અરધી રાતનો ચમકારો Bhavna Jadav દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અરધી રાતનો ચમકારો

એકલતાથી પીડાતા પોલીસને હાઇવે પર ડ્રાઈવર વગરની કાર મળેછે અને સર્જાય છે એક રમુંજી પ્રસંગ..

ચાલો વાર્તાને આગળ વધારીએ.

તો પહેલા પાત્ર પરિચય આપી દઉં.. કહેવાનું એટલું કે..વાર્તામાં પાત્ર કાલ્પનિક છે અને થોડું રમુજી છે..

આમતો છે પોલીસ પણ બાયડી આગળ હાલ્યું નહીં કશું એટલે બાયડી મૂકીને પિયર વયી ગયી..

વાત હતી વાસણ ઘસવાની..

ડ્યુટી પરથી આવીને રોજ જમીને તરત ડાહ્યા ડમરા જેમ ફટાફટ વાસણ ઘસી નાખતા. પણ એક દિવસ જરા ચોર પાછળ ભાગીને પગ સહેજ છોલાણો એટલે બિચારાએ એક દિવસ ઘસીને ના પાડી દીધી એમાં રાતના બારેક વાગ્યા સુધી મહાભારત ખેલાયુ..

એના જસ્ટ થોડા સમય પહેલા પત્નીએ મહાભારતના 5/10 એપિસોડની સિરીઝમાં જોઈ લીધેલા એની જ કદાચ અસર હોઈ શકે..!

બસ પછી તો પૂછવું જ છું પત્નીએ સાક્ષાત દેવી રૂપ ધારણ કરીને એંઠા વાસણનાં છુટ્ટા ઘા કર્યા..એટલે બિચારા પતિદેવને જરાક માથામાં અમથું લોહી નીકળે એવું વાગ્યું (પત્નીના મત મુજબ અમથું)

પછી પતિદેવ પોતાની પોલીસ ચોકીએ ધારણ કરે એવું રૂપ ધારણ કરવા ગયા.. એ ઉત્સાહમાં ભૂલી જ ગયા હતા કે અહીં હાઇકમાન્ડ આગળ પોલીસનું ના ચાલે એટલે ..

અને કલાકોના ધમપછાડા બાદ પડોસીઓના આક્રોશને પામી જઈને ભાઈએ શાંતિ માટે બન્નેની નાની મૂઢભેડમાં પત્નીદેવી દ્વારા ફાટેલી સફેદ શર્ટની બાયને ધ્વજની જેમ ફરકાવીને શાંતિની અપીલ કરી એટલે સામે પક્ષે શાંતિ સ્થપાઈ..(થોડા સમય પૂરતી)

પછી શું ..? સવારની ટ્રેનમાં પત્ની બેગ પેક કરીને પિયર રવાના
બસ ત્યારથી સાહેબ એકલા જ છે.. અને રાતે પત્નીની યાદ ન આવે એટલે રાતની ડ્યુટી લીધી છે..

આજે જરાક એકલતાના સાથી એવા દેશી પોટલી નો જમાવડો કરેલો ને આજે બરાબર પેક થઈને રોડની વચ્ચોવચ પડેલા સાહેબ.. કશુંજ ભાન નહોતું..

એવામાં જોરજોરથી હોર્ન મારતી પુરઝડપે આવી રહેલી ગાડી જોઈને ભાઈસહેબના છક્કા છૂટી ગયા..

આમ, મારતે ઘોડે સામું આવતી ગાડી જોઈને કોઇને પણ બે ઘડી ફફડાટ તો થાય? અડધો નશો તો એમાંજ ઉતરી ગયો અને પછી સટાક લઈને હરણફાળ ભરીને મહાશય રોડની એક સાઈડ જઈને પડ્યા હાથે સહેજ હાડકાં તૂટવાનો અવાજ આવ્યો પણ હિંમત ન હાર્યા ને ઉભા થયા( પોલીસની ટ્રેનિંગ ખરીને..!)

હવે ઉભા થયા ત્યાં એમને અચરજ પમાડે એવું દ્રશ્ય જોવા મળ્યું..

સાલું આ શું ..? ડ્રાઈવર વગરની કાર ..! અને એ પણ આટલી મોડી રાતે??
નક્કી કંઈક ગરબડ લાગે છે..

હેડક્વાર્ટર જાણ કરવી પડશે..

અને તરતજ જીપમાં જઈને વાયરલેસ રેડિયો માધ્યમથી કન્ટ્રોલરૂમમાં ફોન જોડ્યો..

હેલો..હેલો.. જાડેજા સ્પીકિંગ..

હા કોણ બોલો ..?સામે છેડેથી આવાજ આવ્યો.

હું બોલું છું.. જાડેજા

અરે કોણ જાડીયો...
આ પોલિસમાં અર્ધી રાતે ફોન કરી મજાક કરે સાલા મુક ફોન નહીતો લોકઅપમાં મૂકી દઈશ..

અરે ****.... (ગાળ બોલતા ) હું તારો બાપો જાડેજા સાહેબ.. પીએસઆઇ જાડેજા.. કાન સાફ કરાય..
નશો મેં કર્યો ને ચડી તને લાગે છે.. સાંભળતો નથી..

ઓહ..સોરી સોરી સાહેબ.. બોલો આ જરા આસપાસ કેદીઓએ બુમરાણ મચાવી છે એટલે અવાજો આવે છે ને એટલે ના સંભળાયું..હવે બોલો..

એક કેદી વચમાં બોલ્યો..
સાહેબ આ મારી પેટીમાંથી એક સળી લાઈલો અને મેલ કાઢી આવો.. એટલે ચોખ્ખું સંભળાય..

હવે, તારી પેટી રાખ તારી પાસે છાનીમાની.. મને મારું કામ કરવા દે ને નહીતો ધોલધપાટ કરીશ તો બોલતાય નહીં આવડે..

અરે ક્યાં મરી ગયો ફોનમાંથી..હેલો હેલો..બોલતા જાડેજા સાહેબ તાડુંક્યા હમણાતો વાત કરતો હતો..

અરે આ રહ્યો સાહેબ તમે બોલો એતો પેલી રમણિયો ચોપલાશ કરતો તો જેલમાં પડ્યો પડ્યો..

હા, તો જવાદે એને ખાડામાં તું મારી વાત ધ્યાનથી સાંભળ..

હા, બોલો સાહેબ શુ વાત છે..?

અરે.. શુ કહું તને કહીશ તો તું મારી પર હસીશ..

કેમ સર એવું તે શું થયું..?

અરે આ જોને એક ગાડી હાલ પુરઝડપે જાય છે અને સાલું કોઉ ડ્રાઇવર પણ નહોતો અંદર.. શુ કારણ હશે..?

હેં સાહેબ..! શું વાત કરો છો..? (સીટ પરથી સફાળા ઉભા થયીને)
એવું કેવું .? તમે બરાબર ચેકતો કર્યું છે ને..?

હા, હવે જાડેજાની નઝરથી કઈ ન ચુકે.. મેં મારી સગી આંખે જોયું..

ઓહોહો...
સાહેબ.. તમેં ક્યાં રોડ પર છો..?

આ ભૂતડીયા રોડ પર છું..(એક બોર્ડ લગાવેલું જોતા)

ઓહોહોહો.. સાહેબ તમે ત્યાં કેમ ગયા..તમને ખબર નથી એ રોડનું નામ જ ખતરનાક છે.. એ રોડ પર નક્કી ભૂતપ્રેતનો વાસ છે..
મનેતો લાગે છે કે નક્કી તમે કોઈ ભૂતકાળમાં મારેલા વ્યક્તિને હવે આત્માને શાંતિ નહીં મળી એટલે એ બદલો લેવા આવ્યું છે..
તમે ક્યાં છો..? ત્યાંથી નીકળી જાઓ જલ્દી ત્યાં રહેવું હિતાવહ નથી..

અલા ગોડો થયો કે શું..એ બધું અફવા છે..એવું કશુ જ ના હોય
તું તારી રાઈના દાણા જેવી બુદ્ધિ ના દોડાવ.. અને હા હું ભૂતપ્રેતમાં નથી માનતો..

ઓકે સર, ... પણ હેલ્પ માટે વાન સાથે માણસ મોકલું..?

હા, મોકલ..

અને વાત બંધ થાય છે..


***
જાડેજાએ કહિતો દીધું કે ભૂતપ્રેતમાં માનતો નથી પણ હવે એને આગળ ધપે જતી કાર જોઈને ડર લાગવા લાગ્યો.. એટલે એકલા પીછો કરવાનું યોગ્ય ન લાગ્યું પણ 10 મીટર દૂર રહીને ગાડીની હલચલ જોતા રહ્યાં..


હવે આ હારા ને ફોન ન કર્યો હોત તો સારું હતું.. મનેય વહેમ માં નાખી ગયો.. હવે ભલભલાને ધૂળ ચટાવનારની આજે ધૂળ
નીકળી ગયી આ કાર જોઈને..

હવે કાર યુટર્ન લે છે.. અને જાડેજાની ધડકન ફાસ્ટ થતી જાય છે..

કાર આગળ આગળ આવે એમ જાડેજા એક એક કદમ પાછળ જાય છે.. હવે કાર એકદમ નજીક આવી ગયી.. અને જાડેજાની બૂમ પડી ગયી.. ઓ માડી રે...

અને કારમાંથી ઠીંગુંજી બહાર નીકળ્યા અને બોલ્યા.. સાહેબ તમે મારો પીછો કેમ કરો છો.. હું બધા કાગળ સાથે રાખું છું એ લ્યો કાગળ.. અને એ કારમાંથી કાગળ કાઢીને જાડેજાને આપેછે..

જાડેજાને હસવું કે રડવું સમજ ન પડી.. એ ઘડીમાં કાગળને તો ઘડીમાં ઠીંગુ ને જોતા રહેતા હતા.

અને એવામાં પોલીસની અન્ય વાન પણ આવી અને અંદર બેસેલાઓએ આ દ્રશ્ય જોયું ને ખડખડાટ હસી પડ્યા..

ત્યારથી બધા રોજ જાડેજાને એ બનાવની યાદ અપાવી તાળીઓ આપીને મજાક કરેછે.. અને જાડેજા હમેશ જેમ નીચું જોઈને બબડે છે...
સાલું હવેથી નશો ન કરવો..😊કે ના રાતની ડ્યુટી કરવી..

સમાપ્ત..
કેવી લાગી હાસ્યવાર્તા.. કમેન્ટ જરૂર કરજો..

આવજો.🙏😜✍️🤓

ફરી મળશું ભૂતડિયા માર્ગે.. બાય બાય😊