અવિનાશની એક-બે ચીસો બાદ વિલાસ ડરી ગઈ હતી.અને દરવાજે ટકોરા પડતા હતા.કંપતા હાથે તેણે દરવાજો ઉધાડયો. દરવાજા પર વીરલ, અનિતા, નિકુલ અને અનેરી હતા.તેઓ અવિનાશની ચીસ સાંભળીને આવ્યા હતા. "શુ થયું ભાભી?"નિકુલે પૂછ્યું."કંઈ જ નથી સમજાતું"વિલાસે કહ્યું.નિકુલ મોબાઈલ પર કોઈક નો નંબર ડાયલ કરવા લાગ્યો. લગભગ પંદરેક મિનિટ બાદ ડો.તન્ના અવિનાશ ની બાજુમાં બેઠા હતા.તેઓએ અવિનાશ ની તાપસ કર્યા બાદ અવિનાશને તેમની હોસ્પિટલમાં ખસેડવાનું કહ્યું. અવિનાશને ડો.તન્ના ની હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો."શુ થયું છે અંકલ?" નિકુલે પૂછ્યું. ડો.તન્ના તેમના ફેમિલી ડોકટર હતા.અને તેમના પિતાજીના સારા એવા મિત્ર પણ હતા.અને નિકુલ તેમને અંકલ કહીને જ સંબોધતો હતો. "ગભરાવાની કંઈ જરૂર નથી"ડો.તન્નાએ કહ્યું. "પણ થયું છે શું?"નિકુલે ચીંતાતુર અવાજમાં પૂછ્યું. "કદાચ તેને કોઈ ભયંકર સ્વપન જોયું હોય એવું મને લાગે છે."ડો.તન્નાએ કહ્યું."પરંતુ આજ પહેલા તો ક્યારેય આવું બન્યું નથી." વિલાસે કહ્યું. "ચિંતા કરવાની કોઈ જરૂર નથી અવિનાશ એકદમ સ્વસ્થ છે.તમે તેને ઘરે લઈ જઈ શકો છો."ડો.તન્નાએ કહ્યું."કોઈ દવા ની જરૂર નથી?વિરલે પૂછ્યું. "દવાની તો કંઈ જરૂર નથી પણ તેને થોડો સમય આરામની જરૂર છે."ડો.તન્નાએ કહ્યું. બધા લોકો અવિનાશ સાથે ઘરે આવ્યા અવિનાશને આરામ કરવા માટે કહી બધા હોલમાં બેઠા હતા."શુ થયું હશે અવિનાશને મને તો ડર લાગે છે." વિલાસે કહ્યું."તમે ચિંતા ના કરો ભાભી,ડો.અંકલે કહ્યું ને કે ગભરાવાની જરૂર નથી" નિકુલે કહ્યું. સવારના દસ વાગ્યા હતા.અનિતા અને અનેરી નોકરને રસોઈ બનાવની સૂચના આપવા ગયા.નિકુલે સિગારેટના પાકીટમાંથી સિગરેટ કાઢીને વિરલને આપી અને તેણે બીજી સિગરેટ કાઢીને પેટાવી અને લાંબા કસ ખેંચવા લાગ્યો. જમવાના સમયે અવિનાશ રૂમમાંથી બહાર આવ્યો તે સ્વસ્થ જણાતો હતો.બધાએ સાથે બેસીને ભોજન ગ્રહણ કર્યું.ત્યાર બાદ નિકુલે પૂછ્યું "શુ થયું હતું ભાઈ?" "ખબર નઈ પણ જાણે કોઈ છાતી પર કોઈએ ભારે વજન મૂકી દીધો હોય તેવું લાગ્યું."અવિનાશે કહ્યું. બધાના ચહેરા પર આશ્ચર્ય સ્પષ્ટ હતું."જરૂર કોઈકની નજર લાગી હોવી જોઈએ"વિરલે કહ્યું.વીરલ પહેલેથી જ શ્રદ્ધા-અંધશ્રદ્ધા માં માનતો હતો.આમ જોવા જઈએ તો તેને આ વારસો તેની માતા તરફથી મળેલો હતો.તે અવારનવાર અવનવા બાવા પાસે જતો અને સમસ્યાઓ વિશે પુછપરછ કરતો. "ભાઈ મહેરબાની કરીને હવે આમા અંધશ્રદ્ધા ના લાવો"નિકુલે કહ્યું.નિકુલ શ્રધ્ધા-અંધશ્રદ્ધા માં જરા પણ વિશ્વાસ નહોતો કરતો.તે ઘણીવાર વિરલ ને પણ કહેતો કે આ બધા ધતિંગ માં ના જાઓ તો સારું છે.પરંતુ વિરલ ક્યારેય તેની વાત ગણકારતો જ નહીં. અને આજે જ્યારે તે અવિનાશ વિશે શંકા કરવા લાગ્યો ત્યારે નિકુલને ગુસ્સો આવ્યો અને કહ્યું કે ડોકટર અંકલે કહ્યું છે ને કે કોઈ સ્વપન આવ્યું હશે તો પછી શા માટે આવું બોલો છો. "પણ મેં તો ખાલી મારો મંતવ્ય જણાવ્યો છે એમાં ખોટું શું કહ્યું!" અવિનાશે કહ્યું. નિકુલ કંઇક બોલવા જતો હતો પણ અટકી ગયો તેને થયું કે મોટાભાઈ આમ પણ કાંઈ નહીં સાંભળે. તેથી તે ઉભો થઈને ઑફિસે જઉ છુ એમ કહીને નીકળી ગયો. પરંતુ તે ડો.તન્નાની હોસ્પિટલે ગયો.અને ઘરે થયેલી વાતચીત વિશે જણાવ્યું."જો નિકુલ આ દુનિયામાં ઘણી ઘટના એવી પણ બને છે જે આપણા સમજમાં પણ ના આવતી હોય." ડો.તન્નાએ કહ્યું."અંકલ તમે પણ અંધશ્રદ્ધામા વિશ્વાસ કરો છો!"નિકુલ બોલ્યો. "અરે! હું પણ અંધશ્રદ્ધાનો વિરોધી જ છું.પણ મારી આવડી પ્રેક્ટિસમાં મેં આવા ઘણા કેસ જોયા છે.જે દવા નઈ પણ દુવાથી સારા થયા હોય"ડો.તન્નાએ કહ્યું. નિકુલ ને ડોક્ટરની વાત સાંભળીને ખરેખર નવાઈ લાગી.ત્યારબાદ તે ડો.તન્નાની રજા લઈને ત્યાંથી નીકળી ગયો. બીજા દીવસે અવિનાશ સાથે થયેલ ઘટનાનું પુનરાવર્તન થયું પરંતુ આ વખતે અવિનાશને બદલે નિકુલની ચીસો સાંભળવા મળી. (ક્રમશઃ)