સફર-એક અનોખા પ્રેમની... - 12 Dimple suba દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સફર-એક અનોખા પ્રેમની... - 12

ભાગ:12
(આગળ આપણે જોયું કે વિરાજ અને નીયા બન્નેનો રસ્તો અલગ થઈ જાય છે અને બન્ને પોત-પોતાના જીવનમાં વ્યસ્ત થઈ જાય છે. અહીં હવે સ્ટોરીમાં નવોજ વળાંક આવે છે, વિરાજનાં ડેડની ઓફિસમાં એક પ્રિતી નામની છોકરી ઇન્ટરવ્યૂનાં ત્રણેય રાઉન્ડ પાર કરીને તેમની નવી કંપનીની સેક્રેટરી બને છે, તે રાત્રે પ્રિતી પોતાની કોઈ ફ્રેન્ડ મિસ. સિરિયસ સાથે ફોન પર વાત કરે છે,
પ્રિતી મિસ.સિરિયસને ફોનમાં કહે છે કે, "તારા કહેવા મુજબ મે વિરાજની કંપનીમાં જોબ મેળવી લઇને તેની ઓફીસમાં તો પગ મુકી દીધો છે,હવે તેમનાં ઘરમાં પ્રવેશી અને તે બન્ને બાપ-દિકરા પર કાબુ મેળવિશ."
અને પ્રિતી તેની ફ્રેન્ડને આ જોબની ભલામણ કરવા બદલ આભાર માને છે. હવે આગળ...)

પ્રિતી બીજા દીવસથી નવી કંપનીમાં CS તરીકે જોઈન્ટ થઇ જાય છે. તે કંપનીનો CEO બીજુ કોઈ નહીં પણ વિરાજ મલ્હોત્રાજ હતો. પ્રિતીએ પોતાના કામ દ્રારા વિરાજ અને તેનાં ડેડ બનેનાં દિલ જીતી લીધાં. હવે ધીમે-ધીમ કોફી પીવાનાં કે અન્ય બહાને પ્રિતી તેમનાં ઘરે જવા લાગી. ધીમે-ધીમે તેનાં મળતાંવડા સ્વભાવને કારણે તેણે વિરાજ અને અજયભાઇ પર પોતાની ઈમ્પ્રેસન જમાવી દીધી. હવે પ્રિતી વિરાજસરની જગ્યાએ વિરાજ કહેવા લાગી અને અજયસરની જગ્યાએ અજય અંકલ કહેવા લાગી. પ્રિતી વિરાજ સાથે કલાકો સુધી વાતો કરતી, તે મૉટે ભાગે પોતાની ફ્રેન્ડ મિસ.સિરિયસનીજ વાતો લઇને બેસતી. વિરાજ તેને કહેતો કે,"આ મિસ.સિરિયસ કોણ છે? આખો દીવસ તું તેનાંજ ભજન ગાયે રાખે છે, અને ખબર નહિ પણ જે રીતે તું તેની વાતો કરે છે તે પરથી મને એવું લાગે છે કે જાણે હું તેને ઓળખું છું!"
ત્યાંરે પ્રિતી કહેતી કે,"કદાચ હોઇ શકે."
વિરાજ તેને ઘણીવાર કહેતો કે,"મિસ.સિરિયસની તું આટલી વાતો કરે છે તો પછી મને મેળવ તો ખરા કે કોણ છે એ? મારે જાણવું છે."
ત્યારેે પ્રિતી જવાબ આપતી કે,"સમય આવતાં મેળવી દઈશ."
વિરાજ ઘણી વાર ઉત્સુક થતા કહેતો કે "તેનું સાચું નામ તો જણાવ."
ત્યાંરે પ્રિતીનો એજ જવાબ રહેતો કે, "સમય આવતાં ખબર પડી જશે,બ્રો!"

આમજ પ્રિતી વિરાજને હેરાન કર્યા કરતી, તેની મશ્કરી કરતી.


એક દીવસ વિરાજ અને પ્રિતી બન્ને ગાર્ડનમાં બેઠા હતાં.વિરાજ પ્રિતીને તેનાં લેપટોપ પર કાંઈક સમજાવી રહ્યો હતો.તેણે પ્રોજેક્ટ વિશે બધુ સમજાવ્યું અને પછી પુછ્યું કે "પ્રિતી બધું સમજાય ગયુ ને?"
પ્રિતી: હા
વિરાજ: ગ્રેટ
પ્રિતી: ચાલો હું જાવ છું.
વિરાજ: 1 કપ કોફી તો પીતી જા.
પ્રિતી: ઓક્કે,બ્રો.
વિરાજ અને પ્રિતી કોફી પીતા હોય છે ત્યાંજ પ્રિતી વિરાજને પૂછે છે,"બ્રો,એક વાત પૂછું?"
વિરાજ: પૂછ-પૂછ.
પ્રીતિ: હું જ્યારથી અહિયાં આવી છું ત્યારથી જોઉ છું કે તું અને અજય અંકલ એક-બીજા સાથે ઓછી વાત કરો છો. ઓફિસે થોડું કામ હોય તે પૂરતી વાત કરો છો,અને થોડું જમવાને સમયેે, બસ..બાકી તમારાં બન્ને વચ્ચે ઓછી વાત-ચિત થાય છે.
વિરાજ: ના,એવું કાઈ નથી.
પ્રિતી:એવુંજ છે બ્રો. તમે બન્ને એક બીજા સાથે સરખી વાતચીત નથી કરતા અને હું એ પણ જોઉ છુ કે અંકલ તો તારી સાથે વાત કરવા માંગે છે પણ તું જ હંમેશા તેની વાતો ટાળવાનો પ્રયત્ન કરે છે. એવું શા માટે?
વિરાજ: એવું કશું જ નથી.
પ્રિતી: ના, વિરાજ તું એવુંજ કરે છે, એવું તો શું કારણ છે કે જેનાં કારણે તું તારા ડેડ સાથે આવુ વર્તન કરે છે.
વિરાજ: મારે મોડું થાય છે, મારે જવું પડશે.
આટલું કહી વિરાજ ત્યાંથી બચી નીકળવા ફટાફટ ઉભો થાય છે પણ પ્રિતી તેનો રસ્તો રોકે છે.
પ્રિતી: મને સચ્ચાઈ કહ્યા વગર તું નહીં જઇ શકે.
વિરાજ: તું ખોટું સમજે છે.
પ્રિતી: હું બધુ સાચુજ સમજુ છું પણ તું ખોટું બોલી વાત ને ફેરવવા માંગે છે.
વિરાજ: તુ બેસ અહિ.(વિરાજ પ્રિતીને પોતાના સામેની ચેર પર બેસાડે છે)
જો પ્રિતી તું મારી બેન જેવી છે એટલે તને આ વાત કરૂ છું, તું કોઈને ના કહેતી, પ્રોમિસ કર.
પ્રિતી: ઓક્કે, માય ડિયર બ્રધર પ્રોમિસ.

વિરાજ: પ્રિતી,મારો ઉછેેર આવા બઁગ્લોમાં નથી થયો, પણ સાદા મકાનમાં જ થયો છે, મારો ઉછેર કરોડપતિ ફેમેલિમાં નહીં પણ મધ્યમવર્ગીય કુંટુબમાં થયો છે. હું મારા મમ્મી-પપ્પા, મારી મોટી બહેન આરોહી, અને મારા દાદા-દાદી અમે આટલાં લોકો એક નાનકડા ઘરમાં સુખેથી રહેતાં હતાં, અમારાં ઘરે એક અંકલ આવતાં, તે દર રવિવારે આવતાં અને અમને ક્યાંક ને ક્યાંક ફરવા લઇ જતા. તેઓને અમારાં બન્ને પર ખુબજ પ્રેમ, તેઓ દર મહિને પપ્પાને એક પરબીડીયું આપતાં, મેં આ જોયું એટલે એક દીવસ મે પપ્પાને પુછ્યું કે, "પપ્પા, આ અંકલ દર મહિને તમને જે પરબીડીયું આપે છે, તેની અંદર શું હોય છે?"
તો પપ્પાએ કહ્યુ કે, "તેમાં પૈસા હોય છે."
એટ્લે મે પુછ્યું કે, "તેઓ તમને શું કામ પૈસા આપે છે?"
એટ્લે પપ્પાએ મારી સામું વ્હાલથી જોતાં કહ્યુ કે,"બેટા, એ તારા ભણવા માટે તેમજ અન્ય ખર્ચા માટે પૈસા આપી જાય છે."
મે કહ્યુ કે ,"પપ્પા એવું કેમ? હું તો તમારો દિકરો છું, તો તેઓ શા માટે પૈસા આપે છે?"
તો પપ્પાએ પ્રેમથી મારા માથા પર હાથ ફેરવતા કહ્યુ,"બેટા, મારી પાસે મારા મમ્મી-પપ્પા, તારી મમ્મી અને આરોહી અને તું આટલા બધાં લોકો છો. પણ એ બિચારા અંકલ પાસે તેનું પોતાનુ કોઈ જ નથી. તેથી તે તને પોતાનો જ પુત્ર માને છે અને તને પ્રેમ કરે છે, તે આરોહીને પણ તેની દિકરીજ માને છે. બિચારા આખી દુનિયામાં એકલા અટુલા છે."
આ સાંભળી મારા આંખોમાં આસું આવી ગયા. અમે બને પીતા-પુત્ર શાંતીથી બેઠા હતાં કે ત્યાંજ તે અંકલ આવ્યા અને તેમણે પુછ્યું,"શું કરો છો બને બાપ-દિકરો?"
તો પપ્પાએ કહ્યુ કે,"કાઈ નહીં,બસ અમથી વાતો કરીએ છે."
ત્યારે હું 7 વર્ષનો હતો, હું અંકલને જોઇને દોડીને તેમને ભેટી પડ્યો, અંકલે પણ મને ગળે લગાડી દીધો પછી મને તેમણે તેડી લીધો, હું તેમની આંખોમાં આસું જોઈનેે બોલ્યો,"અંકલ હવે તમે ચિંતા ના કરતા અને દુઃખી પણ ના થતાં, હું અને મમ્મી-પપ્પા બધાજ તમારી ભેગા છીએ, તમે પણ અમારા પરિવારનો હિસ્સો છો. કોણે કીધું કે તમને કોઈ સંતાન નથી? હું અને આરોહી દીદી તમારાં પણ સંતાન જ છીએ ને? તેઓએ મને ગળે લગાડી દીધો, અને મને પણ તેમની પાસે પિતા જેવીજ હૂંફ મળી. તેમણે મને પોતાના ખોળામાં બેસાડ્યો અને બોલ્યા, " હા બેટા, તું અને આરોહી મારા સંતાન સરખા જ છો.
તેમણે મારા આસુ લુંછ્યા અને પછી તેઓ અમારાં આખા પરિવારને ફરવા લઇ ગયા. આખો દીવસ ફર્યા બાદ અમે તેમનાં ઘરે ગયા. મેં જોયું તો તેમનુ આવડુ વિશાળ ઘર અને તેમાં તે એક પોતેજ રહેતાં હતા. હોલમાં સામે એક મોટુ પેઇન્ટિંગ હતું જેમાં તે અંકલ ઉભા હતાં, તેની બાજુમાં કોઈ લેડીઝ ઊભી હતી, અને તેમનાં હાથમાં નાનું બાળક હતું, તે બાળક હજું હમણાં જ જન્મયું હોય તેવું લાગતું હતુ. મને આમ તે પેઇન્ટિંગ સામું ટગર-ટગર જોતાં જોઇને અંકલે મારા ખભા પર હાથ રાખતાં કહ્યુ , "બેટા, જે મારી સાથે ઉભેલ છે, તે મારી પત્ની છે, અને તેની ગોદમાં રહેલું તે બાળક અમારું બાળક છે, એક એકસીડન્ટમાં મારી પત્ની અને પુત્ર બન્ને મૃત્યુ પામ્યા."
તેઓ જ્યારે આ બધું બોલતાં હતાં ત્યારે તેની આંખોમાં વિરહની વેદના દેખાતી હતી. એવું લાગી રહ્યુ હતું કે જાણે તેની આખોમાં પણ રડી-રડીને આસુંઓ સુકાઇ ગયા હતાં. હવે તેની પાસે રડવા માટે એક આસુનું ટીપુંય બચ્યું ન હતુ.

પછીથી તો તેનાં પ્રત્યે મારો પ્રેમ વધવા લાગ્યો. ધીમે-ધીમે અમે મોટા થતા ગયા. મેં 10thની પરીક્ષા આપી અને આરોહી દીદીએ કોલેજની. અમારાં બંનેને એક સાથેજ મોટું વેકેશન મળ્યું હતું, તેથી અમે ખુબજ ખુશ હતાં. એક દીવસ અચાનક મારા મમ્મીને ફોન આવ્યો કે અમારા નાની બીમાર છે. એટ્લે મમ્મી-પપ્પા અને આરોહી દીદી આટલા લોકો નાનીના ઘરે ગયા. અને હું અને મારા દાદા-દાદી અમે ત્રણેય અહિં જ રોકાણા. થોડા દિવસ બાદ મમ્મીનો ફોન આવ્યો કે, "હવે નાનીમા ની તબિયત સારી છે, અમે બે-ત્રણ દિવસમાં આવી જશું."
મમ્મી-પપ્પાને ગયાનાં 2 દીવસ થઈ ગયા હતાં. હું આરોહી દીદી વીના એકલો પડી ગયો હતો આથી હું તેઓ જલ્દી આવે તેવી રાહ જોતો હતો.
બે દીવસ પછી પપ્પાનાં ફોનમાંથી કૉલ આવ્યો, મેં કૉલ ઉપાડ્યો, "હેલ્લો પપ્પા..."
"હેલ્લો,મી.રાજીવનાં ઘરેથી બોલો છે?"
મે કહ્યુ ,"હા, તમે કોણ?"
સામેવાળી વ્યક્તિ થોડાક ગંભીર અવાજમાં બોલ્યા,"મી.રાજીવ અને તેમની પત્ની તેમજ તેમની દિકરીનું મુંબઇ-પુણે હાઈ-વે પર એક્સિડન્ટ થયું છે.
દુર્ભાગ્યવશ તેમાંથી કોઈ બચી શક્યું નથી. હાલ તેઓની બોડી બૉમ્બેની ન્યૂ લાઈફ હૉસ્પિટલમાં છે.

મારા પગ નીચેથી જમીન ખસી ગઇ, હું ગભરાઈ ગયો, શું કરવું?શું બોલવું કાઈ સમજાતુજ નહતું. અચાનક મને બધેય અંધારું દેખાવા લાગ્યું. મને ચક્કર આવ્યાં અને હું ત્યાંજ ઢળી પડ્યો.

મારી આંખો ખુલી ત્યારે હું મારી પથારી પર હતો, અને મારી બાજુમાં દાદા અને દાદી હતાં. ત્યાં ડૉક્ટર પણ હતાં. ડોક્ટરે કહ્યુ કે, "કાઈ વધું નથી થયું પરન્તુ તે કોઈ વાતે ગભરાય ગયો લાગે છે."

દાદા: બેટા, શું થયુ હતુ તને?અમે તો ડરીજ ગયા હતા. એક તો રાજીવ પણ ઘરે નથી.
પપ્પાનું નામ સાંભળતા હું સફાળો ઉભો થયો અને બાજુમાં પડેલ ફોન હાથમાં લીધો અને તે લોકોથી દુર જઇ મે અંકલને કૉલ કર્યો. અને ફોન પર કરેલી સમગ્ર વાત મેં તેમને જણાવી. તેઓએ કહ્યુ,"વિરાજ,હું તે હોસ્પિટલમાં પહોંચું છુ,તું તારા દાદા-દાદીને લઇને પહોંચ. અને હા, તે લોકોને આ ઘટના વિશે હમણાં ના કહેતો.અને તું પણ હિમતથી કામ લેજે અને ગભરાતો નહીં."
મે ફટાફટ ફોન મુક્યો અને દાદા-દાદીને ગમે તે બહાનું કરીને ટેક્સીમાં બેસાડ્યા અને ફટાફટ હૉસ્પિલે પહોંચ્યા. ત્યાં અંકલ સામે આવ્યાં અને અમને આગળ લઇ ગયા. અમે ઉપર લોબીમાં પહોંચ્યા ત્યાં સફેદ કપડું ઢાંકેલ ત્રણ બોડી સ્ટ્રેચર પર પડી હતી. હું ત્યાં નજીક ગયો અને હિંમત કરીને એક કપડું ઉંચકીને મોં જોયું, તે જોઇને જ હું જોર-જોરથી રડવા માંડ્યો, આ મારી મોટી બહેન જેણે પોતાની એક અલગજ સુંદર દુનિયા કલ્પી હતી તેમાં પ્રવેશવાની જગ્યાએ તે કોઈ બીજીજ દુનિયામાં ચાલી ગઇ. તેણે ઘણા સપના જોયા હતાં, તે પૂરા કર્યા વગરજ તે ચાલી ગઇ. હું મારા પપ્પા નજીક ગયો. હું વિચારી રહ્યો હતો કે જેણે મને આંગળી પકડીને ચાલતા શીખવ્યું તે જ મારો હાથ છોડીને મને એકલા છોડીને ચાલી ગયા. મારી મમ્મી, તું તો મને કદી એકલી ના મુકતી અને આજે મને છોડીને એકલીજ ચાલી ગઇ.મારા દાદા-દાદી પણ સ્તબ્ધ થઈ ગયા. અજય અંકલે તેમને સંભાળ્યા.

મમ્મીનાં હાથનો વ્હાલ, પિતાની છત્રછાયા, બહેનનો પ્રેમ આ બધુંજ હું નાની ઉંમરમાં ગુમાવી ચુક્યો હતો. મારા જેવું બીજુ અભાગી કોણ હોઇ શકે?
મને મારા કરતા મારા દાદા-દાદીની ચિંતા વધું થતી. કારણકે મમ્મી-પપ્પા અને આરોહી દીદીના આવા અકાળે મૃત્યુનો આઘાત તેઓને એવો લાગ્યો કે તેઓનાં મૃત્યુ થયાંને એક અઠવાડિયું થયું હતું. પણ દાદા અને દાદી બન્નેએ પોતાના મોંમાંથી એક શબ્દ ઉચ્ચાર્યો નહતો.બસ ક્યારેક થોડા આસું આવી જતા. હું તે બન્નેને જોઈને વધુ ગભરાતો કે હવે મારે શું કરવું? મને કાઈ સૂઝતું ન હતું. મારા અંકલે પણ આ વસ્તુ જોઇ અને તેઓ અમને ત્રણેયને તેમનાં ઘરે લઇ ગયા. મે અંકલને કહ્યુ કે,"તમે અમારે કારણે શા માટે તકલીફ વેઠૉ છો?"ત્યારે તેમનાં ફક્ત એક વાક્યએ મારા સવાલનો મજબુત જવાબ આપ્યો."કેમ? વિરાજ હું એક દીવસ તમારાં ઘરે આવ્યો હતો ત્યારે તે મારી પાસે આવીને કહ્યુ હતું કે અંકલ હવેથી આપણે બધાં એક પરિવાર છીએ. તમે અમારાં પરિવારનાંજ સદસ્ય છો ને." આટલું સાંભળતા મારા આંખોમાં ઝરઝરીયા આવી ગયા. આટલા દિવસથી સૂનમૂન મારૂ હ્રદય આજે સાવ ઓગળી ગયું. હું તેમને ભેટી પડ્યો. તેમણે પણ પોતાના રોકેલા આંસુને આજે ઘણાં દિવસો બાદ વહેવા દીધાં. હવે અમે દાદા-દાદીને ખુશ કરવા માટે નવું-નવું વિચારવા માંડયા. મારી બાળ-બુદ્ધિ મુજબ ક્યારેક હું જોકર બનીને તો ક્યારેક ચાર્લિ ચેમ્પિયન બનીને તેમને હસાવવાનાં વ્યર્થ પ્રયાસો કરતો. રોજ જમવામાં પણ કેટલી માથાકૂટ થતી. કોઇકવાર ધરાર આગ્રહ કરીને, ક્યારેક ગુસ્સો બતાવીને, ક્યારેક જૂઠું-જૂઠું ધમકાવીને, ક્યારેક હસાવીને તો ક્યારેક રિસાઇને તેમને જમાડતો.

મને તેમનુ મૌન વધુંને વધું પાડી ભાંગતું, એક દીવસ હું દાદા-દાદીનાં રૂમમાં જઇ ચડ્યો અને તે બન્નેને મારી સાથે ટેરેસ પર લઇ ગયો. તેમની પાસે બેસીને તેમનો હાથ પકડીને બોલ્યો,"દાદા-દાદી ઉપર કાળું આકાશ જુઓ છો. જેમાં સફેદ દુધથી પણ વધું ચળકતા એવાં ચાંદામામા દેખાય છે?તમને આ દ્રશ્યમાંથી શું શીખવા મળે છે?"તેઓ જવાબમાં હજુ શૂન્યમનસ્કજ હતા. એટ્લે મેં જ જવાબ આપતાં કહ્યુ કે , " ચાંદાને હમેશા આવી અંધકારી રાતજ નસીબમાં પ્રાપ્ત થઈ છે છતાં તે નીરાશ હોવાને બદલે પોતાનાથી જેટલો પ્રયત્ન થાય તેટલો પ્રકાશ ફેલાવીને અંધકાર દુર કરે છે. ક્યારેક તેની આડે કાળા વાદળો પણ આવે છે છતાં તે તેનાથી ડરતો નથી અને અડગજ રહે છે. અંતે વાદળને ત્યાંથી હટવુંજ પડે છે. એમજ આપણાં જીવનમાં ઘણીવાર અંધકાર આવે છે ત્યારે જો આપણે આપણાં પૂરા પ્રયત્ન દ્રારા આપણાં જીવનમાં ઉજાસ લાવી ગયાને તો સાચું જીવન જીવી ગયા ક્હેવાયે. વાદળો રૂપી ઘણી અડચણ આપણી પરીક્ષા કરવા આવવાની જ છે. પણ આપણે ચાંદની જેમજ ડર્યા વીના અડગ રહેવાનું છે. દાદા-દાદી, તમે મમ્મી-પપ્પા અને દીદીના ગયા બાદ એક શબ્દ પણ ઉચ્ચાર્યો નથી. તમે લોકો સાવ સૂનમૂન રહેવા લાગ્યા છો. સરખું જમતા પણ નથી. પણ એવું કરવાથી શું તે લોકો પાછા આવશે? જો તમે તેનાં ગયા પછી વધુને વધુ દુઃખી જ થયે રાખશો તો આ જોઇને તે લોકો જયાં પણ હશે ત્યાંથી દુઃખી થશે. આથી તમે ખુશ રહો."
પછી દાદા-દાદીનાં ખોળામાં માથું રાખી હું રડવા માંડ્યો. આ જોઈને મારા દાદા-દાદીની આંખો આજે વહી રહી હતી. થોડાક સમયના મૌન બાદ દાદા બોલ્યા ,"બેટા, વિરાજ" આ સાંભળીને હું ખૂબજ ખુશ થયો, મારી ખુશીનો પાર ના રહ્યો.તેઓ સ્મિત સાથે બોલ્યા,"મને અને તારા દાદી ને ભુખ લાગી છે જમાડીશ નહીં? "હું ખુબજ ખુશ થઈ ગયો અને બોલ્યો, "હા,હમણાં જમવાનું મંગાવુ છું
પછી મેં જમવાની 3 થાળી મંગાવી ત્યાંજ મારા અંકલ પણ આવ્યાં અમે બધાએ સાથે જમ્યુ અને પછી તે રાત્રે અમે ઘણી બધી વાતો કરી અને કેટલા દિવસો બાદ અમે ચારેય જણા ખુબજ ખુશ દેખાતા હતાં.

**************
ત્યાંજ અચાનક પ્રિતીનો ફોન રણકે છે. અને એ સાથેજ વિરાજ અને પ્રિતી ફરી વર્તમાનમાં આવી જાય છે.

ક્રમશઃ...