ભાગ : 2
ૐ
( નમસ્કાર, આપણે આગળના ભાગમાં જોયું કે એક સુમસામ રાતમાં નીયા અને વિરાજની મુલાકાત થાય છે, તેમજ તેઓનો સામનો ગુંડા સાથે થાય છે, અત્યારની છોકરીઓની હિંમત અને બહાદુરીનો પરચો દેખાડતા નીયા ગુંડાઓને મારે છે, જ્યારે વિરાજ નીયાનું ઋદ્ર સ્વરૂપ જોતોજ રહી જાય છે, તે પણ નીયાનાં વખાણ કરે છે, પછી નીયા વિરાજને પોતાના ઘરે લઇ જાય છે, હવે આગળ....)
વિરાજ તો નીયાનું ઘર જોતો જ રહી ગયો, બહારથી આલીશાન લાગતો એ વિશાળ બંગલો જોઇ ને તે સ્તબ્ધ રહી જાય છે. તે વીશાળ ગેટ દ્વારા પ્રવેશે છે. એક બાજુ વીશાળ ગેસ્ટહૉઉસ છે. તેમજ બીજી બાજું ખુબજ સુંદર અને મનમોહક ગાર્ડન છે, જેમાં જાત-જાત નાં ફૂલોના છોડ છે અને વચ્ચે આલીશાન બંગલો છે. અને આ ત્રણેય રસ્તાને જોડતાં વચ્ચે એક અદ્વિતય ફુવારો છે. નીયા તેને આગળ તેનાં ઘરમાં લઇ જાય છે. તે બંગલાની અંદર ની બાજુને જોઇને ત્યાંજ ઉભો રહી જાય છે અને ત્યાંથી નીકળવા માંડે છે તેને રોકતા નીયા કહે છે ,"અરે! મી. ડરપોક ક્યાં જાય છે ? "
"અરે! આવળો મોટો બંગલો ?, હું જાવ છું, હું તો આવા બંગલામાં રહિયૉજ નથી."
આ સાંભળી નીયા હસવા માંડે છે અને તેને આગળ લઇ આવે છે. નીયાનાં ઘરના લોકો તેની રાહ જોતાં હોય છે. તેઓ નીયાને સલામત જોઇને શાંતિ અનુભવે છે. પછી તે નીયાની પાછળ ઊભેલા વિરાજ ને જોઇ ને નીયાનાં પપ્પા પૂછે છે, " નીયા કોણ છે આ છોકરો? અને તમે બન્ને પલળી કઇ રીતે ગયાં ?"
"બધુંજ કહું છું, પેલા મેહુલભાઈ તમે વિરાજ ને તમારાં રૂમમાં લઇ જાવ અને તેને તમારાં કપડા પહેરવા આપજો. અને હું પણ કપડા બદલી આવું છું." નીયાએ ફટાફટ જવાબ આપ્યો અને પછી પોતાના રૂમમાં ગઇ.
પછી વિરાજ અને નીયા બન્ને નીચે ઉતર્યા અને તેઓને નીયાની મમ્મીએ જમવાનું પીરસ્યુ અને બધાં ડાઇનિંગ ટેબલ પર ગોઠવાઈ ગયા. પછી નીયાએ રસ્તામાં બનેલી બધીજ ઘટના કહી પણ ગુંડા આવ્યાં હતા તેં ન કહ્યું.
પણ વિરાજથી ચુપ ન રહેવાયું તેણે કહ્યું કે,"મેહુલભાઈ તમને ખબર છે! અમને રસ્તામાં ગુંડા મળ્યા હતાં, એ પણ એક સાથે ચાર ! પણ ભગવાનની મહેરબાની કે નીયા મારી સાથે હતી. એટ્લે હું બચી ગયો."
ત્યાં નીયાએ વિરાજનાં પગ પર જોરથી પાટું માર્યું અને વિરાજે ચીસ પાડી "આહ!" નીયાનાં પપ્પાએ પુછયું,"અરે બેટા! શું થયુ ?" " નાં કાઈ નહી અંકલ, કિડ઼િએ ચટકોં ભર્યો!" વિરાજ બોલ્યો.
પછી નીયાની ભાભી બોલી,"વિરાજ નીયાએ તને કેવી રીતે બચાવ્યો ?"
" અરે એમાં શુ થયું કે ગુંડાઓ નીયાને સુમસામ રાતમાં મારી સાથે એકલી જોઇ ગયા એટલે મને મારીને એને લઇ જવા માંગતા હતાં, એટલે હું એની રક્ષા કરવા આગળ વધ્યો પણ તે ગુંડાઓએ મને ધક્કો માર્યો અને હું પડી ગયો ત્યારે નીયાએ તે ગુંડાને એક જ લાતમાં જમીન પર પાડી દીધો, અને બીજા ગુંડાઓ તો આ જોઇને જ ભાગી ગયા!" વિરાજે નીયાની બહાદુરી વર્ણવતા કહ્યું.
"અરે! વાહ નીયા તું તો બહાદુર છે." મેહુલભાઈએ તેનાં વખાણ કરતા કહ્યું.
" અરે મેહુલ તું બહાદુરીની વાત કરે છે, મારી નીયાને કાંઈ થઈ જાત તો? એટલે જ નીયા હું તને ઘરે વહેલું આવવાનું કહેતિ હોવ ." નીયાની માતા બોલ્યા.
" અરે રીમા( નીયાની માતા) તું સાવ ડરપોક છે. શું છોકરી મોડી રાત્રે બહાર ન નીકળી શકે? અરે હું તો કહું છું, બધી છોકરીઓએ નીયા જેવુંજ બહાદુર થવું જોઈએ. જો બધાં નીયા જેવા બહાદુર થઈ જશે તો તેવા ગુંડાઓનો ત્રાસ નહીં રહે, તારે તો નીયાને શાબાશી આપવી જોઈએ." નીયાનાં પપ્પા બોલ્યા.
" હા, મમ્મી નીયા તો બહાદુર છોકરી છે." પ્રિયા ( નીયાની ભાભી ) બોલી.
" હા તમારાં બધાની વાત સાચી છે. નીયા બેટા મને તારા પર ગર્વ છે." રીમાબેન બોલ્યા.
પછી બધાં પોત-પોતાના રૂમમાં સુવા ગયાં. નીયા પોતના રૂમમાં ગઇ ત્યાં કોઇક તો તેની પાછળ તેનાં રૂમમાં ઘૂસ્યુ તેવું તેને લાગ્યું. તેણે પાછળ ફરીને જોયું તો વિરાજ હતો, તેણે વિરાજને પુછ્યું," તું અહી? શું કામ છે તારે ? "
"અરે નીચે આપણે જમવા બેઠા હતાં ત્યાંરે તે મને પગ કેમ માર્યો?" વિરાજે ગુસ્સા સાથે પૂછયું.
" અરે સ્ટુપીડ છે તું સાવ, ઘરનાં સામે ગુંડાની વાત કરવાની શું જરૂર હતી ? " નીયાએ વિરાજ ને ગુસ્સા સાથે કહ્યું.
" અરે સોરી યાર! બટ,તારા ફેમેલિને જણાવવું તો જોઈએને!" વિરાજ નીયાને સમજાવતા બોલ્યો.
" પણ ઘરનાંને મારી ચિંતા ન થાય ?" નીયાએ વિરાજને સામો સવાલ કર્યો.
" ઓકે, ઓકે સોરી! બસ!!?" વિરાજે નીયાની માફી માંગી.
"ચાલ હું ગાર્ડને જાવ છું, તું પણ તારા રૂમમાં જા."નીયાએ વિરાજથી પીછો છોડાવવા કહ્યુ.
" પણ, મને નીંદર નથી આવતી, ચાલ હું પણ આવુ છું તારી જોડે, એ બહાને તારું સુંદર ગાર્ડન પણ જોવાઇ જશે." વિરાજ બોલ્યો
" ઓક્કે, ચાલ" નીયા બોલી.
બંને નીયાનાં ઘરનાં ગાર્ડનમાં ગયાં ત્યાં નીયાએ વિરાજ ને અલગ - અલગ ઘણાં ફૂલોના છોળ દેખાડ્યા.
વિરાજ: હું હજું અહિ વધું છોળ ઉગાડીશ.
નીયા: તને ફૂલો બહુ ગમતા લાગે !
વિરાજ: હા, બહુજ!
આમ બંને વાતો કરતાં હીંચકા પર બેસે છે. ત્યાંજ વિરાજ પૂછે છે, "નીયા તારાં ઘરનાં બધાનો જ પરિચય મેળવ્યો પરન્તુ તમારો વ્યવસાય શું છે?"
નીયા જવાબ આપતાં કહે છે," વિરાજ મારે સોફ્ટવેરની કંપની છે. પપ્પા અને ભાઈને સાડી નાં મોટા કારખાના છે, મમ્મી અને ભાભીનો જ્વેલરી ડિઝાઇન નો બીઝનેસ છે."
" ટૂંકમાં આખું ફેમેલિ બીઝનેસ ફેમેલિ છે." વિરાજે મજાક કરતા કહ્યુ. અને બંને હસવા લાગ્યા.
પછી નીયા બોલી" અરે! મી. ડરપોક, મારા પરિવાર વિશે તો જાણી લીધું હવે તારા વિશે તો કાંઇક જણાવ."
"મારો પરિવાર અમદાવાદમાં રહે છે, હું સોફ્ટવેર એન્જીનયર છું, અને અહીં મુંબઈમાં જોબની શોધમાં આવ્યો છું. મારા દોસ્તનાં રૂમમાં રેહતો હતો પરન્તુ આજેજ મારે ઘર શોધી લેવાનું હતું પણ મારા બજેટમાં મળ્યું જ નહીં. એટ્લે ટૂંકમાં હાલ હું બેરોજગાર અને ઘરવગરનો છું." વિરાજે પોતાની દુઃખ ભરી કહાની કહી.
નીયાએ તેને કહ્યુ કે," એક કામ કર, તું અમારાં ઘરમા જ રોકાઈ જા અને તું સોફ્ટવેર એન્જિનયર છે તો કાલ મારી કંપનીમાં ઇન્ટરવ્યું આપવા આવી જજે."
પણ વિરાજે નાં પાડતાં કહ્યુ," નાં નીયા એમ કોઈનાં ઘરે નાં રોકાવાય, તું તો મારા ભલા માટે કહે છે પણ મારે એવું ન કરાય, નાં ભાઈ નાં."
" ખબરદાર ! હવે નાં પાડી છે તો!" નીયાએ વિરાજ પર ગુસ્સો કરતા કહ્યુ
પછી નીયાએ હાથ આગળ વધારતા પુછયુુ," ફ્રેન્ડસ?"
વિરાજે હાથ મિલાવ્યો અને સ્મિત સાથે કહ્યુ,"ફ્રેન્ડ્સ."
પરન્તુ નીયાને ક્યાં ખબરજ હતી કે તેની આ ફ્રેન્ડ્શીપ તેનું જીવન બદલી નાખશે. તો શું હશે તે વળાક? તે જાણવા માટે વાંચતા રહો સફર.. એક અનોખા પ્રેમ ની...