lagni bhino prem no ahesas - 29 books and stories free download online pdf in Gujarati

લાગણી ભીનો પ્રેમનો અહેસાસ - 29

રાતના દસ વાગ્યા હતા. સ્નેહા જમવાનું પુરું થતા કામ પર લાગી ગઈ હતી ને રમણીકભાઈ સોફા પર બેસી ટીવી જોઈ રહયા હતા. તેનું ધ્યાન બિલકુલ ટીવીમાં જ હતું ત્યાં જ તેના ફોનની રિંગ વાગી. તેમને મોબાઈલ હાથમાં લીધો ને નંબર જોયો. બાલુભાઈનો નંબર હતો. તેમને ફોન ઉપાડયો.

"હેલો, કેમ છે બાલુભાઈ......??"

"જલસા છે હો. તારે કેમ છે....?? " બાલુભાઈ બોલ્યા.

"આ જો દુકાનેથી આવી ટીવી જોવા બેઠો. બોલો કેમ આટલા દિવસ પછી અચાનક યાદ આવી...." રમણીકભાઈએ વાતોને આગળ વધારતા કહયું.

"અમદાવાદથી ફરી વાત આવી છે તારી દિકરી માટે. તારો જો વિચાર હોય તો આપણે એકવાર અમદાવાદ જ્ઇ આવ્યે. છોકરાને અને તેના ઘર ખોવડા જોતા આવ્યે." બાલુભાઈની વાત સાંભળી રમણીકભાઈ એકદમ ચુપ થઈ ગયા. થોડીવાર વિચાર કર્યા પછી તેમને સ્નેહા સામે નજર કરી. સ્નેહા વાતને સમજી ગઈ હતી.

"જી એકવાર ઘરે બધાનો વિચાર શું છે જાણી પછી કાલે તમને ફોન કરું. " વાતો પુરી કરી રમણીકભાઈએ ફોન મુક્યો ને તે ટીવી જોવા લાગ્યા.

કામ પુરું થઈ ગયું હતું ને સ્નેહા અને રસીલાબેન બંને સોફા પર આવી બેસી ગયા. સ્નેહા તેના ફોનમાં વ્યસ્ત હતી ને રસીલાબેન રમણીકભાઈને પુછી રહયા હતા કોનો ફોન હતો.

"અમદાવાદથી ફરી વાત આવી છે. શું કરવું જોવા જવું કે..?? રમણીકભાઈએ તેમની વાત કરતાં કહયું.

"આમ તો બધું સારું જ છે. તો પણ એકવાર ભાઈને અને કાકા સાથે વાત કરી લો. તે શું કહે છે..??તેમનો વિચાર પણ જાણવો જરુરી છે. નહીંતર કહેશે અમને જાણ પણ ના કરી ને એકલા જ બધું નક્કી કરી દિધું. "

રમણીકભાઈને આટલું ના હતું કે તે બધાને પુછી કોઈ ફેસલો લેઈ. પણ રસીલા બેન કોઈને પુછ્યા વગર કોઈ પણ કામ આગળ ના વધવા દેતા. સૌથી વધારે જો આ ઘરમાં સમાજનો ડર ઊભું કરતું તો તે સ્નેહાના દાદા અને રસીલાબેન. લોકો શું વાત કરશે તે વાતનો હંમેશા તેના મનમાં ડર રહેતો.

સ્નેહા આ બધી જ વાતો શાંતિથી સાંભળી રહી હતી. તે તો આ વાત જાણતી જ હતી પણ તેમને ઘરે એ વાત છુપાવાની હતી કે તે અને શુંભમ બંને એકબીજાને જાણે છે. અહીં પ્રેમ સંબધ કયારે સ્વિકાર નથી તે વાત તે સારી રીતે જાણે છે. એટલે તો તેમને કોઈને પણ વાત ના કરતા સીધી જ વાત લાવવાનું કહયું હતું શુંભમને.

"છોકરો સારો છે. મને લાગે છે એકવાર અમદાવાદ જોઈ આવીએ. "રમણીકભાઈએ તેમના વિચાર જણાવતા કહયું.

"તો પણ બધાને વાત તો કરવી જ પડશે. આપણે કંઈ એકલા થોડા જ્ઇશું જોવા. તમે ભાઈને ફોન કરી જુવોને અત્યારે." રસીલાબેને વાતને આગળ વધારતા કહયું.

થોડીવાર એમ જ વિચાર કર્યા પછી રમણીકભાઈએ તેમના મોટાભાઈને ફોન કર્યો. તે બધાને છોકરો પસંદ તો આવ્યો હતો જયારે પહેલીવાર તે જોવા આવ્યો હતો. પણ તેમને સ્નેહા સાથે ના કહી હતી એટલે આ વખતે તેમનું મન થોડું ડગમગતું હતું. છ મહિના પછી જયારે આ વાત આવી ત્યારે ફરી આ વાત પર વિશ્વાસ કરવો થોડો અધરો હતો. છતાં પણ છોકરા વિશે બધું જાણી લેઈ પછી જ વાતને આગળ વધારવાની તેમના મોટા ભાઈ્એ સલાહ આપી.

સ્નેહા જાણતી હતી કે અહીં જલદી કોઈ શુંભમને સ્વિકારી નહીં શકે. કેમકે બધા જાણતા હતા એ વાતને કે શુંભમની સંગાઈ થવાની હતી ત્યાં જ તુટી ગઈ. તેને મન થઈ આવ્યું કે પપ્પાને આ વાત જણાવી દેઇ કે શુંભમ સારો છોકરો છે. પણ અહીં ઘરના નિયમ પ્રમાણે છોકરીને કંઈ પણ બોલવાનો અધિકાર નહોતો. તે બસ ખામોશ બની વાતોને સાંભળી રહી હતી.

"ભાઈ સાચું તો કહે છે. સવાલ સ્નેહાની જિંદગીનો છે. આમેય ત્યાં અમદાવાદમાં આપણું કોઈ નથી. શું ખબર ત્યાં સ્નેહા સાથે શું થાય. સંગા સંબધીમા પુછવું જરૂરી છે. આપણને કયાં તેની વધારે કંઈ જાણ છે. " રસીલાબેન રમણીકભાઈ ને ઉલજાવી રહયા હતા.

સ્નેહાને તેમની વાતો સાંભળી કહેવાનું મન થઈ આવ્યું કે જેને તમે અજાણ સમજો છો તેમની સાથે મારે દિલનો સંબધ છે. પણ તે કંઈ બોલી ના શકી. વાતો બસ એમ જ કયાં સુધી ચાલતી રહી.

બધાની વાતો પુરી થયા પછી રાતે બાર વાગ્યે સ્નેહાએ શુંભમને મેસેજ કર્યો. શુંભમ સુઈ ગયો હતો એટલે તેમને કોઈ રીપ્લાઈ ના કર્યો ને સ્નેહા પણ એમ જ વિચારોની સાથે સુઈ ગઈ. શુંભમના દિલમાં પ્રેમ તો જાગાવી દીધો હતો પણ પોતાના પરિવારને તે કેવી રીતે સમજાવશે...??જે પરિવાર ખાલી સમાજની વાતોનો સ્વિકાર કરે છે તે સમાજ તેમની વાતોનો સ્વિકાર કેવી રીતે કરશે...??તેમાં પણ અહીં તો છોકરીને કંઈ પણ બોલવાનો અધિકાર નથી. કોઈ છોકરો જોવા આવે ને જો પરિવારને પસંદ આવે તો એકવાર ખોટું ખોટું ફરજ ખાતર મમ્મી પુછી લેઈ છોકરો ગમે છે કે નહીં..?? જો હા કહી દેઈ તો એ વાત પાકી કરી લેઈ કે પછી કહેવાશે નહીં અમે તને પુછ્યું નહોતું. ને જો ના કહે તો આખું ઘર સમજાવવા બેસી જાય. પછી જબરદસ્તી ના પસંદ હોવા છતાં હા ભરી દેવાની. આ ઘર જ નહીં આ સમાજનો નિયમ હતો. જે બધી જ છોકરીઓને સ્વિકાર કરવો જ પડે.

સ્નેહાને આ બધા નિયમો પસંદ નહોતા. તે હંમેશા એક આઝાદ ખ્યાલમા જીવવા માગતી હતી. પણ, પરિવારની ખાતર બધા જ નિયમો ફોલો કરી લેતી. તે જાણતી હતી તેની જીદ પર તેના પપ્પા તેના માટે બધું કરી દેશે. પણ તે જીદ કરી જબરદસ્તીની ખુશી મેળવવા નહોતી માંગતી. રાત વિચારોની વચ્ચે જ પુરી થઈ.

સવારના રેગ્યુલર સમય પર ઉઠી તે ઓફિસ પહોંચી. નિરાલી સાથે વાતો કરી તેનું મન હળવું થઈ ગયું હતું. અહીં આટલા બધા પોતાના હોવા છતા પણ તેમને સમજી શકે તેવી તેની એક ફેન્ડ નિરાલી તો હતી. તે બધી જ વાતો નિરાલી સાથે શેર કરતી. તેમને સમજી શકે એવી તેમની બહેન સપના પણ હતી. પણ, તે ખુદ આ જંજાળમાં ફસાઈ ગઈ હતી. તેનો અવાજ તો ત્યારથી બંધ થઈ ગયો જયારથી તે પરણી સાસરે ગઈ. છતાં પણ એકવાર સ્નેહાએ તેની સાથે વાત કરવાનું વિચાર્યું. શાયદ કોઈ ના કહે, તો તે મમ્મી -પપ્પાને સમજાવી શકે.

બપોરના લંચ સમય પછી સ્નેહાએ સપનાને ફોન લગાવ્યો. સપનાએ જેવો ફોન ઉપાડયો તેવી જ સ્નેહાએ બીજી કોઈ વાત ના કરતા સીધી જ વાત શરૂ કરી.

"દીદું, તું અમદાવાદ વાળા છોકરાનું કહેતી હતી. તેમા શું તને ખરાબી લાગે છે.....?? "

"ના. શું થયું....??" સપનાએ કહયું

"તો પપ્પાને સમજાવ ને કે તે મારા માટે બેસ્ટ છે."

"તું તેમને ઓળખે છે...??

"હા. અમે રોજ વાતો કરીએ છીએ. તે મને પ્રેમ પણ કરે છે ને હું તેમને. તેમની વાત કાલે આવી છે. પણ, તું જાણે છે ને દાદા જલદી સ્વિકાર કરવા નહીં દેઈ તે બધે જ વાતો કરશે ને પછી કોઈ તો એવું હશે જે કહશે કે છોકરો સારો નથી. એટલે વાત પુરી. હું હવે તેના સિવાય બીજા કોઈને પસંદ નહીં કરી શકું પ્લીઝ તું કરી શકે છે કંઈ."

"પપ્પાએ કંઈ કિધું."

"ના." કાલ રાતની બધી જ વાતો સ્નેહાએ સપનાને જણાવી દીધી.

"તું ટેશન ના લે તારા કિસ્મતમા તે હશે તો તે કંઈ નહીં જાઈ. ને તું કંઈ જ બોલતી નહીં. બસ જે થાય તે જોયા કરજે. "

"જોયા કરજે.....!!! તે લોકો ના કહી દેઇ તો પણ હું ખાલી જોયા કરું. નહીં, હું આજે પપ્પાને કહી દેવા કે મને શુંભમ પસંદ છે. "

"પાગલ છે તું. તને શું લાગે કે તું આવું કહીશ તો પપ્પા તારી વાત માની શુંભમને અપાનવી લેશે. વાત ઉલટાની બગડી જશે. એના કરતા તું ખાલી વિશ્વાસ રાખ. "કયાં સુધી બંનેની વાતો ચાલતી રહી પછી સ્નેહાને થોડી શાંતી રાખવા કહી સપનાએ ફોન કટ કર્યો.

સ્નેહા સમજી નહોતી શકતી કે તે શું કરે. તેને તેના પ્રેમ પર વિશ્વાસ હતો પણ સમાજનો ડર. તેની ચુપી કંઈક હંમેશા માટે શુંભને ખોઈ ના દેઈ તે વાત તેને વિચારવા મજબુર કરી રહી હતી.

♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥
સ્નેહા અને શુંભમના સંબધની વાત સ્નેહાના ઘર સુધી પહોંચી ગઈ હતી ત્યારે શું તેમનો પરિવાર શુંભમને સ્વિકાર કરી શકશે..?? જો આ વાત સ્વિકાર નહીં થાઈ તો શું સ્નેહા તેના પોતાના પ્રેમ ખાતર તેમની ચુપી અવાજને તોડશે..?? શું થશે આ પ્રેમ કહાનીનું..???શું સમાજ બે પ્રેમીને અલગ કરવામાં કામયાબ થશે કે કિસ્મત બંનેને હંમેશા માટે મળાવી દેશે...?? સમાજ અને પ્રેમ વચ્ચેની આ અજીબ જંગ વચ્ચે શું પ્રેમ જીતશે કે નહીં તે જાણવા વાંચતા રહો "લાગણી ભીનો પ્રેમનો અહેસાસ"

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED