તરસ પ્રેમની - ૬૪ Chaudhari sandhya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

તરસ પ્રેમની - ૬૪



એક સાંજે રજત બિઝનેસ મીટિંગ માટે એક રેસ્ટોરન્ટમાં ગયો હતો. મીટીંગ પૂરી થઈ ગઈ હતી.
રેસ્ટોરન્ટમાં કોઈક ડીનર કરી રહ્યા હતા તો કોઈક નાસ્તો કરી રહ્યા હતા. સ્ટેજ પર મ્યુઝિક વાગી રહ્યું હતું અને એક સિંગર Song ગાઈ રહ્યો હતો.
રજતની બાજુના ટેબલ પર એક કપલ ઝઘડો કરી રહ્યું હતું.

યુવક:- "તું કેટલી ઘમંડી છે... તારામાં કેટલો ઈગો છે યાર?"

યુવતી:- "એ જ તો તને કહેવાની કોશિશ કરું છું કે હું ઘમંડી કેમ છું પણ તું છે કે મને સમજવાની કોશિશ નથી કરતો."

ઝઘડો એટલો વધી ગયો કે યુવકે ગુસ્સામાં કાચનો ગ્લાસ તોડી નાંખ્યો.

આ કપલના ઝઘડાને કારણે સિંગરે ગાવાનું બંધ કરી દીધું...મ્યુઝિક બંધ થઈ ગયું. બીજા લોકોનું ધ્યાન પણ એ કપલ પર વારંવાર જતું હતું. આ કપલને લીધે બીજા લોકોનું મૂડ ખરાબ થઈ રહ્યું હતું.

બધાનું ધ્યાન કપલ ઝઘડતા હતા તે તરફ જ હતું. રજત સ્ટેજ પર ગયો. સિંગર પાસેથી માઈક લીધું
અને બોલવા લાગ્યો.

"અમુક છોકરીઓ અને યુવતીઓ ભલે ઘમંડી, અભિમાની બનીને રહે... બધાં કહે છે કે કેટલી ઈગોસ્ટિક,અભિમાની,ઘમંડી છે...કેટલો એટિટ્યુડ છે યાર આ છોકરીમાં...એ બધાંને બતાવવા માટે આવી રીતના રહે છે... અને એ એવી રીતના એટલા માટે રહે છે કે કોઈ એની નજીક ન આવી શકે. એ ચહેરા પર એક મહોરું પહેરી લે છે...એક આવરણ રાખે છે ચહેરા પર...કારણ કે એને આ સ્વાર્થી દુનિયાનો બરોબરનો અનુભવ થઈ ગયો છે...
હકીકતમાં એ બધાંની સામે ઘમંડનુ આવરણ નથી પહેરતી...એ એવા લોકો સામે જ અભિમાનનું આવરણ પહેરીને ફરે છે જે પોતાની હદ વટાવી જાય છે. એમની સામે એક સિંહણ બની જાય છે. એવી યુવતીઓ મનમાં જે હોય છે તે બેધડક બોલી દે છે...અને બેધડક કેમ બોલે છે કારણ કે એવી યુવતીઓનુ દિલ બહું સાફ હોય છે...બસ એ યુવતીઓ એટલી આસાનાથી કોઈ પર ભરોસો મૂકી નથી શકતી...અને એ ભરોસો એટલા માટે નથી મૂકી શકતી કે એનો ભરોસો અને વિશ્વાસ કોઈએ બહુ ખરાબ રીતે તોડ્યો હોય છે..."

‌રજતે પેલા યુવક તરફ જોઈને કહ્યું "તો પ્લીઝ દોસ્ત એવી યુવતીને સમજો...એની રિસપેક્ટ કરો..."

રજત જતો જ હતો કે એક યુવતીએ કહ્યું "એક્ઝક્યુઝમી મિ. રજત... મારો અંદાજો ખોટો ન હોય તો તમે મિ.રજત રઘુવંશી છો ને!"

રજત:- "જી હા..."

પેલી યુવતી રજત પાસે આવીને કહે છે "અધૂરી વાર્તાનો છેડો" નવલકથા એટલી સુપર્બ છે કે એના માટે મારી પાસે શબ્દો નથી. ઓટોગ્રાફ પ્લીઝ..."

રજત ઓટોગ્રાફ આપે છે.

બીજી યુવતી રજત પાસે આવીને કહે છે "હું તમારા ડાન્સની બહુ મોટી ફેન છું...એક સેલ્ફી..."

રજત એ યુવતી સાથે સેલ્ફી લે છે.

એક યુવતીએ કહ્યું "હું પણ તમારી બહુ મોટી ફેન છું.
તમે અત્યારે જેવી રીતે યુવતીઓ વિશે કહ્યું તેનાથી તમે દરેક યુવતીઓનું દિલ જીતી લીધું."

એક પછી એક યુવતીઓ આવતી રહી. યુવતીઓથી ઘેરાયેલા રજતને ઘરે જવું હતું. રજત સાથે એક પછી એક સેલ્ફી લેતી યુવતીઓને સમજાવી પટાવીને રજત ટોળામાંથી બહાર નીકળ્યો.

રજતને મેહાએ કહેલાં શબ્દો યાદ આવતાં હતા. ''રજત તું પણ મારા માટે તડપીશ."
મેહાના અમદાવાદ ગયા પછી રજતને એવું લાગ્યું કે પોતે મેહાને તડપાવી છે એટલે હવે મેહા મને તડપાવે છે. મેહાને તરસાવીને મેં બહું મોટું પાપ કર્યું છે. મેહાને તડપાવવાની મને સજા મળી રહી છે. એક રાત પણ એવી નહીં ગઈ હોય કે રજત મેહા માટે રડ્યો નહીં હોય...રજત પોતાને અંદરથી બહુ મજબૂત માનતો હતો પણ મેહાએ રજતને પીગળાવી દીધો. મેહા વગર જીવવું રજત માટે લગભગ અશક્ય બની ગયું હતું.

ક્રીના યશ અને નેહલને લઈ દર મહીને નિખિલ સાથે સુરત જતી. ત્રણ ચાર દિવસ સુરત રહી આવતી. રજત યશ અને નેહલને ખૂબ રમાડતો. રજત મેહા વિશે ક્રીનાને પૂછી લેતો.

રજતને બપોર અને રાતની એકલતા કોરી ખાતી.

एक घुंटन सी होती है इस दिल के अंदर
जब कोई दिल में तो रहता है मगर साथ नहीं।

મેહાની હાલત પણ કંઈક રજત જેવી જ હતી. મેહાને પોતાના જીવનમાં કંઈક અધૂરું અધૂરું લાગતું.

પછી તો રજત જ્યારે પણ એ રેસ્ટોરન્ટમાં જતો ત્યારે કંઈક ને કંઈક રિલેશનશીપ વિશે અથવા સ્ત્રીઓ વિશે કહેતો...

મેહાને તો કેટલીય વાર રજતના સપના પણ આવવા લાગ્યાં... એક સાંજે મેહા મોબાઈલમાં વ્યસ્ત હતી. ત્યાં જ રજતનો વીડીયો વાઈરલ થઈ ગયો હતો. રજતને ઘણાં લાઈક્સ અને કોમેન્ટ મળ્યા હતા. મેહાએ આખો વીડીયો જોયો... રજતે જે કહ્યું હતું તે મેહાના મનને સ્પર્શી ગયું... મેહા વિચારે છે કે "રજત એક છોકરીના મનને કેટલી સારી રીતના સમજે છે..." આ વીડીયો જોઈને મેહાને રજતને મળવાની તીવ્ર ઈચ્છા થવા લાગી.

વીડીયોમાં રજત સ્ટેજ પર ઉભો હતો ત્યાં પાછળ મેહાએ નામ વાંચ્યું. "વેલેન્ટાઈન રેસ્ટોરન્ટ."

એક સાંજે ઑફિસેથી બધાં નીકળી ગયા હતા. રજતને ઘરે જવાનું મન નહોતું. રજત એમ પણ મોટાભાગનો સમય ઑફિસમાં જ વિતાવતો. રજત પોતાની કેબિનમાં ઉભા ઉભા રસ્તા પરના વાહનોને જોઈ રહ્યો હતો. રજતે સિગારેટ કાઢી અને‌ કશ લેવા લાગ્યો.

એટલામાં જ એક નાજુક હાથે રજતના મોઢામાંથી સિગારેટ કાઢી લીધી.

રજત:- "મિષ પ્લીઝ યાર... મને કમસેકમ શાંતિથી સિગારેટ તો પીવા દે."

મિષા:- "રજત શું છે આ બધું? મેં તને કેટલી વાર કહ્યું છે કે ડ્રીક કરવું તારા‌ માટે ઠીક નથી...અને આ શું હાલત બનાવી રાખી છે...દાઢી વધારી દીધી...અને આ લાંબા વાળ... પૂરો દેવદાસ બની ગયો છે."

રજત:- "તો તું જ કહે શું કરું મેહા વગર?"

એટલામાં જ રૉકી અંદર આવીને કહે છે "તો મેહાને બોલાવી લે."

રજત:- "રૉકી તારું છટકી ગયું છે કે શું? મેહા મારાથી દૂર રહે... એ જ એના માટે better છે."

મિષા:- "રજત ત્રણ વર્ષ તો થઈ ગયા છે...તો પછી શું વાંધો છે?"

રજત:- "મેહાને કંઈ થઈ ગયું તો?"

રૉકી:- "રજત તું એકવાર તારી બહેનને પૂછી તો જો."

રજત:- "ઑકે હું આ વિશે વિચારીશ... તમે કહો... શું ચાલે છે તમારી લાઈફમાં? અને બચ્ચું શું કરે છે?"

મિષા:- "બસ અમે બધાં મજા‌ કરીએ છે. બચ્ચું પણ મજા કરે છે."

રૉકી:- ''ચાલને રજત...ઑફિસના કામના ચક્કરમાં આપણે બધા એકસાથે મળ્યા નથી...તો કંઈક ખાઈએ પીને મજા કરીએ..."

રજત:- "આપણે ત્રણ જ?"

મિષા:- "હા આપણે ત્રણ જ... પ્રિયંકા અને નેહાતો પોતાના લગ્નજીવનમાં બિઝી છે...સુમિત અને પ્રિતેશને બોલાવી લો."

રૉકી:- "સુમિત અને પ્રિતેશ પણ એમની મેરિડ લાઈફમાં બિઝી છે...તો રહ્યા આપણે ત્રણ..."

રજત:- "ઑકે ચલ તો હવે જઈએ..."

મિષા અને રૉકી નાસ્તો કરીને નીકળી ગયા.
રજત પણ બહાર નીકળ્યો. ઘરે આવ્યો અને શાવર લઈ song સાંભળવા લાગ્યો.

हम्म..
बेखयाली में भी
तेरा ही ख्याल आये
क्यूँ बिछड़ना है ज़रूरी
ये सवाल आये

तेरी नजदीकियों की
ख़ुशी बेहिसाब थी
हिस्से में फासले भी
तेरे बेमिसाल आये

मैं जो तुमसे दूर हूँ
क्यूँ दूर मैं रहूँ
तेरा गुरुर हूँ..

आ तू फासला मिटा
तू ख्वाब सा मिला
क्यूँ ख्वाब तोड़ दूं

ऊँ..

बेखयाली में भी
तेरा ही ख्याल आये
क्यूँ जुदाई दे गया तू
ये सवाल आये

थोड़ा सा मैं खफा हो
गया अपने आप से
थोड़ा सा तुझपे भी
बेवजह ही मलाल आये

है ये तड़पन, है ये उलझन
कैसे जी लूँ बिना तेरे
मेरी अब सब से है अनबन
बनते क्यूँ ये ख़ुदा मेरे

हम्म..

ये जो लोग बाग हैं
जंगल की आग हैं
क्यूँ आग में जलूं..
ये नाकाम प्यार में
खुश हैं ये हार में
इन जैसा क्यूँ बनूँ

ऊँ..

रातें देंगी बता
नीदों में तेरी ही बात है
भूलूं कैसे तुझे
तू तो ख्यालों में साथ है

बेखयाली में भी
तेरा ही ख्याल आये
क्यूँ बिछड़ना है ज़रूरी
ये सवाल आये

ऊँ..

नज़र के आगे हर एक मंजर
रेत की तरह बिखर रहा है
दर्द तुम्हारा बदन में मेरे
ज़हर की तरह उतर रहा है

नज़र के आगे हर एक मंजर
रेत की तरह बिखर रहा है
दर्द तुम्हारा बदन में मेरे
ज़हर की तरह उतर रहा है

आ ज़माने आजमा ले रुठता नहीं
फासलों से हौसला ये टूटता नहीं
ना है वो बेवफा और ना मैं हूँ बेवफा
वो मेरी आदतों की तरह छुटता नहीं

રજત મેહાને યાદ કરી રહ્યો હતો. ઘરમાં બહું ગરમી લાગતી હતી એટલે રજત થોડીવાર ટેરેસ પર ગયો. રાતનો સમય હોવાથી ટેરેસ પર થોડી ઠંડક હતી. રજતે આકાશ તરફ જોયું તો એકદમ સ્વચ્છ આકાશ...આટલા દિવસની સખત ગરમીને કારણે લોકો હેરાન થઈ ગયા હતા. રજત પણ વરસાદની રાહ જોતો હતો. પણ વરસાદના કોઈ એંધાણ વર્તાતા નહોતા. રજતે આ ત્રણ વર્ષ કેમ કેમ કાઢ્યા હતા તે તો રજતનુ મન જ જાણે...રજત મેહાને યાદ કરતાં કરતાં રડી પડ્યો. રજત મનોમન જાણે મેહાને કહે છે "હું પણ ઘણો મજબુત હતો મેહા...પણ કહે છે ને કે પ્રેમ સારા સારાને રોવડાવી દે છે. મેહા પ્લીઝ મારી પાસે આવી જા... હું તને ખૂબ ચાહું છું...પ્લીઝ પ્લીઝ પ્લીઝ..."

થઈ ગયા છીએં એકલા આજે
મજબુરીઓથી હારી ગયા છીએં આજે
એક દિવસ તો જરૂર મળીશું
બસ આજ વિચારે જીવી રહ્યા છીએ આજે...

આ તરફ મેહા પણ રજતને મળવા માટે બેચેન બની ગઈ હતી.

મેહા:- "પપ્પા મારે હવે પાછું સુરત જવું છે..."

પરેશભાઈ:- "પણ બેટા..."

મેહા:- "પણ બણ કંઈ નહીં...ચાલોને સુરત જતા રહીએ... અને તમારે ન આવવું હોય તો હું ભાઈ ભાભી સાથે જતી રહીશ..."

આ વિશે ખૂબ ચર્ચા થઈ. આખરે બધાએ સુરત જવાનો નિર્ણય લીધો.

મમતાબહેન:- "આમ પણ ત્રણ વર્ષ થઈ જ ગયા છે.
મારા ખ્યાલ મુજબ આપણે સુરત જતાં રહેવું જોઈએ."

બીજી સવારે મેહા અને એનો પરિવાર સુરત જવા માટે નીકળી ગયા. ચાર વાગ્યે મેહા અને મેહાનો પરિવાર સુરત પહોંચે છે.

ઘરે પહોંચીને મેહા સૌથી પહેલાં મિષાને ફોન કરે છે. પણ ફોન લાગતો નથી.

મેહા:- "ભાઈ મારે મિષાનો નંબર જોઈએ છે પણ એનો નંબર લાગતો નથી."

નિખિલ:- "મેહા આટલા વર્ષોમાં તો મિષાનો નંબર ચેન્જ થઈ ગયો હશે."

મેહા:- "ઑહ હા..."

ક્રીના:- "તો તું મિષાના ઘરે લેન્ડ લાઈન નંબર ડાયલ કર ને?''

મેહા:- "હા..."

મેહા મિષાના ઘરે નંબર ડાયલ કરે છે. મિષાના મમ્મીએ ફોન રિસીવ કર્યો તો મેહાને જાણવા મળ્યું કે મિષાના લગ્ન થઈ ગયા છે. મેહાએ મિષાનો મોબાઈલ નંબર માંગી લીધો.

મેહાએ મિષાને ફોન કર્યો.

મિષાના મોબાઈલ પર અજાણ્યો નંબર રણકી ઉઠ્યો. મિષા પોતાના બાળકને રમાડવામાં વ્યસ્ત હતી.

મિષા:- "રૉકી જરા ફોન રિસીવ કરને."

રૉકીએ ફોન રિસીવ કર્યો.

રૉકી:- "હૅલો..."

મેહા:- "હેલો... શું હું મિષા સાથે વાત કરી શકું."

રૉકી:- "હા ચોક્કસ કરી શકો. પણ તમે કોણ બોલો છો?"

મેહા:- "હું મિષાની ફ્રેન્ડ મેહા..."

રૉકી:- "મેહા....'

મિષાએ મેહા નું નામ સાંભળી રૉકી તરફ જોયું. રૉકીએ પણ મિષા તરફ જોયું.

રૉકી:- "એક મીનીટ..."

રૉકીએ મિષાને ફોન આપ્યો.

મિષા:- "hi મેહા... ક્યાં છે તું? તને ખબર છે અમે બધાએ તને કેટલી મિસ કરી તે?"

મેહા:- 'hi મિષા... મેં પણ તમને ત્રણેયને ખૂબ મિસ કર્યાં."

મિષા:- "તો તું ક્યારે આવે છે સુરત?"

મેહા:- "મિષા મેં તને એટલાં માટે જ ફોન કર્યો. ચાલને આજે આપણે મળીએ..."

મિષા:- "મતલબ તું સુરતમાં છે?"

મેહા:- "હા... તું જલ્દી આવ... વેલેન્ટાઈન રેસ્ટોરન્ટ ઑકે?"

મિષા:- "હા... આવું જ છું."

મેહા:- "જીજુને પણ લઈ આવજે."

મિષા:- "જીજુ આવશે તો બેબીને કોણ રમાડશે?"

મેહા:- "તું મમ્મી પણ બની ગઈ... તો એકાદ દિવસ તો બેબીને મળવા આવવું જ પડશે."

મિષા:- "સારું...ચાલ હવે હું તૈયાર થઈ જાઉં."

મેહા:- "હા સારું જલ્દી આવજે."

મિષા તૈયાર થવા જતી હતી કે રૉકીએ પૂછ્યું "શું કહેતી હતી મેહા?"

મિષા:- "રેસ્ટોરન્ટમાં બોલાવે છે."

રૉકી:- "કંઈ રેસ્ટોરન્ટ?"

મિષા:- "વેલેન્ટાઈન રેસ્ટોરન્ટ..."

રૉકી:- "પણ ત્યાં તો રજત આવે છે ને?"

મિષા:- "રજતે કહ્યું તો હતું કે મેહાને નવમાં ધોરણ સુધીનું યાદ છે."

થોડીવાર પછી મિષા રેસ્ટોરન્ટ જવા માટે નીકળી જાય છે. મેહા પણ રેસ્ટોરન્ટ જવા માટે નીકળે‌ છે.

એટલામાં જ ધીમો ધીમો વરસાદ આવવા લાગે છે. મૌસમનો પહેલો વરસાદ હતો. મેહાએ પાર્કિગ એરિયામાં વ્હીકલ પાર્ક કરી. મેહા રેસ્ટોરન્ટમાં આવતી હતી કે મેહાને ધીમાં ધીમા વરસાદમાં થોડું ભીંજાવાનું મન થયું. મેહા થોડી વાર ત્યાં જ ઉભી રહી. વરસાદની બુંદો ને હાથમાં ઝીલવા લાગી. તે જ સમયે રજત કારમાં આવ્યો. રજતે કારમાંથી જ મેહાને જોઈ. પહેલાં તો રજતને વિશ્વાસ જ ન થયો કે પોતે મેહાને જોઈ રહ્યો છે.

વરસાદનાં છાંટા માં દેખાઈ તસ્વીર એની...
અને હું એના જોવાના વિચારમાં જ પલળી ગયો...

રજત થોડી ક્ષણો તો મેહાને જોઈ જ રહ્યો. રજતની ખુશીનો કોઈ પાર નહોતો.

રજત થોડી મીનીટો પછી સ્વસ્થ થયો. રજતે કાર પાર્ક કરી અને મેહાને જોતો રહ્યો. થોડીવાર પછી મેહા નું ધ્યાન રજત તરફ ગયું. જેવું મેહાએ જોયું કે રજતે ગોગલ્સ પહેરી લીધા અને રેસ્ટોરન્ટની અંદર પ્રવેશી ગયો.

મેહા રજતને જતાં જોઈ રહી. મેહાને પણ અંદર જવાનું મન થયું. રજતના જતાં જ મેહા રસ્તા પર આમતેમ જોવાં લાગી અને બોલી "આ મિષા ક્યાં રહી ગઈ?" એટલામાં જ મેહાને મિષા નજરે પડી.

મેહા:- "ક્યાં રહી ગઈ હતી તું? હું ક્યારની તારી રાહ જોઉં છું."

મિષા:- "ચાલ હવે તો હું આવી ગઈ ને?"

મેહા અને મિષા રેસ્ટોરન્ટમાં જાય છે.

ક્રમશઃ