Devilry books and stories free download online pdf in Gujarati

જંતર મંતર - 16

પ્રકરણ – 16


શીલ જેમ્સ અને જુલિયટ ને સપ્રાઇઝ આપવા માટે છેક ઇન્ડિયા થી મલાયા આવી ચૂક્યો હતો! પણ સચ્ચાઈ તો કંઇક અલગ જ હતી. હકીકત માં શીલ જુલિયટ નો પીછો કરી રહ્યો હતો ! પણ કેમ ? આનો જવાબ હવે શીલ ની હરકત અને તેની વાતો જ આપી શકે એમ છે. શીલ સીધો જ જેમ્સ ના રૂમ માં ચાલ્યો ગયો. જેમ્સ ને તો એમ જ લાગતું હતું કે શીલ અહી તેને અને જુલિયટ ને સપ્રાઇઝ આપવા માટે આવ્યો છે. પણ જેમ્સ ક્યાં જાણતો હતો કે શીલ ના મન માં તો જુલિયટ થી બદલો લેવાની ભાવના પેદા થઈ ચૂકી હતી. શીલ જેમ્સ ના રૂમ માં જઈને સીધો જ તેના બેડ પર છલાંગ મારી દે છે.

“ જેમ્સ ! ઓહ સોરી જીજાજી ! તમે કેટલા માસૂમ છો. જેટલા માસૂમ એટલા બેવકૂફ પણ હાહાહાહા…. મે જે કહ્યું એ તમે જટ થી માની ગયા. મને તમારી ઉપર ખૂબ જ દયા આવે છે. તમારી નજરે હું જુલિયટ ને બરબાદ કરીશ ! જેમ્સ તું તારા હાથે આપડા પ્રેમ જુલિયટ ને બરબાદ કરીશ ! હાહાહાહા…. જુલિયટ એ મારો પ્રેમ ઠોકર મારી તારા પ્રેમ નો સ્વીકાર કર્યો ! જુલિયટ સિર્ફ મારી છે. તેને મારી બનાવવા માટે એને બદનામ કરવી પડે તો પણ હું કરીશ. “ શીલ


શીલ જુલિયટ નો કોઈ જ ભાઈ નોહતો ! શીલ પણ જુલિયટ ના પ્રેમ માં પાગલ હતો. આખરે જુલિયટ ના નસીબ માં કોણ છે. જો શીલ જુલિયટ ને જ બરબાદ કરી દેશે તો પછી તેના પ્રેમ નું શું થશે ? આખરે શીલ આ બધું કરી કેમ રહ્યો હતો ? “

“ જેની બેટા ઉઠી જા હવે ! આજે બઉ સૂઈ લીધું તે. જલ્દી થી ઉઠી જા તને કૉલેજ જવામાં મોડું થઈ જશે. આજે તારું પ્રેઝન્ટેશન છે. જલ્દી ઉઠી જા નહીતો તારા પ્રોફેસર તારી કારકિર્દી ઉપર ઝીરો લગાવી દેશે ! બેટા ઉઠી જા જલ્દી. “ ફેરી


ફેરી નો અવાજ જેની ના કાન સુધી આવતાં જ જુલિયટ નું સ્વપ્ન તૂટી જાય છે. જેની જલ્દી થી ઉઠી જાય છે અને ફ્રેશ થઈ જાય છે. સીધી જ પોતાની બેગ ખભા ઉપર ભરાવીને નીચે જાય છે. જલ્દી જલ્દી માં નાસ્તો કરે છે. પણ જેની આજે ઊંડા વિચારો માં ખોવાયેલી હતી. આખરે જેમ્સ અને જુલિયટ ની દુશ્મની શું હશે શીલ સાથે ? શીલ જુલિયટ સાથે શું કરી રહ્યો હતો. જેની ને એ તો ખબર હતી જ કે જે જુલિયટ સાથે થાય છે એ ખુદની સાથે પણ થાય જ છે. પણ જેની હજુ સુધી સમજી નોહતી શકી કે જુલિયટ ની જેમ જ તેની ઉપર પણ કોઈકે કાળી વિદ્યા નો પ્રયોગ કર્યો હતો. જેની જુલિયટ ના વિચારો માં ખોવાયેલી હતી ને એ જ વખતે તેના ફોન ની રીંગ વાગે છે..

“ હા બોલ જીયા!” જેની

“ જેની તું ઘડિયાળ માં સમય જો ! તારું પ્રેઝન્ટેશન શરૂ થવા માં ફક્ત દશ મિનિટ બચી છે. જલ્દી આવ નહિ તો આ વર્ષ તારું બગડશે. “ જીયા

“ હા હવે નીકળું છું! પોહચી જઈશ ટાઇમ પર. બાય “ જેની


જેની ફોન કટ કરી દે છે. હેરી અને ફેરી જેની ના ચહેરા ઉપર ની ઉદાસી ને જોઈ રહ્યા હોય છે. પણ એ જેની ને કંઇ પૂછતાં નથી કેમકે આજે જેની નું પ્રેઝન્ટેશન હતું ! હેરી અને ફેરી નોતા ચાહતા કે જુલિયટ ના વિશે પૂછવા થી જેની નું આજનું પ્રેઝન્ટેશન ખરાબ થાય એટલે તે બંને જેની ને લક વિષ કરી ને કૉલેજ મોકલી દે છે. જેની ના ગયા પછી હેરી અને ફેરી ના ચહેરા ઉપર પણ ઉદાસી છવાઈ જાય છે.

“ હેરી હવે મારાથી જેની ના ચહેરા ઉપર ની ઉદાસી જોવાતી નથી. હેરી હવે આપડે જાણવું જ પડશે કે જેની ને જુલિયટ ના સપના કેમ આવે છે ? જુલિયટ અને આપડી દીકરી જેની નો એક બીજા સાથે શું સંબંધ છે ? શું રાજ છે જેની અને જુલિયટ નું ?” ફેરી

“ ફેરી હું પણ યાર આ જ વિસારું છું કે આપડી જેની સાથે આ શું થઈ રહ્યું છે ? જેની ના ચહેરા ઉપર ની ઉદાસી હવે મારાથી સહન નથી થતી ફેરી! હું મારી દીકરી ને આ હાલત માં નથી જોઈ શકતો યાર. “ હેરી

“ હેરી પ્લીઝ ગુસ્સે ન થતા પણ હવે એક જ રસ્તો બચ્યો છે; આપડી જેની ની પરેશાની ને દૂર કરવાનો; અને એ રસ્તો છે મનોચિકિત્સક નો ! ત્યાં જઈને આપડે આપડી જેની ની સમસ્યા તેમને જણાવી એ ! તેમના સુજાવ થી આપડી જેની ની તકલીફ થોડી ઓછી થઈ જશે. “ ફેરી

“ ફેરી હું તને એક જ વાત કેટલી વાર કહું ? આપડી જેની પાગલ નથી! તેનો જુલિયટ સાથે કોઇક જૂનો સંબંધ છે. બની શકે જુલિયટ નું કોઈક સ્વપ્ન અધૂરું રહી ગયું હશે! તે સ્વપ્ન ને પૂરું કરવા માટે જુલિયટ એ ફરી જન્મ લીધો હશે. “ હેરી

“ બની શકે યાર ! પણ આ સમસ્યા નો સુજાવ પણ મનોચિકિત્સક ની પાસે હશે જ!” ફેરી

“ ના મનોચિકિત્સક તો નઈ જ! હું નથી ચાહતો કે મારી જેની ને કોઈ પાગલ કહે! તેમની પાસે જેની ને લઇ જઇશું તો તેના મન ઉપર ખરાબ અસર પડી શકે છે. અને હું નથી ચાહતો કે મારી જેની વધારે પડતા તણાવ માં આવી જાય. “ હેરી


હેરી ની વાત સાંભળી ને ફેરી ચૂપ થઈ જાય છે કેમકે એ સારી રીતે જાણતી હતી કે હેરી માનવાનો નથી! હેરી ના મનમાં મેલ ઇગો હતો જે તેને રોકી રહ્યો હતો. દિવસે ને દિવસે જેની ની પરેશાની પણ વધી રહી હતી. હેરી થોડી વાર પછી ઑફિસ જતો રહે છે ને ફેરી રોજ ના કામો માં મશગૂલ થઈ જાય છે.

થોડા સમય પછી ફેરી ને કોઈક વસ્તુ જોવે છે. એટલે તે જેની ના રૂમ માં લેવા માટે જાય છે. ફેરી જેની નું કબાટ ખોલી ને તેમાં શોધવા લાગે છે પણ એને નથી મળતી એ વસ્તુ! એટલે તે જેની ના કબાટ નું ડ્રોવર ખોલે છે. ડ્રોવર માં શોધતાં તેને એક કાળા રંગ ની અજીબ પોટલી મળે છે. પોટલી ને જોઈ ફેરી થોડી વિચાર માં પડી જાય છે.

“ જેની ના રૂમ માં આવી અજીબ પોટલી ? કોણ લાવ્યું હશે ? જેની લાવી હોય તો આ પોટલી આટલી અજીબ કેમ છે? જેની આ પોટલી કેમ લાવી હશે ? શું મારે ખોલવી જોઈએ આ પોટલી! હા કેમ નઈ જેની મારી દીકરી છે. તેની હર એક ચીઝ ઉપર તેના મમ્મી પપ્પા નો હક છે. મારે આ પોટલી જરૂર ખોલવી જોઈએ.”


ફેરી નું ધ્યાન પેલી અજીબ કાળા રંગ ની પોટલી ઉપર જ ટેકેલું હતું. તેનું મન પણ અસમંજસ માં પરોવાયેલું હતું. તેને આ પોટલી ખોલવી જોઈએ કે નહીં! પણ આખરે તેનું દિલ અને મન સહમત થયું કે આ પોટલી તેને ખોલવી જોઈએ. ફેરી ધીરે ધીરે પેલી અજીબ કાળા રંગ ની પોટલી ખોલી રહી હતી. જેમ જેમ પેલી પોટલી ની દોરી ઢીલી થઈ રહી હતી તેમ તેમ જીયા ને બેચેની થવા લાગી હતી. જીયા થોડી વાર માં સમજી ગઈ કે કોઈક પોટલી ખોલવા લાગ્યું છે. જેવી જ આ પોટલી ખૂલશે તરત જ આ પોટલી ની બધી શક્તિ ઓ એક સાથે જેની ઉપર વાર કરી દેશે. જેની ઉપર એક સાથે બધો વાર થશે તો જેની તેને સહન નહિ કરી શકે.આ પોટલી ના ખુલે એ જ ઠીક છે બધા માટે.

જેની નું પ્રેઝન્ટેશન શરૂ થવા માં હવે બે મિનિટ જ શેષ બચી હતી. તે સમયે જેની ભાગતી ભાગતી કૉલેજ પોહચી જાય છે. જેની સીધી આવીને જીયા પાસે બેસી જાય છે; પણ જીયા ના ચહેરા ઉપર તો બાર વાગેલા હતા. કેમકે જીયા ને ડર હતો કે પેલી પોટલી ખુલી જશે તો જેની અહી બેઠેલા લોકો ની શું હાલત કરશે એનો અંદાજ પણ ન લગાવી શકાય.

“ જીયા કેમ પરેશાન છે ? હું આવી ગઈ છું સમય ઉપર. તું યાર નાની નાની વાત મન ઉપર લઇ મારી ચિંતા ન કર. હું એકદમ સખત તૈયારી કરી ને આવી છું. આજે તો હું પૂરા માર્ક લઇશ આ પ્રેઝન્ટેશન માં! તું જોજે ખાલી. “ જેની

જીયા જેની ની સામે જોઇને જેની તરફ થોડું હસી લે છે. પણ જીયા ના મનમાં તો હજુ સુધી ડર ભરેલો જ હતો કે પોટલી ખુલી જશે તો શું થશે! “ પેલી પોટલી તો ના જ ખુલવી જોઈએ ! હવે મારે જ કંઇક કરવું પ નહિ તો આખો ખેલ એક જટકા માં ખતમ થઈ જશે.”


ક્રમશ……







આ સ્ટોરી ને લગતા કોઈ પણ પ્રશ્ન કે અન્ય પ્રશ્ન માટે મને વોટ્સએપ 9624265491 કરી શકો છો ! અને ઈન્સ્ટાગ્રામ ઉપર પણ ફોલો કરો @Author_ankit_Chaudhary

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED