double murder nu rahashy books and stories free download online pdf in Gujarati

ડબલ મર્ડર નું રહસ્ય.

મિ.નેહા ઘરે એક પેકેટ આપ્યું તે ખોલતા જ તે ગભરાઈ ગઈ અને પોલીસ વિભાગમાં કોલ કર્યો.

પોલીસ અધિકારીઓએ મહિલાના ઘરે પહોંચી ગયા તેમને જોઇને કંઇ જ સમજમાં આવી નહોતું રહ્યું કે આ પાર્સલ મા આંગળીઓ કેમ મોકલવામાં આવી છે. કોને મોકલી છે?
આ પાર્સલ ને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યુ.
પોસ્ટ મોર્ટમ દ્વારા પણ આ ગુત્થી ઉકેલાય એવું લાગતું નહોતું.
આ કેસ ક્રાઈમ ઇસ્પેક્ટર દિગ્વિજયસિંહને સોપવામાં આવ્યો.
તેમના માટે આ મામલો પેચીદો હતો કેમકે આ મામલો પોસ્ટ મેન સુધી જ રોકાઈ ગયો તેમના બયાનમાં એવું બહાર આવ્યું હતું કે અમારું કામ ચિઠ્ઠી ઓ પાર્સલ, પેકેટ વગેરે અલગ કરી તેમના ઘર સુધી પહોંચાડવાનું હોય છે.. પણ તેને કોને મોકલ્યું છે તે અમને ખબર ના હોય.
દિગ્વિજયસિંહે પાર્સલ ઉપર જે લખાણ હતું તે બરાબર ધ્યાનથી જોયું તો તેમને ખ્યાલ આવ્યો કે આ લખાણ અંગ્રેજીમાં લખેલું હતું.

જેને પણ એડ્રેસ લખ્યું હતું તે ઓછું ભણેલો હોવું જોઈએ કેમ કે તેને સ્પેલિંગ મિસ્ટેક કરી હતી..

તે વ્યક્તિએ પરફેક્ટ એડ્રેસ લખ્યું હતું..‌. એના પરથી એવું લાગતું હતું કે તે મિ. નેહાને નજીકથી ઓળખતો હોવો જોઈએ... આ લખાણ સચોટ અને સીધું છે... એના પરથી પુરુષનું લખાણ હોવું જોઈએ એવું અનુમાન લગાવ્યું..

દિગ્વિજય સિંહે પોસ્ટમોર્ટમ નો રિપોર્ટ જાણવા માટે સુરેશ ને બોલાવ્યો..

સુરેશ પાર્સલ સાથે પોસ્ટ મોર્ટમ રિપોર્ટ લઈને આવ્યો.
પોસ્ટ મોર્ટમ રિપોર્ટ વાચતા ખબર પડી કે અંગૂઠો પુરુષનો છે અને આગળી સ્ત્રીની છે.

કદાચ તેને ઝેર આપીને મારી નાખવામાં આવ્યા હશે.

મને લાગે છે આના માટે મિ.નેહાને મળવું પડશે..

સુરેશ નેહા વિશે શું જાણકારી છે.??

તેમની ઉંમર ૪૫ વર્ષ છે.
ટીચર ની જોબ છે.... એમનું ચારિત્ર સાફ સુતરુ છે.. કામ સિવાય કોઈ ની પણ જોડે સંબંધ રાખતા નથી.‌. લગ્ન કર્યા સિવાય એકલા જ રહે છે.

તેમના ઘરે જ કેમ ?? પાર્સલ આવ્યું તેની પાછળ ચોક્કસ કારણ તો હોવું જ જોઈએ.... તેથી મિ. નેહાની પૂછપરછ કરવા જવું પડશે.

હા સર.

પોલીસ વાન નિકાળ આપણે જતા આવીએ...
હા સર..
હુ ક્રાઇમ બ્રાન્ચ માંથી ઇસ્પેક્ટર દિગ્વિજયસિંહ છુ.

પાર્સલ વિશે થોડી પૂછપરછ કરવી હતી...
હા સર જરૂર.
તમારી ફેમિલી માં કોણ કોણ છે.?
મારી બે બહેનો છે...

તેઓ ક્યાં રહે છે??

તેમના વિશે જાણકારી આપી શકો.?

બંને બહેનો મારાથી નાની છે એક બહેન ખેડા રહે છે. અને બીજી બહેન સુરત રહે છે.
ખેડા રહે છે તે બહેન ના મેરેજ એક ડ્રાઇવર જોડે થયા છે અને બીજી બહેન ના મેરેજ સિવિલ એન્જિનિયર જોડે થયા છે ..
સુરત રહેતી બહેના હું વધારે કોન્ટેક્ટ માં નથી ત્યાંથી કોલ આવ્યો નથી કદાચ એનું કારણ સુરત રહેતી બહેન વિદેશ જવાના હતા એવું કહ્યું હતું.

કેટલો સમય થયો એવો ખ્યાલ છે એ વાત
થયે?
એક મહિના જેટલો સમય થયો.

તમારી ખેડા વાળી બહેન જોડે વાત થાય છે કે નહી.?
કાલે જ વાત થઈ હતી જ્યારે આ પાર્સલ આવ્યું હતું.

ઓકે તો અમે જઈએ ફરી આ કેસમાં તમારી જરૂર પડશે તો અમે તમને બોલાવીશું.
જરૂર સર..

સુરેશ બોલ્યો મને તો લાગે છે સર કે મિસ નેહાને આ કેસ સાથે કોઈ જ લેવા-દેવા નથી.
હા એવું પણ હોઈ શકે છે ...‌પણ કાલે તૈયાર રહેજે ખેડા જવા.
જી જરૂર સર.
સુરેશ ગાડી લઈને ઘરે આવી ગયો.
હું કાર્યાલય આવવાનો જ હતો સારું કર્યું અહીં જ આવી ગયો ડાયરેક્ટ આપણે અહીંથી જ જતા રહીએ..

મિસ નેહા ની બહેન સુફી ને ઘરે પહોંચ્યા ત્યારે તેમના હસબન્ડ ડોક્ટર જોડે વાત કરી રહ્યા હતા..
સુરેશ પરિચય આપ્યો કે અમે અમદાવાદથી આવ્યા છીએ અને પાર્સલમાં આંગળીઓ મળી હતી.. તેની તપાસ માટે પૂછપરછ કરવાની છે..

તેમના હસબન્ડ એ પરમિશન આપી તેમને કહ્યું કે હું ડો. સાહેબ ને બહાર છોડીને આવું તમે બેસો..

બોલો સર શું જાણવા માંગો છો.?

તમારી પત્નીને શું થયું છે.?
ડોક્ટરે ટાઈફોડ છે એવું કહ્યું છે .

આરામ કરવા જણાવ્યું છે .

દિગ્વિજયસિંહ ને ખબર પડી ગઈ કે આ વ્યક્તિ જુઠ્ઠું બોલી રહ્યો છે કેમકે તેમને અંદર આવતા જ સાંભળી લીધું હતું કે તેને થોડો સદમા લાગ્યો છે.. બીજું કોઈ કારણ નથી...

તમારી પત્ની ને હું મળી શકું.?
જી નહીં ડોક્ટરે આરામ કરવા કહ્યું છે. જોડે જોડે કોઈ પણ ટેન્શન લેવુ નહીં

તેમની એક બહેન સુરત રહે છે તેમના વિશે જાણકારી ખરી તમને?
તેઓ વિદેશ જતા રહ્યા છે. તેઓએ મને જણાવ્યું હતું કે અમે જવાના છીએ..
ઓકે કઈ જરૂર પડશે તો અમે તમારો કોન્ટેક કરીશું.
જી સર.

આ સુફી ના હસબન્ડ વિશે હજુ પણ જાણકારી લેવી પડશે સુરેશ....‌
પહેલા તો તેને ડોક્ટર વિશે જૂઠું બોલ્યો છે...
આપણી જોડે.
સુફી ના હસબન્ડ વિશે સંબંધીઓ , પડોશીઓ ને પૂછતાં ખબર પડી કે આ વ્યક્તિ જુગાર અને ડ્રગ્સના રવાડે ચડી ગયેલો છે ઘણી વખત તેની પત્નીની પણ મારપીટ કરે છે ...તેથી તેની જોડે કોઈ જ સંબંધ રાખતા નથી.
અને અઠવાડિયા પહેલા જ એમના ઘરે કોઇ મહેમાન આવ્યા હતા.
અઠવાડિયાની રજા પણ તેને લીધી છે એવી જાણકારી પણ આવી ગઈ ..
સુરત તપાસ કરતા ખબર પડી કે ત્યાં ઘર બંધ છે.
અને તેઓ વિદેશ જવાના હતા એ ટૂરમાં તેઓ ગયા જ નથી..
સુરેશ.... સુફીના હસબન્ડને બોલાવો મોકલી દો કે અહીં પોલીસ સ્ટેશન હાજર થઈ જાય કેમકે તે જ ગુનેગાર છે.

સુરેશ બોલ્યો તમને કેવી રીતે ખબર પડી કે આ જ ગુનેગાર હોવો જોઈએ અને મિ નેહા ને આંગળીઓ નું પાર્સલ મોકલવાનું કારણ સમજ ના પડી.

મિ નેહા કોઈની પણ જોડે સંબંધ નથી રાખતા પણ આ બે બહેનો જોડે જ તેના સંબંધ હતા એમાં સુરત ની બહેન તો વિદેશ જવાની હતી એટલે એક જ બહેન અહીં છે...‌. અને જાણીતી વ્યક્તિ જો હોય પુરુષમાં તો સૂફી નો હસબન્ડ છે જે આ કામ કરી શકે અને એને જ પૈસાની જરૂર હતી...તે ડ્રગ્સ અને જુગારના રવાડે ચઢેલો વ્યક્તિ છે તેને ઘણા જ દેવા કરી રાખ્યા છે.. એટલા માટે તેની પ્રોપર્ટી ની નજર સુરત રહેતા બહેન પર હતી..‌‌ અને તેથી તેને મર્ડર કરી ને લઈ લેવાનો પ્લાન બનાવ્યો....‌ ત્યારબાદ તેની નિયત વધારે ખરાબ થઈ.... જેના કારણે તેની બીજી બહેન નેહા ને આંગળીઓ મુકીને પાર્સલ અમદાવાદ મોકલ્યુ બે આંગળીઓ કાપીને પાર્સલ મોકલીને એ સાબિત કરવા માગતો હતો કે.... કિડનેપીગ બતાવીને મિ.નેહા જોડે પૈસા પડાવવાનો પ્લાન હતો.... એની પહેલા પેપરમાં સમાચાર વાંચીને સુફી ને ખ્યાલ આવ્યો કે આની પાછળ તેના પતિનો જ હાથ હશે..
ટૂંકમાં અઠવાડિયા પહેલા જ તેના બહેન અને જીજાજી તેમના ઘરે આવ્યા હતા તેમજ બે દિવસ પહેલા નેહા નો કોલ હતો કે આવી રીતના પાર્સલ આવ્યું છે..
આવા બધા કારણોથી તે સદમા મા હતી.... તેની સમજ માં કશું આવી નહોતું રહ્યું...

બસ હવે એને અહીં પકડી લાવો પોલીસના બે દંડા પડશે એટલે આપોઆપ ગુનો કબૂલ કરી લેશે...


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED