lagni bhino prem no ahesas - 31 books and stories free download online pdf in Gujarati

લાગણી ભીનો પ્રેમનો અહેસાસ - 31

રાતે અગિયાર વાગ્યે ઘરની ડોરબેલ વાગી. સ્નેહાના મમ્મી- પપ્પા અમદાવાદથી આવી ગયા હતા. સ્નેહાએ ઊભા થઈ દરવાજો ખોલ્યો. આખા દિવસના સફરનો થાક હોવા છતાં પણ બંનેની આખોમાં ખુશી દેખાય રહી હતી. તે બંનેને જોઈ સ્નેહાના દિલને જાણે સુકુન મળ્યું હોય તેમ તે પણ મમ્મી -પપ્પા સામે જોઈ થોડું મલકાણી.

સુવાનો સમય થઈ જ ગયો હતો ને સપના આજની રાત અહીં જ રોકાણી હતી. જયારે પણ સપના આવતી ત્યારે બંને બહેનો અલગ રૂમમાં સુતી આજે પણ સ્નેહાએ તેમની પથારી અલગ જ રૂમમાં કરી હતી. મમ્મી -પપ્પા માટે જમવાનું તૈયાર કરી સ્નેહા તે લોકોની વાતો સાંભળવા બેસી ગઈ. સપનાએ ખાલી શુંભમનું પુછ્યું ત્યાં જ તેમના મમ્મીએ આખા દિવસની સફરની વાતો શરૂ કરી દીધી.

"છોકરો પણ સારો છે. તેના મમ્મી -પપ્પા પણ બહું જ સારા છે. પણ ત્યાં આપણું કોઈ નથી. આજુબાજુ બીજા બધા વરણના લોકો રહે છે. " સરીતાબેને થોડી મનમાં ચિંતા જણાવતા કહયું.

"હા તો એમાં શું થઈ ગયું...??અહીં બધા આપણા જ રહે છે જરૂર પડે ત્યારે ખાલી વાતો કરવા ઊભા રહે છે બીજું કંઈ કરવા આવે છે...?? આપણે તો છોકરો અને તેના પરિવાર સાથે મતલબ હોય." સપનાએ મમ્મીની વાત વચ્ચે તરત જ તેમની વાત મુકી દીધી.

"મને તો ગમ્યું છે. તારા પપ્પાને અને મોટાપપ્પાનો જે વિચાર હોય તે હવે. " સપનાની વાતોનો જાણે તેના મમ્મીના વિચારો પર પ્રભાવ પડયો હોય તેમ તરત જ તેમને હા ભરી દીધી.

"પપ્પા તમે કંઈ નહીં કહો..??આ્ઈમીન તમને તે છોકરો કેવો લાગ્યો...??" સપનાએ તેમના પપ્પા સામે નજર કરતા કહયું.

"સારો છે. " હંમેશા ઓછું બોલતા રમણીકભાઈ આજે પણ આટલું જ કહી ચુપ થઈ ગયા. પણ તેમનો ચહેરા પરની એ ખુશી બતાવતી હતી કે શુંભમ તેમનો જમાઈ બનવા યોગ્ય છે.

સ્નેહા બસ ખાલી સાંભળી રહી હતી. અહીં તેમની વાતો થઈ રહી હતી એટલે તે કંઈ બોલી નહોતી શકતી. આમેય કયારે તે પપ્પાના સામે તેની પસંદ ના પસંદની જિકર નહોતી કરતી. તેમા પણ છોકરા બાબતે તો તે કયારે પણ નહીં. મમ્મી-પપ્પાને શુંભમ પસંદ આવ્યો છે તે વાત જાણી તે સૌથી વધારે ખુશ હતી. શુંભમને આ ન્યુઝ આપવા તેનું મન ઉતાવળું થઈ રહયું હતું. પણ જમવામાં અને વાતોમાં રાતના એક વાગી ગયો હતો.

આજની આ ચાંદની ફરી પ્રેમ મિલનની રાત લઇ ને આવી હતી. શુંભમ સાથે વાતો તો ના હતી પણ દિલ એમ જ તેમની સાથે મનોમન વાત કરી એક નવી જિંદગીના સપના સજાવી રહયું હતું. ' કાલે શુંભમ આવશે તો અમે શું વાતો કરીશું..?? શું હું શુંભમની સાથે બેસી વાતો કરી શકી..! કેવી હશે અમારી પ્યાર પછીની આ પહેલી મુલાકાત..?હું તેનો હાથ પકડી તેને પહેલાં હક જ કરી લેઈ. તેના કાનમાં ધીમેકથી આ્ઈ લવ યુ કહી ને પછી અમે બંને બેસી પ્રેમ ભરી વાતો કરીશું.' મિલન પ્રેમની ઝંખના સ્નેહાને કાલે શું થવાનું છે ને શું કરશે તે વિશે વિચાર કરાવી રહયા હતા.

આખી રાત એમ જ શુંભમ સાથેની પહેલી મુલાકાત કેવી હશે તે વિચારતા વિચારતા જ પુરી થઈ ને સવાર વહેલું થયું. રેગ્યુલર સમય પર તે ઊભી થઈ તેનું કામ પુરી કરી તે ઓફિસ જવા નિકળી. બહાર નિકળતા જ તેમને શુંભમને મેસેજ કર્યો. ' ગુડ મોર્નિંગ.' થોડીવારમાં સામે શુંભમનો પણ મેસેજ આવ્યો. એટલે સ્નેહાએ તરત જ તેમનો કોલ કર્યો.

"શુંભમ, આ્ઈ એમ રીયલી સોરી. હું મારા મમ્મી -પપ્પાના ખિલાપ જ્ઇ તમારી સાથે લગ્ન ના કરી શકું. હું તમને આખી જિંદગી પ્રેમ કરીશ પણ મારી ખુશી ખાતર હું તે લોકોને તકલીફ ના આપી શકું." સ્નેહાએ એમ જ શુંભમને પરેશાન કરવા માટે થોડીક વાતોને ફેરવતા કહયું.

"ઓકે નો પ્રોબ્લેમ. હું પણ તારી સાથે કોઈ પણ જીદ કરી તને જબરદસ્તી મારી બનાવવા નથી માગતો. પણ ખાલી એટલું તો જણાવી શકે ને કે તારા મમ્મી-પપ્પાને શું પ્રોબ્લેમ આવી...??? " ખામોશ બની ગયેલા શુંભમના આવાજ સ્નેહા મહેસુસ કરી રહી હતી.

"એ તો મને પણ ખબર નથી. પપ્પા કાલે રાતે ઘરે આવતા સીધું એમ જ કહયું કે આપણે ત્યાં નથી કરવું. સોરી શુંભમ હું કંઈ પણ કરવા અસમર્થ છું."

"અરે એમા તું શું કામ સોરી બોલે છે...?? હું સમજી શકું છું." શુંભમના અવાજ વધારે ખામોશ થઈ રહયો હતો.

"આપણે ભાગી જ્ઈ્એ. હું તમારા વગર એકપળ પણ રહી નહીં શકું. પ્લીઝ શુંભમ મારે આખી જિંદગી તમારી સાથે જીવવું છે. જે મારું ફેમિલી કયારે સ્વિકારી નહીં શકે.. "સ્નેહાએ થોડી વધારે જ એકટિગ કરતા કહયું.

"તને શું લાગે કે આપણે ભાગી જ્ઇશું તો તું ખુશ રહી શકી...!! તું તારા પરિવારને છોડી મારી સાથે જીવી શકી...?? નહીં સ્નેહા, થોડો ઈતજાર કર તે લોકો ખુદ સમજી જશે. આમ ભાગવાથી કોઈ રસ્તો ના મળે. "

"તો પછી મારા ઘરે આવી મારા પરિવારને સમજાવી મને લઇ જ્ઈ શકશો...??"

"એવું કરવું પડે તો તારા માટે હું એવું કરવા પણ હું તૈયાર છું. બોલ કયારે આવું તારા ઘરે...??" શુંભમે ખામોશ અવાજે જ કહયું.

"કાલે હું ઈતજાર કરી. બાઈ મારી ઓફિસ આવી ગઈ પછી વાત કરીએ. "

"બાઈ" શુંભમે ફોન કટ કર્યો ને તે રૂમમાંથી બહાર નિકળ્યો. પરેશભાઈ તેમની રાહ જોઈને જ બેઠા હતા. તેનો ચહેરો ખામોશ બની ગયો હતો. તેને એ વાતની તકલીફ નહોતી કે સ્નેહાના ઘર વાળાએ તેમને ઠુકરાવ્યો. તેમને તકલીફ હતી સ્નેહાના પ્રેમની. તે જાણે છે કે જો અમે બંને એક નહીં થઈ શકયે તો સ્નેહા તુટી જશે. ને તે તેના તોડવા નહોતો માગતો.

શુંભમને તેમના પપ્પા સાથે વાત કરવાનું મન થઈ આવ્યું. પણ દુકાને જવાનું મોડું થઈ રહયું હતું એટલે તે વાત ના કરી શકયો. તે એમ જ ચુપ રહી ઘરની બહાર નિકળ્યો ને ગાડી શરૂ કરી ત્યાં તેના પપ્પાના ફોન પર રિંગ વાગી. શુંભમનું મન તો વિચારોમાં જ હતું એટલે તેના પપ્પા કોની સાથે વાત કરે છે તે ધ્યાન તેમનું ના ગયું.

દુકાને પહોંચી પરેશભાઈ દિવાબતી કરી કામમાં લાગી ગયા. શુંભમનું મન હજું બેચેન હતું. તેને કંઈ જ સમજાતું નહોતું કે તે શું કરે. તેને ખામોશ જોઈ પરેશભાઈએ તરત જ શુંભમને કહયું.

"શુંભમ બેટા, કામ બહું છે. આમ આખો દિવસ સ્નેહાના વિચારો કર્યો કરી તો કેમ ચાલશે. ને આજે કામ પુરું નહીં થાય તો પછી આપણે કાલે સ્નેહાના ઘરે કેવી રીતે જ્ઈ શકીશું." પરેશભાઈ કહયું

"સ્નેહાના ઘરે.......!!"

"લો, હમણા તો બાલુમામાનો ફોન હતો કે તેમના પરિવારને તું પસંદ આવી ગયો છે ને તે લોકોએ આપણને બોલાવ્યા છે સુરત કાલે. " પરેશભાઈની વાત પર જાણે તેમને વિશ્વાસ નહોતો બેસી રહયો. તેનો ચહેરો હજું ખામોશ હતો.

"તો પછી સ્નેહાએ મને એમ કેમ કહયું...!!" તે ખુદ કન્ફયુઝનમા હતો. તેને તરત જ સ્નેહાને ફોન લગાવ્યો.

"અરે શું થયું મને કંઈ વાત કરી કે બસ એમ જ...!"પરેશભાઈ કંઈ પુછે તે પહેલાં જ સ્નેહાએ ફોન ઉપાડી લીધો ને શુંભમ તેમની સાથે વાતોમાં લાગી ગયો.

"શું કહેતી હતી તું...?? ખરેખર તારે તો એકટર હોવું જોઈએ. એકપળ માટે તો હું ખુદ ખામોશ બની ગયો. તને ખ્યાલ પણ છે કે તારી આવી મજાક મને કેવું કેવું વિચારવા મજબુર કરી ગઈ હશે...!"

"સોરી. પણ એમા મારી ભુલ નથી મે તમને થોડું કિલયર કરતા એ પણ જણાવ્યું જ હતું કે તમે કાલે મારા ઘરે આવજો. હવે તમે ના સમજયા એમા હું શું કરું...!!"

"ઓ...!!!મતલબ, આમા પણ મારી ભુલ. કે મે તને સમજી નહીં."

"અફકોર્સ આમેય તમારી સમજ શકિત મારા પ્રત્યે થોડી ઓછી જ લાગે છે. "

"ઓકે તને જેવું લાગે તેમ બસ ખુશ. બાઈ."

"કેમ આટલી વાતની ખોટું લાગી ગયું...??"

"ના. કામ છે મારે જયા સુધી પુરું નહીં થાય ત્યાં સુધી તને મળવા માટે આવી નહીં શકું. "

"ઓકે. બાઈ. કાલે હું તમારો ઈતજાર કરી. " સ્નેહાએ ફોન કટ કર્યો ને બંને પોતપોતાના કામમાં લાગી ગયા. આટલા મહિના પછી ફાઈનલી શુંભમ અને સ્નેહા એકબીજાને રૂબરૂ મળવાના છે એ વાતનો ઈતજાર બંનેના ચહેરા પર ખુશી બની ખીલી રહયો હતો.

♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥
દુરથી ખાલી વાતોમાં એકબીજાને સમજી એક બીજાને પ્રેમની પ્રપોઝ પણ કરી દીધી. જયારે તે કાલે રૂબરૂમાં મળશે ત્યારે બંનેનું રિયેકશન શું હશે..?? શું સ્નેહાના વિચાર પ્રમાણે તે બંનેની મુલાકાત હસીન પળ બની શકશે...?? શું હવે બંને એક થઈ શકશે કે હજું કોઈ એવી પરિસ્થિતિ બંનેને અલગ કરવાની કોશિશ કરશે..?? શું થશે જયારે કાલે બંનેની મુલાકાત થશે ત્યારે તે જાણવા વાંચતા રહો "લાગણી ભીનો પ્રેમનો અહેસાસ.....

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED