પ્રકરણ – 15
જીમી એ જેની ને કહી જ દીધું કે એને બીજું કોઈ ના જોઈએ જેની સિવાય! બસ પછી તો શું જેની એવી ખોવાઈ જીમી ની આંખો માં કે વાત ન પૂછો. જીમી ની વાત સાંભળી જેની ની ધડકન તેજ થવા લાગી હતી. જેની ના દિલ ને જીમી પોતાનો લાગતો હતો; પણ જેની ના મન ઉપર કાળી વિદ્યા ની અસર પણ ઓછી નોહતી એટલે જીમી તેને અજનબી પણ લાગતો હતો. જીમી થોડો જેની તરફ આગળ આવ્યો, જેની ની આંખો માં પોતાની આંખ પરોવી ને જેની ના ખભા ઉપર જીમી એ પોતાના બંને હાથ મૂકી દીધા. જેવા જ જીમી એ જેની ના ખભા ઉપર પોતાના હાથ મુક્યા કે તરત જ જીયા એ પોતાના કાળા જાદુ નો આખરી દાવ રમી લીધો. જીયા ના કાળા જાદુ ની અસર જેની ઉપર થવા લાગી ! એટલે તરત જ જેની એ જીમી ના હાથ પકડી નીચે તરફ ફેંકી ને જીમી ના ગાલ ઉપર જોરદાર તમાચો મારી દીધો.
“ એક વાર કીધું કે દૂર રે મારાથી તો તને સમજણ નથી પડતી. શું સમજે છે તારી જાત ને તું ? જેની અગ્નિહોત્રી કોઇની નથી યાદ રાખ. આજ પછી મારી સામે આવતો નઈ ! નહીતો હું તારી સાથે શું કરી બેસીશ મને ખ્યાલ નથી. રસ્તો પકડી લે તારો ! “ જેની
જેની નો વર્તાવ જીમી પ્રત્યે સમયે સમયે બદલાઈ રહ્યો હતો. જેની ના આવા વર્તાવ થી જીમી નું દિલ નિરાશ થઈ ચૂક્યું હતું. જીમી ની સામે ત્યાં બેઠેલા લોકો દયા થી જોઈ રહ્યા હતા. ત્યાં બેઠેલા બધા લોકો જાણતા હતા કે જીમી અને જેની એકબીજા ની સાથે જ આ સ્વીટ કેફે માં આવ્યા હતા. જીમી ધીરે ધીરે પોતાનો ગાલ મશળતો આમ તેમ નજર ફેરવી રહ્યો હતો. ત્યાં બેઠેલા દરેક લોકો ના દિલ માં જીમી માટે દયા હતી. જેની પછી ભાગી જે ને સ્વીટ કેફે ની બાર જતી રહે છે. પાછળ જીમી પણ જાય છે પણ એની પહેલા જ જેની ટેક્સી પકડીને જઈ ચૂકી હોય છે.
જેની ના આ રીતે ગયા પછી જીમી ત્યાં જ ઉદાસ થઈને બેસી જાય છે. પાછળ થી જીયા આવે છે અને જીમી ના ખભા ઉપર પોતાનો હાથ મૂકે છે. જીમી જીયા ની તરફ નજર કરે છે અને સીધો જ એના પગ પકડી ને ધુસ્કે ધુસ્કે રડવા લાગે છે. જીયા જીમી ની હાલત જોઈને પહેલા તો થોડી દુઃખી થાય છે પણ પછી બીજી જ ક્ષણે ખુશ પણ થાય છે. કેમકે જે જીમી એ આજ સુધી તેની સામે પણ જોયું ન હતું એ જીમી આજે તેને પકડીને રોઈ રહ્યો છે. પણ એ આંસુ જેની માટે હતા; એટલે પછી જીયા થોડા ગુસ્સા માં આવી જાય છે અને જીમી ને થોડો દૂર કરી દે છે.
જેની સીધી જ પોતાના ઘરે આવી જાય છે. સીધી તે તેના રૂમ માં જઈને અંદર થી રૂમ લૉક કરી દે છે. જેની ને હવે રિયલાઇઝ થાય છે કે તે પોતાના જીમી સાથે બહુ જ ખોટું કરી ચૂકી છે. જેની પછી તો ખૂબ રડે છે અને રડતાં રડતાં જ સૂઈ જાય છે.
“ જુલિયટ અને જેમ્સ નો અકસ્માત થઈ ચૂક્યો હોય છે પણ તેમના સારા નસીબ ના લીધે બંને બચી જાય છે અને તેમને વધારે પડતું વાગ્યું પણ ન હતું. જેમ્સ જુલિયટ ના ચહેરા ઉપર થોડું પાણી છાંટી ને જુલિયટ ને હોશ માં લાવે છે. જુલિયટ જેવી જ હોશ માં આવે છે કે તરત જ પોતાના જેમ્સ ને હગ કરી લે છે. જેમ્સ ને હગ કર્યા પછી જુલિયટ ખૂબ જ રડી કેમકે તેને સમજાઈ નોતું રહ્યું કે તેની સાથે થોડા દિવસ થી થઈ શું રહ્યું હતું. દિવસે ને દિવસે જુલિયટ ની મુસીબત વધતી જ જતી હતી.
જુલિયટ ને જેમ તેમ કરી જેમ્સ એ થોડી શાંત કરાવી દીધી. પછી જેમ્સ સીધો જ ગાડી લઈને જુલિયટ ને મલાયા ના રૂમ માં લઇ ગયો ! ત્યાં જઈને જુલિયટ ને પ્રેમ થી સુવડાવી દીધી. જુલિયટ ને શાંતિ થી સૂતેલી જોઇને જેમ્સ ના મન ને પણ શાંતિ મળી ચૂકી હતી. થોડો સમય જુલિયટ સાથે બેઠા પછી જેમ્સ તેના રૂમ માં સુવા માટે જાય છે. જુલિયટ શાંતિ થી જ સૂતેલી હોય છે.
“ જુલિયટ….. જુલિયટ….. જુલિયટ….” અદ્રશ્ય અવાજ
જેવો જ આ અવાજ જુલિયટ ના કાને પડે છે કે તરત જ જુલિયટ ચમકી ને ઉઠી જાય છે. જુલિયટ ધીરે ધીરે પોતાની આંખો ખુલ્લી કરી ને જુએ છે તો એને સમજાય છે કે ત્યાં કોઈ જ નથી. જુલિયટ ને લાગે છે કે તે પોતાના મન નો ભ્રમ હતો એટલે તે ફરીવાર સૂઈ જાય છે. થોડા સમય પછી….
“ ચંદા હૈ તું મેરા સૂરજ હૈ તું,
ઓ મેરી આંખો કા તારા હૈ તું. “ રેડિયો
અચાનક જ જુલિયટ ની બાજુ માં પડેલો રેડિયો વાગવા લાગ્યો જેને જોઈને જુલિયટ થોડી ડરી પણ ગઈ , ને થોડી પરેશાન પણ થઈ ગઈ હતી. કેમકે જુલિયટ ની નજર જ્યારે રેડિયો ઉપર પડી તો એ રેડિયો ચાલુ જ નોહતો ! પણ એ રેડિયો ની અંદર થી જુદી જુદી ધૂન ના અવાજ આવી રહ્યા હતા. પણ આ બધી વસ્તુ થી જુલિયટ ના મનમાં ડર ઊભો થાય એમ હતો જ નઈ! કેમકે જુલિયટ એક જાદુગરની હતી એટલે આ બધી જ વસ્તુ થી તે પરિચિત પણ હતી. થોડા સમય પછી જુલિયટ ફરી ઊંઘવાની કોશિશ કરે છે.
“ જુલિયટ….. હાહાહાહા… જુલિયટ….. હાહાહાહા….. જુલિયટ…. “ અદ્રશ્ય અવાજ
આ અવાજ થી ફરી વખત જુલિયટ ની ઊંઘ ખુલી જાય છે.પણ આખરે જુલિયટ સાથે આ થઈ શું રહ્યું હતું ? જુલિયટ ઉપર પણ સાયદ કાળા જાદુ ની અસર શરૂ થઈ ચૂકી હતી. જુલિયટ જાગી ને આમ તેમ ફરવા લાગે છે. જુલિયટ આખા રૂમ માં ફરી વળે છે પણ કોઈ જ તેને નજર આવી રહ્યું નોતું.
“ કોણ છે ? મે પૂછ્યું કોણ છે ત્યાં ? મજાક બંધ કરો ! જુલિયટ નાની નાની વાતો થી ડરવાની નથી.“ જુલિયટ
“હાહાહાહા…. જુલિયટ….. હાહાહાહા “ અદ્રશ્ય છાયો
જુલિયટ ની ચારે બાજુ ઓ થી આ ડરાવની અવાજ આવી રહી હતી. જુલિયટ ના મન માં પણ હવે સવાલો ઊભા થવા લાગ્યા હતા! તેની સાથે આ શું થઈ રહ્યું હતું ? જુલિયટ ને કંઈ સમજ નોતું આવી રહ્યું ! બસ જુલિયટ ને એમ જ લાગતું હતું કે સાયદ આ બધી પરિસ્થિતિ તેનો ભ્રમ પણ હોઈ શકે ! જુલિયટ પછી પોતાના મન ને સમજાવીને સૂઈ જાય છે. થોડા સમય પછી પેલી ડરાવની અવાજો પણ રોકાઈ જાય છે ને સવાર નો મીઠો પોર ઉગી નીકળે છે.
જુલિયટ ના ચહેરા ઉપર સૂરજ ની રોશની આવતાં જ જુલિયટ ની ઊંઘ ઉડી જાય છે. જુલિયટ ઉભી થઈને ફ્રેશ થવા માટે જાય છે. પણ આ શું ? જુલિયટ જ્યાં સૂઈ હતી ત્યાંથી ધુમાડા ઉઠી રહ્યા હતા એ પણ કાળા રંગ ના ! આ ધુમાડા એટલા ગઢ હતા કે તેની આરપાર કંઇ જોઈ શકાય એમ ન હતું. આનો મતલબ જુલિયટ ઉપર હદ થી વધારે કાળુ જાદુ કરવામાં આવ્યું છે પણ આ જાદુ કરી કોણ રહ્યું હતું ? જુલિયટ ખુંબ જ માસૂમ હતી! લગભગ એની દુશ્મની પણ કોઈ સાથે ન હતી ! પણ જુલિયટ પાસે વિશેષ હતું તેનું જાદુ , જેને જોઈને હર કોઈ જુલિયટ ઉપર બળતું ! સાયદ આજ કારણ હતું જુલિયટ ઉપર થઈ રહેલા કાળા જાદુ નું ! પણ કોણ કરાવી રહ્યું હતું આ કાળુ જાદુ? જુલિયટ થી એની દુશ્મની શું હતી ?
પેલો માણસ પણ જુલિયટ નો પીછો કરીને અહી સુધી આવી ગયો હતો. તે માણસ નો પોશાક પણ થોડો અલગ હતો ; માથા ઉપર કાળા રંગ ની ટોપી હતી ને તેના હાથ માં કંઇક વિચિત્ર હથિયાર. કાળા રંગ નું વિચિત્ર બ્લેજર પહેર્યુ હતું ; જેના ઉપર સફેદ રંગ ની બિલાડી ઓ બનેલી હતી. જે દેખાવ માં ખુબ જ વિચિત્ર અને ડરાવની હતી. તેનો ચહેરો પણ થોડો વિચિત્ર હતો એક દમ કદરૂપો! લાંબુ નાક જેના ઉપર કાળો મોં! તેને જોતા જ ડર ઊભો થાય એમ હતો. જુલિયટ ના રૂમ ની આગળ પાછળ ફરી રહ્યો હતો. પાછળ થી જેમ્સ આવી ને તેના ખભા ઉપર હાથ મૂકે છે. પેલો માણસ પહેલા તો ગભરાઈ જાય છે. પણ પછી ધીરે ધીરે પોતાનો ચહેરો ફેરવી ને જેમ્સ સામે જોઈ લે છે. જેમ્સ ની તરફ જેવો જ પેલો માણસ ચહેરો કરે છે કે તરત જ જેમ્સ ના ચહેરા ઉપર ખુશી છવાઈ જાય છે અને જેમ્સ સીધો જ તેને બાથ બતાવી દે છે.
“ અરે શીલ ભાઈ તમે ? ક્યારે આવ્યા! મને કહેવું તું ને હું તમને ત્યાં લેવા આવી જોત ! ” જેમ્સ
“ જેમ્સ જીજાજી હું તમને જણાવી ને અહી મલાયા માં આવતો તો તમે આટલા ખુશ મને જોઈને તો ક્યારેય ન થયા હોત! હું તમારા અને જુલિયટ ના ચહેરા ઉપર આજ ખુશી જોવા માટે છેક ભારત થી અહી આવ્યો છું. ઘણા સમય પછી તમને જોઇને દિલ બાગ બાગ થઈ ચૂક્યું છે. હવે જુલિયટ ને જોઈ લઉં એટલે મારા મન અને દિલ ને શાંતિ મળી જાય !” શીલ
“ એ વાત ખરી કરી તમે શીલ ! ખરેખર તમને જોઇને ખૂબ આનંદ થયો. જુલિયટ તમને જોઇને ખૂબ જ ખુશ થઈ જશે ! ચાલો એના રૂમ માં…” જેમ્સ
“ અરે જીજાજી હાલ જ આવ્યો છું , થોડો સમય રાહ જુઓ ને રાત ના 12 વાગવા દો! ત્યારે હું જુલિયટ સામે આવી જઈશ! ત્યાં સુધી તમારે મને કોઈક સેફ જગ્યા એ છુપાવવો પડશે ! જ્યાં જુલિયટ ની નજર માં હું જરાય પણ ન આવું.” શીલ
“ઓકે તો ચાલો મારા રૂમ માં ! આજે જુલિયટ નો 1245 મો શો છે. આજે પણ જુલિયટ નો શો મલાયા માં જ છે. તમે મારા રૂમ માં જ રહેજો ! હું ધ્યાન રાખીશ કે જુલિયટ મારા રૂમ માં ના આવે. રાત્રે 12 વાગે જુલિયટ પોતાના સ્ટેજ ઉપર હશે ! તમે ત્યાં તેને મળજો. એ ખૂબ જ ખુશ થઈ જશે.” જેમ્સ
“ઠીક છે! તમે જુલી (જુલિયટ) ની કાળજી રાખજો.” શીલ
ક્રમશ……
આ સ્ટોરી ને લગતા કોઈ પણ પ્રશ્ન કે અન્ય પ્રશ્ન માટે મને વોટ્સએપ 9624265491 કરી શકો છો ! અને ઈન્સ્ટાગ્રામ ઉપર પણ ફોલો કરો @Author_ankit_Chaudhary