તમે કોણ છો ?
તમારી પોતાની ઓળખ શું?
પોતાની ઓળખ નો મતલબ શું છે.?
શું ઘર-પરિવાર બાળકો અને સંબંધોથી જિંદગી પૂર્ણ નથી થતી?
પોતાની જાતને જાણવું જરૂરી છે?
પોતાની ઓળખ હોવી પણ જરૂરી છે?
મારું માનવું છે કે મને મારા નામથી કોઈ બોલાવે એ જ મારા માટે ગર્વની લાગણી છે.
એમા જ મારા હોવાપણા નો અહેસાસ છુપાયેલો છે.
આર્થિક આત્મનિર્ભરતા થી અલગ ઓળખ મળે છે. જેની ખુશી અને સુખ કંઈક અલગ જ હોય છે.
હું મારા સિદ્ધાંતો પ્રમાણે મારા પોતાના જીવન પર માત્ર મારો જ કાબૂ રાખતા હું શીખી છું.
મને લોકોના હાથની કઠપૂતળી બનતા નથી આવડતું.
અને એટલે મેં જે મારા જીવન વિશે નક્કી કરેલા નિર્ણયો ને, હું હંમેશા વળગી રહું છું.
પછી ભલે ને મારી આજુબાજુના લોકો ગમે તે માને કે ગમે તે કરે.
અને એના માટે સૌ પ્રથમ મારા પોતાના પર વિશ્વાસ રાખુ છુ..
એમ કહો કે હું મારી પોતાને જ ફેન છું.
હું મારી જાતને પસંદ કરું છું..
અને એટલે જ હું ક્યારેય મારી પોતાની જાતને નીચી કક્ષાએ મુક્તિ નથી, પછી ભલેને બીજા સ્વીકારે કે ન સ્વીકારે .
હું જેવી છું એવી છું.
મને હંમેશા પ્રકૃતિને નજીક રહેવાનું પસંદ છે.
સમયની પાબંદ છું.
હું લોકોને મદદ કરવા પ્રયત્ન કરું છું, અને એટલે જ હું કામમાં હોવ તો પણ કોઈ મારી સાથે વાત કરતુ હોય તો તે શાંતિથી સાંભળું છું.
નિખાલસતા રાખવી ગમે છે.અને એટલે જ મારા મનમાં જે હોય એ હું સામે જ કહી દઉં છું ,પછી ભલેને સામેવાળાને ખોટું લાગી જાય.
આમ દરેકમાં કોઇને કોઇ નબળાઇ હોય છે અને મારામાં પણ છે. એના લીધે ઘણાને મારા ગુસ્સાનો ભોગ બનવું પડે છે.😆 એટલે કે થોડોક ગુસ્સાવાળો સ્વભાવ ખરો.
મારી આ નબળાઈ પર હું કાબુ રાખવાનો પ્રયત્ન તો કરું છું પણ વારસામાં જ એવા જીન્સ મળ્યા છે..જે
સ્વભાવ માં ઉતરી આવ્યા છે 🤓 એટલે થોડીક કડક મિજાજી ,તેજ સ્વભાવને કારણે ઘણાને હું અભિમાની લાગું છું , કે તેમની હું ઉડાવું છું એવું ઘણાંને લાગતું હોય છે પણ એવું બિલકુલ નથી.. મને મારી જવાબદારી અને જરૂરિયાત વચ્ચે મારા કર્તવ્ય ને ધ્યાનમાં રાખીને વર્તમાનમાં જીવવું અને દરેક ક્ષણને માનવી ઉજવવી ગમે છે.
જિંદગી છે તો જિંદગીમાં તો દુઃખ ઘણા આવવાના પણ રોદણાં રોવા પસંદ નથી..
કોઈ પણ પરિસ્થિતિમાં હું મારી પોતાની જાતને કંટ્રોલ માં રાખું છું .અને હંમેશા સામનો કરવા તૈયાર રહું છું. હસતા રહેવું અને બીજાને પણ હસાવવું ગમે છે.
હું એક સ્ત્રી છું તો સ્ત્રીની ઓળખ ની વાત કરું તો..
સ્ત્રી જો બાળકને જન્મ આપી શકતી હોય તેનું પાલન-પોષણ કરી શકતી હોય ...અને ઘરેલું જવાબદારીઓનું નિર્વાહ કરી શકતી હોય... તો એક સ્ત્રી ઘર અને બહાર એમ બંને મોરચા પર પોતાની કાબેલિયત દર્શાવી શકે છે..
પ્રોફેશનલ વર્લ્ડમાં તેની વધતી હાજરી એ વાતનો સંકેત છે કે.. તે દરેક જગ્યાએ સફળતા હાંસલ કરી શકે છે કરિયર એના માટે માત્ર સારી રહેની કરણી નું જ કારણ નથી એ એના હોવાપણાનો જરૂરી હિસ્સો છે ..
એનો મતલબ એ પણ નથી કે કરિયરમાં સફળ થનારી સ્ત્રીઓ ઘરેલું જવાબદારીઓને ભૂલાવી દીધી છે..
પણ તે વધુ ગંભીરતાથી કર્તવ્યનું નિર્વાહ કરી શકે છે. તે એક સફળ બિઝનેસ વુમન, લેખિકા , ડોક્ટર, કે ટીચર હોય દરેક ફિલ્ડ માં અલગ-અલગ કામની જવાબદારરી હોય છે ..અને સફળતાના માપદંડ પણ અલગ-અલગ હોય છે.
તે એના માટે પોતાની યોગ્યતા પર સંદેહ કરવાને બદલે મહેનત કરી કમર કસી વિકાસના સારા અવસર મેળવી શકે છે .
આમ કઈ કેટલાય પડકાર આવે છે. તો પણ તે પોતાની ઓળખ બનાવી શકે છે..
मौका दरवाजे पर दस्तक देता है।
जीतता वही है जिनमें उसे पार करने का साहस हो।
इसलिए हिम्मत से हारना लेकिन हिम्मत ना हारना।