Apradh - 15 books and stories free download online pdf in Gujarati

અપરાધ - ભાગ - ૧૫

“શેનું નિરાકરણ ?, હજુ પોલીસે ક્યાં આપણને કઈ કર્યું છે.” વિક્રાંત બોલ્યો.

“હા ભલે નથી થયું પણ ક્યારેક તો થશેને!” અભય શંકા સાથે બોલ્યો.

“ત્યારનું ત્યારે જોયું જશે.” વિક્રાંત બેફિકરાઈથી બોલ્યો.

અભય વિક્રાંત અને સુહાસ વચ્ચે આવી વાતો ચાલી રહી હતી ત્યારે નરેશ પટેલ ત્યાથી પસાર થઈ રહ્યો હતો અને તેઓની વાતો થતી સાંભળીને તે અટક્યો હતો અને ખડકી ની પાસે રહીને ચુપચાપ બધી વાતો સાંભળી રહ્યો હતો.તેઓની વાતો સાંભળીને તેને એ વાતની ખાતરી તો થઈ ગઈ હતી કે આ ઘરમાં કઈક તો રંધાઇ રહ્યું છે. પણ શું છે તેનું અનુમાન તે લગાવી શક્યો નહોતો કેમકે અંદર ચાલી રહેલી વાતો કોઈ જુગારીની બંધ બાજી ની જેમ ચાલી રહી હતી પરંતુ ઇન્સ્પેટર રાજીવના નામનો ઉલ્લેખ સાંભળીને તેને એતો ખત્રિ થઈ ગઈ હતી કે આ લોકોએ કોઈ ગેર-કાયદેસર કાર્ય તો કર્યું જ છે.

અંદર થયેલી વાતો બંધ થઈ એટલે તે ત્યાથી નીકળી ગયો અને પોતાના ખેતર તરફ ચાલવા લાગ્યો ત્યારે તેના મષ્ટિષ્કમાં વિચારોની ગડમથલ ચાલી રહી હતી.

“શું થયું હશે?, તેઓ શેની વાતો કરી રહ્યા હશે?, તેઓ આટલી બધી ચિંતામાં કેમ હતા?, તેઓ પોલીસની વાતો કેમ કરી રહ્યા હતા?, હજુ કાલે તો મને પણ સાહેબ વિરૂભા વિશે પૂછી રહ્યા હતા!, સાહેબને આ માહિતી પહોચાડું?, જવા દેને જે હોય તે મારે શું! આવા વિચારોની ગડમથલ ચાલતી હતી ત્યાં ક્યારે તેનું ખેતર આવી ગયું તેનો તેને ખ્યાલ જ ના રહ્યો.

“ત્યાં કઈ બાજુ જાવ છો?” નરેશની પત્નીએ સાદ પડ્યો.

અચાનક તેની તંદ્રા તૂટી અને તેને જોયું તો તે તેનું ખેતર વટાવી ચુક્યો હતો, તે પાછો વાળ્યો અને તેના ખેતરમાં દાખલ થયો અને પોતાના કામે વળગી ગયો.

@@@@@@@@@@@@@

વિરલ દ્વારા પૂછેલા સવાલથી અનિતાની આંખોમાં રહેલા ડરમાં વધારો થયો હતો અને તેની સાથે બનેલી ધટના યાદ કરીને ભય થી તે ધ્રુજવા લાગી હતી.

તેના શરીરમાં થયેલી ધ્રુજારીનો અનુભવ વિરલને પણ થયો, તેને થયું કે નાહક જ મે આવો સવાલ મે અત્યારે પૂછી લીધો.

પરંતુ ત્યારબાદ અનીતા દ્વારા કહેવાયેલા શબ્દોથી વિરલ પણ ધ્રુજવા લાગ્યો, એરકંડિશનની ઠંડી હવામાં પણ તેને પરસેવો વળી ગયો, તે ફાટી આંખે અનીતા સામે જોઈ રહ્યો હતો તેને પોતાના કાન પર વિશ્વાસ નહોતો આવતો, અનીતા દ્વારા બોલાયેલા શબ્દો હજુ પણ તેના કાનોમાં ગુંજી રહ્યા હતા, તે અંદરથી ખૂબ જ ડરી ગયો હતો પણ તેને એક વાતની ખુશી હતી કે અનીતા અત્યરે તેની સામે સાજી-સારી હતી.

તે ઊભો થયો અને થોડો સ્વસ્થ થવાનો દેખાવ કર્યો અને અનિતાને કહ્યું “ચિંતા ના કાર ભગવાન સૌ સારવાના કરશે, બીજા કોઈ ને અત્યારે આ વાત ના કરતી ઘરે જઈને નિરાતે આના વિશે ચર્ચા કરશું, હું બધાને અંદર મોકલું છુ તેઓની સામે સ્વસ્થ રહેવાનો પ્રયત્ન કરજે.” એમ કહીને તે બહાર નીકળી ગયો.

તે બહાર આવ્યો અને કહ્યું કે”હવે અનીતાને સારું છે તમે લોકો અંદર આવી જાઓ.”

“શું થયું હતું ભાભી તમને?” વિલસે અંદર જતાં જ પુછ્યું.

“કઈં નહીં ચક્કર આવી ગયા હતા.” અનિતાએ જવાબ આપ્યો.

વિલાસ કૈંક પૂછવા જતી હતી પણ નીકુલે તેને ઈશારાથી ચુપ રહેવા કહ્યું એટલે તે ચુપ થઈ ગઈ.

થોડી કલાકો પછી તેને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવી તેથી તેઓ બધા પછા ઘરે ગયા અને અનિતાને શું થયું હતું તે જાણવા માટે આતુર હતા આથી અનિતાને તેના બેડરૂમમાં આરામ કરવા માટે મોકલી તેઓ અત્યારે ડ્રોઈંગમાં વિરલની સામે નજર કરીને બેઠા હતા.

વિરલે વાતની શરૂઆત કરી.

(ક્રમશ:)

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED