Featured Books
શ્રેણી
શેયર કરો

લાગણી ભીનો પ્રેમનો અહેસાસ - 33

સાંજના પાંચ વાગી રહયા હતા ને સ્નેહાના ઘરે મહેમાન હોવાથી ઘરમાં રોનક લાગી રહી હતી. આજે લગભગ બધા જ ઘરે હતા. શુંભમ અને સ્નેહાની પહેલી મિટિંગ શરૂ હતી. પ્રેમ હતો, લાગણીઓ હતી, એકબીજાને કેટલા સમયથી બંને ઓળખતા હતા. ફોન પર કેટલી બધી વાતો હતી. હનિમુનથી લઇ છોકરા સુધીની વાતો ફોન પર થઈ ગઈ હતી. જયારે આજે બંને એકબીજાની સામે બેઠા છે તો કોઈ કંઈ બોલી નહોતું રહયું.

થોડીવાર એમ જ એકબીજાને જોતા રહયા ને વાતની શરૂઆત કરવાની કોશિશ કરતા હતા ત્યાં જ સપનાએ દરવાજો ખોલ્યોને તે અંદર આવી. " વાત થઈ ગઈ પુરી....સમય ઓવર થઈ ગયો તમારો. હમણા બહારથી કોઈ અવાજ લગાવે તે પહેલા જ શુંભમ તમે બહાર આવી જાવ. "

સ્નેહા અને શુંભમ બંને એકબીજાની સામે જોતા રહયા. શુંભમ કંઈ જ બોલ્યા વગર ઊભો થઈ ગયો ત્યાં જ સ્નેહાએ તેમનો હાથ પકડી લીધો. "દીદું બસ બે મિનિટ."

"બે જ મિનિટ પછી વધારે સમય નહીં મળે. તને ખ્યાલ છે ને આપણા ઘરના નિયમો. " સપના આટલું જ કહી ફરી બાલકનીમા જતી રહી.

"અહીં ખાલી મને જોવા આવ્યા હતા કે કંઈ વાત કરવા પણ. શુંભમ આજે પણ શરૂઆત મારે જ કરવી પડી. જોયું તમે કેટલા ડરપોક છો...!" સ્નેહાએ મજાક કરતા કહયું."

"ઓ..!! તને લાગે છે કે હું ડરપોક છું. જોઈએ હમણા કોણ ડરે છે. " શુંભમે સ્નેહાનો હાથ પકડયો ને તેને ઊભી કરી તે તેમની નજીક જ્ઈ રહયો હતો.

પળમાં જ બે દિલ એક થઈ જવાની તૈયારીમાં છે. ને શુંભમના હોઠ સ્નેહાના હોઠ નજીક જ્ઇ રહયા હતા ત્યાં જ સ્નેહાએ તેમને રોકી લીધો. " હજું આ બધું કરવામાં સમય છે. જયાં સુધી સંગાઈ ના થાઈ ત્યાં સુધી કંઈ જ નહીં."

"હમમ, હવે કોણ ભાગી રહયું છે. " શુંભમે સ્નેહાને પોતાની બાહોમા લેતા કહયું.

આ પ્રેમ સફરની મિલન થોડીવાર માટે એમ જ થંભી ગઈ. એકબીજાની બાહોમાં આવતા જાણે બધું જ ભુલાઈ ગયું હોય તેમ બંને એકબીજામાં ખોવાઈ ગયા. દિલ વિચારો વગરનું શુન્ય બની બસ ધબકી રહયું હતું. આખો મળી રહી હતી. અહેસાસ ખીલી રહયો હતો ને લાગણીઓ એમ જ છલકાઈ રહી હતી. સ્નેહાનો ચહેરો થોડો શરમાઈ રહયો હતો. આજે પહેલીવાર તે કોઈ છોકરાની બાહોમા હતી. કંઈક અજીબ જ ફીલ થઈ રહયું હતું. આ ફીલિંગ લાગણીની સાથે સુકુન મહેસુસ કરાવી રહી હતી. પ્રેમ આખોમાં છલકાઈ રહયો હતો ને બંને કયારે પણ ના જુદા થવું હોય તેમ એકબીજાથી દુર થવા નહોતો માગી રહયા. વાતો જુબાન નહીં પણ બે દિલ કરી રહયા હતા.

"શુંભમ, સમય પુરો થઈ ગયો છે. "દરવાજાનો અવાજ આવતા સ્નેહા શુંભમથી અલગ થતા બોલી. મન તો નહોતું થઈ રહયું અલગ થવાનું પણ આ પળ ખાલી થોડી મિનિટની જ હતી.

કંઈ પણ બોલ્યા વગર જ શુંભમ બહાર જ્ઇ રહયો હતો ત્યાં જ સ્નેહાએ ફરી તેમનો હાથ પકડી રોકી લીધો. શુંભમ પાછળ ફર્યો એટલે સ્નેહાએ તરત જ તેમના ગાલ પર કિસ કરી ને તે ધીમેકથી બોલી" આ્ઈ લવ યુ"

"આ્ઈ લવ યું ટું. "સ્નેહાના માથા પર કીસ કરી તે બીજું કંઈ જ બોલ્યા વગર સીધો બહાર જ જતો રહયો નૈ સ્નેહા બસ તેને જતા જોઈ રહી.

આ કેવી મુલાકાત હતી જયાં એકબીજાની સાથે બેસવા માટે પણ કોઈ બીજાના સમયની મર્યાદા હતી. શુંભમને બહાર જતા જ સ્નેહાની આખમાં આસું આવી ગયા. આ ખુશીના આસું હતા કે દર્દના તે ખુદ સમજી નહોતી શકતી. શુંભમના જતા સપના સ્નેહા પાસે આવી.

"શું થયું..??લાગણીઓ વધારે વરસી ગઈ કે પછી પ્રેમ આસું બની છલકાઈ રહયો છે..??" સપનાએ મજાક કરતા કહયું.

સપનાને જોઈ તેનાથી વધારે રડાઈ ગયું. તે કંઈ બોલી ના શકી. પણ સપના તેમની વાતો સમજી રહી હતી. "ખરેખર તું નસીબદાર છે સ્નેહા. બાકી આવી રીતે પ્રેમ કોઈનો પુરો નથી થતો. તને તે બધું જ મળ્યું જે તારી ઈચ્છા હતી. બસ આ પ્રેમને કયારે તુટવા નહીં દેતી. કેમકે, હજું જિંદગીમા બહું મોટા એવા પડાવ બાકી છે. જેમા જિંદગીની સાથે તારા વિશ્વાસને પણ તોડવાની કોશિશ થશે."

"મતલબ......!!" સ્નેહાએ તેમના આસું લુછ્યા ને સપનાની વાતો આગળ સાંભળવા તે ઊભી રહી ગઈ.

"કંઈ નહીં. તું ખાલી આજના દિવસને એનજોઈ કર. ને ચલ બહાર શું વાતો ચાલે છે તે સાંભળવા."

સપનાની સાથે સ્નેહા પણ બહાર ગઈ. મહેમાન જવાની તૈયારી કરી રહયા હતા. સ્નેહા અને શુંભમની નજર ફરી મળી. સંગાઈ વિશેની વાતો અત્યારે કંઈ જ ના થઈ. શુંભમના પપ્પાએ પુછ્યું તે વિશે પણ સ્નેહાના મોટાપપ્પાએ કાલે જવાબ આપીએ કહી વાતને થંભાવી દીધી.

બધાને મળી શુંભમ અને તેમના મમ્મી- પપ્પા બહાર નિકળ્યા ને સ્નેહા અને તેમનો પરિવાર તેમને જતા જોઈ રહયો. શુંભમના મનમાં એવું જ હતું કે આજે જ તે બંનેની વાતો પાકી થઈ જશે. પણ, અહીં કોઈ પણ ફેસલો આટલી જલદી નહોતો લેવાતો તે સ્નેહા સારી રીતે જાણતી હતી. શુંભમે તેમની ગાડી સીધી જ અમદાવાદ તરફ ચલાવી ને અહીં સ્નેહાના ઘરે તે લોકોની વાતો ચાલતી રહી.

બધાનો નિર્ણય અલગ અલગ થઈ રહયા હતા. કોઈ કહેતું હતું બધું જ બરાબર છ. તો કોઈ કહેતું કે તે યોગ્ય ના કહેવાય. છેલ્લે હજું તેમના કોઈ રીલેટીવને પુછી સાંજે જવાબ આપવાનો નિર્ણય કરી બધા પોતપોતાના ઘરે જતા રહયા. સપના હજું ત્યાં જ રોકાણી હતી. સ્નેહાએ રાતનું ખાવાનું બનાવ્યું ને સપના તેમની છોકરીને લઇ એમ જ બેઠી. જમવાનું તૈયાર થતા સુધીમાં તેમના પપ્પા અને ભાઈ પણ દુકાને એક રાઉન્ડ લગાવી આવી ગયા.

રોજના સમય પર આજે પણ બધા સાથે જ જમવા બેઠા. જમતી વખતે પણ શુંભમની વાતો જ ચાલતી હતી. સ્નેહા ચુપ રહી બસ સાંભળતી હતી. તેનું મન વાતોમાં ઓછું હતું ને શુંભમના વિચારોમાં વધારે હતું. જમવાનું પુરું થયું. કામ પતાવી તેમને પથારી કરીને સુવાની તૈયારી કરી ત્યાં સુધીમાં દસ વાગી ગયા હતા.

આજે હવે શુંભમ સાથે વાતો નહોતી થવાની. સપના પણ તેમની છોકરીની સાથે સુઈ ગઈ હતી. તેના વિચારો એકલતામા વધારે મજા લઇ રહયા હતા. શુંભમ સાથેની આ મુલાકાત તેના દિલમાં જાણે ઘર કરી ગઈ હોય તેમ તેના ચહેરા સામે બસ તે જ દર્શય દેખાય રહયું હતું.

"કેટલું અજીબ કહેવાય. ફોન પર એક કલાક સુધી પણ વાતો બંધ કરવાનું મન નથી થતું ત્યારે આજે એકબીજા પાસે નજરની સામે હતા ત્યારે કંઈ વાતો ના થઈ શકી. કેટલી બધી વાતો વિચારી હતી. શુંભમને આ પુછી, શુંભમની બાહોમા બેસી તેની સાથે પ્રેમ ભરી વાતો કરી. પણ એવું કંઈ ના થઈ શકયું. ખરેખર આ લાગણી પણ અજીબ છે જયારે તેમને વાતો કરવી જોઈએ ત્યારે તે વાતો નથી કરતીને બસ મહેસુસ કરે છે. " સ્નેહાના મનના વિચારો મનમાં જ ફરી રહયા હતા.

ખુશીની આ પળ તેમની જિંદગીની સોથી યાદગાર પળ હતી. શુંભમની બાહોમા જે અહેસાસ તેમને મહેસુસ થઈ રહયો હતો. તે અહેસાસ ભરી લાગણી પ્રેમની એક એવી ઉષ્મા હતી કે તે જિદગીભર કયારે ભુલી ના શકે. આખોમાં ખુશી છલકાઈ રહી હતી ને દિલ આવનારી નવી જિંદગીના સપના સજાવા લાગ્યું હતું. હવે તો વિશ્વાસની ડોર પાકી થઈ ગઈ હતી કે તેમનો જીવનસાથી ખાલી શુંભમ જ છે ને તે પણ પરિવારની મરજીથી જોડાયેલ સંબધ. એટલે તુટવાનો કોઈ ભય પણ નહોતો રહયો.

♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥
સ્નેહા અને શુંભમની મુલાકાત આજે થઈ ગઈ. જે રીતે સ્નેહાએ વિચાર્યું હતું તે જ રીતે બધું જ બરબાદ ચાલ્યું. ત્યારે હજું પણ તેમની સંગાઈ ફિક્સ નથી થઈ તો શું આ સંગાઈ થઈ શકશે....કે હજું કોઈ એવી કસોટી બાકી છે જે પ્રેમ સામે ઊભી રહેવાની છે...???શું થશે હવે આગળ તે જાણવા વાંચતા રહો "લાગણી ભીનો પ્રેમનો અહેસાસ"