સુપરસ્ટાર સીતો - રીલ લાઇફ થી રિયલ લાઇફ Bipinbhai Bhojani દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સુપરસ્ટાર સીતો - રીલ લાઇફ થી રિયલ લાઇફ


એક સફર સુપરસ્ટાર સીતા ની_____________
સુપરસ્ટાર સીતો મહાન કલાકાર, અજોડ એક્ટર , ઘણી બધી ફિલ્મોમાં સીતાએ જોરદાર કિરદાર નિભાવી , નેચરલ એકટિંગનો પરચો બતાવેલ ! પ્રેક્ષકો સીતાની એકટિંગથી વાહ ,વાહ પોકારી ઉઠે ,સીતાની એન્ટ્રીથી જ સીનેમા હોલ તાળીઓના ગળ-ગળાટ તથા સીટીઓથી તેમજ ચીચયારીઓથી ધમ-ધમી ઉઠે તેવી નામના સીતાએ કચકડાની દુનિયામાં મેળવેલી !
આ સુપરસ્ટાર સીતાનો એક ઓટોગ્રાફ લેવા માટે યુવાનો-યુવતીઓ ટોળે વળે પરંતુ કામયાબી ન મળતા નિરાશવદને પરત ફરે જેને પણ ઓટોગ્રાફ મળી જાય તે પોતાને ધન્ય-ધન્ય સમજે , પોતે પોતાના ગ્રુપ સર્કલમાં બતાવતા તે ગ્રૂપના યુવક-યુવતીઓ પણ પોતાને માટે ધન્યતા અનુભવે ! આવો મહાન સીતો વાસ્તવિક દુનિયામાં લાચાર , પરવશ ! આનું મુખ્ય કારણ સીતો ડ્રગ્સનો જબરો બંધાણી તે ! “પબ્લિક સુપરસ્ટાર સીતાના ઓટોગ્રાફ પાછળ મરે , સીતો ડ્રગ્સની પાછળ ઝૂરે !” આ કડવી વાસ્તવિકતા !
સમયનું ચક્ર ફરતા ડ્રગ્સના બંધાણી ઉપર ગુપ્તચરતંત્ર , પોલીસની ભીસ વધતાં સીતા સહિતની સેલિબ્રિટીઓ માટે ડ્રગ્સ મેળવવાનું મુશ્કેલ જ નહિ નામુમકિન બની ગયું ! સુપરસ્ટાર સીતાના સ્નાયુઓ ખેચાવા લાગ્યા ! એક પળ માટે પણ જીવવું ભારે પડવા લાગ્યું ! બધા જ શુટીંગ કેન્સલ કરવા પડ્યા , મનોચિકિત્સક પાસે કાઉન્સિલિંગ કરાવવું પડ્યું ! ખુબ જ નામના ધરાવતાં માહેર મોજપતિ નામના મનોચિકિત્સકે સીતાની સારવાર શરૂ કરી ! પહેલે જ ધડાકે ડો. માહેર મોજપતિ એ નિષ્કર્ષ પર પહોંચ્યા કે સીતો આટલો લોકપ્રિય ,આટલો અજોડ એક્ટર હોવા છતાં તેમજ સીતાને પબ્લિકનો આટ –આટલો પ્રેમ મળવા છતાં સીતામાં એક ખુબજ અગત્યની ,અણમોલ ચીજ ખુટે છે તે છે શુદ્ધ પ્રેમ નો અભાવ ! લોકો જે રીતે સીતાને બિરદાવે છે , તાળીઓ વગાડે છે તે આ બધુ કૃત્રિમ છે ! જે રીતે સીતો કૃત્રિમ એક્ટિંગ કરે છે તે રીતે જ સામેની બાજુ પબ્લિકનું પણ આ જ રીતે એક્શનની સામે રીએકશન હોય છે , બીજું કશું જ નહિ ! બંને પક્ષે સાચા પ્રેમ નો અભાવ જોવા મળે છે ! ‘ખેલ ખતમ પૈસા હજમ’ આ ટાઇપની મનોવૃતિ બંને પક્ષે જોવા મળતી હોય તેવું સ્પષ્ટ રીતે તરી આવે છે! આ વસ્તુ કાઉન્સિલિંગને અંતે સીતો પણ નિખાલશપણે કબૂલે છે ! આ જ વસ્તુ સીતાને અંદરથી સતત પિડે છે ,કોરી ખાય છે , દૂ;ખી કરે છે ! એટલે જ સીતો સાચો શુદ્ધ પ્રેમ મેળવવા , આભાષી ડ્રગ્સના રવાડે ચડ્યો છે ! મનોચિકિત્સક ડો. માહેર મોજપતિએ સચોટ નિદાન કર્યું !
ખુબ જ ગહન સારવારને અંતે ધીરે-ધીરે સુપરસ્ટાર સીતો નોર્મલ લેવલે આવતો જાય છે અને ડ્રગ્સની આદત સીતો ધીરે-ધીરે ભૂલી રહ્યો છે અને છેલ્લે સંપૂર્ણ ડ્રગ્સની આદત માથી છૂટીને સીતો એકટિંગની દુનિયામાંથી નિવૃતિ લઈને સાચા અર્થમાં ‘ હું કોણ ?’ ની ખોજમાં અધ્યાત્મિકતા ના ઊંડાણમાં ઉંડો ઉતર્યો છે ! અત્યારે સીતો ખુબ જ આનંદમાં છે અને કહે છે – આપણે આપણાં કર્મો , કામ ધંધો વગેરે પેટ માટે કરવા જ જોઈએ એની ના નથી પરંતુ આ પ્રવૃતિ કરવા માટે આપણે આપણાં ‘હું’ ને સતત કંટ્રોલ કરવો જોઈએ , જો આ ‘હું’ મોટો થતો જશેને તો તેની ઉપર ‘આવરણ ઉપર આવરણ’ ચડવા લાગશે અને પછી ખુબજ મોડુ થઈ જશે , મારે તેમજ દરેક ને જે કઈ સાચી વસ્તુ પ્રાપ્ત કરવી હોય છે તે છે ‘શુદ્ધ પ્રેમ !’ આ વસ્તુ આપણને આપણી અંદર જ મળી શકે, બહાર નહિ !
આમ આ રીતે આપણે આપણાં ‘હું’ નો ત્યાગ કરી આપણાં કર્મો નિષ્કામ ભાવે કરવા જોઈએ ,જો આ રીતે આપણે નિષ્કામ કર્મો કરી શકીશું તો આપણું દિલ હમેશા ચોખું ચણાટ રહેશે તેમજ તેની ઉપર આવરણ ઉપર આવરણના થર ન ચડતા આપણે શુદ્ધ પ્રેમ મેળવી શકીશું તેમજ બીજાને પણ આપી શકીશું ! બસ આ જ મારા માટે જીવનનું ગણિત છે . છેલ્લે સીતો દરેકને આ પ્રમાણેનો સંદેશો પાઠવે છે !
અત્યારે સીતો ખુબજ સ્વસ્થ , નિખાલશ તેમજ પ્રેમરસથી ભરપૂર આધ્યાત્મિક જીવન વિતાવી રહ્યો છે અને પોતાના અનુભવના નિચોડ સમા પુસ્તક – ‘સુપરસ્ટાર સીતો રીલ લાઇફથી રિયલ લાઇફ’ નું સર્જન કરી રહ્યો છે અને સીતાના આ ખુબજ મહાન કાર્યમાં સીતાના મિત્ર મનોચિકિત્સક ડો. માહેર મોજપતિ તેને કાઉન્સિલિંગ ઉપરાંત સલાહ અને સંપૂર્ણ સહકાર પણ આપી રહ્યા છે !!!

( આ સ્ટોરી તેમજ સ્ટોરીના પાત્રો કાલ્પનિક છે )
લિ. બિપિન આઇ ભોજાણી ( લઘુ વાર્તા અને હાસ્ય કટાક્ષ કથા ના લેખક )

સહયોગ- સંકલન : મૌલિક બિપિનભાઈ ભોજાણી (મિકેનિકલ એંજીનિયર)