Featured Books
શ્રેણી
શેયર કરો

લાગણી ભીનો પ્રેમનો અહેસાસ - 28

બસની બારી પરથી આવતા ઠંડા પવનની લહેરો સ્નેહાના વિચારોની સાથે તેમના વાળને પણ ઉડાડી રહી હતી. દિલ જોરશોરથી ધબકી રહયું હતું. શુંભમની જિંદગી હજું તે જ છે તે વાતથી વિચારો શુન્ય બનતા જ્ઇ રહયા હતા. શુંભમ આગળ શું વાત કરે છે તે સાંભળવા તેમને પોતાના જ મનને સમજાવતા શુંભમની વાતો પર ધ્યાન દોર્યુ.

"સ્નેહા, છેલ્લે જયારે આપણી વાતો થઈ હતી ત્યાર પછી હું ઘરે વાત કરવાની તૈયારી કરતો જ હતો. ત્યાં જ મારી પર દર્શનાનો ફોન આવ્યો.'શુંભમ પ્લીઝ મારે તારી હેલ્પ જોઈ્એ છે તું અહીં આવી શકે.' હું તેમની સાથે કોઈ સંબધ રાખવા નહોતો માગતો. પણ દિલની લાગણીનો સંબધ હતો જે કયાં કયારે તુટવાનો હતો. મને તેની મદદ કરવાનું મન થયું ને હું કંઈ પણ વિચાર્યા વગર જ તેની મદદ કરવા નિકળી ગયો. તેને મને કોલેજની પાસે આવેલ એક ગાડૅનમાં બોલાવ્યો ને હું ગયો. તેને મળતા જ હું બધું ભુલી ગયો કેમકે તેની આંખના આસુંએ મારી લાગણીને બહેકાવી દીધી. તેમનું રડવાનું કારણ બીજું કંઈ નહીં પણ તે જ હતું જે તેમને મારી સાથે કર્યું તે તેમની સાથે થયું. મયુર તેમને છોડી કોઈ બીજા સાથે જતો રહયો હતો. મને તેની વાતો સાંભળી તકલીફ થઈ. તે ખરેખર આજે તુટી ગઈ હતી. બીજું કંઈ નહીં પણ એક દોસ્ત તરીકે મે તેમની મદદ કરવાનું વિચાર્યુ ને મયુરને મે સમજાવાની કોશિશ કરી. એક આખો મહિનો આમ જ પુરો થઈ ગયો ને મયુર જયારે માની ગયો ત્યારે તે ખુદ જ બદલી ગઈ અને કહે કે હું મયુરને નહીં તને પ્રેમ કરું છું. હું તો બંનેને મળાવાની કોશિશ કરતો હતો ઉલટાનું તેમને મારી અને મયુરની દોસ્તી પણ તોડવી દીધી. ફરી એકવાર તેમને મારું બધું જ બદલી દીધું. આ બધામાં હું તને ભુલી ગયો. આ્ઈ એમ સોરી સ્નેહા. " શુંભમે તેમની વાતો પુરી કરી ત્યાં જ સ્નેહાની આખોમાં આસું સરી પડયા. તે કંઈ બોલી ના શકી.

"હજું પણ તમે તેને લવ કરો છો...???" થોડીવારની છુપી પછી સ્નેહાએ શુંભમને સીધો જ સવાલ કરી દીધો.

"સ્નેહા હું તારી સાથે જિંદગી જીવવા માગું છું. મે આજથી બધા જ સંબધ તેની સાથે પુરા કરી તેના નંબરને પણ બ્લોક લિસ્ટમાં નાખી દીધા. આ્ઈ લવ યુ." શુંભમના અવાજમાં લાગણી સાફ દેખાય રહી હતી. સ્નેહા તે લાગણીને મહેસૂસ કરી રહી હતી. પણ, અત્યારે તેના વિચારો કોઈ બીજી બાજું જ ફરી રહયા હતા.

"નંબર બ્લોક કરવાથી તે જિંદગીમાંથી બ્લોક નથી થઈ જતા. મારું ઘર આવી ગયું પછી વાત કરું. બાઈ. " સ્નેહાએ તેને કટાક્ષમાં કહયું કે તે કંઈ બીજું સમજાવી રહી હતી તે શુંભમ સમજી ના શકયો. સ્નેહાએ ફોન કટ કર્યો ને તે ફોન સાઈટ પર મુકી કામમા લાગી ગયો.

સ્નેહા ઘરે પહોંચી. સાંજના સાત જેવું થઈ ગયું હતું. થોડીવારમા ફ્રેચ થઈ તે નાસ્તો કરી ટીવી જોવા બેઠી. પણ તેનું મન બસ શુંભમની વાતો પર જ સ્થિર હતું. વિચારો અવિચલ વહી રહયા હતા. આટલો બધો વિશ્વાસ હોવા છતાં પણ આજે મન કંઈક અલગ વાતનો સકેત આપી રહયું હતું. કંઈ જ સમજાય નહોતું રહયું કે શું થઈ રહયું છે. જેના વિશે એવું વિચાર્યું હતું કે તે કોઈ તકલીફમા છે તે તો કોઈ બીજાની દુનિયામાં વ્યસ્ત હતો. પ્રેમ, વિશ્વાસ બધું જ હતું છતાં પણ આજે શુંભમની વાત સાંભળી તેનું મન ડગમગી રહયું હતું.

રાતે જમીને શુંભમના ઘરે બધા બેઠા હતા ત્યાં જ પરેશભાઈએ શુંભમને પુછ્યું."તું આજે કંઈ વાત કરવાનો હતો ને. તેની સાથે વાત થઈ ગઈ."

"હા. પણ ખબર નહીં મારી વાત સાંભળ્યા પછી તે થોડી ખામોશ બની ગઈ હોય તેવું લાગ્યું. પપ્પા મારે સ્નેહા સાથે લગ્ન કરવા છે. " શુંભમે બીજી કોઈ વાત ના કરતા સીધું જ તેમના પપ્પાને કહી દીધું.

"આ વાત તો મે તને પહેલાં પણ સમજાવી હતી. ચલો તું સમજી તો ગયો. સ્નેહાએ શું કિધું તને......?? "

"એ જ ખબર નથી. આજે મે તેમને મારી અને દર્શૅનાની બધી જ વાતો કરી પછી તેમનો કોઈ રીપ્લાઈ ના આવ્યો. પપ્પા મે તેમને આ વાત બતાવી કંઈ ખોટું તો નથી કર્યું ને...??"

"બિલકુલ નહીં. તે જે પણ કર્યું તે એકદમ બરાબર જ કર્યું. કેમકે આ વાત જો સ્નેહાને પછી ખબર પડત તો તેનો તારા પરનો વિશ્વાસ તુટી જાત."

"પણ તેની ખામોશી.....!!" શુંભમે ચિંતા કરતા કહયું.

"આજની રાત તેને સમજવાનો સમય આપ. તે કાલે તને ખુદ ફોન કરશે. બસ તું થોડોક ઈતજાર કર. " પરેશભાઈ શુંભમને આટલું સમજાવી ચુપ થઈ ગયા.

સ્નેહાનો જવાબ મળ્યા પછી આગળ શું કરવું તેનું પ્લાન ક્યાં સુધી ચાલ્યા કર્યું. શુંભમનું ધ્યાન તે વાતોમાં તો હતું પણ સાથે તેમના મોબાઈલ ઉપર આવતી નોટિફિકેશન પર વધારે જતું. કંઈક સ્નેહાનો મેસેજ આવી જાય. તે ઈતજારે તે બધી જ નોટિફિકેશન જોઈ લેતો. કયાં સુધી વાતો એમ ચાલતી રહી. પછી બધા પોતાની રૂમમાં ગયાને શુંભમ પણ તેમની રૂમમાં ગયો. મોબાઈલ ખોલ્યો સ્નેહા ઓનલાઈન હતી. મન થઈ આવ્યું એક મેસેજ કરી દેવાનું પણ તે ના કરી શકયો. કયાં સુધી તેમના વિચારો બસ એમ ચાલતા રહયા.

સ્નેહા દસ વાગ્યાથી ફોનમાં ખાલી શુંભમનો ફોટો જોઈ રહી હતી. પ્રેમ, અહેસાસ, લાગણી બધું જ તો આ છે. આવી રીતે કયારે પણ તેમને શુંભમને પહેલાં નહોતો જોયો. આજે બસ તેનું દિલ તેને જોયા કરતું હતું. વિડિયો કોલ પર પણ તેને શુંભમને આવી રીતે એક નજરે કયારે નહોતો જોયો.

રાતના બાર વાગ્યે શુંભમનો મેસેજ આવ્યો. 'ગુડ નાઈટ' તેને મેસેજ જોયો પણ કોઈ જ રીપ્લાઈ ના કર્યો એટલે તરત જ શુંભમનો બીજો મેસેજ આવ્યો ' આ્ઈ લવ યું.' 'ટેક કેર' તેને પણ સામે કહેવાનું મન થયું. વાતો કરવાનું મન થયું પણ તે સામે કોઈ જ મેસેજ ના કરી શકી. આજે તેનું જ ખુદનું બિહેયવ તે સમજી નહોતી શકતી.

આખી રાત બસ તેમના વિચારો ચાલતા રહયા. ના તકલીફ હતી. ના ખુશી હતી. કંઈક બીજું જ હતું જે તે સમજી નહોતી શકતી. શુંભમ સાથેની કેટલી બધી વાતો પળપળ કંઈક કહી રહી હતી. હંમેશા તે જ જુકી હતી તેની સામે જયારે આજે તે જુકી રહયો હતો તો આ અજીબ ફીલિંગ કેમ મહેસુસ થઈ રહી હતી. ના તો તેને શુંભમના પાસ સાથે મતલબ હતો. ના શુંભમની વાતો સાથે કોઈ શિકાયત હતી. છતાં પણ આજે કેમ તે તેની સાથે વાતો નહોતી કરી શકતી. કંઈક દિલની લાગણી દુભાણી હતી. બસ રાત વિચારો અને આખના આસું સાથે પુરી થઈ.

સવારે ઉઠતાની સાથે ફરી તે જ વિચારો. તે જાણતી હતી કે જયાં સુધી તે શુંભમ સાથે વાત નહીં કરે ત્યાં સુધી મન બેસેન રહશે. એટલે તે ફટાફટ કામ પતાવી ઓફિસ માટે તૈયાર થઈ ને ઘરની બહાર નિકળી. રસ્તામાં ચાલતા જ તેને શુંભમને કોલ લગાવ્યો. પહેલી જ રિંગે શુંભમે ફોન ઉપાડયો.

"હેલો.... " શુંભનનો અવાજ સાંભળતાની સાથે જ સ્નેહાની ઘડકન તેજ થવા લાગી. શબ્દો જુબાન પર આવી રુકી ગયા ને બસ તે તેની ધડકતી ધડકન સાંભળતી રહી. શુંભમ ત્રણ વખત હેલો, હેલો બોલી ગયો પણ સ્નેહા કંઈ બોલી નહોતી રહી. થોડીવારની છુપી અવાજ પછી તેના દિલમાંથી અવાજ નિકળી.

"શુંભમ આ્ઈ લવ યુ." સ્નેહાના શબ્દો શુંભમના દિલ સુધી પહોચ્યા ને બધું જ જાણે એક મિનિટ માટે થંભી ગયું. અહેસાસ લાગણી બની ખીલી ઉઠયો.

"આ્ઈ લવ યુ ટુ. " શુંભમનો અવાજ સ્નેહાના દિલ સુધી પહોચ્યા ને વગર કહે બધી જ વાતો થઈ ગઈ. હવે કોઈ તકલીફ નહોતી. હવે ખાલી પ્રેમ અને લાગણી હતી.

♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥
સ્નેહા અને શુંભમ તો હંમેશા માટે એકબીજાના બની ગયા પણ શું સ્નેહાનો પરિવાર આ પ્રેમને સ્વિકારી શકશે...??શું સ્નેહા તેમના પરિવારને તેના દિલની વાત કરી શકશે...?? જો તેમનો પરિવાર આ પ્રેમ સંબધને સ્વિકાર ના કરે તો શું તે બંને હંમેશા માટે અલગ થઈ જશે કે કોઈ એવો રસ્તો મેળવશે જેનાથી તેને અલગ ના થવું પડે..?? આ પ્રેમની જંગ સ્નેહા અને શુંભમની જિંદગીમાં કયો નવો દાવ લઇ ને આવી રહી છે તે જાણવા વાંચતા રહો "લાગણી ભીનો પ્રેમનો અહેસાસ."