સંબંધોની માયાજાળ - 7 Jimisha દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સંબંધોની માયાજાળ - 7

સંબંધોની માયાજાળ_7


એક જણને જોઈને ભૂમિજા પહેલા તો સ્તબ્ધ થઈ ગઈ. અને તરત જ એને બાજુમાં ઉભેલા ગ્રંથનો હાથ બહુ જ મજબૂતીથી પકડી લીધો. ગ્રંથને એ ના ખબર પડી કે એણે કેમ આમ કર્યું?? પરંતુ એ ભૂમિજાના ચહેરા પરની ઉદાસી અને આંખોમાં રહેલા આંસુને સારી રીતે જોઈ શક્યો. એટલે એણે લાગ્યું કે કઈક તો થયું છે. પણ શું??

તેજસ જેની રાહ જોઈ રહ્યો હતો એ લોકો બીજા કોઈ નહી પરંતુ સાવજ અને સાવજ ટીમના મેમ્બર્સ હતા. અને એટલે જ એ લોકોના આવતાની સાથે જ તેજસ તરત જ એ લોકોને આવકારવા માટે એ લોકોની પાસે ગયો. ગ્રંથને પણ જવું જ હતું, પરંતુ ભૂમિજાએ એનો હાથ એટલો મજબૂતીથી પકડી રાખ્યો હતો કે એ છોડાવી જ ના શક્યો!! એ ભૂમિજાના ચહેરા પરની ગભરાહટ સાફ સાફ જોઈ શકતો હતો. અને એટલે જ એણે સંદેહ તો થઈ જ ગયો હતો કે ભૂમિજા જેને પ્રેમ કરે છે એ વ્યક્તિ ખરેખર સાવજ ટીમમાંથી જ કોઈક છે!!

સાવજ ટીમને અંદર લઈને આવ્યા બાદ તરત જ તેજસ ભૂમિજા પાસે આવ્યો ભૂમિજાને લેવા માટે.જેથી કરીને એ એની મુલાકાત સાવજ સાથે કરાવી શકે!! પરંતુ આવીને તરત જ એને જોયું તો ભૂમિજાના ચહેરા પર એક અલગ જ બેચેની હતી. ભૂમિજાની બેચેની જોઈને તેજસને પણ ખ્યાલ આવી ગયો કે એનો પ્લાન સક્સેસ થશે જ!!

તેજસએ આવીને "શું થયું??" એમ પૂછ્યું ત્યારે ભૂમિજાનું ધ્યાન ભંગ થયું.

"કઈ નઈ." એમ કહી ભૂમિજાએ વાતને ટાળવાનો પ્રયાસ કર્યો. અને એણે એ વાતનું પણ ભાન થયું કે અજાણતામાં જ એણે ગ્રંથનો હાથ પકડી લીધો હતો એટલે એણે ગ્રંથને સોરી કહ્યું.

"તો પછી ચાલ. અહીંયા કેમ ઉભી છું??" તેજસએ પૂછ્યું.

"ક્યાં જવું છે તારે??"

"ક્યાંય નહિ. હું તને એક સ્પેશિયલ ગેસ્ટ સાથે મળાવવા માંગુ છું." તેજસએ હકીકત છુપાવતા જણાવ્યું.

"કોણ છે એ??" ભૂમિજાએ સામો સવાલ પૂછ્યો.

"એ તો તું મળીશ એટલે તને ખબર પડી જ જશે. હવે ચાલ!!" એમ કહી એ ભૂમિજાને એનો હાથ ખેંચીને સાવજ પાસે લઈ જવા લાગ્યો.

જેમ જેમ ભૂમિજા સાવજની નજીક જતી ગઈ તેમ તેમ એની ગભરાહટ વધતી ગઈ. પરંતુ એ કઈ કરી શકે એમ નહોતી. એટલે નાછૂટકે એણે ત્યાં જવું જ પડ્યું.

"આમને તો તું ઓળખતી જ હોઈશ!!" તેજસએ સાવજની ઓળખાણ આપતા કહ્યું.

"હા!! આમને કોણ ના ઓળખે!! ગુજરાતમાં રહેતા હોવ અને જો તમે સાવજને ના ઓળખો તો પછી તમે ગુજરાતી ના ગણાવ. જય સરદાર સાવજ. હું ભૂમિજા. તેજસની મિત્ર." સાવજની પ્રશંસા કરતા અને પોતાની ઓળખાણ આપતા ભૂમિજાએ કહ્યું.

"જય સરદાર મિસ ભૂમિજા. અને આભાર મારી પ્રશંસા માટે." સાવજે ભૂમિજાને પ્રત્યુત્તર આપતા કહ્યું.

આ બંનેની વાતચીત દરમિયાન ભૂમિજા પોતાની ગભરાહટ છૂપાવવાની કોશિશ કરી રહી છે. આ વાત તેજસ અને ગ્રંથ બંનેને સારી રીતે સમજાઈ ગઈ.

"ચાલ હું તારી ઓળખાણ સાવજ ટીમના અન્ય સભ્યો સાથે કરાવું." એમ કહી તેજસ ભૂમિજાને ખેંચીને અન્ય સભ્યો પાસે લઈ આવ્યો. અને એક પછી એક તેજસ ભૂમિજા સાથે અન્ય સભ્યોની ઓળખાણ કરાવા લાગ્યો. અને છેલ્લે એક જ સભ્ય બાકી રહે છે. તેજસ એણે જ શોધી રહ્યો છે. એની સાથે સાથે ભૂમિજા પણ એ જ વ્યક્તિને શોધી રહી છે. પણ એ વ્યક્તિ દેખાતી નથી. એટલે એના મનને શાંતિ થાય છે. ભૂમિજા પોતાના મનને શાંત કરવા માંગતી હોય છે અને એટલે જ એણે એકાંત જોઈતું હોય છે. તેથી એ ત્યાંથી જવા લાગે છે.

ત્યાં જ "આને મળ. આ છે આદિત્ય." એમ કહી તેજસએ ભૂમિજાની ઓળખાણ સાવજના રાઇટ હેન્ડ એવા આદિત્ય સાથે કરાવી.

આદિત્ય નામ સાંભળતા જ એની આંખો સામે બે વરસ પહેલાનો સમય આવી ગયો. એણે એવું લાગ્યું કે જાણે એના પગ નીચેથી ધરતી સરકી ગઈ છે!! એણે આંખે અંધારા આવવા લાગ્યા.પરંતુ તેમ છતાં પણ એણે પોતાને સંભાળતા "જય સરદાર." એમ કહ્યું.

"અને આ છે ભૂમિજા. મારી મિત્ર." એમ કહી તેજસએ ભૂમિજાની ઓળખાણ આદિત્યને આપી.

"જય સરદાર." આદિત્યએ એવી રીતે જવાબ આપ્યો કે જાણે એ ભૂમિજાને જાણતો જ ના હોય!!

બે વર્ષ પછી ભુમિજા આદિત્યને મળતી હતી. એણે હતું કે એટ લીસ્ટ હવે તો આદિત્ય એની સાથે સરખી રીતે વાત કરશે!! પરંતુ આદિત્યનું આમ અજનબી જેવું વર્તન એના દિલને ઘણું જ ખટક્યું. એની આંખોમાં આંસુ આવવાની તૈયારી જ છે. અને જો તેજસ આમ એણે રડતા જોશે તો એના કારણે જ એની સગાઈનો પ્રસંગ બગડશે. અને આવું ના થાય એટલે એ "હું હમણાં આવી." એમ કહી ત્યાંથી જતી રહી.


સારું છે કે આંખોને પાંપણનું કફન છે!!
કારણકે આ આંખોમાં ઘણું બધું દફન છે..


ગ્રંથ એણે આમ જતા જોઈ રહ્યો. એણે લાગ્યું કે અત્યારે એણે ભૂમિજાની સાથે હોવું જોઈએ. અને એ પણ તરત જ ભૂમિજાની પાછળ પાછળ ગયો. ભૂમિજા દોડતી દોડતી બહાર આંગણામાં આવી ગઈ. અને ઘણા સમયથી રોકી રાખેલા એનાં આંસુ આંખમાંથી બહાર આવી ગયા.

ભૂમિજાની પાછળ પાછળ આવેલા ગ્રંથે એણે રડતા જોઈ. પહેલા તો એણે ભૂમિજાને રડવા દીધી. ત્યાર બાદ થોડીવાર રહીને એ ભૂમિજા માટે પાણી લઈને એની પાસે આવ્યો. ગ્રંથને આવેલો જોઈને એણે પોતાના આંસુને રોકવાનો પ્રયત્ન કર્યો. પરંતુ તેમ છતાં એ એના આંસુને રોકી ના શકી. અને રોકાય પણ કેવી રીતે?? છેલ્લા બે વર્ષથી રોકીને રાખ્યા હતા. ભૂમિજાના આંસુ રોકાતા જ નથી એ જોઈને ગ્રંથે એણે પોતાનો હાથ રૂમાલ આપ્યો એના આંસુને લૂછવા માટે.

ભૂમિજાએ રોવાનું તો બંધ કર્યું. પરંતુ તેમ છતાં પણ એ ચૂપચાપ બેસી રહી. કઈ પણ ના બોલી. ગ્રંથ પણ એની સામે જ બેસી રહ્યો. એણે કઇ પણ વાત કરવી ઉચિત ના લાગી એટલે "તમે ઠીક છો હવે!?" એટલું જ પૂછ્યું.

"હા!! હું એકદમ ઠીક છું. અને હા!! તમારો આભાર." ભૂમિજાએ ગ્રંથ તરફ જોતા કહ્યું.

"એક વાત પૂછું??"

"હા બોલો ને!!"

"તમને અહીં રહેવું ઠીક ન લાગતું હોય તો ચાલો લોંગ ડ્રાઈવ પર જઈએ જો તમે ઈચ્છતા હોવ તો!!" ગ્રંથે બહુ જ સભ્યતા થી કહ્યું.

કઈક વિચારીને એણે "પણ આપણે અહી તેજસની સગાઈમાં આવ્યા છે. અને જો અહીં નહી હોઈએ તો તેજસને ખોટું લાગશે!!" ગ્રંથને કહ્યું.

"એની ચિંતા તમે ના કરો. એ હું સંભાળી લઇશ." ગ્રંથે ભૂમિજાને આશ્વાસન આપતા જણાવ્યું.

તેજસ એનાથી નારાજ નહી થાય એ વાતની સાબિતી મળતા એણે હકારમાં માથુ હલાવી પોતાની સહમતી આપી. ભૂમિજાની સહમતી મળતા ગ્રંથ એણે ત્યાં જ ઉભા રહેવાનું કહી પાર્કિંગ તરફ ગયો અને ગાડી લઈને આવ્યો. ભૂમિજા ગાડીમાં બેઠી એટલે એણે ગાડી મારી મૂકી. પરંતુ બે માંથી એક પણને નહોતી ખબર કે તે જઈ ક્યાં રહ્યા છે!! અને એટલે જ ભૂમિજાએ "આપણે જઈ ક્યાં રહ્યા છે??" એમ પૂછી જ લીધું.

"તમારે ક્યાં જવું છે??"

"હું તો જૂનાગઢ વિશે કઈ ખાસ જાણતી નથી. પરંતુ હા!! હું એવી કોઈ જગ્યાએ જવા માંગુ છું જ્યાં શાંત વાતાવરણ હોય."

"ઓકે."

એમ કહી ગ્રંથે ગાડી પોતાની વાડી (( ખેતર )) તરફ હંકાવી. મસ્ત ઠંડો પવન વાતો હતો અને એનું મન ભૂતકાળની યાદોને યાદ કરીને થાકી ગયું હતું. એટલે એણે આરામની જરૂર હતી. એટલે જ એ ગાડીના વિન્ડો પર માથું રાખીને સૂઈ ગઈ. થોડી જ વારમાં ગ્રંથના ફોન પર તેજસનો ફોન આવ્યો. પરંતુ એણે ફોન રિસિવ ના કર્યો. અને ફોન પણ સાયલંટ કરી દીધો. ગ્રંથે ફોન ના ઉપાડ્યો એટલે તેજસએ ભૂમિજાને ફોન કર્યો. ભૂમિજા સૂતી હતી એટલે ગ્રંથે જ ફોન કટ કરી નાખ્યો. અને ફરી તેજસ કે કોઈ અન્યનો ફોન ના આવે એ હેતુથી એણે બંનેના ફોન સ્વિચ ઓફ કરી દીધા.

એકાદ કલાકમાં બંને ગ્રંથની વાડીએ પહોંચી ગયા. ગાડી રોકાઈ એટલે ભૂમિજાની ઊંઘ ડિસ્ટર્બ થઈ. એટલે એની આંખો ખુલી તો એણે જોયું કે એ કોઈના ખેતરમાં છે. એટલે એણે લાગ્યું કે એ લોકો પહોંચી ગયા!!

"આ આપણે ક્યાં આવ્યા છે??" ભૂમિજાએ ગાડીમાંથી નીચે ઉતરતા ગ્રંથને પૂછ્યું.

"મારી વાડીએ."

"આ તમારી વાડી છે??"

"હા!! વાડી કમ ફાર્મ હાઉસ."

"ઘણું જ સુંદર છે. અને શાંત પણ. થેન્ક યુ." ભૂમિજાએ આભાર માનતા કહ્યું.

"અરે એમાં આભાર શેનો!! તમે જ્યાં જવું હોય ત્યાં જઈ શકો છો. જ્યાં ફરવું હોય ત્યાં ફરી શકો છો. આખી વાડીમાં કોઈ તમને નહી રોકે. પરંતુ હા!! કૂતરાથી બચીને રહેજો. હું અહી જ ઘરની બહાર જ બેઠો છું." ગ્રંથે ભૂમિજાને 'એ અહી સ્વતંત્ર છે.' એવો અહેસાસ કરાવતા કહ્યું.

ભૂમિજા 15-20 મિનિટમાં આખી વાડીમાં આંટો મારી ગ્રંથ બેઠો હોય છે ત્યાં આવી. ગ્રંથે એણે પાણી ઑફર કર્યું. ભૂમિજા પણ તરત જ બધુ પાણી એક જ ઘૂંટડે ગટગટાવી ગઈ.

"ભૂખ લાગી છે??" ગ્રંથે પૂછ્યું.

"હા!!" ભૂમિજાએ ખચકાતા સ્વરે હા પાડી. અને સાથે "પણ અહી શું અહી શું મળશે જમવા માટે??" એમ પણ પૂછ્યું.

"કઈ ખાસ તો નહી. પરંતુ કેરીની સીઝન છે તો કેરી મળશે. ચાલશે??"

"ચાલશે નહીં પણ દોડશે."

ગ્રંથ તરત જ કાચી પાકી એમ બંને જાતની કેરી લઈ આવ્યો. અને એ પણ કેશર. જૂનાગઢની કેશર કેરી હોય પછી પૂછવાનું જ શું હોય!! ભૂમિજાને મજા જ આવી ગઈ કેરી ખાઈને. અને ભૂમિજાને આમ નાના બાળકોની જેમ કેરી ખાતા જોઈ ગ્રંથને પણ મજા પડી ગઈ.☺️☺️☺️☺️

"ક્યાં સુધી એ વ્યક્તિની યાદોમાં આંસુ વહાવતા રહેશો??"

ગ્રંથે એકાએક એવો સવાલ પૂછી લીધો, જેનો જવાબ એની પાસે નહોતો એટલે ભૂમિજા ચૂપ જ રહી.

"જો હું આમ તમારી પર્સનલ લાઇફમાં દખલગીરી કરું છું એ વાત તમને ના ગમતી હોય તો હું પહેલા જ સોરી કહી દઉં છું. પણ હા!! એટલું તો જાણું જ છું કે તમે ઉદાસ હોવ ત્યારે જરાક પણ નથી સારા લાગતાં."

"હં??" ગ્રંથ પાસેથી ભૂમિજાને આવી વાતની કોઈ અપેક્ષા નહોતી એટલે એ ચોંકી ગઈ.

"તમારા ભૂતકાળમાં શું થયું હતું તમારી સાથે, એ તો નથી ખબર!! પરંતુ આજે જે થયું એનાં પરથી એ ચોક્કસ કહી શકાય કે તમારે એ વ્યક્તિને ભૂલીને આગળ વધવું જોઈએ. ક્યાં સુધી આમ કોઈ એકની યાદોમાં રહીને ખુદને હેરાન કર્યા કરશો?? તેજસ સાચું જ કહેતો હતો કે તમે ખુદની જાતને એની યાદોમાં કેદ કરીને રાખી છે." ગ્રંથે ભૂમિજાને કહ્યું, જેથી કરીને એ એણે સારી રીતે સમજે છે એવું જતાવી શકે!!

"આઈ એમ સોરી. મારા લીધે તમારે પરેશાન થવું પડયું.પણ ટ્રસ્ટ મી. મને જરાક પણ નહોતી ખબર કે એ અહીંયા આવવાના છે!!" ભૂમિજાએ સફાઈ આપતા કહ્યું.

"અને જો તમને ખબર હોત તો તમે શું કરી લેત?? અહી તેજસની સગાઈમાં ના આવેત!! બસ એટલું જ ને?? પણ હું એમ કહું છું કે ક્યાં સુધી આમ પરિસ્થિતિઓથી ભાગશો?? તમને હું જેટલું પણ જાણું છું એટલા પરથી એક વાત ચોક્કસથી કહી શકું એમ છું કે તમે પરિસ્થિતિથી ભાગવામાં નહી, પરંતુ એની સામે લડવામાં વિશ્વાસ રાખો છો.

તો આ પરિસ્થિતિ સામે પણ લડો. જ્યારે એ વ્યક્તિને જ તમારા હોવા નાહોવા પર ફરક નથી પડતો તો પછી તમે શું કામ એનું વિચારો છો?? તમે પણ એની સામે જાવ. એણે મહેસૂસ કરાવો કે એણે તમને તરછોડીને બહુ જ મોટી ભૂલ કરી છે!!"

"તો ચાલો!!"

"ક્યાં??"

"તેજસના ઘરે!!હજુ પણ એ લોકો ત્યાં જ હશે ને!! એમને પણ તો ખબર પડવી જોઈએ ને કે ભૂમિજાને તોડવાની હિંમત હજુ સુધી કોઈએ જ નથી કરી!! અને કોઈનામાં એ હિંમત છે પણ નહી." ભૂમિજાએ એક નવા જ જોમ અને જુસ્સા સાથે કહ્યું.

ભૂમિજાને જુસ્સા પૂર્વક વાતો કરતા જોઈ ગ્રંથને સારું લાગ્યું. એણે તરત જ કાર સ્ટાર્ટ કરી. અને ભગાવી મૂકી તેજસના ઘર તરફ!! રસ્તામાં એક રંગની લારી વાળો ઊભો હતો. એણે જોતા ભૂમિજાએ ગાડી ઊભી રખાવી. ગાડી ઉભી રહી એટલે તરત જ ભૂમિજા નીચે ઉતરીને રંગ લઈ આવી.

થોડાક સમયમાં બંને તેજસના ઘરે પહોંચ્યા. સગાઈ તો ખતમ થઈ જ ગઈ હતી. પરંતુ આખી સાવજ ટીમ કઈક કરી રહી હતી. એટલે ભૂમિજા ગ્રંથને " તમે જાવ. હું હમણાં આવી." એમ કહી અંદર ગઈ. અંદર જઈને એ એક થાળીમાં રંગ લઈને બહાર આવી. અને એ લોકોની પાસે ગઈ.

"Attention please!!" ભૂમિજાએ બધાનું ધ્યાન પોતાની તરફ દોરાય એ હેતુથી કહ્યું.

ભૂમિજાએ આમ કહ્યું એટલે બધા એની નજીક આવ્યા. એમાં થી એક જણ "હા!! બોલોને!!" એમ કહ્યું.

"કઈ ખાસ નહી. આજે ધુળેટી છે. તેજસની સગાઈ હતી આજે એટલે કોઈએ એક બીજાને રંગ તો લગાવ્યો જ નઈ હોય!! સાચું ને??" ભૂમિજાએ એ બધાને સવાલ કર્યો.

બધાએ હા કહ્યું. એટલે ભૂમિજાએ બધાની તરફ રંગની થાળી કરતા કહ્યું કે, " તો પછી રાહ કોની જોવો છો. આ લો રંગ!!" એમ કહી એણે તેજસ તથા ગ્રંથને રંગ લગાવ્યો. તથા સાવજને પણ ચાંલ્લો કર્યો. ગ્રંથે પણ તેજસ ભૂમિજાને રંગ લગાવે એ પહેલા જ એણે રંગ લગાવ્યો.

ધુળેટીનો પ્રોગ્રામ પૂરો થયો એટલે ભૂમિજાએ " તમે લોકો આ શું કરી રહ્યા છો??" એમ પૂછ્યું.

સાવજ ટીમમાંથી જ એક વ્યકિતએ જવાબ આપ્યો કે, "કઈ ખાસ નહી. આ તો બહુ દિવસ પછી ભેગા થયા તો વિચાર્યું કે ચાલો કે ક્રિકેટ રમીએ. તો બસ એની જ તૈયારીઓ કરી રહ્યા છે."

"ઠીક છે. તો હું પણ રમીશ. જો કોઈને વાંધો ના હોય તો!!"

"તમને રમતા આવડે છે??" આ વખતે ખુદ સાવજે સવાલ કર્યો.

"હા!! સારી રીતે આવડે છે."

"એ તો જોઈશું ને કે કેટલું અને કેવું આવડે છે!!" પાછળથી આદિત્યએ કહ્યું.

આદિત્ય આમ બોલ્યો એટલે ભૂમિજાને ગુસ્સો તો આવ્યો. પરંતુ પોતાના ગુસ્સાને કંટ્રોલ કરતા કહ્યું કે, " એ તો સમય જ બતાવશે."

"તમે લોકો તૈયારીઓ કરો. હું ચેન્જ કરીને આવું. બાય ધ વે બંને ટીમના કેપ્ટન કોણ છે??"

"એક તો હું. બીજી ટીમનો કેપ્ટન કોણ હશે એ નથી ખબર." સાવજ એ જવાબ આપ્યો.

"તો ઠીક છે. બીજી ટીમની આગેવાની હું કરીશ. જો કોઈને વાંધો ન હોય તો!!" ભૂમિજાએ પ્રસ્તાવ મૂકતા કહ્યું.

ભૂમિજાના પ્રસ્તાવને બધાએ મંજૂરી આપી એટલે એ ઘરની અંદર ગઈ અને પાંચ જ મિનિટમાં કપડાં બદલીને આવી.ત્યાં સુધી બધી તૈયારીઓ થઈ ગઈ હતી. બસ ખાલી ટીમ સિલેક્ટ કરવાની જ બાકી હતી.

ભૂમિજા આવી ગઈ એટલે ટોસ ઉછળ્યો. ટોસ ભૂમિજા જીતી એટલે એણે બોલિંગ સિલેક્ટ કરી. ત્યાર બાદ ટીમ સીલેકશન ચાલુ થયું. ભૂમિજાએ સૌથી પહેલા ગ્રંથને પસંદ કર્યો. એના આમ કરવાથી તેજસ અને ગ્રંથ બંને આશ્ચર્યચકિત થઇ ગયા.

ત્યાર બાદ સાવજે અક્ષને સિલેક્ટ કર્યો.

એના પછી ભૂમિજાએ તેજસને પસંદ કર્યો. તો સાવજે મૌલિકને.

ત્યાર બાદ એક પછી એક પ્લેયરની પસંદગી બંને કરતા ગયા. છેલ્લા આદિત્ય અને વિવાન એમ બે લોકો બાકી રહ્યા. એટલે ભૂમિજાએ વિવાનને સિલેક્ટ કર્યો. એટલે બાકી રહેલો આદિત્ય સાવજની ટીમમાં ગયો. અને પછી ચાલુ થઈ મેચ!!

સાવજની ટીમે પહેલા બેટિંગ કરીને 10 ઓવરમાં 107 રન બનાવ્યા. એટલે ભૂમિજાની ટીમને જીતવા માટે 108 રન જોઈએ. સૌથી પહેલા બેટિંગ કરવા ભૂમિજાએ વિવાન અને ગબ્બરને ઉતાર્યા. 3 ઓવર સુધી બંને રમ્યા. અને ત્યાર બાદ વિવાન આઉટ થયો. ત્યારે સ્કોર થયો હોય છે 33 રન. વિવાનના આઉટ થયા બાદ ભૂમિજાએ તેજસને કહ્યું. 5.2 ઓવર સુધી એણે ગબ્બર સાથે મળીને સ્કોરને 50 પર પહોંચાડ્યો. અને ગબ્બરની વિકેટ પડી. એટલે ભૂમિજાએ ગ્રંથને પિચ પર ઉતાર્યો. ગ્રંથે રમવાની શરૂઆત કરી ત્યાં જ તેજસની પણ વિકેટ પાડી. અને સ્કોર થયો 53. 6 ઓવર પૂરી થઈ ગઈ. 4 જ ઓવર બાકી છે અને 55 રન કરવાના છે એટલે ભૂમિજા પોતે જ મેદાન પર આવી. અને પોતે બાજી સંભાળી.

ભૂમિજા અને ગ્રંથની જોડીએ 3 જ ઓવરમાં 40 રન ફટકારી દીધા. છેલ્લી ઓવર જ રહી. અને 15 રન બાકી રહ્યા. સ્ટ્રાઈક પર ભૂમિજા છે. અને સામે છેડે બોલિંગ કરવા માટે આદિત્ય આવ્યો. 5 બોલમાં ભૂમિજાએ અને ગ્રંથે 10 રન કર્યા. છેલ્લો બોલ બાકી રહ્યો. આદિત્ય ભૂમિજાને સારી રીતે જાણતો હોય છે અને એની રમત પણ એણે જોઈ લીધી. એટલે એણે ખાત્રી થઇ ગઇ કે જો એને ભૂમિજાને ઉશ્કેરી નઈ તો એ લોકોની ટીમ હારી જશે. કારણકે મેચ જીતવા માટે 1 બોલમાં 5 રન કરવાના છે. અને એ તો કોઈ પણ ભોગે ભૂમિજા કરી જ લેશે. અને એટલે જ પોતાની ટીમને જીતાડવા માટે "હાર તારી કિસ્મતમાં છે અને જીત મારી કિસ્મતમાં. બે વર્ષ પહેલાં પણ તું હારી હતી અને આજે પણ હારીશ!!" એમ ભૂમિજાની નજીક જઈને ધીમેથી કહ્યું.

ભૂમિજાએ પણ "એ વખતે વાત સંબંધ સાચવવાની હતી એટલે મેં હાર સ્વીકારી હતી. બાકી મને હરાવવા માટે હજુ કોઈ જન્મ્યું જ નથી. અને એ ભ્રમ છોડી દો કે હું બે વર્ષ પહેલાંની કમજોર ભૂમિજા છું!! અને એમ પણ તમારા વિશ્વાસઘાતએ મને એટલી સ્ટ્રોંગ તો બનાવી જ દીધી છે કે કોઈ પણ મને તોડી ન શકે!!" એમ પૂરી મક્કમતા અને પૂરા આત્મવિશ્વાસ સાથે આદિત્યને જવાબ આપ્યો. ભૂમિજાના આવા જવાબ પછી એની પાસે બોલવા માટે કઈ બાકી ના રહ્યું. એટલે આદિત્ય પોતાની જગ્યા પર આવી ગયો. અને એણે બોલ બહુ જોશમાં અને ગુસ્સામાં ફેક્યો. સામે પક્ષે ભૂમિજાએ પણ એ જ અડગતાથી અને આત્મવિશ્વાસથી બોલને ફટકારીને આકાશમાં ઊંચે મોકલ્યો. બોલ બાઉન્ડ્રી તરફ ગયો. બાઉન્ડ્રીની નજીક અક્ષ ઊભો છે. એણે catch કરવા માટે હાથ ફેલાવ્યા. અને catch કરી પણ લિધો. આ જોઈ આદિત્ય અને એની ટીમ ગેલમાં આવી ગઈ. પરંતુ ટવીસ્ટ હજુ બાકી છે!!

(( શું છે ટવીસ્ટ?? શું ખરેખર સાવજની ટીમે મેચ જીતી લીધી?? અને સૌથી મહત્વનો સવાલ કે શું ગ્રંથ અને તેજસ જાણી શકશે ખરા કે આદિત્ય જ એ વ્યક્તિ છે જેને ભૂમિજા પ્રેમ કરે છે?? આ બધા સવાલોના જવાબ મેળવવા માટે થઇને વાંચતા રહો "સંબંધોની માયાજાળ" ))


(( Bhumija ))