તરસ પ્રેમની - ૬૨ Chaudhari sandhya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

તરસ પ્રેમની - ૬૨


બીજા દિવસે ડોક્ટરે રજતને ફોન કરીને પહેલાં એ સવાલ પૂછ્યો કે તમારા લવ મેરેજ છે.
રજતને પણ આશ્ચર્ય થયું કે ડોક્ટરે આ સવાલ કેમ પૂછ્યો?

રજત:- "હા ડોક્ટર મારા અને મેહાના લવ મેરેજ છે."

ડોક્ટર:- "ઑકે તો મેહાના રિપોર્ટસ આવી ગયા છે. તમે આવી જાઓ."

રજત:- "ઑકે."

ડોક્ટરે પરેશભાઈને પણ બોલાવી લીધા.

થોડીવાર પછી રજત ડોક્ટર પાસે પહોંચે છે.

ડોક્ટર:- "Thank God કે તમારા લવ મેરેજ છે નહીં તો મને ડાઉટ જતે કે મેહા તમારા લીધે ડિપ્રેશન માં છે. અને કાલે જ મમતાબહેન સાથે વાત થયેલી. મમતાબહેને કહ્યું પણ હતું કે મેહા તમારી સાથે ખુશ છે."

રજત:- "ડોક્ટર મેહાના રિપોર્ટસ."

ડોક્ટર રિપોર્ટ આપે છે.

રજત:- "મેહાને બધું યાદ આવી જશે ને?"

ડોક્ટર:- "હું કંઈ કહી નહીં શકું. મેમરી લોસ ઘણી રીતે થઈ શકે. દા.ત. જન્મજાત રોગથી... કોઈ મગજને લાગતી ફરિયાદ હોય તો...જે જન્મ પછી રોગને કારણે થઈ હોય,અકસ્માતમાં મગજનેે ઈજા થઈ હોય,વારસાગત બીપી હોય,દારૂ કે કેફી દ્રવ્યો લેવાની ટેવ હોય,તમાકુ ખાવાની કે પીવાની ટેવ હોય, ડીપ્રેશન હોય,બાયપાસ સર્જરી કરાવેલ હોય...
I think મેહાની યાદ શક્તિ જવાના ચાર મુખ્ય કારણ હોઈ શકે. પહેલું કે અકસ્માતને કારણે મગજમાં ઈજા થઈ છે. બીજું ડિપ્રેશનની,ટેન્શન અને ઊંઘની દવા આ બધી દવાઓ વધુ વખત અને વધારે પ્રમાણમાં લીધી છે. ત્રીજું કારણ એ કે મેહા એટલી હતાશ થઈ ગઈ હતી‌ કે એનામાં કંઈ વિચાર કરવાની કે દલીલ કરવાની શક્તિ જ રહી નહોતી. ચોથું અને સૌથી મહત્વનું કારણ એ કે મેહા ઈચ્છતી જ નથી કે એને કંઈપણ યાદ આવે. મેહા બધું જ ભૂલી જવા ઈચ્છે છે. મેહા હવે કોઈ વાત યાદ કરવા ઇચ્છતી નથી. એની ઈચ્છાશક્તિ એકદમ નબળી છે. એવું લાગે છે કે મેહા જ નથી ઈચ્છતી કે એને કંઈપણ યાદ આવે."

એટલામાં પરેશભાઈ પણ આવે છે.

ડોક્ટર:- "પરેશભાઈ મેહા એની ભાભીને જોઈ તરત જ બેભાન થઈ ગઈ હતી. મેહા શોક્ડને લીધે બેભાન થઈ ગઈ હતી. મેહા એ પરિસ્થિતિને એકસેપ્ટ ન કરી શકી એટલે એ બેભાન થઈ ગઈ. પણ હવે એણે આ પરિસ્થિતિને એકસેપ્ટ કરી લીધી છે. પણ બીજી વખત આવું ન થાય તે ધ્યાન રાખજો."

ડોક્ટરે રજત તરફ જોઈ કહ્યું "મિ.રજત મેહા તમારા વિશે જાણશે...તમને સામે જોશે તો તમારા વિશે જાણવાની કોશિશ કરશે...જો એ તમારા વિશે જાણશે તો બની શકે કે ફરી એને શોક્ડ લાગે અને ફરી બેભાન અવસ્થામાં જતી રહી તો...અને વારંવાર બેભાન થવાથી બની શકે કે મેહા કોમામાં સરી પડે...એટલે તમે મેહાથી દૂર જ રહેજો અને હા પરેશભાઈ મારું માનો તો મેહાને થોડાક વર્ષો આ શહેરથી દૂર લઈ જાઓ. થોડું વાતાવરણ ચેન્જ થશે તો મેહાને બેટર લાગશે."

મેહા સવારે પથારીમાં ઊંઘતા ઊંઘતા જ ગઈ કાલની ઘટના વિશે વિચારતી હતી. મેહાને કંઈક યાદ આવ્યું. "મને હોંશ આવ્યો ત્યારે મેં રજતનુ નામ લીધું હતું. કોણ છે આ રજત? મારા લાઈફની કોઈ ખાસ વ્યક્તિ હશે તો જ તો મેં એનું નામ લીધું."
મેહાના ચહેરા પર સ્માઈલ આવી ગઈ.

મેહા નાહી ધોઈ ચા નાસ્તો કરવા ગઈ. મેહાએ વિચાર્યું કે 'કદાચ મારા પરિવારને ખબર હશે કે રજત કોણ છે તે. એવું પણ બને કે કદાચ પરિવારવાળાને ખબર ન હોય. અને એવી પણ શક્યતા છે કે હું જ ફક્ત રજતને જાણતી હોઉં. ક્યાંક રજત મારો બોયફ્રેન્ડ... જે હોય તે પણ રજત વિશે હું મારા પરિવારને નહીં કહું.'

મેહા સ્વગત જ બોલે છે "તારાદિલમાં જો મને પામવાની જીદ હશે ને તો આપડે જરૂર મળીશું મિ.રજત..."

મેહા:- "મમ્મી પપ્પા ક્યાં ગયા છે?"

મમતાબહેન:- "ડોક્ટર પાસે તારા રિપોર્ટ્સ લેવા ગયા છે."

પરેશભાઈ ઘરે આવે છે. જમીને પછી ઑફિસ જવા માટે નીકળે છે. પરેશભાઈને એ ચિંતા સતાવતી હતી કે જો મેહાને લઈને બધા અમદાવાદવાળા ઘરમાં જતા રહીએ તો મેહા માટે સારું રહેશે. જતાં તો રહીએ પણ પછી ઑફિસ કોણ સંભાળશે?
પરેશભાઈએ નિખિલ સાથે વાત કરી.

મેહા થોડી મૂંઝવણમાં હતી કે આઠ વર્ષમાં એની લાઈફમાં શું થઈ ગયું હશે.

‌ સાંજે મેહા કંટાળી. મેહાને એની બહેનપણીઓ યાદ આવી. બેઠક રૂમમાં બેસી મેહા યશ અને નેહલને રમાડી રહી હતી. મેહાને નેહા,મિષા અને પ્રિયંકાની યાદ આવી. મેહાએ એ લોકોને ફોન કરવા મોબાઈલ શોધ્યો પણ મોબાઈલ જ ન મળ્યો.

મેહા મમતાબહેનને પૂછવા લાગી કે મમ્મી મારો મોબાઈલ ક્યાં છે?

મમતાબહેન:- "તું નદીમાં પડી હતી ત્યારે કદાચ મોબાઈલ તારા હાથમાં હશે. તો મોબાઈલ પણ નદીમાં પડી ગયો હશે."

મેહા:- "ઑહ હા મમ્મી... હું પુલ પર શું કરતી હતી અને હું નદીમાં કેમ કેમ પડી ગઈ?"

મમતાબહેન:- "તું વધારે ન વિચાર. મગજને શાંત રાખ. ભગવાનનો આભાર કે તને કંઈ નથી થયું."

મેહાએ કહ્યું "પણ મમ્મી મારે નેહા,મિષા અને પ્રિયંકા સાથે વાત કરવી છે."

મમતાબહેન:- "તું પછી શાંતિથી વાત કરજે. અને આમ પણ હવે એ લોકોના લગ્ન થઈ ગયા છે એટલે એ લોકો પોતાની લાઈફમાં બિઝી હશે."

મેહા:- "એ લોકોના લગ્ન પણ થઈ ગયા?"

મમતાબહેન:- "હા."

સાંજે નિખિલ ઘરે આવ્યો. નિખિલે મેહાને મોબાઈલ આપ્યો.

મેહા:- "Wow! ન્યૂ મોબાઈલ..."

મેહા પોતાના રૂમમાં ગઈ. મેહા થોડીવાર મોબાઈલમાં વ્યસ્ત રહી. રજત ઑફિસથી ઘરે ગયો. રજત બેચેન હતો. રજતે મેહાની ડાયરી વાંચી. ખાસ્સીવાર સુધી રજત મેહા વિશે જ વિચારતો રહ્યો. રજતથી રહેવાયું નહીં. એટલે મેહાના ઘરે ગયો. મેહાને જરા પણ ખ્યાલ ન આવે એ રીતે રજત મેહાને જોવા માંગતો હતો.

પરેશભાઈ અને નિખિલ ઘરની બહાર‌ આવેલાં આંગણાના ગાર્ડનમાં બેઠાં હતા. રજતને અંદર આવતા જોયો. નિખિલે રજતને બૂમ પાડી. રજત નિખિલ પાસે ગયો.

નિખિલ:- "રજત ક્યાં જાય છે? અંદર મેહા છે."

રજત:- "બસ એકવાર હું મેહાને જોઈ લઉં. પછી હું જતો રહીશ."

નિખિલ:- "પણ રજત..."

રજત:- "મેહાને જરાય ખ્યાલ નહીં આવે. હું ચોરીછૂપીથી મેહાને જોઈને જતો રહીશ."

પરેશભાઈ:- "સારું જઈ આવ."

‌ રજત ઝડપથી મેહાના રૂમ તરફ ગયો. રજતે બહાર છૂપાઈને જોયું તો મેહા બાલ્કની માં ઉભી હતી. રજત વિચારતો હતો કે 'મેહા મારી તરફ બસ એકવાર ફરી જા. મેહા બસ એકવાર મારી તરફ પલટીને જોઈ લે. મેહા પલટ. મેહા તરત જ ફરી.'
જેવી મેહા ફરી કે રજત તરત જ દરવાજાની બાજુમાં સંતાઈને મેહાને જોવા લાગ્યો.

મેહા સ્વગત જ બોલી 'મને એવું કેમ લાગ્યું કે મને કોઈકે બોલાવી. મેહા આમતેમ જોઈ રહી. રજત મેહાને જોઈ જ રહ્યો. મેહાને ખબર નહીં શું સૂઝ્યું કે મેહા દરવાજા તરફ ગઈ. મેહાને એવો અહેસાસ થયો કે દરવાજાની પાછળ કોઈ છે. મેહા દરવાજા પાસે આવીને જોયું તો કોઈ નહોતું. મેહાને આ તરફ આવતી જોઈને રજત ઝડપથી બહાર નીકળી ગયો.

રજત બહાર જ જતો હતો કે રજતને ક્રીના મળી ગઈ.

ક્રીના:- "તું ક્યારે આવ્યો?"

રજત:- "બસ હવે જવાનો જ છું."

ક્રીના:- "મેહાને જોવા આવ્યો હતો."

રજત:- "હા...હવે હું જાઉં છું. Bye."

ક્રીના:- "રજત નિખિલ અને પપ્પાજી થોડા ટેન્સ લાગે છે."

રજત:- "તું ચિંતા ન કર. હું એમની પાસે જ જાઉં છું."

રજત બહાર જાય છે. રજતે પરેશભાઈ અને નિખિલને થોડા ટેન્શનમાં જોયા. રજત નિખિલ પાસે ગયો અને કહ્યું "તમે થોડા ટેન્સ લાગો છો. શું વાત છે? મને કહો."

પરેશભાઈ:- "ના રજતબેટા એવી કોઈ વાત નથી."

રજત:- "જીજુ શું વાત છે? પ્લીઝ મને કહો. પ્લીઝ પપ્પાજી મને કહો."

પરેશભાઈ:- "મેહાને એકલીને મૂકવાનો અમારો જીવ નથી ચાલતો. એટલે અમે વિચારીએ છે કે અમે બધાં જ અમદાવાદ જતાં રહીએ. પણ પછી અમારી કંપની કોણ સંભાળશે?"

મેહા અમદાવાદ જતી રહેશે એ વિચારે જ રજત એકદમ ઉદાસ થઈ ગયો.

થોડી ક્ષણો પછી રજત થોડો સ્વસ્થ થયો.

રજત:- "જીજાજી તમે નિશ્ચિતપણે જાઓ. હું અહીં તમારી કંપની સંભાળી લઈશ."

નિખિલ:- "Are you sure?"

રજત:- "હા તમે જરા પણ ચિંતા ન કરતા."

નિખિલ:- "ઑકે હું મહીનામાં બે થી ત્રણ વખત આંટા મારતો રહીશ."

રજત:- "ઑકે."

એટલામાં ક્રીના બધા માટે ચા લઈને આવે છે.

થોડીવાર પછી રજત જવા માટે નીકળ્યો.

મેહા બાલ્કનીમાં જ ઉભી હતી કે મેહાને હીંચકી આવે છે. મેહાને લાગ્યું કે કોઈ પોતાને દિલથી યાદ કરી રહ્યું છે. મેહાને તરત જ રજતનુ નામ યાદ આવ્યું. ને હીંચકી બંધ થઈ ગઈ. મેહાએ બાલ્કનીમાંથી નીચે જોયું તો કોઈ યુવક જઈ રહ્યો હતો. મેહા તેનો ચહેરો જોવા મથી રહી. એ યુવક કારમાં બેસી જતો રહ્યો.

મેહા નીચે જતી જ હતી કે સામે મેહાને ક્રીના મળી ગઈ.

મેહા:- "ભાભી નીચે કોણ આવ્યું હતું?"

ક્રીના:- "મારો ભાઈ આવ્યો હતો."

મેહા ફરી પોતાના રૂમમાં જતી રહે છે.

મેહા બાલ્કની માં બેઠાં બેઠાં આકાશને જોઈ રહી. મેહા ફરી રજત વિશે વિચારવા લાગી. કોણ હશે આ રજત? કેવો હશે? ક્યાં હશે? શું કરતો હશે? અને મેં સૌથી પહેલાં રજતને જ કેમ યાદ કર્યો. જરૂર અમારી વચ્ચે કંઈક તો હશે.

રજતને કાર ચલાવતા ચલાવતાં હીંચકી આવી. રજતે મેહાને યાદ કરી. ને હીંચકી બંધ થઈ ગઈ.

મેહા એક સુંદર મજાના ઘરમાં હોય છે. મેહા ઘરની બહાર નીકળે છે તો ચારે તરફ લીલોતરી ધરતી. થોડે દૂર વૃક્ષોની હારમાળા હતી. મેહાને એ વૃક્ષો પાસે જવાનું મન થયું. વૃક્ષો નીચે રંગબેરંગી ફૂલોની ચાદર પથરાયેલી હતી. મેહા ત્યાં જાય છે.
મેહા ત્યાં પહોંચે છે તો એક યુવકની પીઠ દેખાય છે. એ યુવક ખુરશી પર બેઠો હતો. બાજુમાં ઘણાં બધાં ગુલાબોના ફૂલોથી દિલનો આકાર પાડેલો હતો.
એ યુવક મેહા તરફ ફરે છે એટલામાં તો મેહાની આંખો ખૂલી જાય છે.

મેહા મનોમન કહે છે "Wow! શું સપનું હતું!"

મમતાબહેન:- "મેહા ઉઠી જા હવે. આપણે અમદાવાદ જવાનું છે. તારો બધો સામાન લઈ લેજે."

મેહા:- "બધો મતલબ...કેટલા દિવસ સુધી ત્યાં રહેવાનું છે."

મમતાબહેન:- "કદાચ ત્રણ ચાર વર્ષ સુધી અથવા એનાથી પણ વધારે."

મેહા:- "ઑકે... હું નાસ્તો કરી પછી બધું તૈયાર જ કરી દઉં."

મેહાએ બધી તૈયારી કરી લીધી. મેહા અને મેહાનો પરિવાર નીકળવાની પૂરી તૈયારીમાં હતા. મેહા પરેશભાઈ સાથે કારમાં બેસી ગઈ હતી. રજતે છૂપાઈને મેહાને કારમાં બેસતા જોઈ. મેહાની કાર નીકળી ગઈ.

ક્રીના નિખિલ સાથે નેહલને લઈ બેસી ગઈ.
મમતાબહેન પાછળની સીટ પર યશને લઈ બેસી ગયા. રજત કાર પાસે આવે છે. રજત મમતાબહેન,ક્રીના અને નિખિલને bye કહે છે. નિખિલ કંપનીની ચાવી રજતને આપે છે.

નિખિલ કાર સ્ટાર્ટ કરે છે. રજત બધાંને આવજો કહે છે. મેહા આ શહેરમાંથી જઈ રહી હતી કે મેહાને કંઈક અહેસાસ થયો. મેહાને એમ લાગ્યું કે એની બહું કિમંતી વસ્તુ છૂટી રહી છે. પણ મેહાને સમજમાં જ ન આવ્યું કે શું છૂટી રહ્યું છે. મેહાએ કારમાંથી જોયું તો એક યુવકની પીઠ દેખાઈ. મેહાને એમ લાગ્યું કે એ યુવક રડી રહ્યો છે. મેહા તું પાગલ છે. એ યુવક શું કરવા રડવાનો. પણ મને શું કરવા અહેસાસ થયો કે એ યુવક રડી રહ્યો છે. ઑહ હા એ ભાભીનો ભાઈ હશે. બહેન દૂર જઈ રહી છે એટલે થોડું દુઃખ તો થતું જ હશે. પણ એ યુવક માટે મને શું કરવા દિલમાં હલકું હલકુ દર્દ થાય છે. અને મને કેમ અહેસાસ થયો કે એ રડી રહ્યો છે.

મેહા ના જતાં જ રજત રડી પડ્યો. રજત ઘરે ગયો. ઘરે જઈને પણ રજતને શાંતિ નહોતી થતી. રજત નું મન બેચેન થઈ ગયું. રજતે બંને કંપની તો સંભાળી લીધી હતી પણ પોતાની જાતને સંભાળી નહોતો શકતો. રજત પાસે મેહાની ડાયરી અને મેહાની યાદો હતી. રજતે પોતાની અને મેહાની લવ સ્ટોરી લખી હતી. બસ હવે એ લવ સ્ટોરીને પુસ્તકનું સ્વરૂપ આપવાનું બાકી હતું.

મેહાની યાદ આવતી તો ક્યારેક ક્યારેક રજત ડ્રીક કરી લેતો. તો ક્યારેક સિગારેટ ફૂંકતો. રજત સાંજ થાય ત્યારે એકાદ બે sad song સાંભળતો.

શું ફરક પડે પ્રેમ તો પ્રેમ છે ને!
તારી સાથે કરું કે તારી યાદો સાથે...

મેહાને અમદાવાદ જઈને ખુશ હતી. થોડા દિવસોમાં મેહાને એટલો તો ખ્યાલ આવી ગયો હતો કે ક્રીનાભાભીને પોતાના દિલની વાત કહી શકશે. કારણ કે મેહાએ નોટીસ કર્યું હતું કે ભાભીને લીધે પરેશભાઈ અને મમતાબહેન ઝઘડતા નહોતા. ભાભીના લીધે ઘરમાં રોનક છવાયેલી રહેતી.
મેહાએ ક્રીનાને રજત વિશે પૂછવાનું નક્કી કર્યું.

એક દિવસે નિખિલ સુરત ગયો હતો. પરેશભાઈ અને મમતાબહેન કોઈક સગાંને ત્યાં ગયા હતા. મેહા ક્રીનાના રૂમમાં ગઈ.

મેહા:- "ભાભી તમને એક વાત પૂછું?"

ક્રીના:- "હા બોલ."

મેહા:- "ભાભી તમે કોઈ રજતને ઓળખો છો?"

ક્રીના:- "પહેલાં તું મને એ કહે કે આ રજત કોણ છે?"

મેહા:- "હું રજત વિશે એટલાં માટે પૂછું છું કે હું જ્યારે હોશમાં આવી ત્યારે મારાથી રજતનુ નામ‌ લેવાયું હતું."

ક્રમશઃ