Safar - 8 books and stories free download online pdf in Gujarati

સફર-એક અનોખા પ્રેમની... - 8

ભાગ:8
(આગળનાં ભાગમાં જોયું કે નીયા રડતી - રડતી ઘરે આવે છે, અને વીરાજની બધીજ હકીકત પોતાના પરીવારને જણાવે છે. અને પોતે મજબૂત બને છે, અનન્યા તેને પૂછે છે કે તેનાં મગજ માં શું ચાલે છે, તો તે કહે છે કે સમય આવ્યે ખબર પડી જશે. હવે આગળ...)


ત્યાંજ મેહુલ કિચનમાં જાય છે અને રીમા બહેનને કહે છે,"મમ્મી, તમારે અહિં બધું કામ પતી ગયું?"
રીમા બહેન: હા, બેટા બધુંજ કામ પતી ગયુ,પણ તું કેમ આવુ પૂછે છે? તારે કાઈ કામ છે?
મેહુલ: ના, પપ્પા કહેતાં હતાં કે તારે આજે ઓફિસે ઘણું કામ હતું, અને તું થાકી ગઇ હોઇશ તેથી તેણે તને આરામ કરવા કહ્યુ છે.
રીમા બહેન: હા, થાકી તો ખૂબ જ ગઇ છું, પણ આજે નીંદર તો નહીં આવે. (એમ કહેતાં રીમા બહેન પોતાના રૂમ તરફ ચાલ્યા,પરન્તુ મેહુલ હજું ત્યાંજ ઉભો હતો આથી પ્રિયાએ પુછ્યું.)
પ્રિયા: કેમ? શું થયું? કાઈ કામ હતુ?
મેહુલ: રૂમના ફ્રિજમાં રાખેલ બોટલમાંનું પાણી પુરૂ થઈ ગયું, એટલે પાણી લેવા આવ્યો હતો.
પ્રિયા: હા.... મેહુલ તને શું લાગે છે? વિરાજ આવશે?
મેહુલ:ખબર નહી, એતો હવે ભગવાન જાણે..
પ્રિયા: હું આ ઘરે આવી એનાં બે વર્ષ થઇ ગયા, પણ મેં પહેલી વાર નીયાને આવી રીતે રડતા જોઇ.
મેહુલ: પ્રિયા, હું નાનપણથી તેની સાથે છું, મે તેને આવી રીતના એક જ વાર રડતા જોઇ હતી..
પ્રિયા: ક્યારે?
મેહુલ: દસ વર્ષ પહેલા..
પ્રિયા: એવું તે શું બન્યુ હતુ?
મેહુલને લાગ્યું કે તે કદાચ વધારે બોલી ગયો તેથી તેણે ફ્રિજમાંથી બે પાણી ની બોટલ લીધી અને તેને કાંઇક કામ છે તેવુ બહાનું કરીને ચાલ્યો ગયો.
પ્રિયાને કાઈ પૂછવાનો મોકોજ ના મળ્યો. પણ તેનાં મનમાં હવે તે સવાલ ઘર કરી ગયો હતો કે દસ વર્ષ પહેલા તો એવું શું બન્યુ હતું નીયા સાથે !! તેને ખબર હતી કે તે મેહુલ પાસેથી કાંઈ જ જાણી નહીં શકે, તે પણ જિદ્દી હતી તેણે પણ મનમાં ઠાની લીધુ કે હું ગમે તેમ એ બાબત વિશે જાણી લઈશ.

એક કલાક થઈ ગઇ પરન્તુ હજુ સુધી વિરાજ આવ્યો નથી આથી નીયાનો મૂડ થોડોક ઓફ થઈ ગયો, પરન્તુ તે પોતાનુ ધ્યાન વિરાજની વાતોમાંથી હટાવવા પોતાની પર્સનલ ડાયરીમાં કાંઇક લખી રહી હતી, ત્યાંજ તેનાં રૂમનો દરવાજો કોઈકે ખખડાવ્યો. નીયાએ પેન ડાયરીની અંદર મુકી અને ડાયરીને ટેબલનાં ડ્રોઅરમાં મુકી અને તેણે જોયું તો દરવાજો સહેજ ખુલો છે, તે ત્યાં ચેર પર બેઠી-બેઠીજ બોલી,"યસ,કમ ઈન." ત્યાંજ વિરાજ અંદર પ્રવેશ્યો, તેને જોઇને નીયા બોલી, "વિરાજ!તું.. આવી ગયો!!"
"તું પહેલા એમ કહે કે શું થયું તને? સાંજ સુધી તો બધું બરાબર હતું તો પછી અચાનક કેમ બીમાર પડી ગઇ?", વિરાજે ચિંતા સાથે કહ્યુ.
નીયા લંગડાતા-લંગડાતા પોતાના બેડ પર જઇ ને બેઠી અને બોલી,"હું તૈયાર થઇ ને આવતી હતીજ કે મારો પગ લપસી ગયો અને મારા ડાબો પગ મચકોડાઈ ગયો."
વિરાજ નીયાની બાજુમાં બેઠો અને કહ્યુ, "તારે તારું ધ્યાન રાખવું જોઈએને, જોવા દેતો કેવૂક લાગ્યું છે."
એમ કરી વિરાજ નીયાનાં પગ પાસે નીચે પલંગ પર બેઠો. ત્યાંજ નીયા બોલી,"નાં એવું કાઈ નથી લાગ્યું, બસ થોડુંકજ..." તેની વાત વચ્ચેથી જ કાપતા વિરાજ બોલ્યો,"હવે તો તું કાઈ બૉલજ નહી અને શાંતિથી સુઈ જા."એમ કહીને વિરાજ ત્યાં નીચેજ પલંગ પાસે બેસીને હળવે હાથેથી નીયાનાં ડાબા પગને દબાવા લાગ્યો અને બોલ્યો," નીયા, જોજે હું આમ થોડીવાર સુધી માલિશ કરીશ એટ્લે તારો પગ મટી જશે."
નીયા બેડ પર બેઠી અને બોલી,"નાં વિરાજ તું મારા કારણે તકલિફ ના લે, જા તારા રૂમમાં સુઈ જા."
"અરે, હું તારો બેસ્ટ ફ્રેન્ડ નથી?" વિરાજ નીયાનો હાથ પકડતા બોલ્યો.
"છે, પણ.."નીયા આટલું બોલી ત્યાં વિરાજે તેની વાત કાપતા કહ્યુ,"છું ને તો પછી પણ-બણ કઈ નહીં, તારે મારુ માનવુંજ પડશે શાંતિથી સુઈ જા,ચાલ હમણાં એવાં મસ્ત પગની માલિશ કરીશ કે સવારનાં તો દોડતી થઇ જઈશ."
અને નીયા સુઈ ગઇ અને વિરાજ તેનાં પગની માલિશ કરવા લાગ્યો, નીયાને નીંદર નહોતી આવતી, તે બસ વિચરોનાં વમળમાં ફસાયેલી હતી, પરન્તુ આખા દીવસની થાકેલી હોવાથી તેની આંખ ક્યારે લાગી ગઇ ખબરજ નાં પડી! સવારનાં 7 વાગ્યા અને સુર્યદાદાનાં મીઠાં-તાજા-સોનેરી કિરણો તેનાં રૂમમાં દાખલ થયાં અને તેની આંખ ખુલી,તેણે જોયું તો વિરાજ ત્યાંજ નીચે જમીન પર તેનાં બેડ પાસે પોતાનુ માથું બેડ પર ઢાળીને સુઈ ગયો હતો, નીયા તેને જોઈને વિચારી રહી હતી કે સૂતેલો વિરાજ કેવો ભોળા બાળક જેવો લાગે છે તે ટેબલ પર બેસીને ડાયરીમાં ફરીથી પોતાના વિચારો કંડારવા લાગી, પછી ફટાફટ ડાયરી ડેસ્કની અંદર મુકીને તે ન્હાવા ચાલી ગઇ, તે પરિવાર સાથે નાસ્તો કરવા બેઠી હતી,પરન્તુ તેણે જોયું કે કોઈનાં ગળે નાસ્તો ઉતરતો નથી , તેને ખબર હતી કે પરિવારનાં સભ્યો હજું કાલ રાતની ઘટનામાંથી બહાર નીકળ્યા નથી અને તેને તે પણ ખબર હતી કે ઘરનાં બધાજ તેની ચિંતા કરે છે આથી તેણે હિમત દેખાડવાનું નક્કી કર્યું અને તે બોલી,"અરે, ફટાફટ નાસ્તો પતાવો, બધાને ઓફિસે નથી જવું?" ઘરનાં બધાજ સભ્યો તેને જોતાં હતાં ,અને બધાએ હિમત દાખવી અને તે વાતને ભૂલી અને બધાં નાસ્તો કરવા લાગ્યા.
તેને અચાનક કોઈનો કૉલ આવ્યો અને તે નાસ્તો કર્યા વગર ચાલી ગઇ.
બીજી બાજું વિરાજની આંખો ખુલી, તેણે જોયું તો આ નીયાનો રૂમ હતો તેને યાદ આવ્યુ કે નીયાનો પગ મચકોંડાઈ ગયો હતો અને તેનાં પગની માલિશ કરતા-કરતા તે ક્યારે પલંગ પર માથું ટેકવીને નીચે જમીન પર જ સુઈ ગયો તેની તેને ખબર ના રહી. તે આળસ મરડીને ઉભો થયો અને પોતાના રૂમમાં ગયો. તે પોતાની બેગ પેક કરવા લાગ્યો ત્યાંજ નીયાએ તેને તેનાં બર્થડે પર આપેલ વોચ તેના હાથમાં આવી અને તે મનોમન વિચારવા લાગ્યો, "આ વોચ , હજું પેકિંગમાં જ છે, મે આ ગિફ્ટને પેકિંગમાં જ રાખી!! કેમ?નાનપણથી અત્યાર સુધી તો મારી એજ ટેવ હતી કે બર્થડે પર જેવી ગિફ્ટ મળે કે તરતજ તેને યુઝ કરવા કાઢી લેવાની! તો આ ગિફ્ટ મેં શા માટે યુઝ કરવા ન કાઢી? (પાછો પોતેજ તેનો જવાબ દેતો હોય તેમ) બસ.... કુદરતી,આ મારા દિલની વધું નજીક છે આથી હજું સુધી આમજ સાચવીને રાખી છે, અને રાખીશ..." ત્યાંજ તેનો ફોન રણક્યો તેણે જોયું તો મિતનો કૉલ હતો, તેણે કૉલ ઉપાડ્યો,"હેલ્લો મિત બોલ શું કામ છે?"
મિત:વિરાજ તે એ લોકોને કહ્યુ કે નહી?
વિરાજ:આજે રાતે જવાનું છે, શાંતિ રાખ! હજુ તો હું બેગ પેક કરુ છું.
મિત: રાતનાં ભલે જવાનું હોય પણ વહેલું કહી દેજે.
વિરાજ: મિત રિલેક્સ, હું હમણાંજ કહી દવ છું. ત્યાંજ વિરાજ તેનાં હાથમા રહેલ તે વોચનુ બોક્સ જોઈને મિતને કહે છે, "મિત,તું એક કામ કર એક સારી એવી લેડીઝ વોચ લઇ આવ અને હા તે બ્રાઉન કલરની હોવી જોઈએ."
"હમ્મ.. તો જતા-જતા પણ બેસ્ટ ફ્રેન્ડને ગિફ્ટ દેતી જવી છે. યાર મને એક વાત કહે, તું તારા ઘરે જઈશ ત્યારે તેને ભૂલી શકીશ?" મિતે વિરાજની મસ્તી કરતા કહ્યુ.
"એ મિત હવે હું આ ઘરમાંથી જઇ રહ્યો છું અને તને ટાણે મસ્તી સૂઝે છે, કહ્યુ એટલું કર ને."વિરાજે ગુસ્સા સાથે કહ્યુ.
" હા બસ-બસ, થોડીક મસ્તી કરી તેમાં એટલો ગુસ્સે શાનો થાય છે?"મિતેં ચીડાતા કહ્યુ.
"ના યાર, મિત હું ગુસ્સે નથી થતો એક તો ટેન્શન છે ને તુ મજાક કરે છે એટ્લે." વિરાજ મિતને પ્રેમથી સમજાવતા બોલ્યો.
"શેનું ટેન્શન ભાઈ?"મીતે સામો સવાલ કર્યો.
"નીયા અને તેનાં પરિવારને સત્ય કઇ રીતે કહેવુ તેનું ટેન્શન છે." વિરાજે મિત સમક્ષ પોતાની ચિંતા વ્યકત કરતા કહ્યુ.
"રિલેક્સ વિરાજ, મને ખબર છે આ કામ તારા માટે અઘરું છે, પણ અશક્ય તો નથીજ. તારે કહેવુ તો પડશેજ, તું એક કામ કર તારી આંખો સામે તારા ડેડનાં હારેલા મોં ની કલ્પના કર અને પછી જા તે લોકો પાસે, અને કહી દે આ વાત."મિતે વિરાજને સાંત્વના આપતાં કહ્યુ.
"હા, લેટસ ડુ ઇટ." કહી વિરાજે એક ઊંડો શ્વાસ લીધો, કોલ કટ કર્યો અને બેગ પેક કરીને ખૂણામાં મુકી. તે નીચે નાસ્તો કરવા ઉતરતો હતો કે તેને યાદ આવ્યુ કે તેનાં રાજીનામાનો પત્ર તો તેની પાસે નથી!! મીતનાં ઘરે તે ફોર્મ ભરી મેં મારા પેન્ટની પોકેટમાં રાખ્યું હતું, પણ હવે ક્યાં?તે નીયાનાં રૂમમાં ગયો ત્યાં તેણે જોયું તો તે સૂતો હતો ત્યાં પણ તે નહતું. હવે? હવે શું કરીશ? આ સવાલ તેનાં મન પર ફરી રહયો હતો તેણે વિચાર્યું કે "પહેલા હું નીચે જઇ આવું પછી કાગળ શોધીશ, કદાચ મિતનાં ઘરે ભુલાઈ ગયો હશે."
તે નીચે ગયો, તેણે જોયું કે બધાં શાંતિથી નાસ્તો કરી રહ્યાં હતા, તે પણ ત્યાં બેસી ગયો પણ તેણે ટેન્શનને માર્યે આજ નાસ્તાને હાથ પણ ન હતો લગાવ્યો, બધાનો નાસ્તો થઈ ગયો હતો પરન્તુ વિરાજની પ્લેટ તો તેવીને તેવીજ હતી, ત્યાંજ નીયા પણ આવી અને તેણે વિરાજની આવી હાલત જોઇ, અને તેણે એક લેટર વિરાજની નાસ્તાની પ્લેટ પર મુકી અને ચપટી વગાડી તેને જાગૃત અવસ્થામાં લાવ્યો અને વિરાજને તે ટેબલ પર પડેલ લેટર દેખાડ્યો, આ જોઇને વિરાજ ચકિત થઇ ગયો પરન્તુ તે કાંઈ પણ બોલે તે પહેલા નીયા બોલી, "આજે સવારે હું ઉઠી ત્યારે મે તારી પાસે આ લેટર પડેલો જોયો, આથી મેં લઇ લીધો, તને આ લેટર નહતો મળતો એટલે તારા મોં પર બપોરનાં બાર વાગી ગયા હતાં ને?"

"ઓહો આ લેટર તો બહુજ અગત્યનો લાગે છે?"મેહુલે પુછ્યું.

"હા!ભાઈ, બહુ અગત્યનો છે." નીયા બોલી.

"શું છે એવું બધુ તેમાં?" રિતેશભાઈ બોલ્યા.

"એ તો આમને જ પૂછો."નીયા મોં મચકોંડતા બોલી.

"બોલ,વિરાજ,શું છે?"પ્રિયા બોલી.

"ર..રઝી..રેઝીગ્નેશન.. લેટર.." વિરાજ અચકાતા બોલ્યો.

આ સાંભળી નીયાનો પરિવાર એકી સાથે બોલી ઉઠ્યો,"રેઝીગ્નેશન લેટર !!!!!! "

નીયા બોલી,'હા,રેઝીગ્નેશન લેટર !'

વિરાજ બોલ્યો,"સોરી, હું તમારાં દરેકની માફી માંગુ છું, મે તમારા લોકોથી એક વાત છુપાવી હતી."

ફરી એક સાથે અવાજ આવ્યો, "કઇ વાત?"

વિરાજે એક ઊંડો શ્વાસ લીધો અને જેટલી હિમત થઈ તેટલી હિંમત ભેગી કરીને તેણે બોલવાનું શરૂ કર્યું,"મેં નીયાની કંપનીમાં જોબ મેળવ્યા બાદ થોડાક સમયમાં અમદાવાદની એક સોફ્ટવેર કંપનીમાં એપ્લાય કર્યું હતું, તેમાં મને સિલેક્ટ કર્યો પછી મને ઇન્ટરવ્યુ આપવા માટે બોલાવ્યો હું ગયા સોમવારે ઇન્ટરવ્યૂ આપવા ગયો. અને તેઓએ રીઝલ્ટ તમને પછી જણાવશુ તેમ કહ્યુ, અને હું પાછો મુંબઈ આવ્યો, તે વાતને અઠવાડિયું વીતી ચૂક્યું હતું, હું તે વાતને સાવ ભૂલીજ ગયો હતો ત્યાંજ કાલ મને અજાણ્યા નંબર પરથી કોલ આવ્યો, મેં કોલ ઉપાડ્યો તો તે કોલ પેલી અમદાવાદની સોફ્ટવેર કંપની નો હતો તેમણે મને કહ્યુ,' કોંગરેચ્યુંલેસનન્સ !!!યુ આર સિલેક્ટેડ ફોર ધીસ જોબ.' મને ખુબજ ખુશી થઈ." આ બધીજ વાત કરતા વિરાજ ખુબજ ખુશ હતો,

ત્યાંજ નીયાએ સવાલ કર્યો,"વિરાજ!!તને મારી કંપનીમાં કોઈ તકલીફ હતી?સેલેરીની તકલીફ હતી?"

"ના-ના નીયા એવું કશું જ નહતું."
વિરાજે નીયા સમક્ષ વાત સ્પષ્ટ કરતા કહ્યુ.

"તો પછી આવી સારી કંપની,આવુ સારૂં ફેમેલિ,આવું સારુ ઘર,આવી સારી બેસ્ટફ્રેંડ, આ બધુંજ છોડી તારે અમદાવાદ શા માટે જવું છે?"નીયા બોલી.

"નીયા,તું ભૂલી ગઇ? મારો પૂરો પરિવાર અમદાવાદ રહે છે, અને મને અમદાવાદ જોબનો ચાન્સ મળતો હતો આથી મે ત્યાં ટ્રાય કરી કારણકે જો હું ત્યાં સિલેક્ટ થાઉ તો હું ત્યાં મારા પરિવાર સાથે રહી શકીશ.( વિરાજ આટલું બોલ્યો અને તેણે નીયાનાં પરિવારનાં વીલા મોઢા જોયા આથી તે આગળ બોલ્યો)જુઓ તમે બધાજ દુઃખ નાં લગાડતા, તમે બધાં પણ મારો પરિવારજ છો,
પણ મને અમદાવાદની ખુબજ યાદ આવે છે, ત્યાંના પોળોમાં રમતી વખતે ગુંજતા મારા અવાજનાં
એ પડઘા મને અહિયાં છેક સંભળાય છે, નટખટ પરી જેવી મારી નાની બહેનના તોફાનો મને પાછા બોલાવતા હોય, તેવું લાગે છે, મારા એકથી એક ચડિયાતી નોટો જેવા તે મિત્રો જાણે મને ફરીથી તેની સાથે મળીને તેવાજ તોફાનો કરવા બોલાવતા હોય તેવું લાગે છે, મારા માતા-પિતાનો વ્હાલ, તેમનો સ્નેહ મને તેમની તરફ ખેંચીને લઇ જાય છે." વિરાજે નીયાને તેનાં આવા વિશાળ સવાલનો વીશાળ જવાબ આપતાં કહ્યુ.

રીમા બહેન અને રિતેશભાઈ વિચારે છે કે "જોતો, આ કેવું નાટક કરે છે, કેટલું સરળતાથી આ છોકરો જૂઠું બોલે છે, જાણે આપણને તેનાં સત્યની ખબર હોવાં છતા તેમની વાતોથી વિવશ થઈ આપણે બધું જ ભૂલી તેની વાત માનવા લાગીએ."

નીયા વિચારે છે કે "કેવો સુંદર આનો દેખાવ!આમ સાવ સીધો-સાદો, થોડોક શ્યામ રંગ પરન્તુ તેની વાતો અને તેનાં વર્ણનને કારણે તે ગમે તેને પ્રિય થઇ જાય. અને આવી વાતો કરતી સમયે તે કેટલો સુંદર દેખાય છે."

પ્રિયાભાભી વિચારે છે કે "આ છોકરો કેવો છે કાઈ સમજાતુંજ નથી, તેણે પોતાના જીવનમાં કોઈ પહેલી બુજાવાની ક્યારેય જરૂર નહીં પડી હોય, કારણકે તે પોતેજ એક મોટી પહેલી છે."

મેહુલ વિચારે છે કે "કેવો અઘરો સમય ચાલે છે, નીયાએ સમ આપ્યાં તેથી વિરાજ સામે ઉભો છે છતા હું કાઈ કરી શક્તો નથી, શું કરૂ !! સાચેક નીયા જેવું તો કોઈ નાં થાય, તેને સમજવી પણ અઘરી છે!!!"

વિરાજ એવું વિચારે છે કે "આમતો આ પરિવારમાં બધાજ બોલબચ્ચન છે પણ આજે તો નીયા સિવાય કોઈ કાઈ કહેતું નથી અને નીયા પણ રોજ કરતા ઘણુ ઓછું બોલે છે, આવું શા માટે ?આ લોકોને કદાચ દુઃખ લાગ્યું હોય કે હું જવાનો છું એટલે? મહાદેવ જાણે સાચું શું છે"

આટલી શાંતી જાણે વિરાજને પચતી નહોય તેમ તે બોલ્યો,"તો નીયા મારા આ લેટરને પરવાનગી આપવા માટે જે કાર્યવાહી કરવાની છે તે તો ઓફિસે થશે ને?

નીયા:હા

રીમા બહેન:વિરાજ બેટા પેલા નાસ્તો કરી લે બાકી બધુ પછી.

વિરાજ:આંટી ને કોઈ પહોંચી શકે ખરું?(અને વિરાજ નાસ્તો કરવાનું શરૂ કરે છે.)

પ્રિયાને કોઈનો કોલ આવે છે એટ્લે તે જતી રહે છે, મેહુલ ભાઈ અને રિતેશભાઈ "આજે ઓફિસે વહેલું જવું પડશે." તેમ કહી નીકળી જાય છે.

"વિરાજ તું શાંતી થી નાસ્તો કરી લે, હું મારુ બેગ લેતી આવુ છું." આટલું બોલી નીયા ફટાફટ પોતાનાં રૂમમાં બેગ લેવા જાય છે.

વિરાજ પોતાનો નાસ્તો પતાવે છે, ત્યાં નીયા પોતાનુ બેગ લઇ ને નીચે ઊતરે છે, અને બન્ને નીયાની કાર લઇને ઓફિસે જવા નીકળી પડે છે, ઓફિસ હવે નજીક આવી ગઇ છે, પરન્તુ હજું સુધી નીયાએ એક શબ્દ પણ તેનાં મોએથી નથી ઉચ્ચાર્યો. વિરાજનું મગજ વિચારોનાં વમળમાં ફસાઈ જાય છે, તેનાં મનમાં એકજ સવાલ એવો ઘર કરી જાય છે કે નીયા આજે કેમ કઈ બોલતિ નથી ? તે વિચારે છે કે આમ તો રોજ કહેવા માટે તેની પાસે વાતો ખૂટતી ના હોય,બસ આખા રસ્તે તેનું બોલ-બોલ ચાલુ જ હોય જ્યારે આજે કાઈજ બોલતી નથી!! ત્યાંજ વિરાજનુ મગજ કાંઇક બીજાજ વિચારે ચડે છે અને તે નીયાને પૂછે છે,"નીયા,તારા જમણા પગમાં મૉચ આવી હતી તે સરખી થઇ ગઇ?"

નીયા સ્મિત સાથે બોલી, "હા, તે કરેલ માલિશથી હવે નથી દુખતું.થેન્ક યુ સો મચ."

વિરાજ બોલ્યો,"દોસ્તી મેં નો થેન્ક યું, નો સોરી."

( આમ અચાનક વિરાજે નીયાને તેના પગ વિશે કેમ પુછ્યું,અને જમણો પગ એવું કેમ બોલ્યો? અને 10 વર્ષ પહેલા એવું શું થયુ હતું નીયા સાથે કે મેહુલ ભાઈએ પ્રિયાભાભીથી છુપાવ્યું??
આ બધુંજ જાણવા માટે વાંચતા રહો....સફર-એક અનોખા પ્રેમની...આપ સહુ વાંચક મિત્રોને મારા જય સોમનાથ🙏)

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED