અપરાધ - ભાગ - ૬ Keyur Pansara દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અપરાધ - ભાગ - ૬

"કેતનભાઇ ના કહેવા મુજબ આપણી સાથે જે બની રહી છે તેવી ધટના તેઓ સાથે બનવાની શરૂ થઈ એટલે તે લોકોએ એક હવન કરાવેલો. અને ત્યારબાદ તો મુશ્કેલીઓ ઓછી થવાને બદલે ઉલટાની વધવા લાગી. તેઓએ હવન કર્યો તેના ચાર દિવસ પછી કાજલભાભીના વર્તનમાં ધણો ફેરફાર આવ્યો હતો. તેઓ અવારનવાર 'અપરાધ' 'અપરાધ' એમ બુમો પાડતા, અને કોઈ પુરુષને જોવે કે તરત જ...." નિકુલ વાત કરતો અટક્યો અને થોડી વાર માટે અટક્યો.

"પુરુષને જુવે તો શું?" અવિનાશે પૂછ્યું.

"કોઈ પણ પુરુષને જુવે કે તરત જ પોતાના વસ્ત્રો ઉતારવા લાગતા અને સામેવાળી વ્યક્તિને ચોંટી જતા અને અભદ્ર માગણી કરતાં"

બધાના ચહેરા પર આશ્ચર્યના હાવભાવ હતા. નિકુલ પણ શરમથી માથું નીચે કરીને બેઠો હતો.

"તને આવું બધું કેશવે કહ્યું!"

"હા, મને તેઓએ આવું જ કહ્યું હતું આટલું જ નહિ પણ મને તો એવું પણ કહ્યું હતું કે તેઓએ તો ઘણી વખત તો તેમના નોકર સાથે આપત્તિજનક સ્થિતિમાં જોયા હતા."

"હમમ.., એટલે તેઓની ઘરે નોકર તરીકે બધી જ સ્ત્રીઓ જ હતી."  અનેરી જાણે કંઇક યાદ કરતી હોય તેમ બોલી.

"હા તેઓએ તેમના બધા જ પુરુષ નોકરોને રજા આપી દીધી હતી અને સ્ત્રીઓને કામ પર રાખી હતી."

"તો શું કેશવ સાથે પણ....." 

"હા ભાઈ કેશવ સાથે પણ કાજલભાભી આવું કૃત્ય કરવાની કોશિશ કરી હતી પણ કેશવે તેઓને બેભાન કરીને અટકાવ્યા હતા અને થોડાક દિવસો માટે તે ઘરથી દૂર પોતાના ફાર્મ હાઉસ પર રહેવા ચાલ્યો ગયો હતો." વિરલની વાત કાપતા નીકુલ બોલ્યો.

"તારી વાત પરથી તો લાગે છે કઈક ખૂબ જ અમંગળ થઈ રહ્યું છે અને આગળ પણ થશે." વિરલે કહ્યું.

" હા પણ હવે જે થશે તે જોયું જશે."

@@@@@@@

ઇસ. સન. ૧૯૭૫

"આપણાથી આ નહિ થાય મંગાને બોલાવી લઈએ તે થોડી વારમાં બધું ઠેકાણે પાડી દેશે." કપાળ પરથી પરસેવો લૂછતાં અભય બોલ્યો.

"કપાળ તારું, શું મંગાને બોલાવીએ? આ વાત આપણા ત્રણ સિવાય કોઈને ખબર ના પડવી જોઈએ" વિક્રાંત ગુસ્સાથી બોલ્યો.

"હા તો આરામથી બેસવાનું નથી અહીં આવીને મદદ કરો તો ખબર પડે." અભય કટાક્ષ સાથે બોલ્યો.

વિક્રાંત, સુહાસ અને અભય ભેગા મળીને એક ખાડો ખોદી રહ્યા હતા ત્યાં અચાનક પાછળથી અવાજ આવ્યો "સરસ, હવે શેઠિયા પણ હાથમાં પાવડા લઈને મહેનત કરે છે."

ત્રણેય પાછળ ફરીને જોવે છે 

"વિરુભા તમે આ બાજુ?" વિક્રાંત ડર સાથે બોલ્યો.

"હા ઘરે જતો હતો પણ આ બાજુ કંઇક અવાજ આવતો જણાયો તો લાગ્યું કે થોડુક પુણ્ય કમાતા જઈ" લુચ્ચા હાસ્ય સાથે વિરુભા બોલ્યા.

વિરુભા ગામ માં આવેલ પોલીસ ચોકી માં ડયુટી બજાવતા હતા અને ગામમાં તેઓની સારી એવી ધાક હતી તેઓના ડર ના લીધે આજસુધી આ ગામમાં ક્યાંય ચોરી લૂંટફાટ જેવી ધટના ક્યારેય નહોતી બની અને પ્રામાણિકતા તો તેઓમાં ઠુંસી ઠુસી ને ભરી હતી.

વિક્રાંત વિચારવા લાગ્યો કે પૈસા આપીને આપણુ કામ નહિ પતે અને અમે ત્રણેય મળીને પણ આને હરાવી નહિ શકીએ. કંઇક તો કરવું જ પડશે નહીંતર જેલના સળિયા ગણવા પડશે અને બદનામી પણ થશે એ અલગથી.

વિરુભાને જોતા જ અભય અને સુહાસના હાથમાં રહેલા કોદારી અને પાવડા મુકાઈ ગયા અને જાણે કોઈ ભૂત જોઈ લીધું હોય એમ એકદમ ચોંટી જ ગયા.

"આ પોટલું શેનું છે?" એમ કહેતા વિરુભા ચોગાનમાં રાખેલ પોટલાં તરફ આગળ વધ્યા. 

વિક્રાંતે સુહાસ અને અભય સામે જોયું અને ઇશારાથી કંઇક સમજાવ્યું.

સુહાસ અને અભય વિક્રંતનો ઈશારો બરાબર સમજ્યા હતા.

આ બધાથી અજાણ વિરુભા તો પોટલું ખોલવામાં વ્યસ્ત હતા.

(ક્રમશઃ)