સફર-એક અનોખા પ્રેમની... - 13 Dimple suba દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સફર-એક અનોખા પ્રેમની... - 13

ભાગ:13 ૐ
(આગળનાં ભાગમાં જોયું કે પ્રિતી વિરાજનાં ઘરનાં સાથે સારી રીતે ભળી જાય છે. એક દીવસ પ્રિતી વિરાજને અજયભાઈ અને વિરાજની વચ્ચેનાં મૌનનું કારણ પૂછે છે ત્યારે વિરાજ ઘણી આનાકાની કર્યા બાદ પ્રિતીને પોતાના ભૂતકાળમાં લઇ જાય છે. જેમાં અકાળે તેનાં માતા-પિતા અને દીદીનું મૃત્યુ થાય છે હવે આગળ..)

પ્રિતી પોતાનો કૉલ પૂરો કરે છે અને આગળની વાત જાણવા માટે તે વિરાજને કહે છે, "વિરાજ આગળ.."

વિરાજ: ફરી દાદા-દાદી હસતા થઈ ગયા હતાં. ધીરે-ધીરે સમય પસાર થતો ગયો, હું કોલેજમાં આવી ગયો હતો. દાદા-દાદી, હું અને અંકલ, અમારાં ચાર લોકોનો સુખી પરિવાર બની ગયો હતો. અમે ખુબજ ખુશ હતાં. પરન્તુ ભગવાન કદાચ અમારી ખુશી જોઇ જ ના શક્યા...

એક દીવસ હું કૉલેજમાં મારા મિત્રો સાથે કેન્ટીનમાં બેઠો હતો અને અંકલનો ફોન આવ્યો કે 'હું જે એડ્રેસ મોકલું ત્યાં ઝડપથી પહોંચ.' મેં એડ્રેસ જોયું તો કોઈ હોસ્પિટલનું હતું, હું સમજી ના શક્યો કે શું થયુ છે? હું ફટાફટ મારી બાઇક લઇને નીકળી પડ્યો. તે એડ્રેસ પર પહોંચ્યો તો ત્યાં દરવાજા પાસે અમારાં ઘરનાં ડ્રાઇવર ઉભા હતાં. તેઓ મને ઉપર લઇ ગયા. ત્યાં 1st ફ્લોર પર ICU વોર્ડની પાસે અંકલ ઉભા હતાં અને ત્યાં બાંકડા પર મારા દાદી બેઠા હતાં. તેઓની આંખોમાંથી આંસુ વહી રહ્યાં હતાં. મને કાઈ સમજાતું નહતું. મારો મગજ સાવ બંધ પડી ગયો હતો. હું અંકલ પાસે ગયો અને શાંત સ્વરે પુછ્યું, "અંકલ શું થયું છે?"
અંકલે જવાબ આપતાં કહ્યુ,"બેટા, હું ઓફિસમાં હતો ત્યારે ડ્રાઇવરનો ફોન આવ્યો કે તારા દાદાને હાર્ટ-અટેક આવ્યો છે અને તે તારા દાદીની તેમજ અન્ય એક નોકરની મદદથી તેમને હોસ્પિટલે લઇ આવ્યા છે. પછી હું અહિં આવ્યો અને મેં તને કૉલ કર્યો."

હું કંઈ પણ પ્રતિભાવ આપ્યાં વગર ચુપ-ચાપ દાદીની બાજુમાં જઇ બેસી ગયો. થોડીક વાર પછી ICUની બહાર એક ડૉક્ટર નીકળ્યા તેઓ તેની સાથે નીકળેલી નર્સને કાંઇક સમજવી રહ્યાં હતાં. મેં તેમની પાસે જઇને તેમને પુછ્યું "મારા દાદાને શુ થયું છે ડૉક્ટર?"

ડોક્ટર પોતાના ચહેરા પર કોઈ પણ પ્રકારના હાવ-ભાવ લાવ્યા વગર બોલ્યા,"પેશન્ટ હજું સિરિયસ છે, કંઈ કહી ના શકાય."

મારી તો પગ નીચેથી જમીન ખસી ગઇ. હું ફરીથી કાઈ પણ પ્રતિક્રિયા આપ્યાં વગર બાંકડા પર ઢળી પડ્યો.

થોડીકવારમાં નર્સ દોડતી ક્યાંક ગઇ અને તરતજ પાછી પેલા ડૉક્ટર સાથે ફટાફટ અંદર ગઇ. હું દરવાજા પર રહેલ ગોળ કાચમાંથી જોતો હતો. ડૉક્ટર મારા દાદાનાં હાથ પર ઇંજેક્શન આપી રહ્યાં હતા. નર્સ ડૉક્ટરને જોઈતી બધીજ વસ્તુ ફટાફટ પુરી પાડી રહી હતી. ડૉક્ટરનાં ઘણાં પ્રયત્નો કરવા છતાં પરિણામ શુન્ય જ આવ્યુ. દાદાના બેડ પાસે રહેલા હાર્ટ-બીટ મશીન પર વાંકી-ચૂકી લીટીઓની જગ્યાએ સીધી લીટી દ્રશ્યમાન થઈ. હું ધ્રુજી ઉઠ્યો અને ત્યાંજ જમીન પર ઢળી પડ્યો.

થોડી વાર બાદ હું હિંમત કરીને બેઠો થયો. ત્યાં જ વોર્ડમાંથી ડૉક્ટર બહાર નીકળ્યા અને તેમણે અંકલને કહ્યુ, "સોરી, સર અમે ઘણાં પ્રયત્નો કર્યા છતા અમે તેમને બચાવી નાં શક્યા."

અને તે ત્યાંથી નીકળી ગયા. મારા દાદી આ સાંભળીને બેભાન થઈ ગયા. તેમને ત્યાંજ બીજા વોર્ડમાં દાખલ કરાયા અને તેમને ગ્લુકોઝનાં બાટલા ચડાવવામાં આવ્યાં પણ તેમની તબિયત વધુંને વધું બગડતી ગઇ. હજું તો અમે દાદાને અગ્નિદાહ નહતો આપ્યો, ત્યાંજ તે રાત્રે મારા દાદી પણ અમને છોડીને દાદા પાસે ચાલ્યા ગયા. હું સાવ ભાંગી પડ્યો હતો અને અજય અંકલને પણ ઘણુ દુઃખ થયું હતું.પણ જે થવાનું છે તેને કોઈ રોકી શકતું નથી.અમે બધીજ વિધી પુરી કરી. ઘણો જ સમય વીતી ગયો આ વાતને અને હવે હું સ્વસ્થ થવા માંડ્યો હતો. મેં કોલેજે જવાનું શરૂ કરી દીધું હતું. એક દીવસ મને મારા દાદા-દાદીની બહુ યાદ આવતી હતી આથી હું તેમનાં રૂમ પર ગયો. ત્યાં તેમની બધીજ વસ્તુઓ જોઇને હું તેમની યાદો તાજી કરતો હતો, ત્યાંજ મને ટેબલ પર એક બુક મળી તેને ખોલતા તેમાંથી એક પત્ર બહાર નીકળ્યો, મે તે પત્રને વાંચવાની શરૂઆત કરી.

બેટા, વિરાજ
મને એવું લાગી રહ્યુ છે કે હવે મારા જીવનનો અંત નજીક છે. આથી મૃત્યુ પામ્યા પહેલા હું આ પત્રમાં તારા જીવન અંગે બધો ખુલાસો કરી જાઉ છું, જેથી તું આ પત્રને જ્યારે વાંચ ત્યારે તને બધીજ જાણ થઈ જાય. બેટા હકીકતમાં અમે તારા દાદા-દાદી નહીં પરન્તુ નાનાં-નાની છીએ. હા,... આ વાંચી તને આંચકો જરૂર લાગ્યો હશે પરન્તુ આજ હકીકત છે. બેટા, અમને બે સંતાનો હતાં એક રાજીવ અને બીજી શાલિની.

રાજીવનાં લગ્ન રોહિણી સાથે થયાં અને તેમને એક દિકરી જન્મી... આરોહી. અને શાલિનીનાં લગ્ન થયાં અજય સાથે કે હાલ આપણે જેમના ઘરે રહીએ છીએ અને તેમને પણ એક દિકરો જન્મ્યો. વિરાજ.. એટલે કે તું. તું હજું છ મહિનાનો હતો અને શાલિની આપણને બધાને છોડીને ભગવાન પાસે ચાલી ગઇ, હવે વિરાજને એકલા હાથે સંભાળવું અજય માટે મુશ્કેલ હતું. આથી રાજીવ અને રોહિણીએ તને સંભાળવાની જવાબદારી લીધી. એટલે તું બઁગલાની બદલે હવે સાદા મકાનમાં રહેવા આવી ગયો.

રાજીવ અને રોહિણી તને અને આરોહીને એક સરખોજ પ્રેમ આપતાં. કદી બન્ને વચ્ચે ભેદ-ભાવ નથી રાખ્યો, રોહિણીએ તને કદી પોતાના સંતાનથી અલગ માન્યોજ નથી. તને આરોહી જેટલોજ પ્રેમ અને વાત્સલ્ય પૂરા પાડ્યા છે. અજય દર રવિવારે તમને બન્ને ભાઈ-બહેનને ફરવા લઇ જતો. અમને પણ ઘણીવાર ફરવા લઇ જતો. અને દર મહિને અમારી ના હોવાં છતા તે તારો બધોજ ખર્ચ આપી જતો. બિચારો નાની ઉંમરમાં પત્ની ગુમાવી અનેં પોતાનાંજ સંતાનથી તેમને અળગું થવું પડયું.
બેટા, તારા સુખ ખાતર કદાચ તે તને આ બાબત થી અજાણ રાખશે પરન્તુ તું તેને એક દિકરા તરીકે પુરૂ વાત્સલ્ય પુરુ પાડજે બેટા, જ્યારે અમે હયાત ન હોઈએ ત્યારે તમે બન્ને એક બીજાનો સહારો થજો.

લિ.
તારા નાના.

આ વાંચીને હું રડી પડ્યો. મગજમાં અનેક વિચારો ઘુમવા માંડ્યા. શુ કરવું શું ન કરવું કાઈ સમજાતું નહતું.

શુ ચાલી રહ્યુ હતુ આ બધું? કાઈ સમજાતું જ નહતું.
થોડીવાર પછી હું સ્વસ્થ થયો અને મારા રૂમમાં ગયો. મે મારી બેગ પેક કરી, મારા અભ્યાસની બધીજ બુક્સ, મારા કપડા બધુ ભર્યું. દાદાએ લખેલ તે પત્રને મારી બેગમાં સાચવીને મુક્યો અને બેંગ્લુરૂ માં સારી કોલેજ શોધી. ડેડને બેંગલુરૂ અભ્યાસ માટે જવા કહ્યુ પણ ડેડે ના પાડી. પણ મેં જીદ્દ પકડી. મોંમાં અન્નનો એક પણ દાણો નાખ્યો નહીં અને અંતે ડેડને મારી જીદ્દ સામે ઝુકવુંજ પડયું.

હજુ હું તેમને અંકલ જ કહેતો હતો. ડેડ કહેવું મને યોગ્ય ના લાગ્યું. હું બેંગ્લુરૂ ગયો આગળના અભ્યાસ માટે પછી ત્યાં મે મારો અભ્યાસ પુર્ણ કર્યો અને ફરી પાછો મુંબઈ આવ્યો. મારા ડેડે મારૂ ભવ્ય સ્વાગત કર્યું પણ મને તેઓ ડેડ તરીકે સ્વીકાર્ય નહતા. આથી મેં તેમની સાથે વાતચીત ઓછીજ રાખી. તેઓ મારી સાથે વાત કરવા માંગતા હતાં પણ મને તેમની સાથે વાત કરવી જરાય પસંદ ન હતી. હું જેને મારા અંકલ માનતો હતો તે મારા પીતા હતાં?મારા મમ્મી-પપ્પા તો હકીકતે મારા મામા-મામી હતાં? હું જેને મારી સગી દીદી માનતો તે તો મારી પિત્રાઇ બહેન હતી? જેને હું દાદા-દાદી એમ કહેતાં હું થાકતો ન હતો તે તો મારા નાના-નાની હતાં? હું પેલો વિશાળ અને સુંદર ફોટો જોઇને રડતો હતો હવે તે ફોટો જોઇને મૂંઝાવા લાગ્યો. મારા રૂમમાં પડેલ તે આંટીનો ફોટો કે જેને હવે હું માઁ કહેવા લાગ્યો હતો. મારૂ આ દુનિયામાં હવે કોઈ હતુ નહીં. હું મારી માઁનાં ફોટાને ગળે લગાડી રાત્રે ખુબજ રડતો. અને કહેતો કે તારા ગયા બાદ તો ડેડે મારો પરિવારજ બદલી નાખ્યો!! એવું કેમ? પણ સામે તો મમ્મીનો ફોટામાં રહેલો હસતો ચહેરોજ દેખાતો.

*****************

વિરાજે પોતાની સાથે ભૂતકાળમાં બનેલી ઘટના કહી, પ્રિતીને તેની આંખોમાં સ્પષ્ટપણે વેદના દેખાતી હતી. અત્યારે પણ વિરાજની આંખો ભીની થઈ ગઇ. વિરાજનું આવુ દુઃખભર્યું ભૂતકાળ સાંભળીને આજે પ્રિતીની આંખોએ પણ આંસુઓને વહેવા દીધાં.

બન્નેએ થોડું પાણી પીધું. પછી પ્રિતી બોલી, "પણ ભાઈ, તું એક વાર તો તેમની સાથે વાત કરીને જો. શું સાચું છે અને શું ખોટું તેની જાણ થશે."

વિરાજ પોતાની ખુરશીમાંથી ઊભો થઈ
ને પ્રિતી સામું જોઇને થોડા ગુસ્સા સાથે ભારે અવાજે બોલ્યો, "જો પ્રિતી તારા કહેવા પર મેં તને મારા અને ડેડ વચ્ચેના મૌનનું કારણ કહ્યુ છે, પણ મહેરબાની કરીને તેને સુધારવાના મિથ્યા પ્રયત્નો ના કર. પ્લીઝ. અને હા મેં તારા પર વિશ્વાસ રાખીને આ વાત તને કરી છે તું આ વાત બીજા કોઈને કહીશ નહી તેવી આશા છે."

પ્રિતી ઊભી થઈ અને વિરાજ તરફ ગઇ અને તેને કહ્યુ,"ભાઈ, તું મારા પર વિશ્વાસ રાખ. હું કોઈને નહીં કહીશ." અને તે પોતાની બેગ લઇને ત્યાંથી નીકળી જાય છે.

( શું પ્રિતી વિરાજ અને અજયભાઈ વચ્ચેનું અંતર દુર કરવાનાં પ્રયત્ન કરશે? જો હા, તો તે સફળ જશે? આ બધું જાણવાં માટે વાંચતા રહો સફર-એક અનોખા પ્રેમની...)

નીચે પ્રતિભાવ આપતાં જજો✍,આ વાર્તાને વધુંને વધુ શેર કરજો અને હા મારા એકાઉન્ટ પર રહેલા "અનુસરો" નામનું બટન પર ક્લિક કરતાં જજો કે જેથી હું કોઈ પણ નવી રચનાં પોસ્ટ કરૂ તો સહુથી પહેલા તમને જાણ થઈ જાય.

જય સોમનાથ🙏