ભાગ: 5
ૐ
(આગળના ભાગમાં આપણે જોયુંકે નીયાને ફોન પર ગુંડાનાં કૉલ આવતાં હતાં, તેથી વિરાજ ચિંતિત થઈ ને તે નંબર પર કોલ કરે છે, તો ખબર પડે છે કે તે કોઈ ગુંડો નહીં પણ નીયાની નાનપણની બેસ્ટફ્રેન્ડ
અનન્યા છે, પછી તેની સાથે બધી વાતચીત કરી પ્લાન બનાવીને રાતનાં ડિનરનો પ્લાન કરે છે. હવે આગળ...)
નીયા અને વિરાજ બંગલોનાં ગેટ પાસે ઉભા રહીને અનન્યાની રાહ જોતાં હોય છે, તેઓ સરપ્રાઇઝ વીશે વિચારતા હોય છે કે શું હશે સરપ્રાઇઝ ? ત્યાંજ એક બ્લુ કલરની નવી ચમકતી કાર બંગલાની બાર ઊભી રહે છે અને થોડીવારમાં તે બંગલાની અંદર પ્રવેશે છે, નીયા અને વિરાજનું ધ્યાન હવે ત્યાં કેન્દ્રિત થાય છે, હવે તેઓ કારની નજીક જાય છે, કારમાંથી એક સુંદર યુવતી ઊતરે છે,
ત્યાં નીયા તે યુવતીને ભેટી પડે છે અને નીયાનાં આંખમાં આંસુ આવી જાય છે, અને તે યુવતીના આંખમાં પણ આંસુ આવી જાય છે, કેટલી વાર સુધી બંને એકબીજાને ગળે ભેટી રહે છે.
પછી નીયા તે યુવતીને કહે છે," અનન્યા આઇ એમ સોરી યાર, પ્લીઝ મને માફ કરી દે."
અનન્યા નીયાનાં માથે ટપલી મારતા બોલી," અરે! પાગલ ફ્રેંનડશીપનો રૂલ તો તને ખબર જ છે ને, નો સોરી.. નો થેન્કયું."
નીયા અનન્યા અને વિરાજ બન્નેનો એક બીજા સાથે પરિચય કરાવે છે.
ત્યાંજ વિરાજ અનન્યાને કહે છે, " હાઇ અનન્યા."
" ઓહ! વિરાજ...( તેની સામું ઇશારાથી અલગજ સ્મિત કરીને) નાઇસ ટુ મીટ યું."
વિરાજ પણ જાણે બધુંજ ઓળખી ગયો હોઇ તેમ બોલ્યો," સેમ ટુ યું."
નીયા આ બધું જુવે છે અને તે બન્નેને પૂછે છે," આ શું ઇશારા કરો છો એક બીજાને! તમે બંને તો હજુ પહેલી વાર મળ્યા ને ?"
અનન્યા અને વિરાજ નીયાને આવી રીતના જોઈને એક બીજાને તાલી પાડી ને હસવા લાગે છે. આ જોઈને નીયાનાં બન્ને ભ્રમરો ઉંચા થાય છે અને તે ગુસ્સા સાથે પૂછે છે,"હું હવે લાસ્ટ વાર પૂછું છું, શું ચાલે છે આ બધું?"
પછી વિરાજ અને અનન્યા સવારે બનેલી ફોનવાળી બધીજ ઘટના કહે છે. આ સાંભળી નીયા અનન્યાને મારવા દોડે છે, " એ ઉભી રહે! ગુંડી ! મને ફોન કરીને ધમકાવતી હતી કેમ?" નીયા અનન્યાની પાછળ તેને મારવા માટે દોડતા દોડતા બોલી.
" અરે, મે તો ખાલી મસ્તી કરી હતી યાર, સોરી!!" અનન્યા નીયાનાં મારથી બચવા તેની આગળ ભાગતા-ભાગતા બોલી.
બને બહેનપણીનો મીઠો ઝઘડો જોઈને વિરાજ હસતો હતો ત્યાં નીયાનું તેની ઉપર ધ્યાન ગયું અને બોલી," તું પણ પાછળથી તેની ભેગો સામીલ થઈ ગયો."
" અરે પણ હું તો મસ્તી કરતો હતો." વિરાજે નિર્દોષ બનવાનો ઢોંગ કરતા કહ્યુ.
ત્યાં વિરાજ અને અનન્યા આગળ-આગળ અને નીયા તેમની પાછળ-પાછળ ભાગતી હતી. લગભગ આખા ગાર્ડનનો ચક્કર આવી રીતના લગાવ્યા બાદ નીયાએ કહ્યુ, "જાઓ બન્નેને માફ કર્યા ."
અનન્યા બોલી,"આપનો ઉપકાર."
ત્યાંજ વિરાજ વાત ફેરવતા બોલ્યો," અરે અનન્યા તારુ સરપ્રાઇઝ શું છે? તે તો કહે."
નીયાએ ગુંડા વાળી વાત ભૂલતા કહ્યું, "હા અનન્યા અમે બન્ને તારુ સરપ્રાઇઝ શું હશે તે વિચારમાંજ ક્યારના અહિયા થી ત્યાં આંટા મારીએ છીએ."
અનન્યા એક્ટિંગ કરતા બોલી, "ઓહો! તો તો મારે સરપ્રાઇઝ વિશે જલ્દી કહેવું પડશે."
નીયા ઉત્સુકતાથી બોલી, "બોલ, જલ્દી."
" ઓક્કે , તો પહેલું સરપ્રાઇઝ તો તારી સામેજ છે નીયા!" એમ કહી અનન્યા નીયાને પોતાની ન્યૂ બ્લ્યુ કાર બતાવે છે.
નીયા બહારથી સમગ્ર કારને જુએ છે અને બોલે છે," વાહ! યાર સુપર્બ! ક્યારે લીધી ન્યૂ કાર? મારુ આની તરફ ધ્યાન જ ન ગયું."
" થોડાક દીવસ પહેલાજ લીધી." અનન્યા બોલી.
" હમ્મ, મસ્ત છે." વિરાજ બોલ્યો.
" અરે બીજુ સરપ્રાઇઝ તો હજું બાકી છે." અનન્યા બોલી.
નીયાએ પુછયુ," શું છે?"
અનન્યાએ કહ્યુ," એ બધુ છોડ પેલા મારી નવી કાર લઇ ને એક લોન્ગડ્રાઇવ પર જઇ આવીએ."
" નાં પહેલા સરપ્રાઇઝ તો કહે." નીયા ઉત્સુકતાથી બોલી.
નાં મારે તારી કોઈ વાત નથી સાંભળવી. પેલા લોન્ગડ્રાઇવ પર તો જઇએ, તને સરપ્રાઇઝની પણ ખબર પડી જશે અને હવે નીયા કાઈ બોલે તે પહેલા અનન્યા કારમાં બેસી જાય છે, અને કાર સ્ટાર્ટ કરે છે, વિરાજ ને તે પોતાની બાજુંની સીટ પર બેસાડે છે, આ જોઇ નીયા બોલે છે," વાહ ! હવે તો નવા બેસ્ટફ્રેન્ડ ને વધારે માન આપવામાં આવે છે." અને તે કારની પાછળની સીટ પર બેસવા જાય છે કે ત્યાં કોઇ યુવાન બેસેલો હોય છે, તે નીયાને જોઇ ને 'હાઇ' કરે છે, નીયા ચીસ પાડી કાર થી દુર ભાગી જાય છે, અનન્યા અને વિરાજ નીયાને આમ ભાગતા જોઇને કારની બહાર નીકળે છે, વિરાજ દોડીને નીયા પાસે જાય છે, અને વીરાજ નીયાને કાંઈ પુછે તે પહેલા અનન્યા હસતા - હસતા કારનો દરવાજો ખોલે છે અને પેલા યુવક સાથે તાલિ મારે છે. નીયા અને વિરાજ બને આ જોઇને અચરજ પામે છે, નીયા કાંઈ બોલે તે પહેલા અનન્યા બોલવાનું શરૂ કરે છે," નીયા ચોકી ગઇ ને ! આ તારા માટે મારા તરફથી બીજુ સરપ્રાઇઝ! અવિનાશ!"
" શું?" નીયાએ નવાઈ સાથે પુછ્યું.
" હા, નીયા હું અને અવિનાશ બને એક બીજાને પ્રેમ કરીએ છીએ. " અનન્યા બોલી.
"ક્યારથી? અને મને તો તે કાઈ ન કહ્યુ."
નીયા આછા ગુસ્સા સાથે બોલી.
"નીયા, હું અને અવિનાશ બને એક બીજાને છેલ્લાં એક વર્ષથી પ્રેમ કરીએ છીએ અને આ વાતની જાણ અમે કોઈ ને થવા નથી દીધી." અનન્યા બોલી.
" તે મને પણ નાં કહ્યુ?" નીયાએ ગુસ્સા સાથે પુછ્યું.
અનન્યા કાઈ બોલે તે પહેલા જ અવિનાશ બોલ્યો, " નીયા, સોરી મેં જ અનન્યાને કોઈને પણ કહેવાની નાં પાડી હતી."
"હમમ.. જોકે છોકરો બહું હેન્ડસમ શોધ્યો છે." નીયા અવિનાશની મસ્તી કરતાં બોલી.
અવિનાશ આ સાંભળી શરમાઈ ગયો. અને બન્ને બહેનપણીઓ હસવા લાગી.
પછી ચારેયે ભેગા મળીને ડીનર કર્યું, તેમજ ઘણી બધી વાતો કરી.વિરાજ અને અવિનાશ તેની વાતોમાં મશગુલ હતાં ત્યારે અનન્યા નીયાને દુર ખસેડી ગઇ અને બોલી," નીયા આ વિરાજનુ શું ચકકર છે?"
નીયા બોલી," અરે ચકકર કાંઈ નથી , એ લાંબી સ્ટોરી છે."
" તારી લાંબી સ્ટોરી મને ખબર છે." અનન્યા બોલી.
" હમ્મ, તારા નવા બેસ્ટફ્રેન્ડ પાસેથી તે બધું જાણીજ લીધુ છે, તો હવે મને ક્યાં ચક્કર વિશે પૂછે છે?" નીયાએ અચરજ વ્યકત કરતા કહ્યુ.
" મને જે સ્ટોરીની ખબર પડી તે તો ફ્રેન્ડશીપનાં ચક્કરવાળી છે, હું જે ચક્કરની વાત કરૂ છું તે પ્રેમના ચક્કરની વાત કરૂ છું." અનન્યા ચાલાકીથી બોલી.
" યાર અનુ, કાઈ સમજાઈ એવું બોલને !" નીયા ભોળું મોં કરીને બોલી.
"વાહ! મેડમ ભોળા બનવાનું સરસ નાટક કરે છે! જાણે મને કાંઇ ખબરજ નાં હોય. ઓ મેડમ વિરાજ તારી આંખોમાં રહેલો તેનાં પ્રત્યેનો પ્રેમ જોઇ ના શક્તો હોય, પણ હું તારી રગે-રગ ઓળખું છું." અનન્યાએ નીયાનો કાન મરોડતાં કહ્યુ.
"નાં! એવું નથી યાર!" નીયા બોલી અને અનન્યાનાં ખેચવાથી લાલ થઇ ગયેલ કાન પર હાથ ફેરવતા ફેરવતા ફટાફટ ત્યાંથી કોઈ કામના બહાને નીકળી ગઇ.
અનન્યા સમજતી હતી કે નીયા જેમ ચોર ચોરી કરીને કહે કે મે ચોરી નથી કરી તેમ પોતે વિરાજને પ્રેમ કરતી હોવાં છતા તે વિરાજને પ્રેમ નથી કરતી તેવું દેખાડવા માંગતી હતી. પણ અનન્યા પણ તેનુ માથું ફોડે તેમ હતી તેણે હાર ન માની.ત્યારે તો તે ઘરે જતી રહી પણ પછી બીજે દિવસે તેણે નીયાની આ વાત પ્રિયાભાભી ને કરી.
પ્રિયાભાભીએ અનન્યાને કહ્યુ." હવે તું ચિંતા કર નહીં, બધુંજ મારા પર છોડી દે ."
( અનન્યા તો પોતાની બેસ્ટી નીયુ ને મનાવવામાં નીશ્ફળ નીવડી હવે તેની ભાભી તેને મનાવી સકશે કે નહીં?" જોશું આગળ નાં ભાગમાં ત્યાં સુધી સહુ ને મારા?..હા!! જય સોમનાથ.🙏)