DESTINY (PART-28) books and stories free download online pdf in Gujarati

DESTINY (PART-28)


સમય વિતવા લાગ્યો પણ પ્રેમ અડીખમ જેવો હતો એવોજ રહ્યો. ખરાબ સમય પણ એમની લાગણીઓને ઓછી ના કરી શક્યો. સમય સાથે સાથે મૂંઝાઈ ગયેલ જૈમિક પોતાની જાતને ઘરની ચાર દીવાલમાં કેદ કરી દે છે બસ એને એકજ પ્રશ્ન થાય છે કે મારો વાંક શું.....?

દિવસ એવો પણ આવ્યો કે ઘરે મુંઝવણમાં બેઠેલ જૈમિકને જોઈ એક દિવસ એની મમ્મીએ એને પૂછ્યું બેટા......! હું જોઉં છું ઘણાં સમયથી તું પુસ્તકાલય જતો નથી કે ક્યાંય મિત્ર જોડે પણ જતો નથી કે ના કોઇ સાથે ફોન પર વાત કરે છે.

બસ આખો દિવસ ઘરમાં જ બેસી રહે છે અને પોતાનામાં જ ખોવાયેલો ખોવાયેલો લાગે છે. તને કઈ તકલીફ હોય તો મને જણાવી દે બેટા....! હું તારી મા છું. હું તને આમ દુ:ખી ના જોઈ શકું. તારે જે પણ ચિંતા હોય કહીં દે.....!

જૈમિક કહે એક પ્રશ્ન પૂછ્યું મમ્મી.....?

હા પૂછને બેટા.....! મમ્મી કહે છે.

શું પરિવારની વિરુધ્ધ જઈને લગ્ન કરવાં યોગ્ય છે......? જૈમિક પુછે છે.

સાચું કહું તો, ના બેટા......! યોગ્ય નથી, કારણ કે પરિવારના પણ દીકરા દીકરીને લઈને ઘણાં બધાં સપનાં હોય છે. પરિવાર ક્યારેય પોતાના સંતાનનું અહિત ના ઇચ્છે બેટા માટે પરિવાર વિરૂધ્ધ જઈને લગ્ન કરવાં એ યોગ્ય તો નથી જ. પરંતુ તું મને કેમ આમ પૂછે છે તારે અને નેત્રિને કઈ થયું છે કે શું.....? મા બધું વ્યક્ત કરે છે.

મમ્મી......! એમાં એવું છે ને કે જેમ તમે મારા લગ્ન કરાવવા તૈયાર થઈ ગયાં છો એમ એના પરિવારવાળા તૈયાર નથી થયાં. એ લોકો કહે છે કે અન્ય જ્ઞાતિમાં અમે ક્યારેય લગ્ન નહીં કરાવીએ. તો નેત્રિ હતાશ રહે છે આ પ્રશ્નના લીધે તો શું કરવું જોઈએ.....? જૈમિક મા ને કહે છે.

સાચું કહું તો નેત્રિ પર પૂરેપૂરો હક એના પરિવારનો કહેવાય અને દીકરીને લઈને એમની ચિંતા વધારે હોય એ સ્વાભાવિક છે બેટા.....! અને એના મમ્મી-પપ્પા કે ભાઈ પણ નથી તો પછી એના બધાજ નિર્ણય એના બહેન, કાકા કરે એજ યોગ્ય છે કારણ કે એ પણ એના પરિવારના સદસ્ય છે. તો પણ આપણે રૂબરૂ મળીને વાત કરીશું એમને મનાવવાની પૂરે પૂરી કોશિશ કરીશું એમ મા સાંત્વના આપતી જણાવે છે.

મને માફ કરજે મમ્મી.......! પણ હવે ત્યાં જાઉં નહીં પડે કેમ કે મેં નિર્ણય લઈ લીધો છે કે એને એની પરિવારની વાત જ માનવી જોઈએ. આપણે એને અહીંયા એમના વિરૂધ્ધ લઈને આવીએ એ ક્યારેય યોગ્ય નથી, ને એને મારી માટે પરિવાર છોડવો પડે એ પણ યોગ્ય નથી. તો મેં અને નેત્રિએ લગ્ન ના કરવાનો નિર્ણય લઈ લીધો છે જે નિર્ણયથી ઘરના બંને તરફ શાંતિ થઈ જાય ને અમારા લીધે કોઈને હેરાન ના થાઉં પડે જૈમિક દુઃખ સાથે બધું વ્યક્ત કરે છે.

તમે બંને ભેગા થઈને નિર્ણય પણ લઈ લીધો......? ને અમને ઘરે કાંઈ કહ્યું પણ નઈ બેટા.....? છતાં હું તને કઈ નહીં કહું કારણ કે હું પણ એ વાતથી તો સહમત છું કે દીકરી પર એના પરિવારનો પૂરેપૂરો હક છે માટે એના નિર્ણય એમને જ લેવાનો અધિકાર છે. તો તમે બંને જે નિર્ણય લીધો છે એ આમ તો ખુબજ દુઃખદ છે કેમ કે મારે તો એક દીકરી જતી કરવાની ને......! પણ ખરેખર જોવા જઈએ તો સામાજિક દૃષ્ટિએ તો યોગ્ય પણ છે જેનાથી બંનેના પરિવારને સામાજિક આપદાનો સામનો નહીં કરવો પડે મમ્મી વિસ્તારપૂર્વક વાત કરે છે.

હા મમ્મી.....! જેમ તમને નેત્રિ દીકરી જેવી લાગે છે એમ નેત્રિને પણ આપણા આખા પરિવારથી ખુબજ લગાવ છે માટે એતો લગ્ન ના કરવાની વાત માનતી પણ નહોતી. મેં એને ઘણી સમજાવી છે ત્યારે તો માંડ માની છે. તોય ઘણીવાર તો કહે લઈ જ જાઓ પણ હું ઇચ્છું છું આ વાત અહીંયા જ પતી જાય તો સારું એમ જૈમિક દુઃખ સાથે માને બધી વાત કરે છે.

આમ જૈમિક જે વાત છે એ સાચી કહેવાની જગ્યાએ બીજી રીતે વાત કરે છે કારણકે એની પાસે સાચું કહેવાની જરાય હિંમત નહોતી કે લગ્ન કરવાનું નેત્રિ જ ના કહી રહી છે ભલે એનું કારણ વ્યાજબી છે. ને હિંમત હોય પણ ક્યાંથી કેમકે એ જાણતો હતો કે પહેલા ઘરમાં ખુબજ ઝઘડા કરીને બધાને માંડ રાજી કર્યા હતા. હવે સાચું કહેવા જઈશ તો બધાં એમજ કહેશે કે અમે એટલે જ કહેતાં હતા કોઈની વાતમાં ના આવી જવાનું હોય. ને એવી તો ઘણી વાતો નીકળે માટે જૈમિક નહોતો ઇચ્છતો કે નેત્રિ પર કે એના પ્રેમ પર એક પણ આંગળી ઉઠે.

જ્યારે આ તરફ જૈમિક ઘરમાં બંદ થઈને રહે છે ત્યારે નેત્રિ જૈમિકને ખુબજ યાદ કરે છે પણ વાત તો કરે નહીં માટે જૈમિકના મિત્રોને પૂછે એના વિશે પણ કાંઈ સમાચાર મળે નહીં ને મળે પણ ક્યાંથી જૈમિક બહાર નીકળે, કોઈની સાથે વાત કરે તો મળે ને સમાચાર. હતાશ થઈને એ પણ એના કોઈ કામમાં ધ્યાન ના આપી શકે તોય કરી પણ શું શકે નિર્ણય એનો જ હતો તો ભોગવવું પણ એને જ રહ્યું ને......!



બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED