DESTINY (PART-31) મુખર દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

DESTINY (PART-31)



જોતજોતામાં સમય વિતવા લાગ્યો એકબીજા વિના. ખુશ તો ના કહી શકાય બંનેને પરંતુ અમુક અંશે આગળ વધેલા કહીં શકાય. એક દિવસ બેઠાં બેઠાં જૈમિક એના મોબાઇલમાં ફેસબૂક વાપરી રહ્યો હતો. એક પછી એક પેજ સ્વાઇપ કરી રહ્યો હતો ને અચાનક ફેસબુક પર આવેલી એક પોસ્ટ જોઈને જૈમિકના હાથ ધ્રુજવા લાગ્યાં.

ફેસબુક પર આવેલી એક પોસ્ટ જેણે જૈમિકને ફરીથી એજ અંધકારમાં ધકેલી દીધો જ્યાંથી એ બહાર આવવાનો પ્રયાસ કરી રહ્યો હતો. હા ફેસબૂક પર જોયેલી એ પોસ્ટ બીજા કોઈની નહીં નેત્રિની જ હતી. પોસ્ટ કાંઈક એવી હતી એંગેજમેન્ટ વિથ ..........!

પોસ્ટ જોતાં જ જૈમિકનું મન ભરાઈ આવ્યું, હાથ ધ્રુજી ઉઠ્યા. જાણે એક પોસ્ટથી એના હજારો સપનાં હવે વિખેરાઈ ગયાં હોય એવો આભાસ થયો. પોસ્ટ જોઈ જૈમિક દુ:ખી થઈ વિચારમાં ખોવાઈ ગયો કે જેનો મને ડર હતો એજ થયું. મને જે થોડી ઘણી આશા હતી કે આજે નહિતો કાલે નેત્રિ મારી પાસે પાછી જરૂર આવશે આજે એ આશા પર પણ પાણી ફેરવાઈ ગયું.

આંખમાંથી ટપકી રહેલ એક એક આંસુ એના સાચાં પ્રેમની સાક્ષી પૂરી રહ્યાં હોય એવું લાગે. ભીની આંખે, હૃદયની વેદના સાથે પણ એ નિખાલસ મનનો માણસ ફક્ત એક વિચાર પર આવ્યો કે થઈ શકે છોકરો મારા કરતાં વધુ યોગ્ય હોય......! એ મારાથી વધુ ખુશ રાખી શકે એવો હોય. જો એણે સગાઈ કરી જ લીધી છે તો એને સમજી વિચારીને જ કરી હશે ને તો મારે એને ફોન કરીને શુભેચ્છા પાઠવવી જોઈએ.

એ ક્ષણ માત્રનો પણ વિચાર કર્યાં વિના કે એની સાથે આ ખુબજ ખોટું થયું છે એણે નેત્રિને ફોન કરી દીધો. નેત્રિ ફોન જોઈને હતાશ થઈ જાય છે કેમકે એ જાણતી હતી કે એની પાસે આજે જૈમિકને આપવા માટેના જવાબ નથી. છતાં થોડી હિંમત કરીને એ ફોન ઉઠાવે છે અને ધીમેથી કહે છે હા બોલો........!

તારી સગાઈ માટે ખુબ ખુબ શુભેચ્છા......! ભીની આંખ હોવાં છતાં હૃદય પર પથ્થર રાખી જૈમિક શુભેચ્છા પાઠવે છે.

શુભેચ્છા શા માટે એમાં.....? એતો આજે નહીં તો કાલે થવાની જ હતી ને.......! નેત્રિ જવાબ આપે છે.

હા.....! સાચી વાત. આજે નહિતો કાલે થવાની જ હતી ને.....! ઠીક છે હું ખુશ છું તારી સગાઈ થઈ ગઈ એ બાબતથી ને તું પણ ખુશ છે ને......? એમ જૈમિક પુછે છે.

ખુશી અને તમને.....? તમે જૂઠ નથી બોલી શકતા માટે ખોટા પ્રયત્નો કરવાનાં રહેવા દો તો વધુ સારું. ને મારી ખુશીની તો વાત જ નથી આવતી. હા કદાચ એ લોકો ખુશ હશે જેમણે મારી સગાઈ કરી દીધી છે નેત્રિ ખુબજ સરળતા સાથે એને જવાબ આપે છે.

હા હવે જૂઠ બોલવાનો પ્રયાસ નહીં કરું. ને મને ખબર ના પડી તારી સગાઈ કરવાવાળા ખુશ હશે એટલે.....? તું કેમ ખુશ નથી...? જૈમિક આશ્ચર્ય સાથે પ્રશ્ન પુછે છે.

હવે પરિવારમાં બધાને ગમે છે તો કરી દીધી છે એમાં મારા ગમવા ન ગમવાની વાત જ ક્યાં આવે છે સહજતાથી નેત્રિ જૈમિકને જણાવે છે.

ઓહ.......! આ તો ખુબજ કઠિન વાત કરી તે પરંતુ તને સ્વીકાર્ય છે તો એમાં હું કહીં પણ શું શકું હતાશા સાથે જૈમિક વ્યક્ત કરે છે.

હા સાચી વાત છે મારી વાતમાં તમે નહીં પડો એમાં વધારે સારું છે. ને તમને સાચે મારી ખુશીની એટલી બધી ચિંતા છે તો તમે બસ એટલું કરો કે જીવનમાં ખુબ પ્રગતિ કરો અને પરિવાર માટે જીવન જીવો, હમેશાં ખુશ રહો તો હું પણ તમને ખુશ જોઈને ખુશ રહીશ ઘણી આશા સાથે નેત્રિ એના હૃદયમાં રહેલ વાત કરે છે.

ઠીક છે નેત્રિ. હું મારાથી થતાં બધાજ પ્રયાસ કરીશ. જો તું મારી ખુશીમાં જ ખુશ હોય તો એજ કરીશ જેથી તું હમેશાં ખુશ રહે એમ કહી ફોન રાખી દે છે.

આ બનેલ બનાવ જોતા એવું થાય કે જાણે જૈમિકને મન આભ તૂટી પડેલું હોવા છતાં આટલી સહજ રીતે વર્તન કરવું શક્ય ખરું......? ને પાછું નેત્રિ ખુશ ન હોવા છતાં ખુશ હોવાના ડોળ કરે માત્ર ને માત્ર અન્ય માટે તો એ કેટલું સહજ છે.....? પરંતુ સાચું કહીએ તો જ્યારે પ્રેમ એની અંતિમ ઘડીએ ઝોલા ખાતો હોય ત્યારે બધુંજ સહજ છે એ માનવું રહ્યું.