેહા ફોન ડિસકનેક્ટ કરી મોબાઈલ સાઈડ પર મૂકી દે છે. મેહા સૂતા સૂતા વિચારે છે કે રજતની વાઈફ નથી તો રજતને એકલતાનો અહેસાસ થતો હશે. કદાચ એટલે જ એમણે મને ફોન કર્યો હશે.

બીજી સવારે મેહા ઑફિસ પહોંચે છે. રજત નાં આવતાં જ મેહા રજતની કેબિનમાં ચા મૂકી આવે છે. મેહા કેબિનની બહાર નીકળી જાય છે. રજત ચા પીતાં પીતાં મેહાને જોઈ રહે છે. મેહા પોતાના કામમાં બિઝી થઈ જાય છે. બપોરે મેહા મેઘના સાથે લંચ કરે છે. લંચ કરી ફરી મેહા કામમાં બિઝી થઈ જાય છે. સાંજે મેહા રજતની કેબિનમાં ચા મૂકી આવે છે. મેહા જેવી કેબિનની બહાર નીકળે છે કે રજત ચા પીતાં પીતાં મેહાને જોઈ રહે છે. ત્યાં જ રજતની નજર જાય છે કે રજતની જ ઑફિસનો જીતેન નામનો કર્મચારી મેહાને અજીબ રીતે જોઈ રહ્યો હતો. જો કે મેહાને ખ્યાલ નહોતો. રજત સમજી ગયો કે જીતેન મેહાને ગંદી નજરે જોઈ રહ્યો છે. રજત તરત જ મેહાને ફોન કરી પોતાની કેબિનમાં બોલાવે છે.

ક્રમશઃ