સફર-એક અનોખા પ્રેમની... - ભાગ : 3 Dimple suba દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ભાગવત રહસ્ય - 107

    ભાગવત રહસ્ય-૧૦૭   જ્ઞાની પુરુષો –પરમાત્માના રૂપમાં એવા મળી જ...

  • ખજાનો - 74

    " તારી વાત પરથી એવું લાગી રહ્યું છે કે તમે લોકો મિચાસુને ઓળખ...

  • મૂર્તિનું રૂપાંતર

    મૂર્તિનું રૂપાંતર ગામની બહાર, એક પથ્થરોની ખાણ હતી. વર્ષો સુધ...

  • ભીતરમન - 53

    મેં ખૂબ જ ઉત્સાહ સાથે કાગળ ખોલી વાંચવાનું શરૂ કર્યું,"પ્રિય...

  • ગામડાં ની ગરિમા

    ગામના પાદરે ઉભો એક વયોવૃદ્ધ વડલો તેના સાથી મિત્ર લીમડા સાથે...

શ્રેણી
શેયર કરો

સફર-એક અનોખા પ્રેમની... - ભાગ : 3

ભાગ : 3
( આપણે આગળનાં બે ભાગમાં જોયું કે કેવી રીતના મી. & મિસિસ. મલ્હોત્રા બધાને પોતાના ભૂતકાળમાં લઇ જાય છે જેમા અંધારી રાતમાં નીયા અને વીરાજ મળે છે, વિરાજ નીયાનાં ઘરમાં પ્રવેશે છે ત્યારબાદ વિરાજ અને નીયા બને ફ્રેન્ડ્સ બની જાય છે. હવે નીયાની વિરાજ સાથેની ફ્રેન્ડશીપ તેનાં જીવનમાં શું બદલાવ લાવશે તે જોવાનું છે.)


બીજે દિવસે સવારે નીયા જ્યારે તૈયાર થઈ ને નીચે ઉતરી તો તેણે જોયું કે વિરાજ તેનાં પરિવાર સાથે નાસ્તો કરવા બેઠો હતો. અને બધા હસી-મજાક કરતા હતાં. વિરાજને પોતાના પરિવાર સાથે હળેલો-મળેલો જોઇ ને નીયા ખુશ થઈ ગઇ.
પછી નીયા વિરાજને લઈ ને તેનાં મિત્રના ઘરે ગઇ અને ત્યાંથી વિરાજનો સામાન લઈ ને ઘરે પહોંચાડ્યો અને પછી બંને સાથે ઓફિસે ગયા અને વિરાજનુ ઇન્ટરવ્યું લેવામાં આવ્યું. વિરાજ તેમાં પાસ થઈ ગયો અને તેને નોકરી મળી ગઇ.

હવે રોજ નીયા અને વિરાજ સાથે ઓફિસે જતા અને સાથે ઓફિસેથી આવતાં, તે ઓફિસનું કામ સાથે કરતા, બંન્ને ઘરે પણ મોટા ભાગે સાથે જ રહેતાં, વિરાજ નીયાનાં પરિવાર સાથે ખુબજ હળી-મળી ગયો હતો, નીયાનો પરિવાર અને વિરાજ વીકેન્ડમાં સાથે પીકનીક પર જતાં અને મોજ-મસ્તી કરતાં તેમજ નીયા અને વિરાજ હવે ફ્રેન્ડ્સ નહીં પરન્તુ બેસ્ટ ફ્રેન્ડ્સ બની ગયા હતાં. તેઓ સાથે શોપિંગ કરવા જતા, મુવી જોવા જતા , બહાર ફરવા જતા આ બધું હવે કોમન થઈ ગયું હતું, હવે આ ફ્રેન્ડશીપને નીયાએ પ્રેમનું નામ દઇ દીધું હતું પરન્તુ સામે વિરાજ તેને પ્રેમ કરે છે કે નહીં તેની તેને ખબર નહતી. પણ આ બધુંજ નીયાની ભાભી ઓળખી ગઇ હતી, તેને નીયાની આંખોમા વિરાજ પ્રત્યેનો પ્રેમ સ્પષ્ટ દેખાતો હતો. આમ વિરાજને નીયાનાં ઘરમાં આવ્યાને એક મહિનો ક્યારે થઈ ગયો હતો તે ખબરજ નાં પડી!

એક દીવસ જ્યારે વિરાજ નીયાને શોધતો-શોધતો ગાર્ડનમાં આવી પહોઁચે છે, ત્યાં નીયા કોઈ સાથે ફોન પર વાત કરી રહી હોય છે અને તેનાં ચહેરા પર રહેલો ગુસ્સો સ્પષ્ટપણે દેખાય છે તેમજ ફોન મુક્યા બાદ તે ગુસ્સા સાથે ત્યાં રહેલા હીંચકાને લાત મારે છે , નીયાને આટલી ગુસ્સે જોઇ ને વિરાજ તેને પૂછે છે," શું થયુ નીયા? કેમ આટલા ગુસ્સામાં છે?"

"ના કાઈ નઈ યાર ઓફીસમાંથી ફોન હતો કોઇક ડીલની માથાકૂટ ચાલતી હતી." નીયાએ વિરાજ ને સમજાવતા કહ્યુ.

"અરે એવાં ફોન હોય તો તારે મને હેન્ડલ કરવા આપી દેવા તું શું કામ તારો મગજ બગાડે છે.?" વિરાજે નીયાનાં માથે ટપલી મારતા કહ્યુ.

"ઓક્કે, પણ તું અહિયાં મારી પાસે આવ્યો તો તારે કાઈ મારૂં કામ હતું?"નીયાએ પુછયુ.

વિરાજે પોતાને જ ટાપલિ મારતા કહ્યુ, "લે! હું તો ભૂલી જ ગયૉ, હું એ કહેવા આવ્યો હતો કે કાલ રાત્રે તમારે બધાએ મારા તરફથી રેસ્ટોરન્ટમાં જમવા આવવાનું છે."

" અરે! મી. ડરપોક કઈ ખુશીમાં ફુલ ફેમેલિને ડીનર પર લઈ જા છે?" નીયાએ હીંચકા પર બેસીને પુછયુ.

નીયાની બાજુમાં બેસતા વિરાજ બોલ્યો," માય ડિયર ફ્રેન્ડ ! વાત એમ છે કે કાલ મારો તમારી ઓફિસમાં અને ઘરમાં ગ્રહપ્રવેશ થયાને પૂરો એક મહિનો વીતી ચુક્યો છે, એટલે કે કાલ મને મારી પહેલી સેલેરી મળશે."

નીયા હીંચકામાંથી ઊભી થઈ અને ખુશીથી બોલી ઉઠી "વાહ યાર! વિરાજ તારે આવ્યાને એક મહિનો થઈ ગયો ખબર જ નાં પડી! અને કાલ તને સેલેરી પણ મળી જશે"

"સાચી વાત છે, મને આ ઘરમાં આવ્યાને એક મહિનો થઈ ગયો ખબરજ ના પડી અને ખબર પણ કેમ પડે , તે અને તારી ફેમેલિએ મને એટલો તો પ્રેમ આપ્યો કે મને મારો પરિવાર ભૂલાઈ ગયો, તારા જેવી બેસ્ટ ફ્રેન્ડ ભાગ્યેજ કોઇક ને મળે, પરન્તુ જેને મળે તેનું ભાગ્ય બદલી નાખે, મારા જેવા ગરીબ ને તે આજે પોતાના પગ પર ઉભા રહેતાં શીખવાડી દીધું. યાર તું મારી પાકી બેસ્ટ ફ્રેન્ડ છો." વિરાજની આંખોમાં આસું આવી ગયા .

નીયા વિરાજનાં આસું લૂછતાં બોલી ,"જો પહેલી વાત એ કે કોઈ પૈસાથી ગરીબ કે અમીર નાં કહેવાય માણસ પોતાના કર્મથી અમીર અથવા ગરીબ કહેવાય, અને બીજી વાતએ કે ભાગ્યેજ કોઇ મારા જેવું નસીબદાર હશે જેને તારા જેવો બેસ્ટફ્રેન્ડ મળે, ત્રીજી વાત એકે મારી ફેમેલિ સાથે તું પણ જેમ દૂધમાં સાકર ભળે તેમ ભળી ગયો હતો, અને તારા જેવો ડરપોક દોસ્ત મળે તો બીજુ શું જોઇએ જીવનમાં?"

"હા મિસ. બહાદુર " વિરાજે પણ મસ્તી કરતા કહ્યુ.

અને બને હસવા લાગ્યા.

બીજે દિવસે રાત્રે બધાં જમવા ગયા ત્યાં બધાં જમ્યા અને છેલ્લે ડેઝર્ટમાં આઈસ્ક્રીમ આવ્યું , નીયાને અચાનક કોઈનો કોલ આવ્યો તેણે દુર જઇ ને ફોન ઉપાડ્યો તેનાં મોઢા પર ની ચિંતા જોઇ ને વિરાજ નીયાની બાજુ તેને બોલાવા ગયો તો તેણે નીયાને વધારે ગુસ્સામાં જોઇ, તે છાનોમાનો ત્યાંજ ઉભો રહ્યો અને ત્યાંજ નીયાની આવવાની રાહ જોઇ રહ્યો હતો, ત્યાંજ તેને નીયાનો અવાજ સંભળાયો," એ, તું ધમકી કોને આપે છે, એક લાફો મારીશને બધી હીરોગિરી નીકળી જશે તારી." અને નીયાનાં આ શબ્દો સાથે તેણે ફોન કટ કર્યો.

વિરાજ ફટાફટ ટેબલ પર બેસી ગયો થૉડિકવરમા નીયા પણ સ્માઈલ સાથે આવી અને ટેબલ પર બેસી ગઇ.

ઘરે જતી સમયે વિરાજે નીયાને ફોન વાળી વાત પૂછી તો નીયાએ કહ્યુ કે " એક ગુંડો મને બે- ત્રણ દિવસથી કોલ કરી ને હેરાન કરે છે, તે મને તેની સાથે લગ્ન કરવાનું ફોર્સ કરી રહ્યો હતો.સવારે ગાર્ડનમાં તું આવ્યો ત્યારે તેનોજ ફોન હતો કોઈ ડીલ અંગે ફોન ન હતો, આ તો તને ચિંતા ન થાય એટલે મે ડીલનું બહાનું કાઢ્યું. પણ હવે ચિંતાની વાત નથી મેં તેને ધમકાવી દીધો છે હવે તેનો ફોન નહીં આવે."

" હમમ.. મને નથી લાગતું તે તારો આસાનીથી પીછો છોડી દેશે, તને તે ગુંડા વિશે કઇ જાણકારી છે?"વિરાજે પુછ્યું.

"કોને ખબર ? હશે કોઇ ગુંડો મવાલી ." નીયાએ નીસ્ફિકર જવાબ આપ્યો.

"હવે શું કરશું? મારે તારી ચિંતા થાય છે."
વિરાજ ચિંતા સાથે બોલ્યો.

નીયા : અરે તું ચિંતા ના કર આ તારી બેસ્ટફ્રેન્ડ બહાદુર છે, તેને કાંઇ નહી થાય.

વિરાજ: નીયા ચિંતા તો થાયજ ને. એક કામ કરીએ આપણે કાલ જ તેનો પતો લગાવવાનું ચાલું કરી દેશું. ઓક્કે?

નીયા: ઓક્કે, પણ એક શરતે અત્યારે શાંતિથી સુઈ જા. કાલ સવારે આપણે બધુંજ જાણી લઈશું.

વિરાજે ઉદાસ મન સાથે હા પાડી તયારે નીયા બોલી," આમ નહીં વિરાજ સ્માઇલ સાથે."

વિરાજે ખોટી પણ મોટી સ્માઇલ સાથે હા પાડી અને કહ્યુ," બસ."

"હા" નીયાએ સ્મિત સાથે જવાબ આપ્યો.

પરન્તુ વિરાજ સખણો રહે તેવો ક્યાં હતો તે આખી રાત એજ વિચારમાં હતો કે 'કોણ હશે તે ગુંડો?' અને 'શા માટે તે નીયાની પાછળ પડી ગયો છે?' 'ક્યાંક તે નીયાને ઇજા તો નહીં પહોંચાડે ને ?' આવા અનેક સવાલો વિરાજ સાથે તમને પણ ઉદભવતા હશે. પરન્તુ કહેવાય છે ને કે ઈંતજાર નાં ફ્ળ મીઠાં હોય છે. તો આપ સબભી થોડા ઈંતજાર કિજીએ .. તમારાં બધાજ સવાલોનો જવાબ તમને આવતાં ભાગમાં મળી જશે. ત્યાં સુધી બાય..
અરે બે મિનીટ ઉભા રહો યાર .. તમારો પ્રતિભાવ જરુરથી આપતા જજો હો!
હા ..હા.. બાય...