તરસ પ્રેમની - ૬૦ Chaudhari sandhya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

તરસ પ્રેમની - ૬૦



રજત મેહાને કાનમાં ધીમેથી કહે છે "ઘરે જઈ આવ. પછી તો હું તને જવા જ નહીં દઉં. સાંજે ઑફિસેથી છૂટી તને લેવા આવીશ. તૈયાર રહેજે."

મેહા ઘરે પહોંચી. મેહા પોતાના રૂમમાં ગઈ. મેહા એક પ્રકારની રાહત અનુભવી રહી હતી. મેહાને હવે શાંતિનો અનુભવ કરી રહી હતી. મેહાને જે જોઈતું હતું તે મળી ગયું. મેહાને ગઈકાલની રાત યાદ આવી. મેહા રજતની મીઠી યાદોમાં ખોવાઈ ગઈ. મેહાને થોડું આશ્ચર્ય તો થયું કે ગઈ કાલે તો મારી અને રજતની સુહાગરાત હતી. તો રજત મારી નજીક કેમ ન આવ્યો. કદાચ રજત મને એટલો પ્રેમ કરે છે કે મને સ્હેજ પણ તકલીફ આપવા નથી માંગતો. મને ચક્કર આવતા હતા અને મને થાકેલી જોઈને કદાચ રજતે મને સૂઈ જવા દીધી હશે. મેહા પોતાના હાથમાંની મહેંદી જોઈ મનોમન બોલી. મહેંદીનો રંગ કેટલો ઘેરો આવ્યો છે. એટલે એ તો ચોક્કસ છે કે રજત મને બેહદ ચાહે છે.

એટલામાં જ મમતાબહેન મેહાના રૂમમાં આવ્યા.

મમતાબહેન મેહાની પાસે બેઠા.

મમતાબહેન:- "મેહા શું વાત છે? આજે તો તું બહું ખુશ દેખાય છે ને?"

મેહા:- "હા મમ્મી હું ખૂબ જ ખુશ છું. કારણ કે મને જે જોઈતું હતું તે મળી ગયું."

મમતાબહેન:- "મેહા એક વાત પૂછું?"

મેહા:- "હા મમ્મી પૂછો ને?"

મમતાબહેન:- "મેહા રજત તને ખુશ તો રાખે છે ને?"

મેહા:- "હા મમ્મી. રજત મને સ્હેજ પણ તકલીફ નથી આપતો. ગઈ કાલની જ વાત કરી લો. હું ખૂબ થાકી ગઈ હતી. એટલે રજતે મને સૂવાડી દીધી હતી."

મમતાબહેન:- "હું તારા માટે ખુશ છું કે તને સારો જીવનસાથી મળ્યો. નહીં તો તને ખબર છે ને મારી લાઈફ કેવી છે તે."

મેહા:- "મમ્મી તમારી સાથે પપ્પા હવે ઝઘડો નથી કરતાં ને? મને લાગે છે કે ભાભીના આગમન પછી તમારી લાઈફમા ઝઘડા નથી થતાં."

મમતાબહેન:- "હા ક્રીનાના આવવાથી મારી લાઈફમાં હવે શાંતિ છે. ચાલ હવે જમી લઈએ. તું આવ."

મેહા:- "મમ્મી તમે જાઓ. હું હમણાં જ આવી."

થોડીવાર પછી મેહા જમવા ગઈ. જમીને પછી મેહા પોતાના રૂમમાં આવી. થોડીવાર પછી મેહાએ રજતને ફોન કર્યો.

મેહા:- "હૅલો રજત શું કરો છો?"

રજત:- "કંઈ નહીં બસ કામ કરું છું."

મેહા:- "જમી લીધું?"

રજત:- "હા હમણાં થોડીવાર પહેલાં જ જમ્યો."

મેહા:- "રજત તમે મને ક્યારે લેવા આવશો?"

રજત:- "કેમ મારી પાસે આવવાની બહુ જલ્દી છે ને?"

મેહા:- "હાસ્તો વળી. તમારા જેવો હસબન્ડ હોય તો આખી જીંદગી તમારી સાથે રહું. એક ક્ષણ પણ તમારાથી દૂર નહીં જાઉં."

રજત:- "મારી પાસે આવવાની બહું જલ્દી ન કર. મમ્મીને ત્યાં જેટલું રહેવું હોય તેટલું રહી લે. પછી તો હું તને ત્યાં જવા નહીં દઉં. હજી એક દિવસ રહેવું હોય તો રહી લે. આવતીકાલે સાંજે લેવા આવી જઈશ."

મેહા:- "નહીં રજત તમે મને આજે જ લેવા આવી જજો."

રજત:- "Are you sure?"

મેહા:- "હા ચોક્કસ. આપણે અહીં જ જમીને જઈશું."

રજત સાંજે મેહાને લેવા ઘરે જાય છે. બધાંએ જમી લીધું.

રજત અને મેહા બંને નીકળ્યા. રજત અને મેહા ઘરે પહોંચ્યા. સાવિત્રીબહેન અને રતિલાલભાઈએ જમી લીધું હતું. મેહા રૂમમાં ગઈ. રજત પણ પાછળથી આવે છે.

રજત:-"હું જરા બહાર જઈ આવું."

મેહા:- "સારું પણ જલ્દી આવજો."

થોડીવાર પછી મેહા શાવર લે છે. શાવર લઈને રૂમમાં આવે છે તો રજત બાલ્કની માં ઉભો હતો.

મેહા રજતની પાસે જઈ રજતને પાછળથી વળગી પડી. રજતને મેહાના ઉરોજનો સ્પર્શ થયો.
રજતે મેહાના હાથ ધીરે રહીને છોડાવી દીધા. મેહા રજતની સામે આવી. મેહા રજતના હોઠોને જોઈ રહી. મેહા રજતને કિસ કરવા બેચેન હતી. પણ રજતે મેહાને કિસ ન કરવા દીધી. મેહા આજે રજતમા સમાઈ જવા માંગતી હતી. મેહાએ રજતના બંને હાથ પોતાની કમર પર મૂકાવડાવ્યા.

રજતે હળવેથી હાથ હટાવી લીધા. મેહાને સમજમાં જ નહોતું આવતું કે રજત કેમ આવું કરે છે. મેહાએ રજતનો હાથ પકડી લીધો.

મેહા રજતને વળગી પડી. રજતે મેહાને ઉંચકી લીધી અને બેડ પર સૂવાડી દીધી. રજત મેહા તરફ ઝૂક્યો. રજતની નજર મેહાના હોઠ ઉપર પડે છે. બંને એટલાં નજીક હતા કે બંનેના શ્વાસો એકબીજામાં સમાઈ જતા હતા.

રજત:- "મેહા તને યાદ છે તું મારી ઑફિસે આવી હતી જમવાનું લઈને. પછી તે મારી મર્દાનગી પર સવાલ ઉઠાવ્યો હતો."

મેહા રજતના ચહેરા પર હાથ મૂકીને કહે છે "રજત સૉરી. એ સમયે ખબર નહીં મને શું થઈ ગયું હતું. મારાથી ભૂલથી બોલાઈ ગયું."

રજત મેહાનો હાથ હટાવતા કહે છે "ભૂલથી નહીં. તારા મનમાં આ વાત આવી હશે તો જ તારાથી બોલાઈ ગયું ને!"

મેહા:- "રજત મારો ઈરાદો તમને હર્ટ કરવાનો નહોતો."

રજત:- "પણ તે મારી મર્દાનગી પર સવાલ ઉઠાવીને મને બહુ હર્ટ કર્યો છે. અને મારા પુરુષત્વ નું અપમાન કર્યું છે. મર્દાનગી શું છે એ હું તને બતાવીશ."

મેહા રજતના ગંભીર થતા ચહેરાના હાવભાવને જોઈ રહી.

રજત:- "તને ખબર છે એક સ્ત્રીનું અપમાન કેવી રીતના કરાય."

મેહા:- "રજત પ્લીઝ. મેં સૉરી કહ્યું ને. પ્લીઝ મારે આખી જીંદગી તમારી સાથે વિતાવવી છે. તમે મને છોડી ન દેતા."

રજત:- "હા આખી જિંદગી તને મારી સાથે જ રાખીશ. પણ..."

મેહા:- "પણ શું રજત..."

રજત:- "તે મારા પુરુષત્વ નું અપમાન કર્યું છે તો હું પણ તારા સ્ત્રીત્વનુ અપમાન કરીશ. અને ત્યારે જ મારો બદલો પૂરો થશે."

મેહાની આંખોમાં આંસું આવી ગયા.

મેહા:- "તમે મારું અપમાન કરશો...મતલબ શું છે રજત."

રજત:- "કહ્યું હતું ને તને કે લગ્ન પછી સ્પર્શ પણ નહીં કરું તને.

મેહા:- "મતલબ તમે મને આખી જીંદગી સ્પર્શ નહીં કરો."

રજત:- "હા એક સ્ત્રીને અધૂરી રાખવી એનાથી મોટું અપમાન બીજું કંઈ હોઈ શકે!"

મેહા:- "રજત તમે મારી સાથે આવું નહીં કરી શકો."

રજત:- "મેહા મેં કહ્યું હતું ને Just wait and watch...તને શું લાગ્યું કે હું તને લવ કરું છું એટલે તારી સાથે લગ્ન કર્યાં. મેહા મેં તારી સાથે બદલો લેવા માટે લગ્ન કર્યાં છે."

મેહા:- ''રજત પ્લીઝ બધું ભૂલી જાઓ. તમે મને આવી રીતે અધૂરી નહીં રાખી શકો.''

"એટલી આસાનાથી નહીં ભૂલી શકું." એમ કહી રજત ઉભો થઈ જાય છે.

મેહાની આંખોમાંથી હજી પણ આંસુ વહી રહ્યા હતા.

રજત રૂમની બહાર નીકળી જાય છે. મેહાને આછો પાતળો ખ્યાલ તો હતો જ કે રજત ફરી કંઈક નવું નાટક કરશે. મેહા થોડીવાર રડી અને સૂઈ ગઈ.

સવારે મેહા ઉઠી તો રજત હજી પણ સૂતો હતો. એક જ પથારીમાં બંન્ને સૂતા હતા પણ રજત અને મેહા બંન્ને કેટલા દૂર થઈ ગયા હતા. મેહાને વિચાર આવ્યો કે રજતે મને ન સ્પર્શીને બહું મોટી સજા આપી છે. આ વાત માટે હું રજતને ક્યારેય માફ નહીં કરું.

મેહા થોડી ઉદાસ થઈ ગઈ. મેહા નાહી ધોઈને તૈયાર થઈ રહી હતી. રજતે મેહાનો હાથ પકડી દિવાલ પાસે ઉભી રખાડી. રજતે મેહાના બંને બાવડાં જોરથી પકડ્યા.

મેહા:- "રજત પ્લીઝ છોડો મને. રજત તમે મને હર્ટ કરો છો."

રજતે મેહાને છોડી દીધી. મેહાએ પોતાના બાવડાં જોયાં તો રજતની આંગળીઓના નિશાન પડી ગયા હતા. મેહાને સમજમાં ન આવ્યું કે રજતે કેમ અચાનક આવું કર્યું.

મેહા સાવિત્રીબહેન પાસે ગઈ. મેહા ચા નાસ્તો બનાવવામાં શીતલકાકીની મદદ કરી રહી હતી.
મેહા અને શીતલકાકીએ ચા નાસ્તો સર્વ કર્યો. મેહા પણ સાવિત્રીબહેનની નજીક બેસી નાસ્તો કરવા લાગી.

સાવિત્રીબહેનની નજર મેહાના બાવડાં પર ગઈ. સાવિત્રીબહેન મંદ મંદ હસી રહ્યા હતા. મેહા વિચાર કરે છે કે મમ્મીજી મને જોઈને કેમ હસી રહ્યા છે અને મારા બાવડાં કેમ જોય છે.

સાવિત્રીબહેન:-"ગઈ કાલે રાતે સરખી રીતે ઊંઘ નહીં આવી હોય ને. મેહા તું થાકી ગઈ હોઈશ ને."

મેહા:- "નહીં મમ્મી મને તો સરસ ઊંઘ આવી ગઈ હતી અને..."

એટલામાં જ રજત આવે છે.

રજત:- "મમ્મી મેહા તો તમને ખુશ રાખવા કહે છે. કારણ કે એને ઘરકામમાં તમારી મદદ કરવી છે. તમે મેહાને આરામ કરવાનું કહેશો. એટલે એ એમ બોલે છે કે એને સરસ ઊંઘ આવી ગઈ હતી."

મેહાને કંઈ સમજમાં ન આવ્યું. મેહા ચા નાસ્તો કરી રસોડામાં ગઈ.

શીતલકાકી મેહાના બાવડાં પર હાથથી સ્પર્શ કરીને કહ્યું "ગઈ કાલે બહું મોડેથી ઊંઘ્યા હશો નહીં. રજતે તને કેટલી જોરથી પકડી હશે કે એની આંગળીઓના નિશાન પડી ગયા."

મેહાને હવે સમજમાં આવ્યું કે રજતે અચાનક કેમ આવું કર્યું અને સાવિત્રીબહેન કેમ હસી રહ્યા હતા.
રજતની તો ટેવ પડી ગઈ છે દેખાડો કરવાની. અત્યારે પણ રજતે બધાંની સામે દેખાડવાની કોશિશ કરી કે અમારી વચ્ચે પતિ પત્ની જેવાં સંબંધ છે. અમારી વચ્ચે બધું ઠીક છે.

રજત તો ઑફિસે જવા નીકળી ગયો. મેહાને હજી સુધી વિશ્વાસ જ નહોતો આવ્યો કે રજત આવું કરી શકે. જો કે આગળ પણ મેહાને રજતના વિશ્વાસઘાતનો અનુભવ થઈ ગયો હતો. એટલે મેહાએ વધારે પ્રતિક્રિયા ન આપી. બસ મેહા શાંત રહેવા લાગી. રજત અને મેહા વચ્ચે જરૂર પૂરતી વાત થતી. વધારે એકલતાનો અનુભવ થાય ત્યારે મેહા તાપી રિવરફ્રન્ટ પર જતી. થોડીવાર બેસતી, વિચારો કરતી અને પાછી ઘરે ફરતી.

મેહાને ઘણીવાર વિચાર આવ્યો હતો કે પોતે જઈને મમ્મીને બધું કહી દે. પણ પાછો વિચાર આવતો કે પપ્પા હવે મમ્મી સાથે ઝઘડો નથી કરતા. એટલે મમ્મીના જીવનમાં શાંતિ છે. જો હું મમ્મીને મારા અને રજત વિશે કહીશ તો મમ્મી મારા લીધે દુઃખી થઈ જશે. હું એમને દુઃખી નથી કરવા માંગતી.

એક દિવસે ઘરે કોઈ નહોતું. રતિલાલભાઈ અને સાવિત્રીબહેન બહાર ગયા હતા. શીતલબહેન પણ નહોતા. રજત પણ ઑફિસ ગયો હતો. સાંજે મેહા પોતાના બેડરૂમમાં કંઈક વાંચતી હતી. મેહાને પેટમાં થોડું દુખ્યું. ધીમે ધીમે વધારે દુઃખવા લાગ્યું. મેહા ખુરશી પરથી નીચે બેસી ગઈ. લગભગ તો નીચે ઊંઘી જ ગઈ. મેહા હાથ વડે પેટને જોરથી દાબી રહી. મેહાને રજતને ફોન કરવાનો વિચાર આવ્યો પણ રજતના લગ્ન પછીના વર્તનને જોઈ ફોન કરવાનો વિચાર માંડી વાળ્યો.

એટલામાં જ રજત બેડરૂમમાં આવ્યો. રજતે મેહાને આ સ્થિતિમાં જોઈ. રજતનો જીવ અધ્ધર થઈ ગયો. રજત ઝડપથી રસોડામાં ગયો અને તુલસી - વરિયાળીનો ઉકાળો બનાવી મેહાને પીવડાવ્યું.

મેહાને બેડ પર સૂવાડી.

રજત:- "હવે કેવું લાગે છે?"

મેહા:- "હા હવે ઠીક લાગ્યું."

રજત:- "એક ફોન તો કરવો જોઈએ."

મેહા કંઈ બોલી નહીં.

આ ઘટના પછી રજતે ઘરના સભ્યોને જણાવી દીધું કે મેહા સાથે કોઈ ને કોઈ એકે ઘરમાં રહેવાનું. આ ઘટના પછી મેહાને થોડી આશા બંધાઈ કે શું ખબર રજતને મારા પ્રત્યે થોડી લાગણી હોય. આશામાં ને આશામાં મેહા એ દિવસની રાહ જોતી કે એક દિવસ રજત મારો થશે. મેહાએ ઘણી રાહ જોઈ પણ રજત એની નજીક ન આવ્યો.

એક દિવસે સાવિત્રીબહેને રજત અને મેહાને પૂછી જ લીધું બેટા એક વર્ષ થઈ ગયું છે. નાની તો હું બની ગઈ. હવે મારે દાદી બનવું છે.

મેહા તો મોટાભાગે ચૂપ જ રહેતી. રજતે જ જવાબ આપ્યો. "મમ્મી અમે કોઈ પ્લાન નથી કર્યું. બાળક વિશે પછી વિચારીશું."

રૉકી પણ બિઝનેસમેન હતો. અવારનવાર રજતની ઑફિસે જતો. રજત અને રૉકીની કંપની બાજુ બાજુમાં જ હતી. ક્યારેક ક્યારેક બંને રેસ્ટોરન્ટમાં લંચ પણ લેતા.

સમય જતાં રજતને પણ અનુભવ થયો કે પોતે મેહા સાથે અન્યાય કરી રહ્યો છે. એક સાંજે રજત મેહા સાથે એક બિઝનેસ પાર્ટીમાં જવાનો હતો. રજતે મેહાને ફોન કરીને તૈયાર રહેવાનું કહ્યું. મેહાએ સરસ સાડી પહેરી હતી.

રજત ઘરે પહોંચ્યો. થોડીવાર પછી તૈયાર થઈ મેહા અને રજત નીકળ્યા. બિઝનેસ પાર્ટીમાં મેહાને મિષાની કંપની મળી ગઈ હતી.

રજત અને રૉકી સાથે ત્રણ ચાર બિઝનેસમેન ઉભા ઉભા વાતો કરી રહ્યા હતા. વાતો વાતોમાં પત્નીઓની વાતો નીકળી.

મિ.શર્મા:- "ખરેખર પત્નીઓ બહુ ઝઘડાં કરે છે."

રૉકી:- "હા મારી વાઈફ પણ બહુ બોલબોલ કરે છે."

મિ.મહેતા:- "હા કોઈની પત્ની એવી નહીં હોય જેને બોલ્યા વગર નહીં ચાલતું હોય. અને ભાગ્યે જ કોઈ એવી પત્ની હશે જે શાંત હશે. અને એ પતિ લકી હશે."

રજત:- "તો એ લકી પતિમાં હું તો ચોક્કસ જ આવી જઈશ. કારણ કે મારી પત્ની તો કશું બોલતી જ નથી."

મિ.અગ્રવાલ:- "રિયલી મિ.રઘુવંશી? તમારી વચ્ચે સાચ્ચે ઝઘડા નથી થતા?"

રજત:- "ના બિલકુલ નહીં."

રૉકીએ રજતને કાનમાં ધીમેથી કહ્યુ "તો તું એની સાથે ઝઘડો કર. જો તમારી વચ્ચે ઝઘડો નથી થતો તો રજત મેહા તને સહન કરી રહી છે."

રજત તો થોડીવાર વિચારમાં જ પડી ગયો. રજતે મેહા તરફ જોયું. મેહા ખુશી ખુશી વાત કરતી. રજતે ધ્યાનથી મેહા નું નિરીક્ષણ કર્યું તો મેહા બધાને દેખાડવા સ્માઈલ આપી રહી હતી. રજતને Realize થયું કે મેહા પોતાનાથી કેટલી દૂર જતી રહી છે.

ક્રમશઃ